________________
નકંમત દેહ આને
શ્રી મુંબ છે જે તે યુવક સંધનું પાક્ષિક મુખપત્ર
R
D, St). ,
દર
,
પ્રા જેવા
તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ
મુંબઈ : બુધવાર ૩૦ નવેમ્બર ૧૯૩૯
ગ્રાહક : રૂ. ૨ સભ્ય : રૂ. ૧
-
-
-
હિંસા અને અહિંસા અને વિરોધી પ્રવૃત્તિઓ છે. હિંસા નહિ તે અહિંસા. જૈન દષ્ટિએ કઈ કઈ પ્રવૃત્તિ હિંસારૂપ છે, એ સમજવાથી અહિંસાનું સ્વરૂપ સરળતાથી સમજાશે. સામાન્યતઃ હિંસાના બે પ્રકાર છેઃ એક દ્રવ્યહિંસા અને બીજી ભાવહિંસા.
સ્વભાવને છોડીને પરભાવ તરફ આત્માના પ્રવર્તનને ભાવહિંસા કહેવામાં આવે છે. સમભાવ, સરળતા, અક્રોધ, અમેહ,
લેભ, નિરાભિમાનિતા, અપ્રપંચ, સર્વથા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મરમણ વગેરે અનેક પ્રકારના આત્માના સ્વભાવે છે. તે સ્વભાવને પરિત્યાગ કરી તેથી વિરુદ્ધ ભાવ તરફ વહેતે આત્મા વાવહિંસામાં વર્તે છે એટલે એ ભાવ હિંસક છે એમ કહેવાય. ' 'મનુષ્યથી લઈ અનેક પ્રકારના નાનાંમોટાં પ્રાણીઓનાં શરીરાદિકને એ ભાવહિંસાપૂર્વક દુ:ખ ઉપજાવવું, તેઓની આજીવિકાનો ઉચ્છેદ કરે, વા તેમને સમૂળગો વિનાશ કરવો તે દ્રવ્યહિંસા છે. ઉક્ત સ્વરૂપની દ્રવ્યહિંસાનું કારણ ભાવહિંસા છે માટે ભાવહિંસા અને વ્યહિંસામાં પ્રધાનપદ પહેલીને છે. લાવહિંસાને તારતમ્ય પ્રમાણે રેયા વિના દ્રવ્યહિંસા રોકાવી ફEણ છે. તેથી શાસ્ત્રકારો પદે પદે ભાવહિંસાને ઉપદેશી ગયા છે.
વ્યહિંસાનું વિશેષ સ્વરૂપ અને ભેદ સર્વપ્રતીત છે. સરામાં મનુષ્યની કઈ પ્રવૃત્તિ દ્રવ્યહિંસા વિનાની છે, તે જ કહેવું મુશ્કેલ છે; એટલી બધી દ્રવ્યહિંસા જીવનવ્યવહારના શત્રમાં વ્યાપક છે. તેને રોકવા માટે એના મૂળ બીજરૂપ ભાવહિંસાને દગ્ધ કર્યા વિના જીવનને આંશિક કે સર્વથા વિકાસ અસંભવિત છે.
બંને પ્રકારની હિંસા અને તેના કારણે વગેરેને લગતું વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સવિસ્તર આપેલું છે. તેમાં હિંસાન ભાવને સચવનારા અર્થપૂર્ણ અનેક શબ્દ જણાવેલા છે, જેમાંના (૧) ખીહનક, (૨) નિરપેક્ષ, (૩) નિષ્કરૂણ, (૪) અત્ય, (૫) લેમ, () ગુણવિધિના (૭) અસંયમ, એ સાત શબ્દોને મુખ્ય રાખી અહીં એ દરેક શબ્દ ઉપર વિવરણ કરવાનું છે.
| વિવરણને ઉદેશ હિંસાના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવાને છે. સમાજમાં કેટલીક એવી પ્રવૃત્તિ ચાલે છે, કે જે છે તે હિંસામે પણ સમાજ તેને તેની સમજતો લાગતો નથી, અને એથી જ તે એ પ્રવૃત્તિ ચલાવીને સ્વ અને પરનો ઘાણ
હતા સ ચાતા નથી. એવા પ્રવૃત્તિઓ છે તો ઘણી, પણ તે પ્રત્યેક વિષે અહીં લખવાનું સ્થાન નથી, માત્ર તેમાંની મુખ્ય મુખ્ય વિષે ઉક્ત સૂત્રના શબ્દો જે જાતને પ્રકાશ નાખે છે, તેને અહીં જણાવવાનું છે.
૧ : બહુના બીહનક એ હિંસાને ભાવ બતાવનારો શબ્દ છે. તેને અર્થ “બીવડાવનાર થાય છે. એ શબ્દ દ્વારા હિંસાનો ભાવ
સૂચવી સૂવકાર ભય ઉપજાવવાની પ્રવૃત્તિને હિંસારૂપ જણાવે છે. કોઈ પ્રાણીના શરીરને નુકસાન - પહોંચાડવું વા શરીરના કોઈ અવયવનો છેદ
કર વા તેને સમૂળગો નાશ કરે, એ પ્રવૃત્તિને હિંસારૂપ માનવાને ટેવાયેલા કે ભય ઉપજાવવાની પ્રવૃત્તિને હિંસારૂપ સમજે છે કે કેમ એ કહી શકાતું નથી, પરંતુ સામાજિક પ્રવૃત્તિ જોતાં એટલું તે સ્પષ્ટ માલમ પડે. છે કે લેકે કોઈને નાશ કરતાં જેટલા અચકાય છે, શરમાય છે, તેટલા કોઈને બીવડાવતાં જરાય સંકોચાતાં નથી. એથી તેઓના મનમાં પ્રાણુનાશની પ્રકૃત્તિની પેઠે બીવડાવવાની પ્રવૃત્તિ સર્વથા હિંસારૂપ છે એ નિરધાર થયો જણાતું નથી.
ભય એ માનસિક ભાવ છે. શરીરના વિવિધ પ્રકારના આકાર અને ચેષ્ટાઓથી તે પ્રગટ કરી શકાય છે. સામાન્ય લે એમ સમજે છે કે ભયથી કાટને શરીરને વા શરીરના ભાગને કશું નુકસાન પહોંચતું નથી એટલે તે હિંસારૂપ શી રીતે હોય
પણ શાહાકાર તા કહે છે કે લાય કેદાર શરીરને વા શરીરના કોઈ ભાગને નુકસાન પહોંચાડતો ન દેખાતે હેય છતાં તે એવા એક મર્મભાગને હાનિ પહોંચાડે છે કે સ્થી ભયભીત થયેલે મનુષ્ય હંમેશને માટે બેફામ થઈ જાય છે--જડ થઈ જાય છે અને જીવનના વિકાસ માટે સર્વથા અબ નીવડે છે. એટલું જ નહિ પણ ભયવૃત્તિમાંથી બીજા અનેક પ્રકારના દોષ સમાજમાં પ્રચાર પામે છે. મેથી અનતિ અને અનાચારની પ્રબળતા વધે છે.
લાયનું આ પરિણુમ જતાં તે વ્યહિંસા અને ભાવહિંસા બંનેનું કારણ છે. એથી જ એ હિંસારુપ હેક! ધ્ય કેટીને છે. બાળકેમાં સુસંસ્કારો રોપવા, તેમને શિક્ષિત કરવા અથવા ધાર્મિક બનાવવા ભયની પધ્ધતિનો ઉપયોગ સમાજમાં ચાલે છે. બાળકેની ભૂલ માટે શિક્ષકો યા માતાપિતાઓ તેમને સુધારવા ડરાવે છે, ધમકી આપે છે, તેમના ઉપર વાર. વાર ચિડાય છે અને તેમને મારતાં પણ અચકાતા નથી. આ વિષે જરા વિશેષ ગંભીરતાથી વિચારીએ તે જણાશે કે જે જે પરિણામે નીપજાવવા ભયની પધ્ધતિ પ્રવર્તે છે, તે પરિણામે અને ભયની પદ્ધતિ એ ભને વચ્ચે કાંઈ મેળ છે ખરો?
બાળનું જીવન અનુકરણશીલ છે. તેઓ બોલતાં ચાલતાં, ખાતાંપતાં અને બીજી બધી પ્રવૃત્તિઓમાં ઘરનું જ અને ખાસ કરીને માતાપિતાનું અનુકરણ કરી તે તે પ્રકૃત્તિઓ શીખ છે. હવે જ્યારે આપણે તેમને સુસંસ્કારી, વિનયી, ધાર્મિક અને સદાચારી બનાવવા છે, તે ઘરમાં કેવું વાતાવરણ હોવું જોઈએ એ વિષે વિચારવું આવશ્યક નથી ?