________________
सच्चरस आणाए उचट्ठिओ मेहावी मारं तरई । સત્યની આણમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી નય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
પ્રબુદ્ધ જૈન
ડિસેમ્બર, ૩૧
૧૯૩૯
ધૃત
પ્રતિષ્ટા
કાળ અળવાન છે. કાળના અલાવા સાથે અનેક પ્રકારના મૂલ્યપરિવર્તન થાય છે, એક કાળે રશિયા ધમ પરાયણું મનાતું અને શ્ર્વરીતત્ત્વને સ્વીકારતું. આજે ત્યાં અનિરવાદની પ્રતિષ્ટા થઇ છે અને ધર્મસંસ્થાના એ દેશમાંથી બહિષ્કાર કરવામાં આવ્યા છે. એક વખત યજ્ઞક્રિયા જ આર્યાવર્તમાં ધર્મસાધન મનાતુ અને યજ્ઞ નિમિ-તે અનેક પશુએનાં ખલિદાન દેવાતાં. આજે યજ્ઞ અપ્રતિષ્ઠિત અનેલ છે અને ધાર્મિક જીવનની કલ્પનામાં ઘણું પરિવર્તન થયું છે. એક વખત સતીની પ્રથા ધાર્મિક ગણાતી; આજે એ નિન્દનીય બની છે. ખાનપાનના ઇતિહાસમાં પણ આવાં અનેક મૂલ્યપરિવર્તન થયાં છે. એક વખત જ્યાં માંસાહાર અને મદિરાપાન સમાજસંમત હતા ત્યાં આજે માંસાહાર અને મદિરાપાન નિષિધ્ધ બન્યાં છે. દ્યુત વિષયમાં પણ પૂર્વકાળનાં લાકવલણમાં અને આજના લાવલણમાં મહત્ત્વને પ્રક નજરે પડે છે. દ્યુતનું વ્યસન કંઇ કાળથી લાકજીવનને વળગેલુ છે. જ્યાં માણસ છે, મિલકત છે અને શ્રમ વિના શ્રીમાન બનવાની વૃત્તિ છે ત્યાં ધૃત અનિવાર્ય છે. નળરાજા જુગારમાં રાજ્ય હારી ગયા હતા; પાંચ પાંડવાએ જુગારમાં સ કાંઈ ગુમાવ્યું હતું. આ પુરાણપ્રસિધ્ધ દૃષ્ટાંતા દ્યુતની પુરાતનતા સિધ્ધ કરવા માટે પૂરતાં છે.
છતાં
આમ ધૃત પુરાતનકાળથી પ્રચલિત હોવા એ દ્યૂતને સમાજમાં કદી પ્રતિષ્ઠિત સ્થાન નહાતુ મળ્યું: દ્યુતની કાઈ ઠેકાણે પ્રશસ્તિ જોવામાં આવતી નથીઃ. તેમ જ જુગારી સન્માન પામ્યા સાંભળ્યેા નથી, દ્યૂતની હંમેશા શાસ્ત્રકારે અને સ્મૃતિકાર, ધર્મોપદેશકેા અને નીતિશાસ્ત્રવેત્તાએ નિન્દાજ કરતાં આવ્યા છે અને લેકને તેથી ચેતાવતા આવ્યા છે. જૈન ધર્મમાં સાત પ્રકારના વ્યસનથી સદા દૂર રહેવા ફરમાવવામાં આવ્યું છે તે સાત વ્યસનમાં એક દ્યુતવ્યસન છે. જેમ સમાજમાં કોઈ ઊંચી જ્ઞાતીને માણસ દારૂ પીતા તે છૂપી રીતે અને શરમાઇને પીતે તેમજ કોઇ વ્રુત રમતું તે શરમાને અને છૂપી રીતે જ રમતું.
વર્તમાન સમાજમાં વ્રતનું વ્યસન જુદી રીતે અને જુદા માર્ગ પ્રવેશ કરે છે. આજે ચેતરફ જુદી જુદી ચીજોને ચાલી રહેલો સટ્ટો આવા એક પ્રકાર લાગે છે. વિજ્ઞાનની નવી શેાધા તાર, ટપાલ તેમ જ ટેલીફાનાની સગવડા, આન્તરરાષ્ટ્રિય વ્યાપા'રની ખીલવણી, એક દેશમાં બનતી કે ઊગતી ચીજોની અન્ય દેશમાં મેાટા પ્રમાણમાં આયાત કે નિકાશ, જુદી જુદી ચીજો તેમજ સેાનારૂપાના ભાવાનું પરસ્પરાવલ ખીપણું આ બધાં તવાએ દેશદેશના વ્યાપારેશને જેમ ખૂબ વધાર્યો છે તેમ જુદી જુદી ચીજોના સટ્ટાને પણ ખૂબ ઉ-તેજન આપ્યુ છે. ચીજોના ભાવની નિશ્ચિતતાનું તત્ત્વ વ્યાપાર અને સટ્ટામાં સમાન છે. વધારે આશાએ કાઇ પણ વસ્તુ ખરીદી અને સંગ્રહવી એ વ્યાપારનુ
ભાવ મળવાની
તા. ૩૧–૧૨૩૯
તત્ત્વ છે. આવી જ રીતે આગળ ઉપર ભાવ ઘટશે એવી ગણતરી ઉપર અમુક મુદત બાદ અમુક માલ પૂરા પાડવાના સાદા કરવા અને તે મુદત વીત્યે ભાવા ઘટયા હોય તેા તેટલી નુકસાની ખાઇને વખતસર માલ પૂર્ણ પાડવા એ પણ વ્યાપારના અંગમાં સમાયલું છે, સટ્ટામાં પણ આ જ તત્ત્વ રહેલું છે. પણ ફરક માત્ર એટલે જ કે વ્યાપારમાં ખરીદિલો માલ નાણાં આપીને ઘરમાં લાવવાને હાય છે અને વાયદે વસેલ માલની પણ લેનારને ડિલિવરી આપવાની હોય છે જ્યારે સટ્ટામાં કોઇ પણ સચેંગમાં નાણાં ભરીને માલ રીતસર પૂરા પાડવાની વાત હોતી નથી. સટ્ટાની અંદર ગાળે ગાળે ચાલુ ભાવ મુજ ઊભા સાદા ખલ્લાસ કરીને નફાનુકસાનીને તફાવત જ ભરવાના હોય છે. આને લીધે સટ્ટા કરનારને ખરીદેલ માલના નાણાં ભરવાની તાકાતના બહુ વિચાર કરવાના રહેતા જ નથી. તે હંમેશા અમુક ભાવ વચ્ચેઘટયે નુકસાની ભરવાની તાકાતને જ વિચાર કરતે રહે છે. પણ આ વાત આટલેથી જ અટકતી નથી. આજની ચિત્રવિચિત્ર આતરરાષ્ટ્રિય પરિસ્થિતિ અને આસપાસની અસ્થિર રાજકીય અને આર્થિક હવાના પરિણામે સટ્ટાની ચીજોના ભાવમાં મેાટી વધઘટ ચાલ્યા જ કરે છે અને એ ભાવાની ગણતરીમાં ગમે એવા મોટા નિષ્ણાતા પણ ભારે છક્કડ ખાતા જ આવે છે; બીજી' સટ્ટો કરનાર જલ્દી શ્રીમત અનવાની ઘેલછામાં કાઇ પણ સયેગમાં ચોક્કસ નુકસાની ભરવાને લગતી પેાતાની જે તાકાત હાય તેની મર્યાદાની અંદર રહી શકતે જ નથી. ઘણી વખત માટી ઊથલપાથલમાં નુકસાનીનુ જલદી માપ આવતું નથી અને કાંઇક વિચાર અને ગણતરી કહી કાપવા જાય ત્યાં તે ધારેલી નુકસાની કદી કદી દોઢી ખમણી કે તેથી વધારે આવી બેસે છે. કરોા પણ શ્રમ કરવા નહિ અને કેવળ અકસ્માત ઉપર દ્રષની હારજીત કરવી એ આ ધ્રુતની મોટામાં મોટી ખાસિયત છે. વ્યાપાર એટલે માલની વાસ્તવિક લેવડદેવડ--સટ્ટો એટલે માલની કાલ્પનિક લેવડદેવડ બન્ને પ્રવૃત્તિને આસપાસની પરિસ્થિતિની ગણતરી સાથે ચાક્કસ સબંધ છે, સટ્ટો એ આજની મૂડીવાદી પધ્ધતિ-Capitalism-અને વ્યાપારચનાનુ સ્વાભાવિક પરિણામ છે અને તેથી સટ્ટાની પ્રવૃત્તિ કેવળ અકસ્માત ઉપર જ નિર્ભર છે અને તેને કોઇ પણ પ્રકારની ગણતરી સાથે કરશે સંબંધ છે જ નહિ એમ કહેવુ કદાચ વધારે પડતું ગણાય. એમ છતાં પણ સટ્ટાનું સમગ્ર સ્વરૂપ જોતાં કાઇને પણ માલૂમ પડશે કે સટ્ટાની ચીજોના ભાવાના નિર્માણમાં અકસ્માતે જ ઘણા માટે ' ભાગ ભજવે છે અને સટ્ટાના ખેલાડીએ પણ એકમાતાની જ રાહ જોયા કરતા હોય છે અને ડિમાં ગરીબી અને ડિમાં તવંગરપણું એ જ સટ્ટાની સામાન્ય લીલા છે. આ રીતે સટ્ટો કરનારમાં ધૃતમાનસ જ ખીલતું જાય છે અને મોટા અકસ્માતા સાથે પેાતાની મિલકતમાં ભરતીઓટ થાય તેમાં જ તેને મજા પડે છે. આજથી ત્રીશચાળીશ વર્ષ ઉપર આવા સટ્ટો ખેલનારા માટે આપણા સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન નહતુ. ‘એ ભાઇ તેા ખીજી રીતે ઠીક, પણ સટાડીયે છે; એને કન્યા કાણુ આપે ?' એમ એ કાળમાં જ્યાંત્યાં ખાલાતુ. આજે એ પ્રતિષ્ઠા લય પામી છે અને સટ્ટો કરનાર જ્યાંત્યાં સન્માનાય છે અને વ્યાખ્યાનશાળામાં સાધુઓ પણ તેમને આગળ ખેલાવીને બેસાડે છે. શ્રાવકને ત્યાં ધન હોય, વૈભવ હાય, એને કાંઇ ધર્મશાસ્ત્રમાં અનાદર નથી પણ કાણુ ગૃહસ્થ શ્રાવક આદર યાગ્ય અને કાણુ અનાદર ચાગ્ય એ વિષે એક સાચું અને પ્રમાણભૂત ધારણ શાસ્ત્રકારોએ આપણી સમક્ષ રજૂ કર્યું છે. જે ગૃહસ્થને વૈભવ ન્યાયસ પન્ન હાય, જેની