SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૫-૩૯ પ્રબુધ્ધ જૈન સ્ત્રી પુરૂષ સંબંધ કાકા કાલેલકર (શ્રી મુંબઇ જન યુવક સંઘની સામાજિક વ્યાખ્યાન મણીમાં પ્રથમ વ્યાખ્યાન શ્રી કાકા સાહેબ કાલેલકરે તા. ૨૬-૩-૩૯ ના જ આપેલું તેને ટૂંક સાર નીચે આપવામાં આપવામાં આવે છે.) જનતાને આજ સુધીને ઇતિહાસ જોઈએ. તે આપ ને માલુમ પડે છે કે મનુષ્ય ખરેખર અણુધડ પ્રાણી છે. કાળે કાળે નવા નવા પ્રશ્નો ઉભા કરે છે અને કોઈ પણ પ્રશ્નને અન્તિમ ઉકેલ લાવતા જ નથી. અથવા તે એમ પણ કહી શકાય કે સમાજ જીવનનો પ્રવાહ જ કોઈ એવી રીતે વહે છે અને ચેતરફના સંગે કાળે કાળે એવા પલટાતા રહે છે કે આજને ઉકેલ આવતી કાલની સમસ્યા બનીને ઉમે ઇતિહાસમાં બનતો એક એક બનાવ સમાજ જીવનની ઘટનામાં મહત્વના ફેરફારો કરતો જાય છે. આવી રીતે સ્થિતિ ચુસ્ત હિંદુ સમાજને પલટો આપતા અનેક બનાવો બનતા રહ્યા છે. હિંદુસ્તાનમાં મુસલમાનો આવ્યા અને તેમની સંસ્કૃતિની છાયા હિંદુ સમાજ ઉપર ફેલાવા લાગી તેની એક અસર એ થઈ કે હિંદુ સ્ત્રી જીવનની સ્વાભાવિક સ્વતંત્રતા ઓછી થઈ અને સ્ત્રી વધારે પરતંત્ર અને પરદાનશીન બની. ત્યાર બાદ અંગ્રેજો સાથે મીશનરીઓ આવ્યા અને તેઓએ એવી વિચાર છાયા ફેલાવી કે આપણે બધા જંગલી અવસ્થામાં જ છીએ અને આપણી સ્ત્રીઓ સાથેના આપણો વર્તાવ અન્યાય અને નિષ્ફરતાભર્યો છે અને સ્ત્રી પુરૂષની સમાનતાની આપણને કશી કલ્પના જ નથી. એજ અરેસામાં આપણે ત્યાં જે સંસાર સુધારકે પાક્યા તેમનું વળણ પણ એવું જ બંધાતું ગયું કે પૂર્વકાળનું એટલું બધું ખરાબ અને ત્યાગવા યોગ્ય અને પશ્ચિમનું એટલું બધું સારું અને ગ્રહણ કરવા યોગ્ય. એ વિચાર મહિનીનાં અનેક સારાં માઠાં પરિણમે આવ્યાં તેમાં બે ખાસ નોંધવા લાયક છે. એક તે એ કે સુધારક વિગ્યારની છાયા નીચે એક પત્નીવ્રત ઉપર ઘણો જ ભાર મુકાવા લાગ્યું અને એક જીવતી હોવા છતાં બીજી પત્ની કરવી તે એકદમ જંગલી, પશુતાભર્યું અને શિષ્ટ મનુષ્યને કદિપણ ન શોભે તેવું હીનકૃત્ય લેખાવા લાગ્યું. બીજી બાબત કોઈ પણ ધંધાદારી ગાનારી બાઈનું ગાયન સાંભળવા જવું કે નામનારીનું નૃત્ય જેવા જવું અથવા તો એ માટે ગાનારી કે નાખનારીને - ઘેર બેલાવવી એ બહુજ શરમાવનારું અને ગ્રહસ્થને ન છાજે તેવું લેખાવા લાગ્યું. આજે એ બંને બાબતનાં વલણોમાં ફેરફાર થઈ રહ્યા છે. સારા ગણાતા કેળવાયલા એકની હયાતીમાં બીજી ભણેલી કુંવારી સ્ત્રીને પરણતા અવારનવાર સંભળાય છે. ગાનારી કે નાચનારીના ગાયન કે નૃત્યમાં ભાગ લેવા સંબંધે અપ્રતિષ્ઠાને ખ્યાલ કમી થતો જાય છે. - આજના સામાજિક નિયમે દેશકાળના ફરવા સાથે મેગ્ય ફેરફાર નહિ પામવાના કારણે તેમાં અનેક પ્રકારની કત્રિમતા અને દંભ આવી ગયા છે. આજના શ કરાચાર્યોનું જીવન પણ મોટે ભાગે એવી કત્રિમતા અને દંભ તેમજ અને સર્ગિકતાથી ભરેલું હોઈને સમાજને દેરવાની તાકાત કે યોગ્યતા તેઓએ ગુમાવી દીધી છે. આ કાર્ય આજના સમાજ સેવકેનું છે. સ્ત્રી પુરૂષ સંબંધની ચોક્કસ મર્યાદાઓ ભૂતકાળમાં જેવામાં આવતી નથી. મહાભારતમાંથી આવી ચોક્કસ મર્યા દાનો કશો ખ્યાલ આવતો નથી. આ સંબંધને લગતી મર્યાદાઓ બંધાય છે અને કાળે કાળે પલટી ખાતી જાય છે. સમાજ પ્રગતિ બગડે નહિ, રૂંધાય નહિ એ આશયથી જ આવા નિયમ અને મર્યાદાઓ બંધાય છે. જીવતા જાગતા સમાજહિતૈષ લોકોના અંતરનાદમાંથી ઉપજતા નિયાએ એ જ આ મર્યાદાઓનું સાચું શાસ્ત્ર છે. આજના સમયમાં જુનું બધું તેડી શકાય તેમ નથી તેમ જ જુનું બધું રાખી શકાય તેમ નથી. સ્ત્રી પુરૂષના સંબંધની દ્રષ્ટિએ મનુષ્ય વિકારી છે એ સત્ય હકીકત આપણે સ્વીકારવી જોઈએ અને નિવકારી થવું એ સાચ આદર્શ છે. એ ધેર ણે સર્વ નિયમો અને મર્યાદાઓની પ્રચના થવી જોઈએ એમ ગ્રહણ કરીને આગળ ચાલવું જોઈએ. ઉપરના આદર્શને અમઢામાં મુકવા માટે આપણે સીએ અસૂર્ય પસ્યા બનાવી પરદાનશીન બનાવી અવગુંઠનવતી બનાવી. પણ એ અખતરો તદન નિષ્ફળ ગયો એમ આપણે આજે એકસપણે કહી શકીએ છીએ. એથી બને વર્ગ વધારે પતિત બન્યા છે અને પરસ્પરને સ્વાભાવિક સંબંધ વિકાસ પામી શકે નથી એમ આપણને લાગે છે. આજે પરસ્પર વિરોધી બે ભાવનાઓની અથડામણ થાલી રહી છે. સમાજ શ્રેષ્ટ કે વ્યકિત શ્રેષ્ઠ? ત્યાગ શ્રેષ્ઠ કે બેગ શ્રેષ્ઠ ? પરમાર્થ શ્રેષ્ઠ કે સ્વાર્થી શ્રેષ્ઠ ? આદર્શવાદ શ્રેષ્ઠ કે વાસ્તવવાદ ? જે રીતે જે વેપાર ઉપર વધારે ભાર મુકવામાં આવે તે રીતે સ્ત્રી પુરૂષ સંબંધની મર્યાદા અમર્યાદાની ઘટના થાય છે. આવા નિયમેની રચના પાછળ બે બાબતે સમાજ વિધાયકોએ ખાસ લક્ષમાં રાખવી જોઈએ. એક તે વ્યકતી માત્રનું રવાતંય તેમજ અન્ત:સ્કૃતિની બને તેટલી રહા થવી જોઈએ. બીજું એક બાજુએ જીવનશુદ્ધિની ઉપેક્ષા જરા પણ થઈ ન શકે તેમજ બીજી બાજુએ ઉછવનસમૃદ્ધિ એ આપણું સવ નિયમ ઉપનિયમને હેતુ છે એ કદી ભુલાવું ન જોઇએ. આ શુદ્ધિ અને સમૃદ્ધિનો સાચે મેળ સાધે એ જ સાચું નિયમશાસ્ત્ર. સ્ત્રી પુરૂષ સંબંધ થતાં લગ્ન સંસ્થાનો વિશ્વાસ સ્વાભાવિક રીતે સામે આવીને ઉભો રહે છે. લગ્ન સંસ્થા શું છે? કેટલાક કહે છે કે બે પાસે આવે અને એક થાય એ લગ્ન, બીજા કહે છે કે બે પાસે આવે અને ત્રણ થાય એ લગ્ન. આ બે ભાવનાનો સમન્વય થાય તે જ જીવનની શુદ્ધિ જળવાય. લગ્ન એટલે કેવળ પશુમય જીવન નહી પણ તેમાં પ્રેમમય જીવનનું ઉવણ જોઇએ. કેવળ ભોગ પ્રધાન જીવન નહિ ભાવના પ્રધાન જીવન જીવવાની પરસ્પર સહકારી આકાંક્ષા અને પ્રયત્ન એજ સાચું લગ્ન જીવન. સ્ત્રી પુરૂષ વચ્ચે જે પરસ્પર તદુરસ્તીભર્યા સંબંધની ખીલવણી કરવી હોય તે સામાજિક વ્યયહારને વિકારી બનાવો જ જોઈએ અને વૈવાહિક જીવનને પરસ્પર નિકઠાવાળું બનાવવું જોઈએ. જ્યાં પરસ્પર વ્યવહારમાં વિકાર શુન્યતા છે અને લગ્ન જીવનમાં સાચી નિણ અને પ્રેમનું ઉંડાણુ છે ત્યાં સ્ત્રી પુરૂષોને સંબંધ સદા નિર્ભય છે. સ્ત્રી પુરૂષને પરસ્પર સંબંધનું નિયંત્રણ કરતા (વધુ માટે જુઓ પાનું ૬ ઠું)
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy