________________
૧. ૩૧-૧૨-૩૯
પ્રભુ જૈન
૩
-માટી મેાટી નદીઓ અને નાનીમોટી પર્વતમાળા, જંગલે અને કાતરા, શહેર અને ગામડાંઓ, સપાટ મેદાને અને વિશાળ રણા, આકાશચુંબી હિગિરિનાં શિખશ અને ત્રણે બાજુથી ધાવાતા કન્યાકુમારીના કિનારેશ, ગ ગાયમુનાન સંગમ અને ગોદાવરી કાવેરીનાં જળપ્રવાહા, કુતુબમિનાર અને મદુરાનું મંદિર, મધ્યમાં આવેલ જૂના જોગી જેવા વિધ્યાચલ અને દક્ષિણ પ્રદેશના બે બાહુ સમાન પૂર્વ પશ્ચિમના ધાટા—આવું સમગ્રવ્યાપી અને સિનેમાની ફિલ્મ માફક આંખા સામે કરતુ દર્શન જેવુ વિમાનવિહારીને સંભવે છે તેવુ દર્શન અન્ય કશા સાધન કે વાહન વડે સંભવતું નથી.
ન્યા મ વિ હા ર
(અનુસંધાન આગળના કથી)
કાઇ એમ ન સમજે કે આ અનુભવવર્ણન એરેપ્લેનના પ્રચાર અર્થે કરવામાં આવ્યું છે. એરપ્લેનને મારી પ્રચારસહાની જરૂર છે જ નહિ. એ આ જગતમાં આવ્યું છે અને એના ઉપયોગ વધવાના જ છે. કાઇ એમ પણ ન પે કે એરોપ્લેનને હું ઉત્તમાત્તમ વ્યહન તરીકે રજૂ કરું દુનિયામાં એક સ્થળેથી અન્ય સ્થળે પર્યટન કરવા માટે અનેક પ્રકારનાં વાદ્ધના મેાાયાં છે. પ્રત્યેક વાહનની અમુક વિશેષતા છે અને અમુક ત્રુટિ છે. દરેક વાહનના પ્રવાસ સાથે ચોકકસ સૌન્દર્યાનુભવ સંકળાયેલા છે. દરેક વાહન સાથે અમુક કાવ્યકવિતા જોડાયલી છે. આખરે સૌન્દર્યાનુભવકકાવ્ય કે કવિતા કા! વાહનમાં કે વિમાનમાં નથી રહેલાં; પણ સ્થિત્યતર કે સ્થાનાન્તર પ્રસ ંગે માણુસના મનમાં ઉત્થાન પામતા આરાહઅવરાહમાં જ એનુ ઊગમ સ્થાન રહેલુ છે, જેની જેટલી વધારે સ ંસ્કારિતા અને જેટલી વધારે કલ્પનાશીલતા તેટલું કાવ્ય તે બળદગાડીમાં ખેદેખે, રેલ્વે ટ્રેનમાં દોડતો કે એરપ્લેનમાં ઊડતા અનુભવવાને. બળદગાડીમાં જનતા અને જનસ્થાતાને જે નિકટ પરિચય મળે છે તે અન્ય વાહનમાં પ્રવાસ કરતાં દુર્લભ અને છે. રેલ્વે ટ્રેનમાં પૃથ્વીતલનું વિશિષ્ટ સ્વરૂપ જે ઝીણવટથી જોવા મળે છે તે એરપ્લેનમાં અપ્રાપ્ય છે. એરપ્લેનમાં ફરતાં કરતાં પૃથ્વીની રક્ષતા જેમ લય પામી જાય છે તેવી જ રીતે પૃથ્વી પરના અનેક સુન્દર વિભાગે પર અગેચર જ રહે છે. લાંબા પ્રવાસે જતાં એરપ્લેના સાધારણુ રીતે દશ દશ હજાર ટ ઊંચે ઊંડે છે. એટલી ઊંચાઇએ પૃથ્વીનુ આધું આધુ સપાટ તલ અથવા તે