SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ सच्चरस आणाए उच्चडिओ मेहात्री मारं तरई । . સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् ઓકટોબર, ૧૫ પ્રબુદ્ધ જૈન ૧૯૩૯ વનમાં આદર્શને સ્થાન અમુક વસ્તુ અમુક ક્રમમાં મૂકીએ તે વધુ સમજાય છે. જેમકે બાળક, કિશાર અને જુવાનઃ અથવા તા માહિતી, જ્ઞાન અને ડહાપણઃ એમ ગાવીને વાત કરીએ તે સમજાય છે કે બાળક અને જુવાન એ એ કોટિ અને તે વચ્ચેને! તે કિશાર. તેવી જ રીતે પહેલાં હકીકતાની માહિતી, પછી જ્ઞાન અને છેલ્લે અનુભવના સારરૂપે આવે છે તે ડહાપણ. હું પણુ આજે જે કહેવા ઈચ્છું છું તે આવા ક્રમમાં જ કહીશ. પહેલાં અગ્રેજીમાં જેને ડૅાખી એટલે શાખ અથવા ધૂન કહે છે એના આપણે વિચાર કરીએ. ઘણા માણસોને જુદી જુદી જાતની હાળી હોય છે. કેટલાકને ટપાલની ટિકિટા એકઠી કરવાની હૅાખી હોય છે. કેટલાકને પ્રાણીઓના અભ્યાસ કરવાની હાખી હોય છે અને બીજાને શ્રીજી જુદી જુદી જાતની હૅા હોય છે; પણ આપણે ત્યાં ઘણા વેપારીઓ એવા હોય છે કે તેમને વેપાર સિવાય રાતદિવસ ખીજું કશું સૂઝતું નથી. રજાને ઉપયોગ કેમ કરવા એ પણ તેઓ જાણતા નથી અને એ દિવસે ચોપડાનાં પાનાં ફેરવે ત્યારે જ તેમને નિરાંત વળે છે. આવા માણસાના જીવનમાં જો ખી હેાય તે તેમના જીવનને વિકાસ વધે. આપણે ત્યાં હાખીને શાખ હજી એટલા કેટલાયા નથી. જો હાખીએ હાય તેા જીવનની ધરેડ ભાંગે અને માણસના જીવનમાં રસિકતા ચાલુ રહે. હાશ્મી, અલબત્ત, સારી તે હોવી જ જોઇએ, તેમ ક્રિયાત્મક પણ હાવી જોઇએ. ખીજા સ’ગીત ગાયન કે નૃત્ય કરે અને તમે તેને વખાણ્યા કરા એ હાખી ન કહેવાય., આવી નિષ્ક્રિયતામાંથી મળતે આનંદ એ ઘણા નવા આનંદ છે. તમે સિનેમા રાજ જુએ અથવા તે ખીજા ક્રિકેટ રમતા હોય અને તમે જુ અથવા તો બેઠા બેઠા રેડિયા સાંભળ્યા કરે એમાં હૅાખી જેવુ કશુ નથી, તમે જાતે કાંઇક કરે; પોતે ગા, વાંચા, નાચે અને કૂદો તે હાશ્મી કહેવાય. પણ માત્ર નિશ્ર્યિ પ્રેક્ષકની જેમ ખીજા કરે તેમાં રસ ત્યા એ ખરી રીતે હાશ્મી ન કહેવાય. આ ભેદ રમત અને ગમત જેવા છે. ગમત એટલે કેવળ નિષ્ક્રિય રહીને આનંદ લેવા તે. રમત એટલે પોતે સક્રિય બનીને આનંદ શોધવા તે. આ ઢાળી એટલે ધૂન. આગળ આપણે જેને વિચાર કરવાના છે તેની અપેક્ષાએ તે અતિ સાધારણ વસ્તુ છેઃ જીવનમાં તેને સ્થાન છે, પણ બહુ મહત્ત્વનું નથી. હૅાખી કરતાં ધ્યેય એ ઘણી ઊંચી વસ્તુ છે. ધ્યેય અનેક પ્રકારના હાઇ શકે છે. સામાન્ય પ્રકારના ધ્યેયેા હોય છે, તેમ ઉચ્ચ પ્રકારના ધ્યેયો પણ હોય છે. તા. ૧૫ ૧૦–૩૯ જેમ દુનિયાની અંદર આપણે વસ્તુએની શોધ કરવી પડે છે, તેમ પેાતાની શક્તિની પણ માણસે શેાધ કરવી પડે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ આપણે આપણી શક્તિ અનુસારનું ધ્યેય શેધવુ પડે છે. આ માટે પ્રયત્ન કરવા પડે છે. ધ્યેય કદાચ બદલાવવું પડે તેમાં કાંઇ હરકત જેવું નથી. છતાં માણસે પેાતાના જીવનમાં અમુક ધ્યેય તે નક્કી કરવું જ પડે છે. ધ્યેય બહારના માણસનું મન અવ્યવસ્થિત ધર જેવું છે. ધણા માણસાની શક્તિ ધ્યેય વગર વેડફાઇ જાય છે, તે ઉપર કાટ ચઢે છે. માટે માણસે ધ્યેય ઉચ્ચ પ્રકારનુ નક્કી કરી તેની પાછળ સતત લાગ્યા રહેવાના આગ્રહ ધરવા જોઇએ. આપણે ત્યાં ધ્યેયવાળા માણસો બહુ ઓછા હોય છે. તેમાં કે ઉત્તમ પ્રકારના ધ્યેયવાળા માણસા ઘણા ઓછા હેાય છે. કરોડ રૂપિયા પેદા કરવા એ પણ એક ધ્યેય તેા છે જ; પણ તે ઉત્તમ પ્રકારનુ ધ્યેય નહિ કહેવાય. સંગીતપ્રવીણું બનવું, ચિત્રકાર થવુ, પ્રાચીન શેાધખાળ કરવી, શરીરના સુંદર વિકાસ કરવા, અથવા તો એક સારા શબ્દકોષ તૈયાર કરવા-આવા અનેક પ્રકારના ધ્યેય હોઇ શકે છે, અને તે ધ્યેય ચઢિયાતા છે; પણ આનાથી ખીન્ન મહાન ધ્યેયા પણ સહજ પી શકાય તેમ છે. આપણા દેશમાં અનેક નાનામોટા પ્રશ્નો છે તેને કાઇએ વિચાર નથી કર્યાં. દાખલા તરીકે આપણા દેશ માટે કઇ જાતના પેશાક હાવા જોઇએ. ખાનપાનમાં કઇ વસ્તુ પેખક અને ગ્રહણ કરવા ચેાગ્ય છે અને કઈ વસ્તુ હાનિકારક અને તજવા યોગ્ય છે તેને કાઈ વિચાર નથી કરતા, આપણે સૌ સાધારણ રીતે ફેશનમાં આંધળી નકલ કરીએ છીએ. આ બધી વસ્તુઓની તપાસ અને શોધ કરવી જોઇએ. આપણાં જાજરૂ કેવાં હોવાં જોઇએ તે શોધી આપે તે પણ દેશની એક જીમતી સેવા કરે છે. મારા ઘરમાં મારે જાજરુ કરાવવું જ હતું, પણ મને કાઇ સલાહ આપી શક્યું નહિ, મહાત્માજીને ગૌઊછેર સબંધી સાહિત્ય જોઈતુ હતુ તે અંગ્રેજી સાહિત્યમાંથી જ મળી શક્યું. નહિ તે આપણા દેશ તે ઘણા ખેતીપ્રધાન અને ગૌસન્માનવાળા દેશ ગણાય છે. બારડેલી તપાસ વખતે મિ. મેક્સવેલ અને શ્રુફિલ્ડ નામના બે સાહેબે આવ્યા હતા. પુરસદ વખતે મિ, મેક્સવેલ ડાંગના જંગલમાં જતા અને માખીઓને અભ્યાસ કરતા, અને માખીઓના જુદા જુદા વર્ગ' વિષે તે ઘણુ કહી શકતા. આમ પરદેશીએ આપણા દેશની માખીઓ વિષે આટલું જાણી શકે ત્યારે આપણે કેવળ અજ્ઞાન હોઇએ છીએ એ કેવું આશ્રય ! આપણા દેશમાં જુવાન વર્ગ માટે ઘણું જાણવાનુ અને કરવાનુ છે. આપણા દેશમા પંડિત જયકૃષ્ણ ઇન્દ્રજી જેવા વિક્શન વનસ્પતિશાસ્ત્રી ખીજા હજુ નથી થયા. તેમણે જે શોધે કરી છે તે કરવાનું બીજા કોઈને હજુ સૂઝતું નથી. આપણે જડની માફક જીવીએ છીએ. કાઇ જાતની હૉખી કે ધ્યેય વગર ખીજા કરે તે પ્રત્યે માન્ડ્રુ વકાસીને ઊભા રહીએ છીએ. પ્રથમ આપણે હાખીના વિચાર કર્યાં; પછી ધ્યેયની ચર્ચા કરી પણ જીવન માટે એ બે વસ્તુએ બસ નથી. ધ્યેયથી પણ ઊંચી કોટિ આદર્શની છે. હાખીમાં એક વસ્તુ લઇને તેના ઉપર કામ કરવાનું હેાય છે. આદમાં તેથી ચડિયાતી શક્તિની જરૂર છે. તેમાં આપણે કાંઈક થવુ પડે છે, કરવું જ પડે છે. લક્ષ્મીની પૂજા કરવાથી જેમ ધરમાં પૈસે આવતા નથી, તેમ આદર્શની માત્ર પૂજા કરીએ તેથી આદર્શ સિદ્ધ થતે નથી. આદર્શ માટે પ્રયત્ન અને પુરુષાર્થ કરવા જોઇએ. આપણે ત્યાં આસ્તિક અને નાસ્તિક વિષે પણ ભ્રૂણા ઝઘડા અને વિવાદેો ઊભા થયા છે, પણ મારે મન તા જે માણસ પાતે છે તે કરતાં વધારે ઉન્નત સ્થિતિ સ’ભવે છે એમ માને છે, અને તેને માટે પ્રયત્ન કરવા જોઈએ એમ પણ જે સ્વીકારે છે, તે આસ્તિક છે. પછી તે ઇશ્વરને માનત હોય કે ન હોય પણ બીજો માણસ જે ઇશ્વરના માનતા હાય અને મદિરમાં નિયમિત પૂજા કરતા હોય, પશુ તેને કાંઈ કરવાનું સૂઝતું ન હોય તે મારે મન તે નાસ્તિક છે. તેના જ્વનમાં શ્રધ્ધા નથી : ઉન્નત જીવનના આસ્તિત્વની અને તેને પેાતાના જીવનમાં ઉતારવાની તેનામાં આસ્થા નથી. ઘણા માણુસના જીવનમાં ધ્યેય હોય છે, પણ આદર્શ ન હાય તે તે ઊંચા પ્રકારને માણસ થઇ શકતા નથી. માત્ર લખી જાણે અથવા તેનામાં ખીચ્છ કાંઇ શકિત હોય પણ જો
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy