SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૦-૩૯ પ્રબુદ્ધ જૈન મા - - - - - તેઓની દષ્ટિમાં કે સૃષ્ટિમાં ભગવાન જેવી કોઈ અમાનુષી ગયી શક્તિ કે સત્તા, નાથ કે નિયંતા, ભાવના કે ભાસ હોતો જ નથી. પરંતુ તે જ માણસ જયારે ધનની શક્તિ કે મહત્તા ગુમાવે છે, જયારે શારીરિક જોમ જતું રહી પરવશતા ભરેલું પાંગળાપણું તેના દેહમાં પ્રવેશે છે, જયારે વદન પરની મગરૂરીની રેખાઓ ગરીબીની વિપદ છાયા “હરી લે છે, ત્યારે સત્તાની અક્કડ રાખનારી ખુમારીને સ્થાને પામરતા, લાચારી કે અનાથ દશા વ્યાપે છે, જ્યારે વારંવાર મળતા સન્માનને બદલે નિરાશા જીવનને ઝેરમય કરી નાખે છે. ત્યારે પિતાની ગયેલી સત્તા, શક્તિ, સાહ્યબી કે શારીરિક બળે શોધવા ભગવાનને તે ઉપગ કરે છે. સુખમાં સની અને દુ:ખમાં રામ એ ન્યાયે સની અને રામ બેની વચ્ચે ધનને પૂજારી ધક્કા ખાય છે. સુખ, સગવડતા અને સાધન જેમ ધનિકે પૈસાથી ખરીદે છે તેવી જ રીતે પ્રભુને–ભગવાનને કે તેની કૃપાને પણ તે ધનથી, હાથના મેલથી પિતાની સાહ્યબી કે સત્તાથી ખરીદવા માગે છે. ભક્તિ ઉપાસના કે પ્રેમના ખરા સ્વરૂપને તેઓ જાણતા જ નથી ! એટલે જ ધનિકોનો સંસાર પ્રભુ વિહેણો ત્ય, વેરાન બનેલો નજરે પડે છે. શ્રમજીવીઓ પિટ ભરવા માટે જેમ પિતાને પસીને વહાવી રોટી રળે છે તેવી જ રીતે પ્રભુને પણ પિતાના સાચા શ્રમ અને સેવાથી જ તે મેળવે છે. શ્રમજીવીની દુનિયામાં પણ અને પસીને, પંડ અને પ્રભુને સંબંધ જેવો ને તે ચાલુ જ છે. ચાર ચાર પેઢીના નાતા.-ળિયાની માની માને આ પટલાણી આણાંમાં લાવેલી. પટલાણીના બાપ ભગા પટેલને ત્યાં ત્રણ પેઢી ગયેલી એટલી જૂની ઓળખાણુ, ચેતરિયા કાળમાં ઢોરને તે શું પણું માણસને પણ ખાવાનું નહોતું મળતું ત્યારે બીજાં બધાંએ પિતાના ઠેર છાપરિયાળી મોકલી આપ્યાં અને ભગા પટેલે પોતાની ગા ન મેકલી. પટેલના ત્રણ છોકરા અકેક પવાલું જાર માટે સરકારી કામે જાય અને તેની ધણિયાણી અને મારી ઘરવાળી સીમમાં ખડના પૂખડા, પાંદડા કે જે મળે તે ભેગા કરી કરીને ગાયને ખવરાવે. ગાય પણ જાત ને ! આ દુકાળ છાસ આપી અને ઘરમાં રસ રાખે. તે વખતે પણ નકકી કર્યું હતું કે જે દુકાળ ગિરીશ તો આ ગંગાની જમને દીકરીને આણુમાં આપીશ. ગા માતાના પુણ્યથી દુકાળે ઊતરી ગયા. એ જમનાની રાતડીને આ ધોળિયે! આ ળિયે અને મારો કાળિયે બન્ને એક જ દિવસે જનમ્યા હતા. પટલાણી કંઈક અધકચરી રહેતી એટલે રાતડીનું દૂધ પીઈને જ બેઉ ઊછર્યા અને બેઉ એવા તે લીલ પગલાંના કે ઘરમાં અભરે ભરાણું. ત્રણ ગાયું લીધી, ચાર સાંતી જમીન અને ચાર સાથી રાખ્યા અને રૂડીઓ અને નથુડે પછી ઊછર્યો. ભગવાનની મહેરબાની વધી. નાતજાતમાં બધાની હારમાં આવી ગયા અને બે પાંદડે થયે. બધા પરતાપ કાળિયા–ળિયાના સારા પગલાંને. “ગઈ સાતમને દિવસે કોણ જાણે કોના પાપે વાડીના પડામાંથી ળિયાને એરૂ આભડછે. પણ બે ઘી પીવરાવી દીધું. ઉપાય કરવામાં બાકી ન રાખી. જેટલા માગે તેટલા પૈસા આપીને ઉતારનાર લઈ આવે છે. ઠેઠ જૂનાગઢથી ચાળીસ રૂપિયા | ખર્ચાને મારતી મોટરે ઘોડા-ડાકટરને તેડી લાવ્યો. તેણે પુઠેથી દવા ચડાવી, સૈયા માર્યા, કંઈક દવાઓ નાજું ભરીભરીને પિવરાવી, પણ કારી ન ફાવી. ભૂવા, જતી, અંતરમંતરવાળાને પણ અજમાલ્યા, પણ બધું પાણીમાં ગયું. છેવટે એક જણના કહેવાથી ભગતબાપુની ટેલ માની અને તેનું મંત્રેલું પાણી બેચર ભગતે આપ્યું કે આળસ મરડીને બેઠો થાય તેમ તે એઠે થયો. અને તે માનતા ઉતારવા હું અને મારી ઘરવાળી જઈએ છીએ ત્યાં જઈ જગ્યામાં જે કંઈ કામ હશે તે કરશું. ચોમાસું માથે આવ્યું છે એટલે જગ્યાનાં ખોરડાં ચાળીશું, ખડની ગંજી કરશું, છાણાંનાં મેઢવાં કરશું, ખેતરમાં કંઈ કામ હશે તે કરશું, નવાણુ સાફ કર. ઢોરઢાંખર ચારશ અને સાધુસંતની સેવા કરશું. મારી ઘરવાળી ઘરને ગારગોરમટી કરશે, છાસ કરશે, વાસીંદા વાળશે, છાણાં થાપશે. બીજો જે કંઈ ટેલટ હશે તે કરશે. આ દેહ ભગતના કામમાં આવશે તે પણ ધન્ન ઘડી ને ધન્ન ભાગ સમજવા. ટેલ કરનારા તો ઘણું મળે પણ ટેક કરાવનારા અને તે સ્વીકારનારા કયાં મળે છે? જેનાં પૂન્ય પાધરાં હોય, દનમાન ચડિયાતો હોય તેની જ ટેલ કબૂલ થાય, ભાઈ ! તમ સરખા ભાયુને પરતાપે મારે તો બેડે પાર થયે, જન્મારો તરી ગઅમારી ગરીબની આવી કાલીઘેલી માનતા અને ભગતી હોય. અને ભોળીઓ ભગવાને એથીય રાજી રહે ! ” આટલું કહી ભેળિયે પટેલ માળા ફેરવવા મંડયો અને હું વિચારે ચડયે કે ખરે જ્ઞાની કે ખરે માનવી કોણ? આ ગરીબ નિર્દોષ ગામડિયો કે તેની તરફ ધૃણાની દૃષ્ટિએ દેખતી સુધરેલી દુનિયા? ભગવાનને અનાથને લ્લી અને ભક્તનો દાસ ભાવિક જનોએ કહેલ છે. ધનિકો, સત્તાવાને પોતે જ બીજાના ધરાર ભગવાન બનેલા હોવાથી બીજો ભગવાન તેઓને પરવડતું નથી. ખીજડિયા અવ્યુિં ને પટેલે બે હાથ જોડી રામરામ કરી ગાડી છોડી. અલબત્ત અમારી વાત તે અટકી પરન્તુ મુંબઈ પહોંચ્યો ત્યાં સુધી મનમાં એક જ વાત દોળાયા કરતી હતી કે કાણુ સાચું ? પ્રભુ અને ધાર્મિક માન્યતાને “ઝેર” માનવાવાળા કે પ્રભુપ્રિત્યર્થે જીવનને પવિત્ર, ઉપયોગી અને સેવાપરાયણ રાખતા ધર્મધેલાંએ ? કિની ભકિત વધે ? હાથના મેલથી થતી ધનિકાની કે પરસેવે નીતરતા શ્રમથી થતી શ્રમજીવીની ? રજલાલ મેધાણી - લકિત થતા અમછી સવાણી કલા એટલે ? જીવન એક કલા છે એ ખ્યાલ બહુ ઓછા માણસોને અર્થે હોય છે. સામાન્ય માણસને તે “કલા” શબ્દ સાંભળતાજ મનમાં ગૂંચવાડે ઊભા થશે. તેઓ તો એમ જ સમજશે કે “કલા” એટલે ચિત્રકામ અથવા મૂર્તિઓ કંડારવાનું કામ. તેઓ આમ માને છેતેમાં તેમને દોષ નથી. કલાને સાચે અને સાદો અર્થ તેમને સમજાવવાની તસ્દી લઈ લેતું નથી. આ રહ્યો એ સાદો અર્થ: જે વસ્તુ કુદરતે સર્જાતી નથી પણ માનવીની બુદ્ધિ અને કારીગરીની મદદથી બનાવવામાં આવી છે એ બધી કલાકૃતિઓ કહેવાય. એ બનાવવાની રીત એનું નામ કલા. કુદરત કૂલ બનાવે છે, પણ ફૂલોના હાર અને ગુજરા બનાવવા એ કલા છે. કુદરત ઝાડ ઉગાડે છે, પણ ઝાડને અમુક જગ્યાએ અને અમુક યેજનાપૂર્વક ગોઠવી બગીચો બનાવો એ કલા છે. કુદરત પથ્થર બનાવે છે, પણ તેમાંથી મૂર્તિ બનાવવી એ કલા છે. કુદરત લાકડું બનાવે છે, પણ તેમાંથી પલંગ કે પેટી બનાવવી એ કલા છે. આ બનાવટોમાં જેમ જેમ બુદ્ધિ અને કારીગીરીને વધારે ઉપગ કરવામાં આવે તેમ વધારે સારી લા કહેવાય. [પ્રવાસી રવિશંકર મહેતા
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy