SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૫-૩૯ પ્રબુધ્ધ જૈન સમય સૂચન યુધ્ધ જયન્તી આ વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના જન્મદિવસ ભારત વર્ષમાં સ્થળે સ્થળે ઉજવાયા. લગભગ એક માસ પહેલાંજ આવી રીતે ભગવાન મહાવીરની જય'તી ઉજવાઇ હતી. આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં ઉદ્ભવ પામેલી આ એ વ્યકિતએ ભારત વર્ષના સમગ્ર ધાર્મિક જીવનને નવાજ પલટા આપ્યા હતા અને ક્રિયાકાંડ, બાહ્યાપાર, બ્રાહમણ વની આપખુદી,વેની સરમુખત્યારી, વગેરે અનેક દિવાલો વચ્ચે રૂ ંધાતા ધાર્મિક જીવનને મુક્ત કર્યું હતું. તેમણે આપેલી નૂતન સંસ્કારની છાયા આજે પણ આપણા ધાર્મિક જીવનને પુનિત અનેનિળ બનાવી રહેલ છે, ભગવાન મહાવીર કરતાં ભગવાન બુધ્ધનુ નામ દુનિયામાં વધારે જાણીતુ છે અને તેમની જીવનકથા આજની દુનિયાને વધારે આક છે. ભગવાન બુધ્ધના આખા જીવનમાં જે અપૂવ કામળતાના તંતુ વાયલા છે, જે એક બાળક જેવા નિર્દોષ મુગ્ધભાવ અનુભવ ગાક્ષર થાય છે તેને લીધે તેમનું જીવન વધારે રાષક લાગે છે. આપણી જેવા મનુષ્ય સ્વભાવને સહજ લાગણીઓથી ભરેલા, ઘડી હસતા ધડી રડતા, યોધરામાં આસક્ત એમ છતાં પણ કોઇ દિવ્ય આવ્યુાહનથી સદા ઉન્મુખ અપાર અનુપાથી ભરેલા, ભગવાન બુધ્ધ જગતભરના ઇતિહાસમાં અજોડ અને અદ્વિતીય પુરૂષ છે. તેમની સત્યસાધના કોઇ પણ સાધકને દ્રષ્ટાંતરૂપ બને છે. સિધ્ધિ પ્રાપ્ત કર્યાં પછીને તેમના વિહાર અનેક એધક પ્રસંગાથી ભરપૂર છે, લેાકાને વિકટમાં વિકટ પ્રશ્ના સાદામાં સાદી રીતે સમજાવવાની તેમની પતિ પ્લેટાની વિવાદ પધ્ધતિથી પણ વધારે અઢિયાતી અને નખ દીસે છે. આજે હીંદુસ્થાનમાં બુદ્ધ ધર્મના અનુયાયી ગણ્યાગાંઠયા રહ્યા છે પણ ભગવાન બુધ્ધના જીવનની તેમજ તેમણે ઉપદેશેલા ધમની છાયા દેશના ધાર્મિક જીવન ઉપર આરપાર પડેલી છે. આવા મહાન યુગ પ્રવર્તક કરૂણાનિધાન ભગવાન બુધ્ધને આપણાં અનેક વંદન હો ! વંદન છે ! મદ્યપાન નિષેધ મુંબઇ સરકારે મદ્યપાન નિષેધની પ્રવૃ-િત હાથ ધરી છે તેમાં રહેલ સાહસ માટે મુબઇ સરકારને ખુબ ખુબ ધન્યવાદ બર્ટ છે. આ પ્રવૃતિને પ્રારંભ અમદાવાદથી કરવામાં આવ્યા હતા અને ત્યાં ચાકસ સફળતા પ્રાપ્ત થયા બાદ હવે થૈડા સમયમાં મુંબઇમાં આ પ્રયોગના પ્રારંભ થાય છે આ સંબંધમાં મુખ્ય વિરેધ પારસી કામને છે કારણ કે મયને આખા વ્યવસાય મોટે ભાગે પારસીએના હાથમાં છે અને મુંબઇ શહેરમાં મદયપાન નિષેધો અમલ થતાં તે ધધામાં રોકાયલા માણસોને તત્કાલ બેકારીનેા સામને કરવા પડે તેમ છે. કોઇ પણ એક વને માથે આવી આફત આવી પડે તે કોઇને પણ આનંદના વિષય નજ હોય, પણ બહુ માઢા વના પરમ કલ્યાણના માર્ગ હાથમાં લેતાં એક નાના વર્ગને સહન કરવાનો સંયોગ ઉભો થાય એ અનિવાય પરિસ્થિતિ ગણી સમાજે નિભાવી લેવીજ જોઇએ. આ મયવ્યાપાર ઉપરના કરવેરામાંથી સરકારને લાખા રૂપિયાની કમાણી હતી તે ખેાટ પુરી કરવા માટે મોટા શહે રાની મિલ્કત ઉપર સરકારે દશ ટકાના કર નાખ્યું છે તેથી મીલ્કતવાળા સારી રીતે નારાજ થયા છે. મયપાન નિષેધથી પ તાત્કાલિક લાભ મયસેવનના ભાગ બનેલા મજુરાને છે પણ સમગ્રપણે તેને લાભ આખા જનસમાજને થવાના જ છે. મયપાનમાંથી થતી આવક સરકારે બીજા કોઇ સાધનદ્વારા મેળવવી જ જોઇએ. એમ ન અને તેા સરકારી અનેક લોકોપયોગી ખાતાં બંધ કરવા પડે. આ માટે મિલ્કતવાળા ઉપર કર નાખ્યા સિવાય બીજો કાઇ મા જ નહોતો. આટલા મોટા કર નાંખીને મયપાનની અટકાયત કરવી એ કેટલાકને મન બીનજરૂરી અને ગાંડપણભર્યુ લાગે છે. આવું વલણ ધરાવનારને મયપાનથી થતી મજુરાની પાયમાલીનું કશું ભાન હોતું નથી અથવા તો તે વિષે તેઓ તન ઉદાસીન હોય છે. મદયના ભોગ બનીને અનેક મજુર કુટુ પાયમાલ થઈ રહ્યા છે. મીલ કે ફેકટરીમાંથી નાણાં મળે કે તે દારૂના પીઠા તરફ દોડે છે, અને હાથમાં આવેલ નાણાં ફેંકી દે છે. એરી છેાકરાંની દુર્દશાને ગમે તેટલી સારી મજુરી મળવા છતાં અન્ત આવતા જ નથી. દારૂના દુČસને હિંદુસ્તાનના મજુરાની પાયમાલી કરવામાં જરા પણ બાકી રાખી નથી. એક વર્ષના મધ્યપાનનિષેધે અમદાવાદના મજુરાના જીવન ઉપર ભારે કલ્યાણકારી અસર કરી છે. અને આ નિષેધથી મજુરા સ્વાભાવિક રીતે નાણું અપાવી શકે છે અને તેને લાલ તેમની સ્ત્રી અને બાળકોને મળે છે એટલુ જ નહિ પણ પરચુરણ વ્યાપારીઓને પણ આ નવી પરિસ્થિતિને ખખ્ખ લાભ મળી રહ્યા છે. મુંબઇ સરકારની મદયપાનિષેધની અસાધારણ સાહભરી પ્રવૃત્તિને પૂરી સફળતા મળે એમ આપણે ઇચ્છીએ. નિરક્ષરતા નિવારણ આજે આખા મુંબઇ ઇલાકામાં નિરક્ષરતા નિવારણની હાલ વાગી રહી છે અને સ્થળે સ્થળે તે દિશાએ ખૂબ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત આકાર ધારણ કરી રહી છે. મુંબઇ સરકારનું આ પગલુ પણ અનેક ધન્યવાદને યાગ્ય છે. અજ્ઞાન અનેક અનથાંનું મૂળ છે, અજ્ઞાન જેટલા મોટા પ્રજાને ખીજો કોઇ દુશ્મન નથી. કોઇને પણ વાંખતાં લખતાં શિખવવું એ તેને નવી આંખ આપવા બરેાબર છે. સ્થૂળ દુનિયા કરતાં અક્ષર દુનિયા ઘણી મોટી છે. આ દુનિયાના સંપર્કથી અન્ન-નિરક્ષર–માણુસ હ ંમેશને માટે વષિત રહે છે, જે દુનિયામાં પોતે વસે છે ત્યાં શુ' બને છે તે દરેક માણસે જાણવું જ જોઈએ. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ૯૨ ટકા જેટલું ભયાનક છે. વાંચતાં લખતાં આવડતું હોય તે! દરેક માણસ પોતાને મળતી નવરાશના કેવા સુન્દર સદુપયોગ કરી શકે? તે કેટલા સ્વાવ લખી ને ? કોઇ પણ સાદા કે ગહન વિશ્વાર, ગાયન કે ભજન, ભાષણ કે પ્રવમન તેના માટે કેટલુ સુલભ બને ? આ શુભ પ્રવૃત્તિને આપણ સર્વેએ બને તેટલો ટેકો આપવાની ખાસ જરૂર છે. દીવાળીમાં ઘેર ઘેર દીવા પ્રગટે છે પણ દીવાળી જતાં એ દીવા ઓલવાઇ જાય છે. આ પ્રવૃત્તિ ઘેર ઘેર એવી દીપમાળ પ્રગટાવે છે કે જે સદાકાળ પ્રજવલિત રહે છે અને નજીક તેમજ દૂરના સર્વાંને પ્રકાશિત કરે છે. જૈન ધર્મ જ્ઞાન પ્રધાન ધમ છે. તેથી આ ઘેર ઘેર જ્ઞાન જ્યોત પ્રગટાવવાના કલ્યાણમય કાને જૈને તે જરૂર અપનાવે અને સરકારને અને તેટલા સાથ આપે. યાપાત્ર ભ્રમણા શ્રી ચીમનલાલ વાડીલાલ શાહની લેખિની લખ્યા જ કરે છે, તેમની લેખિની વિરામમિઘ્ન જાણતી જ નથી. તેમના (વધુ માટે જીએ પાનુ ૨ જુ)
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy