________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૨-૩૯૯
લીલોતરીને ત્યાગ
હજારોના કેળીઓ ખૂંચવી, હજારોને નાગા રાખી અને ઘર વિનાન કરી લેભીએ સંપત્તિ એકઠી કરેલી હોય છે. એથી જ એ સંપત્તિ પ્રાણીઓના રક્તરૂપ છે. સંતાનોને અશિક્ષિત રાખી તેમની આખી જિંદગી બરબાદ કરનાર અને રોગી રાખી જિંદગી પર્યત અશક્ત રાખનાર લેભી હિંસક નથી એમ કેણ કહેશે?
પરવસ્તુને સ્વરૂપ સમજવાથી લો પ્રગટે છે. અને પરવસ્તુમાં જેમ જેમ આસકિત વધે છે તેમ તેમ લેભ વધતો જાય છે. તે એટલે સુધી કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ દશા પણ આવી જાય છે. તેને લીધે માતા, પિતા, સ્ત્રી, પુત્ર વગેરે સ્વજનોને નાશ કરતાં પણ લેભી અચકાતા નથી. આ સ્થિતિ આજે પણ પ્રત્યક્ષ છે. એ લેભવૃત્તિને લીધે સમસ્ત સંસારમાં ચારે ખૂણે અશાંતિ ફેલાઈ રહી છે. એ વૃત્તિને લીધે અનેક પ્રકારના છળકપટ અને પ્રપ પ્રવર્તી રહ્યાં છે. શાંતિસ્થાપક મોટી મોટી સંસ્થાઓ પણ એક માત્ર લોભને લીધે નિષ્ફળ નીવડી છે. જે જે પ્રવૃત્તિમાં લેભને પ્રવેશ છે, તે બધી પ્રવૃત્તિઓ પરિણામે સમાજની સંહારક નીવડેલ છે, નીવડે છે. ધનના લેભની પેઠે પ્રતિષ્ઠાનો લોભ, શિષ્યનો લેભ, વિદ્યાને બહાને પુસ્તકનો લોભ વગેરે અનેક પ્રકારનો લાભ પણ અશાંતિને જનક છે. દુઃખનું કે કલાનું મૂળ લોભમાં છે એમ કહેવું જરાય અનુચિત નથી. લેભની પેઠે ક્રોધ પણ એટલું જ સંહારક છે. એ બંને કષાયો માનસિક અને વાચિક વિશુધ્ધિનો વિધાત તો કરે જ છે, પણ એનાથી શરીરનો પણ સંહાર થાય છે. કષાય કરનારનું શરીર સંતપ્ત રહ્યા કરે છે. લેહી પણ વિકૃત થાય છે. તેથી છેવટે મગજ દપિત થઈ એ કષાયના ભોગ થએલા લેકે ચીડિયા અને અડધા ગાંડા જેવા બની જાય છે. અને આંતર કે બાહ્ય હિંસા તેથી વધ્યા કરે છે. માટે જ લેભ જેવી હત્યારી વૃત્તિઓને શાસ્ત્રકારે હિંસારૂપ જણાવી છે.
૬ : ગુણવિરાધના આત્માના સ્વભાવભૂત ક્ષમા, સમભાવ વીતરાગતા, નિર્ભથતા, સત્ય વગેરે ગુણોની વિરાધના એટલે જેમનામાં એ ગુણો પ્રગટેલાં છે તે તરફ અવિનીતપણું દાખવવું અથવા પિતામાં એ ગુણે જે પ્રયત્નથી પ્રગટે તેવા પ્રયત્ન કરવા તરફ ઉદાસિનતા સેવવી અને ઊલટું એ ગુણોનું વિરાધન થાય એવી પ્રવૃત્તિમાં મચ્યા રહેવું વા એવી પ્રવૃત્તિને ધર્મને નામે ચડાવી ભુલાવામાં પડવું. ખરી રીતે વિચારીએ તે આ ગુણવિરાધનાની વૃત્તિ જ ભયંકર ડિ સારૂપ છે. તેથી જ સંસારમાં પ્રમંચ, લહ, સંધષણ વગેરે અનર્થકારી પ્રવૃત્તિ ચાલી રહી છે. ધર્મને નામે, વ્યાપારને નામે, કેમને નામે, સંપ્રદાય કે ગ૭ને નામે, ધાર્મિક ક્રિયાકાંડને નામે, રાજવ્યવસ્થાને નામે, શિક્ષા પ્રચારને નામે, ગુપૂજાને નામે દેવપૂજાને નામે એમ અનેક પ્રકારે જે વાયુદ્ધ, માનસિક સંતાપ અને શારીરિક યુદ્ધો પ્રર્વતી રહ્યાં છે તેનું કારણ આ ગુણવિરાધના જ છે. એટલે એ રીતે જોતાં એ ગુણવિરાધના વધારેમાં વધારે હિંસારૂપ છે. (અપૂર્ણ)
બેચરદાસ દેશી.
“આજકાલ જૈન સમાજમાં લીલેતરીને ત્યાગ કરવાને રિવાજ ખૂબ જોર કરી ગયા છે. જૈન ધર્મના સ્વરૂપને સમજ્યા વિના, સમ્યકત્વ કે મિથ્યાત્વની મુદલ પરવા કર્યા વિના, લીલેતરીને ત્યાગ કરવાથી સાચા જૈન બની જવાતું હશે એમ તેઓ માની લે છે. બીજ, પાંચમ, આઠમ, ચદશને દિવસે અને પર્વ તિથિઓમાં તે શાકભાજી કે લીલોતરીનો ત્યાગ કરવો જ જોઈએ એવી આપણે ગાંઠ વાળી લીધી છે, એવા ત્યાગથી જીભની લોલુપતા ઓછી થતી હશે એમ જો કોઈ માને તો લીલોતરી સૂકવીને, નિરાતે સૂકવણીમાંથી શાકને રસ લેનારા પણ પડયા છે એ હકીક્ત તરફ એમનું ધ્યાન ખેંચવું જોએ. અન્ય ધર્મીઓ જ્યારે આ લીલોતરીની સૂકવણી કીમીઓ જુએ છે અને આપણી દલીલ સાંભળે છે ત્યારે એમને જૈન ધર્મને અહિંસાવાદ બચ્ચાંઓની રમત જેવો જ લાગતો હશે.” આવી મતલબની પ્રસ્તાવના સાથે, બાબુ સૂરજભાનુજી વકીલે “અનેકાંત” માસિક(વર્ષ ૨, કિરણ ૯-૧૦)માં એક લેખ પ્રકટ કર્યો છે. વિક્રમની પહેલી, બીજી સદીથી માંડી દસમી, અગિયારમી ને બારમી સદી સુધીમાં થઈ ગયેલા સમર્થ જૈન આચાર્યોના ગ્રંથોમાંથી અવતરણો રજૂ કરી, શુધ્ધ શ્રધ્ધાવાળા શ્રાવકની ત્યાગ સંબંધી મર્યાદા એમણે સ્પષ્ટપણે બતાવી આપી છે. શાસ્ત્રીય સમીક્ષાને ઉપસંહાર કરતાં તેઓ કહે છે:
એ રીતે પુરાણુ શાસ્ત્રો પૂરેપૂરા તપાસી લીધા પછી પણ પહેલી પ્રતિભાવાળા શ્રાવકને માટે લીલોતરી એટલે કે એકેન્દ્રીય સ્થાવર કામના ત્યાગનો વિધિ ક્યાંઈ દેખાતો નથી. એમણે કરીકરીને સમ્યકત્વની શુધ્ધ ઉપર જ ખાસ ભાર મૂકયો છે. પાછળના આચાર્યોએ માંસ, દારૂ, મધ અને ઉદુમ્બર ફળ ત્યાગ કરવાની, અહિંસાની દૃષ્ટિએ હિમાયત કરી છે–એ પછી ક્રમે ક્રમે એમાં માખણ અને ફૂલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સ્થાવરકામ એકેંદ્રિય-લીલી વનસ્પતિ કે શાક–પાનના ત્યાગનું વિધાન ક્યાંઈ લાધતું નથી. પહેલી પ્રતિમાન ધારક દાર્શનિક શ્રાવક અથવા તે બીજા શબ્દોમાં કહીએ તો ચોથા ગુણઠાણે વર્તત અવિરત સમ્પગ્ર દૃષ્ટિ, એકેંદ્રિય જીવની હિંસાથી બચી શકે એવી એની સ્થિતિ જ નથી હોતી. પહેલી પ્રતિમાનો ધારક તો ઠીક, પણ અહિંસા અણુવ્રતને ધારક પણ એકેંદ્રિય સ્થાવર જીવોની હિંસાથી બચી શક્તો નથી.”
હવે જે માણસ પહેલી પ્રતિમાનો ધારક પણ નથી--જે પિતાને સમ્પકલી તરીકે ઓળખાવવાને દાવો નથી કરતો તેના લીલોતરીત્યાગનો અર્થ શું હોઈ શકે ? જે વ–અજીવ, પાપપુણ્ય, આશ્રવ સંવર, બંધ કે નિર્જરાને પણ સમજતો નથી, જે શાસ્ત્રીય ક્રમ પ્રમાણે શ્રદ્ધાની શુદ્ધિ અને આચરણને તાલબધ્ધ રાખી શકતો નથી ને લીલેતરીના ત્યાગનો દેખાવ કરે તો એક રીતે દંભ જ સેવે છે–અથવા તો ઢિની ગુલામી ગળામાં પહેરી લઈ ધર્મને હાસ્યાસ્પદ બનાવે છે એમ જ કહેવું પડે.
બાબૂ સુરજભાનુજીએ (૧) અવિરત સમ્પગ્ર દૃષ્ટિ (૨) અહિંસા-અણુવ્રત અને (૩) ભોગપભોગ પરિમાણવ્રતની દૃષ્ટિથી આ વિષય પ્રમાણપુરઃસર ચર્ચો છે, ત્યાગને પણ એનો સ્વાભાવિક, શાસ્ત્રીયક્રમ હોય છે, એમ બતાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે, દુઃખની વાત તો એ છે કે ઘણીવાર જે શુદ્ધિ કે ત્યાગને રંગ આપણું અંતરમાં નથી હોતો તે કૃત્રિમપણે બહાર દેખાડવાને આપણે મિથ્યા પ્રયાસ કરીએ છીએ. જે ઘરમાં આપણે રહેતા હોઈએ તે ઘર અનેક પ્રકારની ગંદકીથી બદબો મારતું
અમદાવાદ યુવકસંઘને ધન્યવાદ
શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિએ તા. ૧૦–૧૨–૩૯ ના રોજ મળેલી સભામાં અમદાવાદમાં અયોગ્ય દિક્ષાના બનેલા બનાવો પ્રત્યે ઘણા દર્શાવનારો અને એ બાબતમાં અમદાવાદ જૈન યુવક સંઘે ઉપાડેલી હિલચાલ અને કરેલા કાર્ય માટે તે સંઘને ધન્યવાદ આપવાનો ઠરાવ કર્યો છે.