________________
*
૪
सच्चरस आणाए उच्चओि मेहावी मारं तरई । સત્યની અણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી ય છે.
પ્રબુદ્ધ જેન
सत्यपूतं वदेद्वाक्यम्
આકટોબર, ૩૧
પ્રબુદ્ધ જૈન
મહાવીર જીવનસંદેશ
૧૯૩૯
દુનિયાની આરે વિચિત્ર રિસ્થતિ છે. હિંસાથી વધારેમાં વધારે કાઇ ડરતા હોય તે તે આજના યુરોપીઅન લોકેા છે. ૨૫ વર્ષ પહેલાંના યુદ્ધમાં થયેલા નાશ તે હજી ભૂલ્યા નથી. ફરી યુદ્ધ સળગશે તે બધી જાહોજલાલી, બધા મોજશોખ, ભાગ અને ઐશ્વ છોડી દેવા પડશે, જ્યાં આજે સંસ્કૃતિને નામે વૈભવ માય છે ત્યાં ખેદાનમેદાન થશે એ ખ્યાલથી યુરોપના માણસ ધ્રુજી ઊંડે છે. યુદ્ધ ટાળવા માટે તે ગમે તે કરવા તૈયાર છે. આપેલાં વચને એ તેાડેશે, કરેલા કાલકરારને ભૂલી જશે, અપમાન ગળી જશે, સાથીને ગે। દેશે, ગમે તેવા અણગમતા લેક બ્લેડે દાસ્તી બાંધશે. વસિદ્ધાંતને કુશ્કીની પેઠે પવન ઊપર ઉડાવી દેશે, પણ યુદ્ધ ટાળશે, અને છતાં એ યુદ્ધ ટાળી શકતા નથી. ઇન્દ્રિયપરાયણુ વન, ભાગ, વાસના, લાભ, બીક, મહત્ત્વાકાંક્ષા, પરસ્પર અવિશ્વાસ એને શાંતિથી બેસવા દે નહિ. હિંસાથી ડરનાર એ આખી દુનિયાને હિસાની દીક્ષા આપતા જાય છે અને જીવનની અધી શક્તિ મારવાની કળા કેળવવા પાછળ વેડકી નાખે છે. આજે જે વસ્તુને ટાળવા માગે છે તેને જ જોરથી ખેંચી આણે છે.
એવી વિચિત્ર સ્થિતિમાં આપણે ભગવાન મહાવીરનો સંદેશા ફરી એકવાર ઉજળો કરવા માગીએ છીએ.
એ ધાર્મિક સંદેશા આજની દુનિયા ઝીલી લેવા તૈયાર નથી. શાન્તિના એ સાચે મા ભલે હોય, પણ એ રસ્તે માણસને હજી રસ પડતો નથી. ખીજા બધા ઉપાયેા અજમાવશે અને બધી રીતે હાર્યાં પછી જ આ સાચા રસ્તા ઉપર આવશે.
જેમાં કશા જ સાર નથી એવી વસ્તુ ઉપર વિશ્વાસ રાખી એ ઉપાય અજમાવવા એ માણસના સ્વભાવ છે. યુરોપમાં આજે જે અનેક રસ્તાઓ સૂચવવામાં આવે છે. તે જોઇને આશ્ચય થાય છે. આપણે ત્યાંના જૂના લેાકા જ્યારે જ્યારે તર્ક અને ન્યાય, દર્શન અને મીમાંસા લઈ મેસે છે અને ઘટલ અને પઢત્વની અને અવચ્છેદ્કાચ્છિન્નનું પીંજણ પીજે છે, ત્યારે આપણે એમને હસીએ છીએ. જીવન સાથે જેના સબંધ નથી, તત્વથી જે વેગળું છે, એવા કૂચાના સૂચણા લઇને આ લે શુ બેસતા હશે? એમાં વનસ્પ કશું જ નથી એમ આપણે કહીએ છીએ. યુરેપમાં પણ જ્યારે લોકા વ્યક્તિવાદ અને સમષ્ટિવાદ, સમાજવાદ અને સામ્યવાદની ચર્ચા કરે છે, ત્યારે પણ મને થાય છે, આ અનેક ‘વાથી શું દળદર ફીટવાનું હતું? માણસ પેાતાના સ્વભાવમાં અને જીવનમાં ફેરફાર કરે નહિ ત્યાંસુધી ગમે તે isn–વાદ' ચલાવીએ તેા કે આપણે હતા ત્યાં ને ત્યાં જ આવીને પહોંચવાના. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે દુનિયાનું દુઃખ એ સંધિવા જેવું છે. ઉપરના લેપથી એ ચેાજ મટવાનું હતું? માથામાંથી એને હાંકી કાઢા, એ પગમાં પેસી જાય છે. ત્યાંથી એને ખસેડા, એ ખભામાં આવી બેસશે. એ સ્થાનાન્તર કરશે પણ શરીરને છેડશે નહિ. વ્યક્તિવાદ ચલાવશે તેા દુનિયાને એક
તા. ૩૧-૧૦–૩૯
જાતનું દુઃખ શેશવું પડશે. વ્યક્તિવાદ ફેરર્વને સમષ્ટિવાદ સ્વીકારો એટલે જૂના દુ:ખ મટી જઇ એમને ઠેકાણે નવાં દુઃખા પેદા થવાનાં. દાણુ ચુકવવા માટે આખી રાત જંગલમાં રખડયા પછી અને અથડાયા પછી સવારે ગાડુ રસ્તા પર આવે તે ખરાખર દાધર સામે જ, ટોલનાકા આગળ જ. પૈસા તેા આપવા જ પડે અને આખી રાતની રખડપટ્ટી એ નકામી, એવી જ દશા આજની દુનિયાની છે. પેલા આચાર્ય એલ. પી. જેકસે સાચું જ કહ્યું છે કે આજની દુનિયાને સંપત્તિ સામાજિક અનાવવી છે, રાજસત્તા સામાજિક બનાવવી છે, પણ માણસને અને એના સ્તભાવને સામાજિક બનાવવું એને સૂઝતું નથી, અને એ જ્યાં સુધી થાય નહિ ત્યાં સુધી કાઇ પણ ‘ism'-- વાદ–સ્થાપિત થવાના નથી અને જે માણસનું ચારિત્ર્ય સુધરશે તે ગમે તે 'ism' –વાદથી ચલાવી લેવાશે, એ એક ભવ્ય દાખલા આપું. દારુની બદીથી આખી દુનિયા અકળાએલી છે. અમેરિકાએ કાયદો ઘડીને એ દૂર કરવાના પ્રયત્ન કર્યો.. કાયદા બનાવવામાં એ લેકાએ પેાતાની સમતિ આપી, પણ તેમને પોતાને જ રારાબંધીની પડી ન હતી. સમાજમાં, પ્રતિષ્ઠા ભગવનારા મેટાં મેટાં સ્ત્રીપુરુષો પણ છડેચાક કાયદેશ તાડવામાં બહાદરી માનતાં હતાં અને એકબીજા આગળ પાતે કાયદા કેમ તાડયેા એની અડાસી હાંકતા હતા. એ જ શરાબધીને આપણે ત્યાંના પ્રતિહાસ સાવ જુદો છે. આપણે ત્યાં વસતા તમામ મેાના લેાકેાના હાડમાં દારૂ વિષે તિરસ્કાર છે! રીતસર, છડેચાક દારૂ પીનારા લોકો પણ કબૂલ કરે છે કે શરાબ એ ખરાબ વસ્તુ છે. એમાંથી ભલે છૂટી જવાની શકિત એમને ન હોય, પણ એમાં કા એમને મદદ કરે તે એમને એ જોઈએજ. આમ રાષ્ટ્રનું ચારિત્ર્ય શરાબંધીની તરફેણમાં હોવાથી શરાબાધીના કાયદા કરવા આપણે ત્યાં સહેલુ નીવડયું. કેટલાક આધુનિક વૃત્તિવાળા વિકૃત લાકા શરાબની તરફેણમાં લીલા કરે છે. પણુ એવા ગણ્યાગાંઠ્યા જ છે. અને તેમાંથી કેટલાક તેા કહે પણ છે કે પક્ષની નીતિ તરીકે જ અમે આવી દલીલો કરીએ છીએ. એમની વાત જવા દઈએ. મારે કહેવાનુ એ હતુ કે જો રાષ્ટ્રનું ચારિત્ર્ય કેળવી શક્યા તે ગમે તેવી સમાજરચનામાં આપણે માણસ જાતને સુખી બનાવી શકીશું !
મહાવીર જેવા સત્પુરૂષોએ દુનિયાને એ રસ્તા ખતાબ્યા. ચારિત્ર્ય ળવા, સયમ સાંધા, વાસના પર વિજય મેળવે, અસામાજિક વૃત્તિએના નાશ કરો, રાગ દ્વેષની હીનતા ઓળખી એમને હૃદયમાંથી હાંકી કાઢા, એટલે પછી હિંસાને રસ્તા એની મેળે બંધ થશે! જો હિંસા ટાળવી હોય, અહિંસા સ્થાપવી હેાય તે રાજ્યતંત્ર ફેરવવાથી આર। નહિ આવે. રાષ્ટ્રસંઘે આંધવાથી ઉકેલ નહિ જડે, સ્વભાવમાં સુધારા કરે, સંયમરૂપી તપ કરે. એ જ સાચી સાધના છે. એ કામ પામર માણસનું નથી. બહારના શત્રુ સામે ઝૂઝવુ સહેલુ છે, પણું અંદરના વિકારા મારવા એ કામ અધર છે, એને માટે વીરત્વ જોઇએ છે. એ શક્તિ જેણે કેળવી. અને દુનિયાને બતાવી તે મહાવીર.
માણસના
મહાવીર સ્વભાવે પ્રયાગવીર હતા. એમણે જે અનેક પ્રયાગેા કર્યો તેને આપણે તપ કહીએ છીએ. એ તપના રસ્તા દરેકને માટે સરખા જ ન હોય. દરેક જણ પોતપોતાના પ્રયોગ કરે અને પેાતાને રસ્તા શોધી લે, જેનામાં પ્રયાગવીરતા નથી તે જો કેવળ આંધળા થઈને મહાવીરના વચન પ્રમાણે બાહ્યતઃ વવાના પ્રયત્ન કરશે તે તેને મહાવીરની સિદ્ધિ નથી મળવાની. ઊલટું જે કાઇ મહાવીર પાસેથી પ્રેરણા લઈ એમના પ્રયાગાનુ