________________
દુ
પ્રબુદ્ધ જૈન
ખાદી મોંધો છે? (ત્રીજાં પાનાથી ચાલુ) પણ બનાવી શકો, પણ જ્યાં સુધી પ્રજાને એક મેટા સમૂહ એકાર અને ભૂખ્યા પડયા છે, અને તેની વધતી જતી કગાલિયત, શારીરિક દુળતા અને માનસિક વ્યથા જ્યાંસુધી હિન્દની પ્રગતિને હંમેશ ધ્યા કરે છે, ત્યાં સુધી આપણે આવું કશું જ નિષ્પન્ન કરી ના જ શકીએ. જો આપણે કાં ચેાજના કરવી જ હોય તા આજની પરિસ્થિતિના બીજે છેડેથી શરૂ કરવું જોઈશે----આપણી સામે એ પ્રશ્ન રજૂ કરવે જોઇશે કે આ દેશમાં એક પણ એવા મનુષ્ય બાકી રહે છે કે જેનામાં કામ કરવાની ઇચ્છા છે; શકિત છે, પણ પેાતાની મજૂરીના ઉત્પાદક ઉપયોગ કરીને એ થોડુ પણ ઉપાર્જન નથી કરી શકતા.
એ દષ્ટિએ વિચાર કરતાં આપણને એમ ચોકકસ લાગવુ જોઈએ કે દેશની અર્થવ્યવસ્થા એવી તેા હોવી જ જોઈએ કે જે માણસો બેકાર હોય તેમને માટે કામ ઉત્પન્ન કરે. એવી વ્યવસ્થાથી એ માણ્યો જાતકમાણી સાથે જીવન– સાર્થકતાના સતેષ મેળવે, જીવનસમસ્તની યોજનામાં પોતાનુ કાંઇક નિશ્ચિત સ્થાન છે, પેતે નશ્ચેતા નથી એ ગૌરવ મેળવે એ ઊપરાંત કામના ફળથી દેશની સંપત્તિમાં કાંઈક ઉમેરા થાય. જો આ પ્રયત્નેને વિજ્ઞાનની સહાય હેય, સમર્થ કાર્ય કર્તાઓની દારવણી હોય, પીઢ અર્થશાસ્ત્રી એ રાષ્ટ્રશક્તિને ચૈઞ વણ આપવા તત્પર હોય અને સરકાર – એટલે પ્રજા – પૂરેપૂરા બળથી એને ટેકા આપી હોય તેા પછી એ પ્રયત્નનું સ્વરૂપ આજની ધર્માંદાની ધ્યામૂલક ભાવના જેવુ નહિં દેખાય.
સૌને કામ આપવું એ દરેક સુધરેલી સરકારની મહત્ત્વની જવાબદારી છે. ખાદી મોંધી છે એમ એ કહે છે. તેમને આ જવાબદારીનું મહત્ત્વ અે સમજાયુ હેય. અમુક વિશાળ ઊંડી સંસ્કારિતાની ભૂમિકાના અભાવે આવા પ્રશ્નો ઊભા ય છે એમ લાખ્યા વિના રહેતું નથી. ખાદીકામ સુવ્યવસ્થિત થશે ત્યારે તેની અને મિલકાપડ વચ્ચેના કિંમત ફેર નહિ રહે પણ શરૂઆતથી જ એ પરિણામે ન પહોંચાય. લગભગ દોઢસો વર્ષોંથી જે નુકસાનકારક આર્થિક નીતિ સરકારે ગ્રહણ કરી છે તેના સમગ્ર બળને પાછું ઠાવવા માટે દરેક જિલ્લાનું પ્રજાજીવન વ્યવસ્થિત કરવું જરૂરી થઇ પડશે. દરેક જિલ્લા પે,તાની થોડી જરૂરિયાત ઉત્પન્ન કરે એ ધેારણના પાયા ઉપર જ આ
વ્યવસ્થાની ઇમારત ઊભી થઈ શકે.
કાઈ જિલ્લામાં ઉત્પન્ન થતા કાચા માલ ઉપર તેને ઉપયોગ કરવા ઈચ્છનારાને પહેલા હકક રહે અને એ જિલ્લાના ખીદનારાઓ ઉપર એ ઉપાદાના–એ કારીગરેશને પહેલો હકક રહે. એ જિલ્લાના જારામાં કાઇ પરદેશી વસ્તુને પોતાના વિનાશકારી સસ્તાપણાનુ છડેચાક પ્રદર્શન કરવાની પરવાનગી જ ન મળે. આજ સુધી કારખાનાની સપત્તિ અને ઉત્પાદક શક્તિના ઉપયોગ વ્યક્તિએ પેાતાના જ સ્વાર્થ માટે કર્યો છે. હવે જો એને જે કાંઇ ઉપયેાગ થશે તે તે રાજા જ પ્રાહિતાથે કરશે.
સીધી રીતે મિલ કાપડની જ્ગા ફરજિયાત ખાદીથી પૂરવાને બદલે મલ ફેકટરીમાંથી ઉપાર્જિત થતા ધનના પ્રમાણ ઉપર ધીમે ધીમે વધતે જતા કર નાખવાના રસ્તા વધારે
તા. ૩૦-૧૧૩૯
શ્રેયસ્કર છે એમ મને લાગે છે. કારખાનાનાં ઉદ્યોગોથી ઉત્પન્ન થતા ધન ઉપર આ કર નખાય અને ગ્રામપ્રજા પ્રત્યેની પેાતાની પ્રાથમિક ફરજ અદા કરવામાં જ એ કરમાંથી આવેલા પૈસાના ઉપયોગ સરકાર કરે એમ નિયત થવું જોઈએ—કામ કરવા ચ્છા અને આતુરતા ધરાવનાર માણસને ક્રાપણ ઉપાયે કામ પૂરું પાડવુ એ કાઈપણ સુધરેલ રાજ્યની પ્રાથમિક ક્રૂર છે.
હિન્દમાં કેવું અમાપ દારિદ્રય છે એ કહેવું બિનજરૂરી છે. ખાદી માંથી છે એમ કહેનારે એક જ પ્રશ્નના જવાબ આપવાના છે. આ દારિદ્રય હિન્દમાં વધતુ જાય છે કે નહિ? કારખાનામાં મોટા પાયા ઉપર દ્રવ્યનું ઉત્પાદન થવા છતાં પણ સમાજમાં દારિદ્રયનું પ્રમાણ વધતુ જાય છે એ ભયંકર વિસંવાદથી કાઈ પણ ચોંકી ઊઠ્ઠશે-એક તરફ અતિ સમૃદ્ધિ, ઉડાઉપણુ, વ્યસન અને ગાજશેાખની લૂટ અને બીજી તરફ ત્રાસદાયક ભૂખમરો, પ્રાથમિક જરૂરિયાતને સદન્તર અભાવ, શારીરિક ખુવારી અને રેગા નજરે પડે છે.
આ વિનાશકારી વિસંવાદ ટાળવા માટે જે કાંઇક સુસંપન્ન છે તેમનું જીવનધરણુ નીચુ કરવા માટે અને જેએ તદન કંગાલ છે તેમનું જીવનધોરણ ઊંચું કરવા માટે બધા જ ઉપાયે લેવા પડશે. સુસ પન્નની પાસેથી પૈસા મેળવીને કંગાલેને આપવા પડશે પણ એકની પાસેથી સીધા લઈને ખીજાને આપીને જીવનધારણનુ સમતેાલન કરવુ એ સૂચના તે અસ્વીકાર્ય છે, કગાલાને કામ આપવુ, એ એક જ ઉપાય રહે છે–તેમને કામ આપવુ, તેમને કાચા માલ અને સાધને આપવા, તેમના તૈયાર થયેલો માલ ખરીદી લેવા, તે માલની વહેંચણી જિલ્લામાં સૌથી વધારે લાભદાયી ધારણ કરવી એ એક જ ઉપાય રહે છે. એક મધ્યસ્થ કેન્દ્રમાંથી સરકારની સંપૂ સહાયથી એ આખી યોજનાની વ્યવસ્થા થાય અને નિઃસ્વાર્થી સેવાભાવી કાકર્તાએ તેના સૂત્રધાર હોય એ જરૂરી છે.
આવા ઉપાયામાં સૈાથી પ્રથમ સ્થાન ખાદીનું છે. વ્યક્તિના વ્યવહારુ જીવનમાં પસંદગી મેળવવાના ખાદીના હુક અહી જ છે. માનવી ભાવના અને જીવમ સમસ્ત અર્થશાસ્ત્રમાં પર્યાપ્ત નથી થતું. ફરી ફરીને કેટલીએ વાર કહેવાઈ ગયું છે કે અર્થિક હેતુને દબાવવાથી અથવા છેવટે એને સયમમાં રાખવાથી જ સમાજનું હિત સચવાય છે. તેથી ખાદી મેાંધી છે કે નહિ એ વિતંડાવાદ ઊબા કરવાના કાંઇ અર્થ નથી. પ્રશ્ન તે એ છે કે ખાદી જરૂરી છે કે નહિ? અને જો જરૂરી હોય તે ખર્ચની ચિન્તા કર્યા વિના જેવી રીતે રક્ષણુને માટે લશ્કરી વ્યવસ્થા ચારે તરફ પ્રસરેલી છે તેવા વિશાળ ધારણે તે કામ સુવ્યવસ્થિત કરવું જ જોઇએ.
થોડાંક વર્ષો વીતતાં ગ્રામ વિસ્તારમાં વધારાના માલ ઉત્પન્ન થશે અને યઉદ્યોગ અને ગ્રામઉદ્યોગ વચ્ચે કાંઇક વધારે સુમેળ અને યોગ્ય કાર્યવિભાગ થો એમાં કાંઇ શકા નથી. પણ આજે તે સામાન્ય ગ્રામઉદ્યોગે ની તરફેણમાં અને ખાસ કરીને ખાદીની તરફેણમાં જ ત્રાજવાનું પલ્લુ ખૂબ ઢળેલું રહેવુ જોઇએ એમ વર્તમાન પરિસ્થિતિ માંગી. પુકારી
રહી છે.