________________
તા. ૧૫-૧૧-૩૯
પ્રબુદ્ધ જૈન
ત્યાં પણ કાયદો ન કરો કારણ કે બહુમતી ઉપર એવા કાયદા લાદવા ન જોઈએ એટલે કે કોઈ સંજોગોમાં સામાજિક સુધારણાના કાયદા ન કરવા. સામાજિક સુધારણાઓની ઉપગિતા અથવા જરૂરીઆત શું માત્ર માથાની ગણતરી ઉપર જ અવલંબે છે? સમાજને દેરવણી આપવાને તેના ચુંટાયેલ પ્રતિનિધિઓને શું અધિકાર નથી? વડોદરા રાજયે આ કાયદો કર્યો છે તેથી શું સમાજમાં કઈ અરાજક્તા આવી ગઈ? એ ન ભૂલવું જોઈએ કે આ કાયદાથી ક્રેઈને લગ્નવિચ્છેદ કરવાની ફરજ નથી પાડવામાં આવતી. અસાધારણ અને કહ્યું સંજોગોમાં એની જરૂર જણાય તે જ તેને ઉપયોગ છે. આ ખરડાને બારીકાઈથી અભ્યાસ કરવાની આ અભિપ્રાય આપનારાએ જે પરવા કરી હોત તે તેમને જણાત કે કેટલા અસાધારણ સંજોગેલમાં આવી છૂટ આપવામાં આવી છે, અને તેથી કેવા ભયંકર સામાજિક અન્યાય દૂર થવાનો સંભવ છે.
આ અભિપ્રાય આપનારાઓને ભાગ્યે જ ખબર હશે કે મુંબઈ પ્રાન્તની દરેક પ્રગતિશીલ વ્યકિતએ અને સંસ્થાએ અને ખાસ કરી દરેક સ્ત્રી સંસ્થાએ આ કાયદાઓને આવકાર્યા છે અને તેની જરૂરીઆત સ્વીકારી છે. જેને માટે એ જરૂરનું છે કે આ અભિપ્રાયનો જાહેર વિરોધ કરે અને સરકારને જણા- . વવું કે આ સંસ્થાને અભિપ્રાય જન સમાજનાં લેકમતથી વિરુધ્ધ છે. ..
ચીમનલાલ ચકુભાઈ શાહ
સ્વાતંત્ર્ય
લે અથવા સરમુખત્યારી રશિયા જર્મની કે ઈટલી લે. દરેક સ્થળે, જીવનનાં દરેક ક્ષેત્રમાં, આર્થિક, સામાજિક, ધાર્મિક, કોઈ પણ ફેરફાર કરવા અને પરિવર્તન કરવું એ દરેક સંસ્કારી રાજયની ફરજ મનાય છે. અલબત, આવા કાયદાઓ કેવા સંજોગોમાં થઈ શકે તેની મર્યાદાઓ સુવિદિત છે, પણ “સામાજિક બાબતમાં કાયદાની દખલગીરી એ ગેરડહાપણભરી અને અસભ્ય ” તે નથી જ. બદ્દે અનુકૂળ સંજોગોમાં અને જરૂર પડયે પવિત્ર ફરજ છે. સ્થાપિત હિતે જેને જાળવી રાખ્યા હોય એવા વર્ગો આવા કાયદાઓને વિરોધ કરે છે. હિન્દુસ્તાનમાં પણ સનાતનીઓ એવી જ દલીલ કરે છે. જેમાં પણ પણ સનાતનીઓ છે એ હકીક્ત આવા અભિપ્રાયથી માલુમ પડે છે. જેમણે આ અભિપ્રાય આપે છે એવા ગૃહસ્થનાં મત મુજબ કદાચ સની થતા અટકાવવાને કાયદો, વિધવાવિવાહને કાયદેસર કાયદે ગણુ વગેરે સામ જિક સુધારણાના કાયદાઓ થવા જોઈતા ન હતા. અત્યારે હરિજનમંદિર પ્રવેશને લગતા, હરિજન અથવા બીજા વર્ગોની સામાજિક અસમાનતાઓ દૂર કરતા, દારૂબંધી ફરજીઆત કરતા અથવા મૂડીવાદીઓ અને મજૂરો વચ્ચેના સંબંધોનું નિયમન કરતા કાયદાઓ આ ગૃહસ્થના મતે કદાચ થવા ન જોઈએ.
પ્રસ્તુત ખરડાઓ સંબંધી એ અભિપ્રાયમાં જણાવવામાં આવ્યું છે કે “આ ખરડાઓથી જે સામાજિક અન્યાયે હર કરવાનું ધારવામાં આવ્યું છે તે એટલી હદ સુધી વ્યાપક નથી કે લોકમત કેળવીને એ અન્યાય અટકાવી શકાય ત્યાં સુધી સમાજ થંભી શકે.”
આ અભિપ્રાય એક ભ્રમણા ઉપર રચાયેલ છે. સામાજિક અન્યાયે જયારે ધણું વ્યાપક હોય ત્યારે એને અર્થ એમ થાય કે લેકમત કદાચ તેવી હકીકતોને અન્યાય નથી લેખતે અથવા એટલે દરજજે તે નહિ જ કે જેથી લેકમત તે અન્યાને અટકાવી શકે, તેવા સંજોગોમાં કાયદાથી અટકાવવાનો પ્રયત્ન કરો. તે કદાચ સફળ ન થાય. પણ જ્યારે લેકમત એટલે કેળવાયે હોય કે જ્યારે આવા અન્યાય સામે તેને ખૂબ વિરોધ હોય અને તેને ઘણે દરજજે સફળતાપૂર્વક અટકાવી શકાતે હોય ત્યારે જ કાયદાની જરૂર છે, કે જેથી કાયદે લેકમતને સ્થાયી સ્વરૂપ આપે અને જે કેટલીક વ્યક્તિઓ લોકમતના પ્રબળ વિરોધને અવગણી આવાં કૃત્ય ચાલુ રાખે તેને ફરજિયાત અટકાવી શકાય. એટલે ઉપરની દલીલ આવા કાયદાઓની વિરૂધ્ધ નહિ પણ તરફેણુની છે. જેન એસેસીએશન ઓફ ઈન્ડીઆના મતે અસમાન લર અથવા અનેક પત્નીત્વના દાખલાઓ ઓછા થતા જાય છે અને લેકમત તેની વિરુદ્ધ છે. તે પછી કાયદાથી તેની સદંતર અટકાયત શા માટે ન કરવી ? લેકમત તેની તરફેણમાં જ છે એ દેખીતી વાત છે તે લોકમતને માન શા માટે ન આપવું? શા માટે સમાજે અસમાન લગ્ન અથવા અનેકપત્નીત્વને અન્યાયે વધારે વખત સહન કરે ? છેવટ તે એક સમય એવો આવે જ કે જ્યારે કાયદાથી આવા લગ્નને પ્રતિબંધ કર જ જોઈએ, કે જેથી એક પણ વ્યક્તિ સમાજને પ્રબળ વિરોધ છતાં એવાં લગ્ન ન કરે. આ અભિપ્રાય આપનારાઓને મતે એ સમય શું નથી આવ્યા?
લગ્નવિચ્છેદના ખરડા વિષે એશેસીએશને ઉપરની દલીલથી વિરોધી દલીલ જ કરી છે. આ ખરડાને લઘુમતીને અભિપ્રાય માન્યો છે, માટે બહુમતી ઉપર તે લાદી બેસાડવો ન જોઈએ એવી દલીલ કરી છે. જયાં બહુમતી તરફેણમાં હોય ત્યાં કાયદો ન કરવો પણ લોકમત કેળવવો અને જ્યાં બહુમતી વિરૂદ્ધ હેય
પારકી સત્તાના નિયંત્રણમાંથી મુકત થવું અને પિતાને દેશનું રાજ્યતંત્ર ચલાવવામાં સર્વ પ્રકારની સ્વાધીનતા હોવી એનું નામ રાજકીય સ્વાતંત્ર્ય છે. જ્યારે તમારું આખું રાજ્યતંત્ર કોઈ પણ આપખુદ સર્વસત્તાધીશ એક વ્યક્તિની કે વર્ગની સત્તાને આધીન રહીને ચાલતું ન હોય ત્યારે તમે બંધારણસરનું સ્વાતંત્ર્ય ભોગવે છે એમ કહી શકાય. જ્યાં કાયદેસર રાજ્ય ચાલતું હોય અને જ્યાં એ કાયદાને વ્યવસ્થિત રીતે યોજાયેલી ગુંડાગીરી વારે ઘડીએ કબજો લઈ લેતી ન હોય તે દેશમાં કાયદેસરનું સ્વાતંત્ર્ય પ્રવર્તે છે એમ કહી શકાય. જ્યાં દરેક મહેનતુ માણસને સુખી અને રાધીન જીવન જોગવવા જેટલું મળી શકે એવી આર્થિક રચના કરવામાં આવી હોય ત્યાં સાચું આર્થિક સ્વાતંત્ર્ય અસ્તિત્વમાં આવ્યું છે એમ જરૂર કહી શકાય.
પણ આ બધા સ્વાતંત્ર્યને પિતપતાની મર્યાદા છે અને ચોકકસ પ્રસંગમાં અને ચોકકસ સંગમાં પ્રત્યેકના ક્ષેત્ર પ્રદેશને મર્યાદિત કરવાની જરૂર ઊભી થાય છે. જે દુનિયામાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય યોજના અને વ્યવસ્થાને અમલ થાય એમ તમે ઇચ્છો તો તમારે તમારા દેશની થેડીક સ્વતંત્રતા–ડીક
સ્વાધીનતા જતી કરવી પડે જ; અસાધારણ કટોકટીના પ્રસંગે રાજ્યબંધારણની ચાલુ રચના ઊંચે મૂકવી પડે, સમાજજીવનને ચાલુ ક્રમ અટકાવી દેવો પડે અને પ્રજાજનોની આર્થિક સ્વતંત્રતા પણ ખેંચી લેવી પડે.
પણું એક એવું સ્વાતંત્ર્ય છે કે જે છેડવાની તમને કોઈ પણ સત્તા કદી ફરજ પાડી શકે નહિ અને જે તમારા જીવનના ભાગે પણ તમારે કદી છોડવું જોઈએ નહિ. કારણ કે તેમ કરવામાં તમારા પિતાના સ્વત્વને જ નાશ રહે છે અને તે સ્વાતંત્ર્ય માણસનું પેતાનું આધ્યાત્મિક સ્વાતંત્ર્ય છે.
સર સર્વપલ્લી રાધાકીષ્ણન