પૃથ્વીને ઢાંકી દેતા વાદળાની બિછાવા જેવા મળે છે અને કલાકના કલાક સુધી લગભગ એક સરખું દેખાતુ દૃશ્ય જોનારને કંટાળા પણુ આવે છૅ. છ રીતે વિમાનવિહાર જે આનંદ અનુભવ કરાવે છે તે અન્યત્ર શકય જ નથી, એરપ્લેનમાં ખેડાં એઠાં ક્ષિતિજસીમા એકદમ વિસ્તૃત બનીના છે. ક્રાઇ પશુ પર્વતના ઊંચા શિખર ઉપરથી પણ આવું જ વિસ્તૃત ક્ષિતિજ જોવા મળે છે, પણ એ ક્ષિતિજ સીમાસ્થિર અને નિશ્ચળ હોય છે, જ્યારે એરપ્લેનની ક્ષિતિજીમા ક્ષણે ક્ષણે અદ્લાતી જાય છે; અને તેથી જ વિશેષ મતાહર લાગે છે. આસપાસ પચાસ પચાસ માલ સુધી પ્રદેશ એક સાથે બ્લે શકાય છે. પૃથ્વીપટના ઊંચાણુની અણીના સમગ્ર ખ્યાલ એ પ્લેનમાં ફરવાથીજ આવી શકે છે. આગામી કાળમાં એરાપ્લેન સાંધા થવાના જ છે અને આમજનતા તેમાં ફરવાની છે. શિક્ષણના પ્રદેશમાં—ખાસ કરીને ભૂગાળશિક્ષણમાં એરપ્લેન અસાધારણ ભાગ ભજવવાનુ છે. જે ભૂગાળરચના ખંડ ખંડ અને દેશ દેશના નાનામેટા નકશાઓમાં આલેખેલી આપણે જોઇએ છીએ તે નરી આંખે પ્રત્યક્ષ કરવાનું સાધન એરેપ્લેન જ છે. પહેલીવાર હું એરાપ્લેનમાં બેસીને મુંબઈથી ભાવનગર ગયેલા એ પ્રસંગ મને યાદછે. સવારનો સમય હતા. આકાશનિર્મળ હતું. દમણ, વલસાડ, સૂરત વટાવતાં અર્ધગોળાકાર ભૂમિ પ્રદેશ જેવું કાંઇક પશ્ચિમ દિશાએ જોવામાં આવ્યું. જેવા આપણે કડિયાવાડના નકશામાં આકાર જોઇએ છીએ તેને મળતી જ તે પ્રદેશરેખા લાગતી હતી. સહેજે: અનુમાન થયું કે એ કાડિયાવાડ હોવુ જોઈએ. આજે મે ત્રણ પ્રવાસના પરિણામે મારી આંખ સામે મુબઇથી ભાવનગર સુધીનો ગુજરાતના કિનારાની આસપાસના પ્રદેશ ખૂબ સ્પષ્ટતાથી દેખાય છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કલકત્તાથી કરાંચી સુધી હિંદુસ્તાનનું આખેા દર્શન
અને ઉપરાંત આકાશમાંજે સૌન્દર્યલીલા વિસ્તરે છે તેને ખરા અનુભવ તે વિમાનમાંથી જ થઇ શકે. પૃથ્વીની સપાટી ઉપરથી સૂર્યોદય કે સૂર્યાસ્ત જેવા દેખાય છે તે કરતાં પૃ અનેકગણાં વધારે ભવ્ય સૂર્યોદય અને સૂર્યારતા ઊંચેનલપ્રદેશમાં વિચરતાં જોવા-માણવા મળે છે. દાલીગ હિમાલયનું સુપ્રસિધ્ધ હવા ખાવાનું ઠેકાણું છે. ત્યાંથી કેટલેક દૂર સવારના ત્રણેક વાગે પ્રવાસીઓ એક એવા સ્થળે જાય છે કે જ્યાંથી જગતમાં ભાગ્યે જ અન્યત્ર એટલા ભવ્ય અને રામાંચકારી સૂર્યોદય જોવા મળી શકે. આ સૂર્યાંય નજરે નિહાળવાના અચ્ચે ત્રણ ત્રણ પ્રયત્ન પણ ધણીવાર અતિ ધુમ્મસને લીધે નિષ્ફળ જાય છે. એ સ્થળ લગભગ સમુદ્રની સપાટીથી શ હજાર ફીટ ઊંચે છે. એટલે ઊંચા પ્રદેશ એટલે વાદળાથી ઊર્ધ્વતર ભૂમિકા, પ્રાતઃકાળે નીચે અગણિત ગિરિશૃંગા ધવ વાળેથી "વળ ઢંકાઇ ગયેલાં હાય છે.એટલે નીચે તા અગાધ અને અમાપ એવાં આમતેમ આવેેટતાં વાદળાના જ દરિયા નજરે પડે છે. પૂર્વ દિશાએ સૂનું લાલ બિંબ ઊંચ આવતાં તેનાં કિરણો નીચેના વાળસાગર ઉપર પડવા માટે છે અને ભાતભાતના રંગો અને રંગરંગના પ્રકાશટો રચાવા પથરાવા લાગે છે. આવુ અનુપમ અને અસુલભ દૃશ્ય વિમાનવિહારીને સુલભ બને છે. કારણ કે ઊંચી ઊંચાઇએ ઊડતાં વિમાને ઉપરથી નીચેની ધરતી ઉપર તે ઘણીવાર વાદળાની જ ચાદર બિછાયલી જોવામાં આવે છે. મેધધનુષ્યના વિવિધવા આકાશ જ્યાં ત્યાં પ્રગટે છૅ અને લય પામે છે. એરાપ્લેન પવન અને વાદળની ગતિથી વધારે ઝડપે ચાલે છે . તેથી વરસાદ વીજળીનાં આવતાં તેાકાના ઓળંગી શકે છે. મેઘની ગર્જન અને વીજળ)ના ચમકારાના અનુભવ વિમાનમાં બેસનારને તે કાઇ અલૌકિક જ લાગતા હશે. કદી કદી કાઇ તફાનમાં વિમાન સપડાય ત્યારે તે। વનમરણનું જ યુધ્ધ જામતું હશે. એ યુધ્ધમાંથી સહીસલામત નીકળી આવતાં આરંભાતું નવજીવન કેવુ મધુર લાગતું હશે? કોઇ શુક્લપક્ષની રાત્રી ક્રૂ જ્યારે ભૂતળ ઉપર અને આકાશમાં ચંદ્રમાની શીતળ રાશની પથરાયલી પડી હાય અને મંદ મંદ વહેતી હવા પણ સત્ર વ્યાપેલી ધવળતા વડે સ્મૃતિ`મન્ત અની રહી હોય ત્યારે આ તે પૃથ્વી છે કે સ્વર્ગ એવી બ્રાન્તિ વિમાનમાં ઊડતા કૈાઇને પણ યા િવના રહેતી નહિ હોય. કાઇ કૃષ્ણપક્ષની શ્યામલ રાત્રીના સમયે ઊડતું વિમાન કાઇ યાત્રી જેમ અમરનાથથી માંડીને શ્વેતબિંદુ રામેશ્વર સુધીનાં સર્વ તીર્થસ્થાને ની યાત્રાએ નીકળે તેમ અનેક સુપ્રસિધ્ધ ગ્રહનક્ષત્રાની યાત્રાઓ જાણે કે નીકળી પડયું ન હોય અને સ્વાતિથી ચિત્રા અને ચિત્રાથી હસ્તનક્ષત્ર એમ આકાશનાં સીમાચિહ્નોને સ્પર્શતુ સ્પર્શતું અનન્ત આકાશમાં આગળ ને આગળ વહી રહ્યું ન હોય એવી કલ્પના વિમાનવાસીને આવ્યા વિના રહેતી નહિ હોય. અગાધ મહાસાગરમાં આમતેમ ઝેલાં ખાતાં વહાણમાં એકલા