________________
૧૦
પ્રબુદ્ધ જૈન
શું લખવું ?
આપણી
આજ આપણા જીવનમાં એટલા બધા પ્રશ્ન સમક્ષ ઊભા છે કે કાકર્તાને જેમ શું કરવું ?' એ મૂંઝવે તેમ લખવા બેસનારને શું લખવું?? એ પ્રશ્ન મૂંઝવે જ. .
પ્રશ્ન
આપણું આધુનિક જીવન તપાસીએ. નરી વિષમતાથી ભરેલું નથી લાગતું ? આપણે સમસ્ત હિંદના જનસાધારણને ન સ્પેશીએ તે ય એકલા જૈન સમાજની જ શું એ સ્થિતિ નથી ? સમાજજીવનનું અ આપણા ધ્વનસમસ્તનું એક પણ અંગ એવુ છે. ખરું, કે જેના ઉપર જૈને ગવ કરી શકે ? આપણું સમાજ-જીવન, આપણું અર્થકારણ, આપણું રાષ્ટ્રજીવન એ બધાં શું પરસ્પરને અનુરૂપ છે ? નથી જ. તેમ નથી આપણું ધર્મ-જીવન સાચુ અને ઉન્નત. કેટલાય ઝઘડા, કેટલાય નિસાસાથી જાણે આપણું સમસ્ત જીવન વીંટાઈ ગયું હોય એવું શું નથી લાગતું ?
જૈન સમાજને એવે કયા પ્રશ્ન છે જે આજે સાંગોપાંગ ચર્ચા માગી લેતેા નથી ? આપણી ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય અવદશા કેટલી થઈ છે? જૈન સમાજ આવી જ અ ંધ અને કૂપમંડુક સ્થિતિમાં ડૂબેલો રહેશે તે ભય છે કે અહુ થોડા સમયમાં જૈનત્વ હિંદના સામાન્ય જીવનમાંથી લુપ્ત થઇ જશે.
જે જૈન સમાજે પેાતાના મહાઉન્નત સત્ય સિધ્ધાંતાથી જગત આખાના ધવન ઉપર અસર કરી છે એ જૈનસમાજ આજે લુપ્ત થવા ભેઠા હોય એના જેવુ ખીજું દુઃખ શું હાઇ શકે ? જૈન સમાજના એક શરીરને છિન્નભિન્ન કરી નાખતા ફિકાભેદ અને ગ૰ભેદ પ્રવર્તે છે. ભગવાન મહાવીરના સતાના એના જ નામ પર એકમાંથી ત્રણ થઇ જઈ લડયા કરે છે. એટલુ ઓછુ હોય એમ જ્ઞાતિએ અને પેટા જ્ઞાતિનાં સંકુચિત વર્તુળા દિવસે દિવસે વધતાં જ જાય છે. સાધુ-સાધુના ઝઘડા, ગૃહસ્થગૃહસ્થના અંગત ઝેર–વેર આજ જૈન સમાજને મહા શાપરૂપ થઈ પડયા છે. જે સુકાની ઉપર નાકા પાર ઉતારવાને વિશ્વાસ રાખી એમ હુઇએ એવા સુકાની જ પરસ્પર લડવામાં અને પોતપોતાના સ્વાર્થખાતર નાકાને આડીઅવળી વાળવામાં જ મચ્યા રહે તે કારે પણ એ નાકા પાર ઊતરે ખરી ? એવા સુકાનીએ બદલ્યા વિના નૌકા કદી નિર્ભય ન રહી શકે. આજના જૈન સમાજના સૂત્રધારાએ બંધાય પ્રશ્નો આજની વિસ્તૃત વિષ્ણુએ તપાસવા જોઇએ.
તા. ૧૫-૧૦-૩૯
પેાતાની અધતા, આળસ, અને કૂપમ ુકતા છોડી જૈન સમાજે આજે રાષ્ટ્રને અનુરૂપ થવા પ્રયત્ન કરવા રહ્યો. તેણે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણ્યે જ છૂટકો. હજુ વખત છે. અત્યારે પણ ન ચેત્યા તે કદાચ આંગળ વખત નહિ મળે, અને શ્વેતાના જ પ્રમાદ ઉપર આખા જૈન સમાજને આંસુ સારવા વત આવશે. એવું કાંઇ પણ અનિષ્ટ થાય તે પહેલાં હિંદના ` સમસ્ત જીવનમાંથી જૈન સમાજના હિસ્સા ભૂંસાય તે પહેલાં—તેણે સંભાળી લેવું પડશે. રાષ્ટ્રની કૂચમાં કદમ સાથે કદમ મિલાવી, ખભેખભા અડાડી પોતાના સરખા હિસ્સા પૂરવે પડશે. જૈન સમાજ હિંદથી કે જગતથી એકલા નહિ ~ી શકે.
આજ જૈન સમાજ તેાતિગ અજગરની જેમ આળસમાં પડયા પડયા ધાર્યા કરે છે. કદાચ એને એ સ્થિતિમાં લા મૂકવામાં પણ આવ્યા હેાય તે તેમ કરનાએને દોષ કાંઇ નાનેસના નથી. આજની અવદશામાંથી ઊગરવાને જાણે કાઇ રસ્તે જ કાઇને દેખાતા નથી! જૈન સમાજને કે એના આગેવાનને જાણે ખબર જ નથી કે કાળના ચક્રો એની ઉપર થઇને ફરી રહ્યાં છે, એને કચરી રહ્યાં છે. જાણે કે એ ક્લારીફાર્મના ઘેનમાં પડેલ ન હોય ! પોતાની અવદશાનું ભાન પણ ન રહે એથી વધુ પડતી બીજી કેવી હોઇ શકે? હવે જૈન સમાજે જાગવુ જોઇએ, પેાતાની જાતને સંભાળવી જોઇએ અને પેાતાના અન્યાય કરનારને શિક્ષા કરવા પણ તૈયાર થવુ જોએ.
છેલ્લા કેટલાય દસકાઓથી આપણે હદ વિનાની અધમ સ્થતિનો અનુભવ કરીએ છીએ. આપણી અંધશ્રધ્ધાએ આપણી વિવેકપ્રુધ્ધિ—જેના મહા પ્રમાણુરૂપ અનેકાંતવાદના સિધ્ધાન્ત ગતમાં જૈન સમાજને ગૈારવાન્વિત કરે છે. તેને–તે લુપ્ત કરી નાખી છે. આપણા આળસુ અને બાહ્યાચારી ધમપ્રિય સ્વભાવે આપને ‘હશે’ ‘હાય’વાળા કરી સાવ નિર્માલ્યની કાટિમાં મૂકયા છે. જાણે આપણામાં સ્વતંત્ર વિચાર-શકિત જ ન હેાય !
ભૂતકાળના ગારવગાન ગાને જીવવાના હવે વખત નથી રહ્યા. જે ભૂતકાળના આપણે ગૈારવ ગાઇએ: છીએ એવા મહાન વર્તમાન બનાવી, ભાવી જૈન સમાજ માટે એવા આદર્શ ભુતકાળ આપણે શા માટે ન મૂકતા જઈએ ? શા માટે એવી ઈચ્છા નથી ઉદ્ભવતી કે એક વખત ભૂતકાળમાં જૈન સમાજે જીવનના ભૂષાચૂંકાં, પાપીપતીત સૈા કાઇ ઊંચનીચને માર્ગદર્શન કરાવ્યું છે અને જગતના માનવાના ઉધ્ધાર અર્થે સા કાં! કર્યું છે એમ આજ પણ જગતના ત્રસ્ત જીવા... માનવેના ઉધ્ધારના આપણે નિમિત્ત બનીએ ?’ શા માટે આવી ઈચ્છા કાઇ આજના સમાન્સુકાનીને નથી ઉદ્ભવતી ?
જેનેાના દ્રવ્ય અને શક્તિના વળે રસ્તે વહી જતા પ્રવાહ ોઇ આજ તા કાઇપણ સહૃદયીને દુઃખ થાય. રે! એ શક્તિ માનવકાણુ માટે, ત્રાસિત પીડિતે માટે, ગુલામ પ્રખ્તની આઝાદી માટે શા માટે ન વપરાય?
આપણા માની લીધેલા સુમાગૅ એ કલ્પનાના જ સાજ સન્યા છે, વ્યવદારકુશળ કામે વ્યવારમાં રહેલી પેાતાની જ ભૂલ જોઇ નથી. અનેક પ્રત્યથી વસ્તુ બ્રેડી પેાતાના માની લીધેલ નેતાઓની પાછળ આપણે કલ્પનાબામમાં-પરીના દેશમાં-વિચરીએ છીએ. અને તેમની પાછળ દેોડી દોડીને આપણી સર્વકાંઇ શક્તિ—આપણું જીવન આપણે વેડફી રહ્યા છીએ, એ હદે આપણે પહેાંચી ગયા છીએ કે ઊંધમાં ચાલવાની જ આપણને ટેવ પડી ગઇ છે, જે ટેવ. નુકસાનકર્તી જ છે, પાડી નાખનાર છે ને કદાચ નાશ કરનાર પણ છે. સનાશની ખીણુ ઉપર ઊભી આપણે ફરી વિચારવુ' રહ્યું કે આપણે જાગીને ઊગરવું છે કે અંદર પડી નષ્ટ થઈ જવુ છે? ઊગરવું હશે તે જાગવું પડશે ને મહેનત પણ કરવી પડશે.
• કેટલાય સાઓ આપણા જીવનમાં પડયા છે, કેટલાય ક્ષેત્રે કામ કરવા માટે પડયા છે, કાર્યક્ષેત્ર પણ ઘણું વિશાળ છે, માત્ર કામ કરનારાઓની જરૂર છે. જો દરેક જૈન—શિક્ષિત જૈન યુવક એની પાછળ મંડી જાય તે થાડા જ વર્ષોમાં જૈન સમાજની સકલ–સૂરત બદલાઇ જાય. કાને પણુ ગ લેવા જેવા એ સમાજ બની રહે.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૨૬-૩૦ મુદ્રણરથાન: ધી સ્ટેટસ પિપલ પ્રેસ, ૧૩૮–૪૦, મેડેઝ સ્ટ્રીટ. મુંબઇ
(અનુસંધાન છઠ્ઠું પાને) ધનજી સ્ટ્રીટ, મુંબઇ,