________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૧૦-૩૯
સૂગ
વસ્તુ સધરીએ છીએ. પણ આપણને એની નથી હોતી અને નથી હોતી શરમ. પણ નગ્નતા જોઇને માત્ર ગભરાએ છીએ અને માનીએ છીએ કે નગ્નતામાં અશ્લીલતા છે. એમાં સદાચારના દ્રોહ છે. એમાં બધું શરમાવવા જેવું છે. પોતાની નગ્નતા ઉઘાડી પડતી ટાળવા માટે લાકાએ આત્મહત્યા પણ કરી છે. પણ શુ નગ્નતા ખરેખર અભદ્ર છે? ખરેખર વિશ્રી છે? એમ હોત તે કુદરતને એની લજ્જા થાત. ફૂલો નગ્ન રહે છે, પશુપક્ષીઓ નગ્ન જ રહે છે, કુદરત સાથેની એકતા જેમણે ખાઇ નથી એવાં બળકા પણ નાગાં જ ફરે છે. એમને એની શરમ જણાતી નથી અને એમની નિર્વ્યાજતાને કારણે આપણને પણ એમાં શરમ જેવું કશું લાગતું નથી. શરમની વાત જવા એ. એમાં કશું અશ્લીલ, બિલટ્સ, ન્રુગુપ્સિત, વિશ્રી, અળખામણુ આપણને લાગ્યું છે એવે કાણુ માણુસના અનુભવ નથી. તેનું કારણ શું ? કારણ એટલું જ કે નગ્નતા પ્રાકૃતિક સ્થિતિ હોઇ સ્વભાવ–સુંદર છે. માણસે વિકૃત ધ્યાન કરી કરીને પેાતાના મનના વિકારા એટલા બધા વધાર્યા છે અને એમને અવળે રસ્તે દોર્યાં છે કે સ્વભાવસુદર નગ્નતા એનાથી સહન નથી થતી. વાંક નગ્નતાનેા નથી પણ આપણા કૃત્રિમ જીવનના છે, માંદા માણુસ આગળ પરિપકવ ફળા, પૌષ્ટિક મેવેા અને સાત્વિક આહાર પણ છૂટથી રખાતાં નથી એ વાંક એ ખાદ્ય પદાર્થના નથી, પણ માણસના મવાડના છે. નગ્નતા આપણે ઢાંકીએ છીએ તે નગ્નતાને વાંકે નહિ પણ માણુસના માનસિક રાગને કારણે. નગ્નતા ઢાંકવામાં નગ્નતાની શરમ નથી પણ એના મૂળમાં વિકારી માણસ પ્રત્યે દયાભાવ છે, રક્ષવૃત્તિ છે,
તેમ કરવામાં જ્યાં આવી આવૃત્તિ નથી હોતી ત્યાં નર્યા દંભ હાય છે.
પણ જેમ બાળક આગળ નરાધમ પણ સામ્ય અને નિર્મળ અને છે તેમ પુણ્યપુરુષો આગળ, વીતરાગ વિભુતિઓ આગળ પણ એ શમાન્વિત થઇ જાય છે.. જ્યાં ભવ્યતા છે, દિવ્યતા છૅ, ત્યાં પણ માણસ ખાઈને વિશુદ્ થાય છે. મૂર્તિકારો ધારત તે માધવીલતાની એક શાખા સાથી ઉપર થઈને કેડ સુધી લઈ જાત અને એ રીતે નગ્નતા ઢાંકવી અશકય ન હતી, પણ પછી તે એમને પોતાની આખી ફિલસૂીને ઇન્કાર કર્યાં જેવું થાત. બાળકો તમારી આગળ આવીને નાગા ઊભા રહે છે ત્યારે કાત્યાયની વ્રત કરતી મૂર્તિઓની પેઠે તેઓ પોતાના હાથવતી પોતાની નગ્નતા ઢાંકતા નથી. એમની નિર્લજ્જતા એમ.ની નગ્નતાને પવિત્ર કરે છે. ખીજું ઢાંકણું એમને શા કામનું?
જ્યારે કાળ પાસે ગામટેશ્વરની સ્મૃતિ જોવા હું ગયે હતા ત્યારે અમે સ્ત્રી પુરુષ બાળક અને વૃદ્ધ અનેક હતાં. અમને કોઇને એ મૂર્તિનું દર્શન કરતાં અસ્વસ્થ
જેવું ન
લાગ્યું. અજુગતું લાગવાને સવાલ જ ન હતેા. મેં અનેક નગ્ન મૂર્તિ જોઇ છે અને મન વિકારી થવાને ખલે ઊલટુ એ દર્શનને કારણે જ તે નિર્વિકારી થયાનો અનુભવ કર્યાં છે, અને મે એવી પણ મૂર્તિ અને છબીઓ જોઇ છે કે જે વસ્ત્રાભૂષણથી ઢંકાએલી છતાં કેવળ વિકારપ્રેરક અને ઉન્માદક જેવી લાગી છે. કેવળ એક ઉપચારની લગેટી પહેરનાર નાગા સાધુએ આપણને વૈરાગ્યનું વાતાવરણ પુરું પાડે છે, જ્યારે માથાથી પગ સુધી ઢંકાએલી વ્યક્તિઓ આંખના એક પલકારાથી અથવા નખરાના જરાક સરખા ઇસારાથી માસને અસ્વસ્થ કરી મૂકે છે, અને નીચે પાડે છે.
આપણી નગ્નતા પ્રત્યેની નજર અને આપણું વિકારે પ્રત્યેનું વલણ બન્ને બદલાવાં જોઇએ. આપણે વિકારને પાવા માગીએ છીએ અને વિવેકને સાચવવા માગીએ છીએ.
બાહુબલી બાહુબલી છે છતાં તેનું શરીર મલ્લ જેવુ સાયેલુ અહીં બતાવ્યુ' નથી. એ હાંશ તેા યવન મૂર્તિકારાની હતી. આપણા મૂર્તિકારા જડારા ચૈતન્ય પ્રગટ કરવા માગતા હતા. માણસની પાશવી શક્તિ વ્યક્ત કરવાને અદ્દલે, પાશવી વૃત્તિ ઉપર વિજય મેળવનાર વૈરાગ્ય અને પ્રશમની પ્રસન્નતા વ્યક્ત કરવા એ મથતા હતા. બાહુબલીની કેડમાં દૃઢતા છે, એમની છાતી વિશાળ છે, એના ખભા પહેાળા છે, આખી દુનિયાને ભાર વહન કરવા એને માટે રમત વાત છે. એ કમ્પ્યુગ્રીવ હોત, ગૂઢજત્રુ હોત તો આખી મૂર્તિ વધારે શાલત એ ખરું, પણ આ ક્રૂ અને જાડું ગળું અનાયાસે કાલરની શોભા આપે છે અને એ ગળા ઉપરના વિરાજમાન માથાનું કૌમાય વધારે સારી રીતે વ્યક્ત કરે છે.
આખું શરીર ભરાવદાર, યૌવનપૂર્ણ, નાજુક અને કાન્તિમાન છે. આવડી મેૉટી મૂર્તિમાં પ્રમાણુ સાચવવાવું ભાગ્યે જ અને છે. એક જ પંથરામાંથી કાતરેલી આટલી ભવ્ય મૂર્તિ દુનિયામાં બીજી કાઇ નથી. મિસર દેશમાં મોટી મોટી મૂર્તિ છે પણ તે એવી તે અક્કડ બેઠી છે કે રાજવનાં બધાં લક્ષણો
અને ચિહ્નો એમના ઉપર હેવા છતાં, પકડી આણુને બેસાડી અને ન છૂટકે બેસવા તૈયાર થઇ હાય એવી જ તે દેખાય છે. અહીં એવું નથી. આવડી મેટી સ્મૃતિ એટલી તેા સુવાળી છે કે ભક્તિ સાથે કંઇક વહાલની પણ એ અધિકારી બની છે.
ઘણીવાર સ્મૃતિ કારા આખી
મૂર્તિ મજાની બનાવી દે છે, પણ જેની મારફતે વ્યકિતત્વ ઉઠાવદાર કરી શકાય છે, તે ચહેરા બનાવવામાં જ હારી જાય છે. એટલે હું તે કોઈ મૂર્તિ જોતી વખતે એની મુખમુદ્રા તરફ નિરાશાની અપેક્ષાથી ખી (અનુસંધાન સાતમે પાને)
શ્રી એમટેશ્વર : બાહુબલી