SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦–૩૯ બાહુબલી. ..ત્રીજા પાનાથી ચાલુ નજરે ખીતા જ જોવું છેં. સારી સારી મૂર્તિઓમાં પણ કયાંક બગાડ રહે જ છે, અને દૂધસાકરમાં મીઠાને કાંકરા ભળી જ જાય છે. આ મૂર્તિના સહેજ આગળ આવેલા અધરાષ્ટ જોઈ મારા મનમાં ખીક પેસી ગઇ કે આવી આપણા ઉત્સાહભંગ થવાના છે કે શુ' ? એટલે વિશેષ ધ્યાનપૂર્વક જોવા લાગ્યા. આગળથી જોયુ, બાળુએથી જોયુ, ચિકિત્સાની જોયું અને ભક્તિની નજરે જોયુ. કાંઇ પણ નિષ્ણુય ઉપર આવ્યા વગર હ્યુ જ ન હતા. જ્યાં સુધી મૂર્તિના સાન્દ તરફ હું જોતા હતા ત્યાં સુધી હું કષ્ટ નિર્ણય કરી શક્યા નહિ. ચિત્તમાં અનિશ્ચિતતાની અસ્વસ્થતા જ ફેલાવા લાગી, પણ તરત જ હું ભાન ઉપર આવ્યેા. મે ઘેલા મનને કહ્યું, સૌના ત। અહી ઢગલો છે, પણ સૌન્દર્ય શોધવાનું આ સ્થાન નથી. મુખમંડલ પર જો રૂપ લાવણ્ય હાય અને ભાવ ન હોય તો આ પૂન્નસૂતિ થઈ જ ન શકે. કશી પ્રેરણા આપી જ ન શકે. આ મૂર્તિ અહીં દુનિયાદારીની દીક્ષા આપવા માટે ઊભી નથી થઈ. પૂ એ મૂર્તિ^! એ પોતે જ તને બધું કહી દેશે.’ પ્રબુદ્ધ જૈન નજર્ અલાઇ અને એ મૂર્તિના ભાવ તરફ ધ્યાન ગયું. પછી પૂછવું જ શું ? એક ક્ષણમાં વૈરાગ્ય ને કારણ્યના પ્રવાહ ઝરવા લાગ્યા, ના, ના, વૈરાગ્ય ને કાપના ધોધ પડવા લાગ્યા અંતે ચિત્ત એ ધોધમાં નાહીને ક્ષણે ક્ષણે એ ભવ્યતાની ઊંચાઇ સુધી ચઢવા લાગ્યું. એક આચાયે આવી જ ક્રાઇ ભવ્ય મૂર્તિનું વર્ણન કરતાં ગાયું છે કે-ય્રસ્તાવ′′ય ટાલ સ્ટિરિ પ્રાાયસ્યાશયમ || –જેના કારુણ્યપૂર્ણ કૃપાદૃષ્ટિના જલપ્રવાહથી હૃદયના ભાવા ધોવાઈને શુદ્ધ થાય છે.” આ વર્ણનની યથાથંતાનો અહીં અમને પૂરેપૂરો અનુભવ થઇ રહ્યો. મૂર્તિના માઢા ઉપર સ્હેજ વિષાદ છે. માણસની દુર્ગંળતા, એની પામરતા, નિઃસાર વન પ્રત્યેની એની ઘેલછા દીકાળ સુધી જોઇને માણસ જાતિ વિષેનુ પારાવાર દુ:ખ એ આખામાં અને એ હાઠામાં સમાએલુ છે. આટલુ હોવા છતાં નિરાશા અથવા ચીડ જરાએ દેખાતી નથી. દુનિયા તે આવી જ હોય, આવી છે એટલા માટે તો એના ઉદ્ધારના સવાલ ઊભો થાય છે. માણસની પાપપ્રવણુતા વધારે જોરાવર છે કે મહાપુરુસોની, ખોધિ–તવાની, તીર્થંકરાની અને અવતારોની ક્ષમાવૃત્તિ અને કારણ્યવૃત્તિ વધારે છે એ સવાલના જવાબ માણુસને હમેશ એક જ રીતે મળ્યા છે અને એ જ જવાબ આ મૂર્તિની મુખમુદ્રા પરથી આપણને મળે છે. નીચે ઊતરતાં કાન શરીરરચનાનું પ્રમાણુ સાચવતા નથી, પણ મૂર્તિની પ્રતિા વધારે છે. એટલું જ નહિ, પણ સૌંદર્ય-સિદ્ધિનું પ્રમાણુ આપણને શીખવે છે. મને તે આ મૂર્તિની આંખા, એના હોઠ, એની હનુ, આંખ ઉપરની ભમ્મર, એના હોઠ ઉપરનુ કારુણ્ય-બધું જ અસાધારણ સુંદર દેખાય છે. આકાશના તારાઓ જેમ લાખા વર્ષ સુધી ચળકતા છતાં તાજાના તાજા જ રહે છે, ઉષા જેમ વેદકાળથી આજસુધી પેાતાનું લાવણ્ય અને પોતાની તાજગી અખંડ સાચવતી આવી છે, તેવી જ રીતે આ મૂર્તિ પણ લગભગ એક હજાર વર્ષથી અહીં ઊભી રહ્યા છતાં એટલી તે એટલી જ તાજી, એટલી ને એટલી જ દ્યુતિમાન અને સુભગ છે. તડકા, હવા અને પાણીની અસરથી પાછળની બાજુએ ઝીણાં ઝીણાં પાપડા ખરી પડયા છે ખરા; પણ એટલાથી એ મૂર્તિનું લાવણ્ય ખંડિત થયું નથી. કહેવાય છે કે અમેરિક:ના કાઇ કુંડના ટ્રસ્ટીએ આ મૂર્તિના પથ્થર વધારે છઠ્ઠું ન થઈ જાય એટલા માટે એના ઉપર એક જાતની દવાનું પૂર ચઢાવવા મથતા હતા. પણ જૈન લોકોએ તેમ કરવા દેવાની ના પાડી. h હજાર વર્ષ સુધી જે મ િ એમ ને એમ ટકી છે તે ભગવાનની કૃપા હશે તે બીજા હજાર વર્ષ સુધી એમ ને એમ રહેશે, અને ન રહી તે ચે જેવી સ્થિતિમાં હશે તેવી જ એની પૂજા કરીશું એમ એમનુ કહેવુ છે. સામી બાજુએ રક્ષણવાદી લોકે કહે છે કે, આ મૂર્તિ ઉપર માલે હાલે જૈન લાંકાની હોય પણ એ આખા જગતનું અલૌકિક ધન છે, શિલ્પકળાનુ અજોડ રત્ન છે, અશેષ માણસજાતિના એ અમૂલ્ય વારસો છે. હજાર વર્ષોં સુધી એ ટકયા એ ખ્વરની કૃપા, પણ કુદરતની અસરથી એને ચાવી હાર નહિ પણ હજારો અને લાખેા વર્ષો સુધી એને ટકાવવા જોઇએ અને ભવિષ્યકાળના અગણ્ય કાઢિ માનવીને એ પ્રેરણા આપી શકે એ હાલતમાં એને રાખવા જોઇએ એ આપણા ધર્મ છે. વાર્નિશ ચઢાવી એ મૂર્તિને બગાડી નાખવાનું નિંદ્ય કર્માં અમે ન કરીએ. મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય, એની અસરમાં જરા સરખી ઉણપ ન આવે, એમાં જરાપણ પરિવર્તન ન થાય, એટલું સાચવીને જ અમે એની આવરદા વધારવા માગીએ છીએ. વિજ્ઞાનની શોધખોળ જ્યાંસુધી આપણને લઈ જઈ શકે ત્યાં સુધી જઈ, આવી અલૌકિક કૃતિનું રક્ષણુ કરવુ Àએ. બુદ્ધિદાતા જગત્પ્રભુએ નહિ તે આપણને વિજ્ઞાન શા માટે આપ્યું? એકવાર તે વિજ્ઞાનને સદ્દઉપયોગ થવા દ્યો! આ બન્ને બાજુએ કહેવા જેવું ઘણું છે, બન્ને બાજુની દલીલો વેળાતાં ઘેાળાતાં નજર ફરી ગામટેશ્વર તરફ ગ, અને ત્યાં જે તે મૂર્તિ મૂર્તિરૂપે રહી જ નહિ. ગામટેશ્વર તે જ, મુક વાણીમાં મેલવા લાગ્યા, ધ્રુવા પામર માનવી છે ! મે વૈરાગ્યનુ તપ આધ્યું" અને તમે મારી આ મૂર્તિને કૃપાની નજરે નિહાળે છે અને એના લાવણ્ય પર વારી જાએ છે. આખી દુનિયાનું ચક્રવર્તિ પણ એક ક્ષણમાં મે છોડી દીધુ અને તમે આ પથરાની અદાલતને વારસે ભવિષ્યની પેઢીએ માટે સુરક્ષિત કરવા મથેા છે? તમે જડવાદી આધુનિક પથરાના રૂપલાવણ્યની ઉપાસના કરે છે અને પેલા સનાતની જેને મારી જીવનકથા ઉપર વારી જાય છે અને મારે નામે રચાએલાં શાસ્ત્રવચનોના શબ્દાર્થને વળગી રહે છે. મારા જીવનનો બોધ એમને બહુ ઊંચે લાગે છે એટલે પૂજાની લાલચ આપી મને પોતાને જ પોતાની જેટલા નીચે આવા મથે છે. બન્ને સરખા જ છે. રાખો ારે તમારી એ ચર્યાં. વૈરાગ્યને સંદેશો આપતા, પ્રથમના સંદેશ બોધ, નવસો એકવીશ વ સુધી અહીં ઊભા ઊભા હું તપશ્ચર્યા કરું છું એની તમારા ઉપર કશી જ અસર થતી નથી અને દહાડે દહાડે તમે તમારા કલ્યાણુથી દૂર દૂર જા છે એ કારણે મારા મુખ ઉપર વિષદના ભાવ વધતા જાય છે એ તમે નથી દેખતા ? ટાઢ, તા, હવા અને વરસાદથી મારું રક્ષણ કરવા માગે છે, પણ તમારી મૂર્છાની અને ઘેલછાની વધતી માત્રા જોઈ મારી મુખકાન્તિ ઉપર જે દુઃખ, ગ્લાનિ અને વિષાદ વધુ ને વધુ ફેલાવા લાગ્યા છે, એમાંથી મારું રક્ષણ કરવા માટે તમે શું કરવા તૈયાર છે? એની ચર્ચા કરી, એની ચિંતા કરી, એનું મનન કરો. પથરાના ાક દિવસે ચૂરા શ્વાના જ છે, જે મૂર્તિ છે, એ કાક વખતે અભૂતિ થવાની જ છે, પણ તમને જે અત્યાર સુધી તક મળી એને તમોએ શેા ઉપયોગ કર્યો? આ પથરાની મૂર્તિને સાચવવી હોય તે। ભલે સાચવા; એને ઘડનાર પ્રાચીન કલાકારા પ્રત્યેનો તમારા એ ધમ છે, પણ તમારા મુખ્ય ધર્મ તે જે એધ મને મળ્યા અને જેને લીધે મારું જીવન સફ્ળ થયું એ બેધની પરપરા તમે અધિત રાખા અને હજારા અને લાખા વરસ સુધી જો તમારી માનવી જીવનની પરંપરા ચાલે તે તે બધાને અરોષ સત્ત્વાને—કલ્યાણુને ખાધ અને કલ્યાણની સાધના પ્રાપ્ત થાય એવી પરંપરા ચલાવા. એમ થતાં જરૂર દરેકનુ જીવન કળામય, લાવણ્યમય અને આશીર્વાદરૂપ થઇ જશે. કાકા કાલેલકર
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy