SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૩૯ છેલ્લા વાચનાચાય (એક દર્શન) (અનુસંધાન આગળના અંકથી) એ સાવરાની વ્યવસ્થા કરવાનું મહાકાય એ ક્ષમાશ્રમણે ઉપાડી લીધું હતું. તેના શિષ્યસમુદાય એ સર્વની વૈયાવચ્ચ કરતા અને વળી સૂત્રચર્ચામાં સાથ દેતા. વલ્લભીપુરના શ્રાવકશ્રાવિકાસધ તે અવસરે ધન્ય હતા, ગૂજાનું એ પાટનગર એ પવિત્રાત્માએની ચરણુરજથી પુનિત અન્યું હતું અને સૌરાષ્ટ્રની તે સમયની શૌયકિતભરી ભૂમિ એ સતાના વિહારથી અને આગમનથી પવિત્ર થઇ રહી હતી. આહારપાણીની તે સકળસ ંધે સફળ વ્યવસ્થા કરી લીધી હતી. પણ સ્વાશ્રયની મૂર્તિ સમા એ સાધુવરને નહેાતી વૈયાવચ્ચની જરૂર, નહાતી સેવાની આવશ્યકતા કે નહોતા માનપાનનો અભખરા. જીભને વશ કરનાર એ સર્વેન્દ્રિયસયમીને મિષ્ટાન્ ખપતાં નહાતાં, વિરામત્યાગી એ વિરાગીઓને રસાસ્વાદ ગમતા નહાતા, અરે ! એની વાસના એ રૂચતી નહાતી અને વચન– ગુપ્તિને વરેલા એ યુતિષ્ઠાને વાતેાડીઆ થવાની તે નવરાશે નહાતી સાંપડતી અને ઇચ્છાએ નહોતી થતી. અને આ સ મુનિશ્રેષ્ઠોને અધિરાજ કાણુ ? અભિમાનથી આમડાતા, આડંબરને ડારતા, સત્તાના શાખને ઉવેખતે। અને સરલતાને પૂજતા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રા ચાના સાધુપૂર્વજ ગૂર્જરીનો સૂત્ર સોંપાદક જ્યોતિધર મહામુનિ ક્ષમાશ્રમણ શ્રી દેવદ્દિગંણી. એણે નાનામોટા પ્રત્યેક વિદ્વાન મુનિની સ્મરણપેટી ઊધડાવી, એણે દરેક મુનિપડિતાના સ્મરણપટારા ખોલાવ્યા અને તેમાં સચવાયેલાં ભગવાન વીરની વાણીનાં મહામૂલાં સત્ર-નાને સાચવી સાચવીને બહાર કઢાવ્યાં. સૌ કાઇના રસ્મૃતિભંડારા રજૂ થયા, પણ આ સર્વને મેળવીને—મૂલવીને–સાચુ ખાટુ પારખીને વ્યવસ્થાબદ્ધ અને સુંદર રીતે ગોઠવવાનું ખૂબ જ કપરું હતું. ન ચાલે એમાં સ્વચના શોખ કે ન નભે એમાં કાઇ લાગણીની લાલચ. પાતાને લાગે કે અમુક મુનિ વિદ્વાન છે માટે તેની સ્મૃતિમાંથી લાધેલાં વચને તે નિઃસશય સ્વીકારવાં જ જોઈએ અથવા તો પૂરા વિચાર કરતાં જણાય કે અમુક વચા તે તસિદ્ધ ને યાગ્ય જ છે; તે પણ એ મુનિમ ડળીની કસોટીમાંથી ઉત્તીર્ણ કરાવ્યા સિવાય એક પણ વચન સ્વીકારી લેવામાં આવતું નહતું. જેટલું એકસરખું નિરપવાદ મળી ગયું તેટલું તેા સરસ રીતે સંગ્રહાઇ ગયું, પણ જ્યાં થાડે પણ વિરોધ થયે, વિરાધાભાસ જણાયા, પ્રામાણિક મતભેદ દેખાય ત્યાં શું થાય? એ મહામુનિ ક્ષમાશ્રમણે વિરાને અને વિરાધાભાસાને પરમશાંતિપૂર્વક સમજવા અને સમજાવવા માંડયા અને જ્યાં જ્યાં પ્રામાણિક સત્યાંશ જણાય ત્યાં તેને સંગ્રહ સ્વીકાર્યાં અને પાઠાન્તા સ્વીકારી લીધાં. પ્રબુદ્ધ જૈન કાઇ મુનિ હઠાગ્રહી તેા નહતા, પણ કાઇ કાઈ પ્રામાણિક મતાગ્રહી તા હતા-હાય જ. તેમને સમજાવવા એ કઠિન કાય હતુ. તેમને સમજાવવાની અદ્ભુત શકિત ધરાવનાર એ સરલ સ્વભાવી મહાત્માએ પેાતાને અધૂરાં લાગતાં, માટા ભાગને પણ અપૂણું કૈં વિસ'વાદી જણાતાં એવાં થોડાંક વચના પણ સગ્રહી લીધાં હશે. કારણ કે એને લાગ્યું હરશે અને તેણે આગ્રહી મુનિઓને સમજ્યુ હશે કેઃ ૫ “ આપણી બુદ્ધિ પરિમિત છે, તર્કશાસ્ત્ર મર્યાતિ છે. કાઇ વચન સાચું હોય કે તેમાં સત્યાંશ હોય. પણ આપણે છવાસ્થ રહ્યા તેથી તે ન સમજીએ છતાં એને સાચા અર્થ ભવિષ્યમાં કાઇ ન સમજે એમ નહિ; માટે બધું ભલે રહ્યું. કારણ કે હવે પછી સૌ કાને પોતાથી સ્વતંત્ર અંતરાત્મ બુધ્ધિ પરજ આધાર રાખવાના રહેશે.” અનેક પ્રામાણિક વિરોધને શમાવી, કાઇ કાવાર પ્રામાણિકપણે ઊપજતી કડવાસને ગળી જઈ, સૌને શાંત રાખીને, સમજાવીને એ મહામુનિએ એ ક્ષમાશ્રમણેવાચના પૂર્ણ કરી અને ભગવાન વીરનાં વચને સ્મૃતિપટેથી ઉતારી તાડપત્ર આસનસ્થ કર્યાં. અહિંસાવાદી ગૂજરાતને આંગણે આમ જિન ભગવાન મહાવીરની વાણીને પુનરુધ્ધાર થયા અને એક મુનિત્રેષ્ઠ ક્ષમાશ્રમણુ–એક ગૂજરાતીવીરવચનામાં રહેલી અહિંસક આ સંસ્કૃતિને લિપિબધ્ધ કરીને અને સર્જકને છાજે તેમ એ શ્રષ્ઠ અને મંગલમય સાહિત્યનું સંપાદન કરીને ગુજરાતને અને જૈનશાસનના જ્યોતિધર બન્યા. “ શાસ્ત્ર તે વળી લખાય? એ તે લિપિબદ્ધ થઈ શકે ? એમ કરવાથી જ્ઞાનને આશાતના નહિ થાય? જો એમ કરવાનું હેાત તે। ભગવાન વીરજ એવું કાંઈ સૂચન—એવા ઇસારા ય ન કરત? એમની પાટે થઇ ગએલા મહાન આચાર્યોને પણ એ કાં ન સુઝયું ? સડા ગાંગડે। કાને રહી જતાં અનશન કરનાર વસ્વામી કે તેમના શિષ્યને પણ એ સ્મૃતિદેષની સમજણ નહિ પડી હેાય? એમને પણ એના ઉપાય નહિ જયેા હોય? એમણે કાં કાંઇ ન કહ્યું? શું એમની બુદ્ધિ આપણા કરતાં એછી હતી? શું આપણા કરતાં એમની દૃષ્ટિ વધારે નેઇ શકતી નહોતી? શું આપણે એમનાં કરતાં વધારે ડાહ્યા?” આવાં વચને એ ધીર ગંભીર મુનિને નહિ સાંભળવાં પાયાં હોય? જે ચાલતુ હાય તેમાં નાના સરખા પણ ફેરફાર કરવાની નવી વાત-નવા ચીલા-સામે કઇ કઇ પ્રકારના વિરાધ ઊઠયા હશે. પણ એ વિરાધના. એ રુઢિચુસ્તોના ઇતિહાસ એ ક્ષમાશ્રમણે આલેખ્યા જ નથી. કારણ કે એને એને કશે। ઉપયોગ જ નહોતા. એને એ વધ અને અને શમાવવાને ઇતિહાસ આલેખીને પોતાની મોટાઇ બતાવવાની જરા પણુ ઈચ્છા નહોતી. છતાં એ જેવાતેવા વિરાધ નહિ હોય. રુઢિપલટા અને તે પણ શાસ્ત્ર પરત્વે, સૂત્ર સંબંધે તરત સૌને ગળે પણુ, નહિ ઊતર્યો નહિ હોય. ઘણા વિરોધ થયા હશે, ખૂબજ ઉહાપાહ થયા હશે. એ સર્વાં વિરાધ, એ ઉહાપોહ એ રઢિચુસ્તતાનાં વાદળ શમાવનારની શકિત કેવી નિર્ગભમાન, કેટલી શાંત અને વી ધીર તથા દૃઢ નિશ્ચયી હશે? નહેતુ અને માન ખાટવુ, નહાતી એને પ્રતિષ્ઠા ક્ર નહાતુ એને ભાવિની સ્મૃતિમાં ચિરંજીવ રહેવુ, પણ એનામાં પેાતાની મર્યાદાનું ભાન હતું, એને ભાવી સાધુ કે વાચા આડમાગે ન જાય એની ચાકીદારીની ખેવના હતી. નથી એણે લાંબા નિવેદનની જરૂર જોઇ કે નથી એને ટૂંકા પ્રસ્તાવની આવશ્યકતા લાગી. છતાં એનાં સંપાદનમાંથી પ્રત્યેક વિચારકને એનું મૂગુ નિવેદન સાંપડી રહે છે કેઃ ( અનુસધાન દશમે પામે )
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy