SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન : : : ચકલી શીલંત્રતા! : : : [અનેકાંત” માસિકના જેઢ માસના અંકમાં શ્રીયુત અયેાધ્યાપ્રસાદ ગાયલીના જીવન કે અનુભવ' શિક લેખમાં કેટલાક સદાચારી પશુએ ના બનાવા રજૂ કર્યા છે. તેમાંથી ઉપર જણાવેલ મથાળાના લેખને અનુવાદ નીચે રજૂ કરવામાં આવે છે. “૧૨મી માર્ચ ૧૯૩૦ ના પ્રાતઃકાળના એ સાહામણા વખત હતા. અમે બધા સી' ક્લાસના રાજનૈતિક કેદીઓ માઉન્ટ ગુમરી જેલમાં કપડાનું થાન વણુતા હતા. લગભગ આઠ વાગ્યાના સુમારે એક ચકલી સાથે એક ચકલાને સખત રીતે લડતા જોયા. ચકલા તેના પર બળાત્કાર કરવા માગતા હતા પણ તે ચકલી જાન પર આવીને પોતાની જાતને તેમાંથી અચાવી રહી હતી. ચકલાને મનારથ સફળ ન થવાથી તેણે ક્રાધાવેશમાં આવી જઈને ચકલીની ગરદન વીંખી નાખી. આથી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. મરી ગયા પછી ચકલી ઊંચી દીવાલ પરથી નીચે જમીન પર પટકાઇ પડી. અમે બધા કુતૂહલવશ બની—અમારું કામ છોડી તેની ચિરકાર ફરી વળ્યાં. એક બે મિનિટમાં જ એક ખીન્ને ચકલેા ત્યાં આવ્યે અને અમારા પગ પાસે પડેલી ચકલીને અતિ આતુરતાથી અને શોકથી સુંધવા લાગ્યા. તેને ઉડાડવા પ્રયત્ન કર્યા છતાં તે ઊડયા નહિ. તેના તરફડાટ કઠોર હૃદયને પણ પીગળાવે તેવા હતા. આ ઉપરથી જણાતું હતું કે નવા આવેલ ચકલા જ મૃત ચકલીના વાસ્તવિક પતિ હતા. તે એટલા બધા શાકાતુર અન્યા હતા કે તેને અમારા તરફને લગાર પણ ભય રહ્યો ન હતા. અમે આ કુતુદ્ગલ અથવા આદર્શ પ્રેમને જોઇ રહ્યા હતા. એટલામાં જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને જેલર ત્યાં આવી ચડ્યા. તેમણે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમના નેત્રા પણ સજળ બન્યાં. મરેલી ચકલીને જોઈ જોઇને બીજો આવેલ ચકલા ક્રાઇ રીતે શાંતિથી ખેસે જ નહિં. આ કારણે અમે ચકલીને ત્યાંથી ઉડાવી તેની નજરથી દૂર કરી ત્યારે તે એ ચકલા વિશેષ બેચેનીથી આમથી તેમ ઘૂમવા લાગ્યો. તેના ભાગ્યયેાગે મરેલી ચકલીની એ નાની પાંખે ત્યાં પડી ગઇ હતી. અંતમાં લાચાર થઈ, સ્મૃતિ-સ્વરૂપ તે એ પાંખાને ચકલા પેાતાના માળામાં લઈ ગયા કે જ્યાં કયારેક તે પ્રેમથી દામ્પત્યન્ક્વન વ્યતીત કરતા હશે. તા. ૩૧-૧૦-૩૯ [રાજકુમારી અમૃતકુવરના ' હરિજન' માં પ્રગટ થયેલા એક લેખન અનુવાદ ] ડુંગરાળ પ્રદેશમાં વર્ષાઋતુના સંધ્યા ટાણે આકાશ ખાસ કરીને ઘણી વખત ભારે સુંદર અને ભવ્ય બની જાય છે. આવી એક સધ્યાના સમય મધ્ય હિંદમાં આવેલા નરસિંહગઢના નાના સરખા એક દેશી સસ્થાનમાં ગાળવાનું મને અની આવ્યું. મહારાજાના જન્મદિવસના માનમાં રમતગમતના મેળાવડા ભરવામાં આવ્યેા હતેા. હું આ રમત જોઇ રહી હતી. અનેક રમતેમાં એક રમત જાડા માણસાની દોડવાની હરીફાઈને લગતી હતી. સારા બાંધાવાળા અને મોટા શરીરવાળા આઠથી દસ માણુસા એક હારમાં ગાવાયા હતા અને ઉપડવાની તૈયારી કરતા હતા. એવામાં કંઇક ઝઘડા પડ્યા હોય તેમ લાગ્યું. આ હરીફાઈમાં ભાગ લેનારાઓમાંના મુખ્ય માણુસ મહારાજા પાસે દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે હરીફાઈમાં ઉતરનારામાંના એ માણસા હરિજન હોવાથી સવર્ણ હિન્દુ હરીફે તેમની સાથે દોડવાની સાફ ના કહી રહ્યા છે. મહારાજાએ કહેવરાવ્યું કે આમ તે લેા વતે એ અયોગ્ય અને ખેદજનક ગણાય કારણ કે હિરજના સાથે હરીફાઈ કરવામાં કશી આભડછેટ લાગવાના સંભવ હોઇ શકે જ નહિ. પણ આ પકાને કા અર્થાંજ ન હતા. હિંદુ હરીફાતે અટકીને બેઠા એટલુ જ નહિ, પણ મુસલમાન હરીફાએ પણ જણાવ્યુ કે તેઓ પણ હિરજના સાથે દોડવાની હરીફાઇ નહિ કરે. જે સ્થળે આ અધી રમતગમતે ચાલી રહી હતી તે સ્થળની આસપાસના સૌથી હું મુખ્ય અની ગઇ હતી. આથમતા સૂર્યના કિરણા લીલા ખેતરા ઉપર અને આસપાસની ટેકરીઓ ઉપર સેાનેરી પ્રકાશ વિરતારી રહ્યાં હતાં, રંગબેરગી કપડાં અને મુરખા દૃશ્યની મનેાહરતામાં વધારો કરી રહ્યા હતા. અને સામે આવેલી ટેકરીએમાંની એક ટેકરીના શિખર ઉપર મહાદેવનું મંદિર અમારી ઉપર નજર નાખી રહ્યું હતું. પણ આ મનેાહર સંગીતને ઉપરના બનાવે ખેસ બનાવી દીધું અને અમારામાંનાં કેટલાંકના મન દેગ્ન થઇ ગયાં. જે બે હિરજના આ હરીફાઇમાં ઊતરેલા હતા તેની સામે કશા પણ વાંધા લ શકાય તેવું હતું જ નહિ. તે બીજા જેટલા જ • સુસજ્જિત હતા. તેમના સ્વચ્છ પેશાકમાં અને તેમના રંગબેર’ગી પાધડી અને કામી છે.ગાને લીધે જાણે કે ત્યાંની દુનિયામાં તે શેરીઆ જેવા લાગતા હતા. અને વિશેષમાં તે જે ટાળામાં એટા હતા તેમાંથી કાઇને પણ સાથે બેસવા સબંધે કઈ વાંધા હોય તેમ લાગતું નહતું. હિન્દુ અને મુસલમાનાના આ વાંધે ખરેખર ભારે આશ્ચર્યજનક હતા. મહારાજાએ પેાતાની નાખુશી દર્શાવી અને અને ધીમેથી મને કહ્યું કે “આ વિચિત્ર અને 'ગુ માનસ જોયું ને! આવા લાકામાં સુધારાનું કાર્ય ભારે મુશ્કેલ છે,” જ્યારે આપણે આપણા જાતિભાઇઓ સાથે માણુસાઇની રીતે વર્તી શકતા નથી તો પછી આપણને એક સરખા અને નિષ્પક્ષ ન્યાય મળે એવી આશા આપણે કેમ રાખી શકીએ ? અનુવાદક : રાજપાલ મગનલાલ ારા અનુવાદક:પમાન શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તવી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણથાન: ધી સ્ટેટસ પિપલ પ્રેસ, ૧૩૮-૪૦, મેડાઝ સ્ટ્રીટ. મુબઈ આવી રીતે જ્યારે ચક્લા તરફડતા અમારા પગ પાસે ઘૂમતા હતા ત્યારે પેલા દુષ્ટ કામાતુર ધાતક ચલા દીવાલ પર ફાયભીતતાથી બેઠો હતો અને સાશક નજરે અમારીતરફ જોયા કરતા હતા. મરેલી ચકલી પાસે આવવાની તેા તેની હિંમત જ ન હતી. વાત પણ ઠીક છે કે એક પ્રેમી, જેવુ હૃદય પ્રેમથી તળ છે તે પાતાના શત્રુઓની પાસે પણ નિઃશંકતાથી ચાલ્યા જાય છે અને જેના હૃદયમાં પાપ છે તે બધી જગ્યાએ ભયભિત રહે છે. પતિવ્રત, બ્રહ્મચર્ય અને પ્રેમને આ આદ આજ નવ વર્ષ પછી પણ એક ચિત્રની માફક નજર સામે દેખાયા કરે છે.” “હરિજન હોય ત્યાં અમે નહિ”
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy