________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫–૧૧–૩૯
આવા કાયદા ને કદાચ જરૂરી હોવાનું મનાય તે પણ મધ્યસ્થ ધારાસભાએ તે હાથ ધરવા એઇએ, કે જેથી એ વિષયના કાયદર્દીઓ આખા હિંદમાં સમગ્ર હિંદુ જાતિને એકસરખી રીતે લાગુ ચંડી શકે. જે આ બદીઓના ઉપાય તરીકે કાયદા આવશ્યક મનાય તા એને માટેના કાયદાના ખરડામાં લગ્ન સાથે સબંધ ધરાવતી બધી ખાખતાનો સમાવેશ થઇ જવા જોઇએ અને તેવા કાયદાની વારસા વગેરેના કાયદા પર અને ભરણપોષણ વગેરે વિષયાને લગતા કાયદા પર થતી અસરને ખ્યાલ રાખવા જોઇએ. આવે કાયદાને એક ઢંકડા સમાજમાં અનેક ગૂંચવણા પેદા કરશે.
આ નિવેદનમાં કેળવાયેલી ગણાતી જૈન આગેવાન વ્યકિતએએ જૂનવાણીની જે ધગશપૂર્વક અભ્યર્થના કરી છે તે ભારે આશ્ચર્યજનક છે. તેમની લીલ પરસ્પર વિરાધી એ સૂર કાઢે છે. એક ઠેકાણે તેઓ એમ દલીલ કરે છે કે અમુક સુધારા લગભગ સજનસ્વીકૃત છે માટે તેવી બાબતમાં કાયદો કરવાની જરૂર નથી, ખીજે ઠેક ણે એમ દલીલ કરે છે કે અમુક વિચાર હજુ સમાજના મેાટા ભાગે સ્વીકાર્યું નથી તેટલા માટે જ તેને લગતા કાયદાની જરૂર નથી. વાત મૂળ મુદ્દે એ છે કે તેમને ધૃણા છે કાયદાની. ગમેતેવી ધણુાજનક સામાજિક કે ધાર્મિક પ્રથા વર્ષાં થયાં સમાજમાં નવ્યે જતી હોય તે તેના તેમને બહુ વાંધા નથી. સ્થિતિચુસ્તનાની આ સર્વસામાન્ય ખાસિયત છે. જે એસોસીએશન ઑફ ઇન્ડીઆનો પુનર્જન્મનું આવુ. મંગળાચરણ થઇ રહ્યું છે તેનુ ભાવી બહુ આશાજનક નથી લાગતું. આ પ્રત્યાધાતી નિવેદન સ્વતઃ જ એલી રહ્યું છે તેથી વિશેષ સમાલોચનાની આવશ્યકતા નથી.
આથમતી પેઢીના એક સ ંસ્કારસ્વામીનું અવસાન
સદ્ગત અમરચંદ ઘેલાભાઇ ગાંધી જેમને આજની જૈન જનતા બહુ જ ઓછું જાણે છે તે થે:ડા દિવસો પહેલાં સીત્તોતેર વર્ષની વયે વિદેહ થયા. અંગ્રેજી રાજ્યસત્તાની ઇ. સ. ૧૯૫૭ પછી આપણા દેશમાં જે પાકી પ્રતિષ્ઠા થઇ તે દૂરમિયાન આપણા દેશના ઉષઃકાળનો પ્રારંભ થયો. એ ઉષઃકાળ જેમ અન્ય સર્વ સમાજને હતેા તેમજ આપણા જૈન સમા.. જના પણ હતા. આ ઉષ:કાળના અનેક આનિર્માતાઓમાંના એક મુરબ્બી શ્રી અમરચંદ ઘેલાભાઇ ગાંધી હતા. તે મારા પિતાના ખાસ મિત્ર થાય. તેમણે અભ્યાસ તે માત્ર ચાર અ ંગ્રેજી સુધી કરેલા પણુ વાંચનને તેમને ભારે શાખ હતા. ભાવનગરના તે વતની હતા. તેમની સ્થિતિ ધણી જ સાધારણ હતી. બહુ જ ઓછા પગારની નોકરીથી તેમણે જીવન શરૂ કરેલુ તે ભાવનગર ખેતાળીશ વર્ષની ઉમ્મરે તેમણે મુંબઇ જવા માટે - છેડેલુ ત્યાં સુધીમાં તેઓ પાતાના શેઠ સાથે ભાગીદાર થવાની સ્થિતિએ પહેાંગેલા. ભાવનગરના ઢાળજાર ઉપર છગનલાલ લાઈબ્રેરી હતી તે લાઇબ્રેરીનાં બધાં પુસ્તકો બહુ નાની ઉમ્મરે તેમણે વાંચી કાઢેલાં. તેમની ૧૯ વર્ષની ઉમ્મર હતી ત્યારે અમુક નાટક વાંચતાં તેમને એક સભા સ્થાપવાના વિચાર આા; તે વિચાર પેતાના એક સમીપ મિત્રને જણાવ્યેા. તે બન્નેએ મળીને મારા પિતા સાથે આ બાબતની ચર્ચા કરી અને એ ત્રણે મિત્રએ મળીને આજે જૈન સમાજની જૂનામાં જૂની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની સં. ૧૯૩૭ માં સ્થાપના કરી. આ સભાના વિકાસ સાથે તેમના જાહેર જીવનની શરૂઆત થઇ. થોડા સમય બાદ એ સભા તરફથી તેમના ખૂબ આગ્રહના પરિણ મે જૈન ધર્મ પ્રકાશ ' નામના માસિકની શરૂઆત કરવામાં આવી. આ માસિકને સંભાળવાનુ કામ તેમણે ઘણાં વર્ષોં સુધી કર્યું. તેમને જૈન ધર્મને અભ્યાસ બહુ સારે હતા, સાધુ મુનિરાજોને તેમને સારા પરિચય રહેતા. ગુજરાતી સાિ
ત્યનું તેમનું વાંચન ખૂબ વિશાળ હતુ. તેમણે કેટલાંય સંસ્કૃત કે માગધી પુસ્તકાનાં ભાષાન્તરા કર્યાં. જૈન ધર્મ પ્રકાશ'માં તેમના લેખા આવ્યા જ કરતા. તેમની લેખનશૈલી તેમજ તેમનુ વકતૃત્વ અને બહુ ઉત્તમ પ્રકારનાં હતાં. બન્નેમાં પ્રવાહ હતા તેમજ સયમ હતા. જૈન ધર્મ પ્રસારક સભાના રૌપ્ય મહાત્સવ પ્રસગે સભાના પચ્ચીસ વર્ષના તિહાસ તેમણે આલેખેલા. એ પ્રસંગે પ્રમુખસ્થાન ઉપર આરૂઢ થયેલ સદ્ગત સુર પટણી તેમને જરાપણ ઓળખતા નહાતા એમ છતાં આ રિપાટ ઉપર તેમણે ધન્યવાદને વરસાદ વરસાવેલા. સદ્ગત અમરચંદભાઇને માત્ર આ એક જ સસ્થા સાથે સબંધ નહોતા. દશા શ્રીમાળી ગિ તેમજ લાઇબ્રેરી, જૈન એડિંગ, ત્રિભાવનદાસ ભાણજી કન્યાશાળા, સિદ્ધક્ષેત્ર બાળાશ્રમ વગેરે અનેક સંસ્થાએ ઉપસ્થિત કરવામાં તેમને સંગીન વાળા હતા. જૈન શ્વેતાંબર કાનફર’સમાં પણ તે મૂળથી રસ લેતા. ભાવનગરમાં ભરાયલી કાન્ફરન્સને તેમણે સારી સેવા આપી હતી.
તેઓ ખેતાળીશ વર્ષની વયે મુંબઇ આવ્યા. મુંબઈમાં તેમણે કરિયાણાં બજારમાં વ્યાપાર વ્યવસાય શરૂ કર્યાં અને વિધિની તેમની ઉપર એકસરખી કૃપા વરસતી રહી. મુકુંદના પરામાં તેમણે બંગલા બંધાવ્યા અને જિંદગીના અન્ત સમય સુધી તેઓ ત્યાં.જ રહ્યા. મુંબઈ આવ્યા બાદ કામધંધાની ઉપાધિએ તેમનુ જાહેરજીવન સંક્રાચી લીધું એમ છતાં મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહક સમિતિમાં ઘણાં વર્ષ સુધી તેઓ ચૂંટાતા રહ્યા અને એ સસ્થાને સારી સેવા આપતા રહ્યા. તેમનુ વિવિધદેશીય વાંચન તો અેક સુધી ચાલુ જ રહ્યું. તે જૂના જમાનામાં ઊછરેલા છતાં તેમના વિચારામાં પૂરી આધુનિકતા હતી. હુ કૉલેજમાં ભણતા ત્યારે અને ત્યાર પછી અનેકવાર તેમના પરિચયના મને લાલ મળતેા. તેમની સાથે વાર્તાલાપ કરવા એટલે જ્ઞાન અને અનુભવના પાઠો શીખવા. આપણા કોઇ પણ ઉદ્દામ વિચારને તેઓ કદી રૂપે નહિ—તેઓ સાંભળે, સ્વીકારે અને જ્યાં આપણી કાંઇક ભૂલ થતી દેખાય ત્યારે મમતાથી આપણને સુધારે. મારા ધાર્મિક કે સામાજિક વિચારાનું હું તેમની પાસે સમર્થન શોધતા અને એમનું મને સમર્થન મળતું ત્યારે મારા વિચારમાં મને પાકી પ્રતિતી થતી. જૂના છતાં નવા સાથે દિલના તેમજ બુદ્ધિને મેળ દાખવનાર્ આવી વ્યક્તિ આજે આપણા સમાજમાં વિરલ છે. તેમના જવાથી એક શાણી ધર્મપરાયણ વ્યક્તિની સમાજને ખોટ પડી છે. તેમના પવિત્ર આત્માને આપણે પરમ શાન્તિ ઇચ્છીએ! તેમના પુનિત, સુચત અને સંસ્કારી જીવનને સભારીને આપણા વનને ઉજ્જવલ કરીએ !
મુખઇ અને માંગરોળ જૈન સભાને વાર્ષિક ઉત્સવ
ગર્દ વિજયાદશમીએ મુંબ–માંગરાલ જૈન સભાએ ઝવેરી હેમચંદ મેાહનલાલના પ્રમુખપણા નીચે વાર્ષિક ઉત્સવ ઉજવ્યેા હતા. મુંબઇની જૈન જનતાએ. આ ઉત્સવમાં ખૂબ રસપૂર્વક ભાગ લીધે। હતા. શ્રી શકુન્તલા કાન્તિલાલ કન્યાશાળા તરફથી રજૂ કરવામાં આવેલા સંગીત, નૃત્ય અને અભિનયના કેટલાક રસપ્રદ પ્રયાગે એ ઉત્સવનું મુખ્ય અંગ હતું, આ સભા દર વર્ષે આવા ઉત્સવા કરે છે અને એ પ્રસંગે કન્યાશાળાની બહેન સંગીતનૃત્યના કાર્યક્રમ રજૂ કરે છે. આગળના કાર્યક્રમે . સાથે સરખાવતાં વખતને કાર્યક્રમ વિવિધતા તેમજ કળાની દૃષ્ટિએ જરૂર પ્રગતિસૂચક હતા. આગળ જે કાંઇ રજૂ થતું તેમાં મોટે ભાગે સાખીઓવાળા જૂની મુળના ગા, ચાલુ
મા
ના