SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫–૧૦–૩૯ પ્રબુદ્ધ જૈન જ્ઞાતિમાંથી રાજીનામું આદર્શ ન હોય તે માણસ તરીકે તેની કિંમત વધતી નથી. સારા લેખ તરીકે કેટલાક પંકાયેલા હોય પણ તેમના અંગત પરિચયે તમને તેઓ પ્રત્યે ઘણા આવે એમ ઘણીવાર બને. આનું ખરું કારણ એ હોય છે કે તેઓ લખી જાણે છે પણ તેમનામાં આદર્શ નથી હોતે. શબ્દકોષ કે બીજી પ્રવૃત્તિને પોતાના ધ્યેય તરીકે લઈને ઘણા પ્રવૃત્તિઓ કરે છે, પણ તેમાં આદર્શ ન હોય તે તેના જીવનમાં આપણને ક્ષતિઓ નજરે પડશે. વસ્તુની પકડ આપણે જેમ જેમ આદર્શ પ્રમાણે જીવતા જઈએ તેમજ હાથમાં આવે છે. આદર્શમાં જેટલી શ્રધ્ધા હોય તેટલો જ જીવનમાં વેગ આવે છે. બે માણસો મહાવીર વિષે વાત કરે છે, પણ બન્નેમાં સરખું બળ જોવામાં કે અનુભવવામાં આવતું નથી. તેનું કારણ એકમાં શ્રધ્ધા છે અને બીજામાં નથી એ જ છે. શ્રધ્ધા એ જ સાચું બળ છે. આદર્શમાં બે વસ્તુ આડે આવે છે. એક અભિમાન અને બીજો સ્વાર્થ. આ બાબતની જેમ જેમ આપણે આદર્શને માર્ગે–તેના આચરણને માર્ગે ચાલતા જઈએ છીએ તેમ તેમ આપણને સૂઝ પડે છે. ઘણા માણસે આગળ ધ્યેયની કે આદર્શની વાત કરીએ ત્યારે તેમની નજર આગળ નૃત્ય, સંગીત, સાહિત્ય, લેખન કે રાજકારણ ખડું થાય છે. આનું કારણું અત્યારનું વાતાવરણ છે. પણ ધ્યેય અને આદર્શ એક રીતે સર્વગમ્ય છે. સર્વના હાથમાં છે. જીવનના અને જનસમાજના ઉધ્ધારને સાચામાં સાચો નિયમ તે પોતે જ કામ કરતો હોય તે સારામાં સારી રીતે કરવાને હંમેશાં આગ્રહ રાખે એ છે. ઘણા માણસે ફરિયાદ કરે છે કે અમને બધા છેતરે છે. દાણાવાળા કહે છે કે કાપડવાળા છેતરે છે. કાપડવાળે કહે કે વકીલ અમને છેતરે છે. આમ સને સૈ કોઈ છેતરતું જ હોય તેમ લાગે છે. આને ઉપાય એ છે કે દરેક માણસ પાસે પિતાનું જે કાર્ય કે ધંધે હોય તે તેણે સારામાં સારી રીતે અને સાચામાં સાચી રીતે કરે જોઈએ અને તે ન્યાયે બીજાને છેતરતા હોઈએ તે બંધ કરવું જોઈએ. આમ કરવાથી જ જંગત કઈ વખત જીવવા જેવું બનશે. અમસ્તી મોટામાં મોટી આદર્શોની વાત કરવી અને પિતાને ચાલુ ધંધે પ્રામાણિકપણે ન કરે અને પૂરા પૈસા લઈને અધૂરી કે ખોડખાપણવાળી ચીજ આપવી એ આપણે ત્યાં વધુ જોવામાં આવે છે. આદર્શ જીવનની શરૂઆત આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી જ થવી જોઈએ. જે ધંધે કરતા હોઈએ ત્યાંથી થવી જોઈએ. આદર્શ ભાઈ હવામાંથી કે ઉપરથી નથી આવવાને. ઘણા માણસો નોકરચાકર કે તાબાને માણસ હોય તેને પૂરો કસ કાઢે છે ઉપયોગ કરે છે–તે જ પ્રમાણે જીવન જેવી મહત્ત્વની વસ્તુ આપણા હાથમાં આવી છે. તેને સારામાં સારે ઉપયોગ ન કરીએ એમાં આપણી કેવળ જડતા છે. જડ અને ચૈતન્યને આ જ ફરક છે. જડને કશું કરવાનું નથી, કશું થવાનું નથી, પણ ચૈતન્યને કાંઈક થવાનું છે, કાંઈ બનવાનું છે. આદર્શ વગરને માણસ એ ચૈતન્યહીન પ્રાણી છે. કહેવાને સારાંશ એટલે જ કે ચાલુ જીવનની ઘરેડ તેડવા માટે માણસે કોઈ ને કોઈ પ્રકારની હોબી કેળવવી જોઈએ. જીવનમાં રસ અને વિવિધતા પોષાય તે માટે કોઈ ને કોઈ ધ્યેયપૂર્વક જુદી જુદી પ્રવૃત્તિઓની યોજના થવી જોઈએ, અને જીવન વ્યવસ્થિત અને ઉન્નતગામી બને તે માટે કોઈપણ ચોક્કસ આદર્શને સ્વીકારીને તે મુજબ ચાલવા-જીવન જીવવા-દરેક માણસે આગ્રહી બનવું જોઈએ.' રામનારાયણ વિશ્વનાથ પાઠક : છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાન ઉપસ્થી શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના આગેવાન સભ્ય શ્રી. અમીચંદ ખેમચંદ શાહ, જેમણે પહેલાં કેટલાંક વર્ષ સુધી સંધના મંત્રી તરીકે સંઘની સેવા બજાવેલી છે, તેમણે પોતાની પાટણ વીશા ઓસવાળ જ્ઞાતિમાંથી રાજીનામું આપ્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંધ જ્ઞાતિ સંસ્થાને પરમ વિરોધી છે, સં ધસભ્ય કોઈ પણ જ્ઞાતિના અધિકાર પદ ઉપર રહી શકતા નથી, જ્ઞાતિબંધન તેડવાના કાર્યને સંધ સદા ઉત્તેજન આપતે આવે છે. આ દૃષ્ટિએ ભાઈશ્રી અમીચંદનું પગલું ખરેખર અનુદન અને અશ્વિનન્દનને યોગ્ય છે. બીજા સભ્યને દિશા ચક બને અને અનુકરણની પ્રેરણા આપે એ આશયથી તેમણે પોતાની જ્ઞાતિના શેઠ ઉપર જે રાજીનામાને પત્ર લખ્યો છે તે આ નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ ] આજસુધી મને આપની જ્ઞાતિના એક સભ્ય તરીકે ગણવામાં આવ્યો છે. જ્ઞાતિબંધારણ અને તેના કન્યા લેવડદેવડના ટૂંક વર્તુળ અંગે મારા કેટલાક વિચારો અને અંગત સંયોગો ધ્યાનમાં લેતાં મને લાગે છે, કે મારે આપની જ્ઞાતિમાંથી પહેલી તકે છુટા થવું જોઈએ. આ મારા વિચારો અને અંગત સોગ નીચે મુજબ છે. , આગળના વખતમાં જ્ઞાતિસંસ્થાની ગમે તેટલી ઉપગિતા હશે, પણ આજના આગળ વધેલા જમાનામાં દેશભરમાં સર્વત્ર લગભગ એક પ્રકારની કેળવણીના પ્રચારશી, પ્રાન્ત પ્રાન્ત વચ્ચેના અને માણસ માણસ વચ્ચેના અંતરે તૂટતાં જાય છે અને તેમાં પણ એક જ સમાજમાંથી ઉદ્ભવેલી વિવિધ જ્ઞાતિઓને એકએકથી જુદી પાડે તેવી જે કાંઈ વિશેષતાઓ હશે તે લય પામતી જાય છે. પ્રાન્તભેદ, ભૌગોલિકભેદ કે ધર્મભેદ હું સમજી શકું છું. પણ કન્યા લેવડદેવડની કૃત્રિમ મર્યાદા સિવાય જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેનો ભેદ જાળવવો જરૂરી લેખાય તેવું જ્ઞાતિના બંધારણમાં કોઈ પણ મૈલિક તત્વ રહ્યું હોય એવું મને કશું દેખાતું નથી. આ કારણે આજની લગ્નસંબંધક જ્ઞાતિવ્યવસ્થા નિરૂપયોગી ભાસે છે. આજની જ્ઞાતિસંસ્થા માત્ર નિરૂપયોગી છે એટલું જ નહિ પણ સમાજ પ્રગતિની દષ્ટિએ મને ભારે નુકસાનકર્તા લાગે છે. કન્યા માટે પસંદગીનું ક્ષેત્ર બહુ મર્યાદિત હોવાથી કન્યાને જ્ઞાતિના કોઈ પણ મુરતીઆ સાથે જેમ બને તેમ જલદી વિવાહ સંબંધથી જોડી દેવાની માબાપને ખૂબ ચિન્તા રહે છે. પરિણામે કન્યાને મેટી ઉમર સુધી અવિવાહિત રાખી ઉચ્ચ શિક્ષણ આપવાનું ઘણાખરા માબાપ માટે અશકય બની જાય છે. બીજું, ઉચ્ચ શિક્ષણ પામતી કન્યાઓ, અને કુમારોને પરસ્પરની સ્વાભાવિક પસંદગી કરવામાં જ્ઞાતિની સંસ્થા ભારે આડખીલીરૂપ બને છે. ત્રીજું, જ્ઞાતિઓના અસ્તિત્વને લીધે એક જ પિતાના પુત્રમાં (જૈનમાં) જ્ઞાતિવિષયક કેવળ મિથ્યાભિમાન પોષાય છે, આ બધી રીતે વિચારતો આજના સમયમાં રાતિની સંસ્થા પ્રગતિની મને ભારેમાં ભારે બાધક લાગે છે. આજની પરિસ્થિતિમાં, જે માબાપ પોતાના દીકરાદીકરીને મોટી ઉંમર સુધી અવિવાહિત રાખી ઊંચી જાતનું શિક્ષણ આપે છે. તેમની સ્થિતિ જ્ઞાતિના એક અંગ તરીકે ભારે કફોડી બને છે. આવા દીકરાદીકરીને યોગ્ય કન્યા કે વર પિતાની જ્ઞાતિમાં ભાગ્યે જ મળે છે. અને જે કોઈ મળે છે તો તેને ઘણી વખત આવાં દીકરાદીકરી પસંદ કરતા નથી અને માબાપ મોટી ઉંમરના દીકરા કે દીકરીની સંમતિ
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy