________________
: : તરુણ જૈન
નગરશેઠની અજ્ઞાનતા!
શ્રી જૈન શ્વેતામ્બ કોન્ફરન્સ સાથેના આ પત્ર વ્હેવાર અહિ રન્તુ થાય છે. આ પત્રમાંની રા. કસ્તુરભાઇની તાછડાઈને એક ભાન ભૂલ્યા માનવીની નાદાનીયત માની આપણે બેદરકાર બનીએ તે પણ “પરમાન ંદે લાલન શિવજીને માફી માગવાને સમાવવામાં આગળ પડતા ભાગ લીધા હતા” એવી સાવ મૂળમાં જ ખાટી હકીકતા કસ્તુરભાઇની નગરશેઠ તરીકેની નાલાયકાત સિદ્ધ કરે છે. જે સથ પર એણે સ્વામિત્વ-નગરશેઠપદ ભોગવવુ. હાય તેા એના મહત્વના મનાવેા વિષે માહિતગાર રહેવાની એણે તકલીફ લેવી જોઇએ. ખાટા આંકડા કે ખોટી હકીકતાથી જનસમુહને છેતરવાના યુગ હવે વહિ ગયા છે એ વાત કસ્તુરભાઈ, પદભ્રષ્ટ થયેલા સમ્રાટ અને દુધપાકીઆ મડળે નેાંધી રાખે.... તત્રી
૧૮ A
શ્રી જૈન શ્વેતાંખર કોન્ફરન્સ, પાયધુની, મુંબઇ ૩. તા. ૧ ઑગસ્ટ ૧૯૩૬. શ્રીયુત નગરશેઠ કસ્તુરભાઇ મણીભાઇ, અમદાવાદ.
વિ. આપનેા તા. ૩૧-૭-૩૬ ને પત્ર મળ્યા. અમારા આપતી સાથેના પત્ર વ્યવહારમાં શ્રી પરમાણુંદના ભાષણ સબ ંધે અભિપ્રાય દર્શાવવામાં આવેલ નથી એ વાત આપે સ્વીકારી છે તેથી સાષ થયેલ છે. અમારા મુખપત્રમાં સ્થાને અભિપ્રાય છે એમ આપ જણાવા છે તે બાબતને પણ અમે સ્પષ્ટ ઇન્કાર કરીએ છીએ અને આપ જો ઇચ્છશે તે તે અંગે પણ ખુલાશા થઈ શકશે.
આપે જે સાધુ સમ્મેલનના ઠરાવ ન. ૧૦ માં ના હવાલે આપ્યા છે તે અમે ફરી વાંચી જોગે છે અને અમે દિલગિર છીએ કે આપ જે તેને અં કરવા પ્રયત્ન કરા છે તેવા તેને સંકુચિત અર્થ નથી. આપ ફરી વખત તે ઠરાવને જોઇ જશે! એવી આશા રાખીએ. છતાંએ શુ તે મંડળી સ્વપક્ષમાનાં ક્રાપ્ત વ્યકિતના વિચારા અંગે જવાબ આપી ન શકે?
આપના પત્રના ત્રીજા પેરેગ્રાફ અંગે ખુબ વિચાર। દર્શાવી શકાય એમ છે પણ તેમાં હાલ ન ઉતરતાં એક પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જ્યારે ધર્મ વિરૂદ્ધ ખેલનાર કાઇ પણ વ્યકિતને માટે જ્યારે આપ અન્ય કાઈ પણ રસ્તા કરતાં સંધ બહારની શિક્ષા જાવા છે. ત્યારે ધર્મવિરૂધ્ધ આચરણ કરનાર, ખાનપાન કરનાર કે અન્ય અનેક રીતે ધર્માં વિદ્રોહ કરનાર જે અંગે અત્યાચાર અગાઉ આપણાં પૂજ્ય મુનિવર્યાએ જાહેર ભાષણામાં જણાવેલુ છે.-તેઓના માટે શું સંધ વિચાર ન કરી શકે? અમદાવાદ સ ંધ આવા ધર્મ વિરૂધ કૃત્ય કરનાર અંગે પણ સમતાલ દ્રષ્ટિએ વિચાર કરે એ શુ ઇચ્છનીય નથી ?
આપના પત્ર પરથી જણાય છે કે આપ પ્રથમથી નિણૅય કરીતે જ એઠા હ્રા કે અમુક ભાષણ ધ`દ્રોહી છે. આપના એવા વખતે વખત જણાયલા વિચાર પછી આપને ન્યાયાધીશ તરીકે કેટલે। અધિકાર રહી કે ટકી શકે તેને આપ જ ખ્યાલ કરશે. આપે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઇ પરમાણુ તમારા સ્થાનિક સંધની એક વ્યકિત નથી. તમારા કેાઈ ઉતાવળા કૃત્યથી તમે ભાવનગરના સંધની સત્તામાં હાથ નાંખેા છે એવા દેખાવ થાય તે પણ ઇચ્છવા ય।ગ્ય નથી.
પેાતાના અધિકાર વિચારી શાંત વૃષ્ટિ રાખી સયમ ભાવે વિચારણા થાય એવા પરિપકવ વિચારાની અત્યારે જરૂર છે એમ
...
અમને લાગવાથી અમારી અત્યંત અનિચ્છા છતાં સામાજીક હિતની નજરે જ આ પત્ર વ્યવહાર કરવાની અમને આવશ્યકતા લાગી છે. હાલ એજ.
(સહી) ગાંધી જમનાદાસ અમરચંદ્દે, રેસીડેન્ટ જનરલ' સેક્રેટરી. પત્રની પહોંચ સ્વીકારી આભારી કરશેાજી. લી. સંધ સેવક
અમદાવાદ્દે તા. ૬-૮-૩૬ વડાવીલા. શ્રી જૈન શ્વે. મૂ. સદ્ય રાજનગર શ્રીયુત જમનાદાસ અમરચંદ્ય ગાંધી. રૂ. જ. સે. શ્રી. જે. જે. કાન્ફરન્સ.
મુંબઇ.
વિશેષઃ તમારા નં. ૨૭૩. તા. ૧-૮-૧૯૩૬ ના પત્ર મળ્યા. તમારા મુખપત્રમાં તમારા અભિપ્રાય છે. ભાઇશ્રી પરમાનન્દે એ તરફ માર્મિક કટાક્ષ ફેંકી ખાસ ભાર પરિવર્તન પર મૂકી ધાર્મિ་ક અને સામાજીક નિયમમાં તડ અને ફડની નીતિ આદરવા આહ્વાન કર્યુ છે. એમ કરવામાં શાસ્ત્ર મર્યાદા એળગી છે” પણ હવે કદાચ તમે એ અભિપ્રાય બદલવા માગતા હૈ। તે સીધી રીતે બદલી શકા છે તેમાં વાકચાતુર્યાંથી નીકળા જવાની નીતિ ખાટી છે.
તમારી સંસ્થાના મુખ્ય કાર્ય વાહક શ્રી મેાતીચ'દ ગિરધરલાલ કાપડીયાએ પૂ. મૂર્તિઓને ન માનનાર સ્થાનકવાસી, પૂ. આગમાને ન માનનાર અને આપણી સાથે તિર્થાંમાં ઝગડા કરનાર દિગમ્બર સેાલિસિટરા, વકીલા, તથા ખેરીસ્ટરેશના શ્રી પરમાણુંદના બચાવના જાહેર નિવેદનમાં સાથ આપ્યા છે તે દિલગિર થવા જેવુ છે. એ બતાવી આપે છે કે તમારી સ'સ્થાને આ પ્રકરણ માટે જૈન શ્વેતામ્બર મૂર્ત્તિ પૂજક સમાજના કેટલા ટકા છે.
ઉપરની ખીના બનવાથી મારા તા. ૬-૭-૩૬ ના કાગળમાં લખવા પ્રમાણે શાંતિના ઓઠા નીચે પરમાનન્દના ખચાવ છે તે ખાબતને આથી વધુ ટકા મળે છે.
મનુષ્ય સ્વભાવ જ એવો છે કે પેાતાનાં સગાં સમધી માટે માહને લીધે દરેક પ્રયત્ન કરે એ દેખીતુ છે અને તે ક્ષમાપાત્ર છે.
સમાજમાં ખરી શાંતિ ઈચ્છનારા પરમાનંદના સ્નેહિએ તથા સગાંઓએ એમને સમજાવૉ અધાર્મિક અને સમાજમાં અશાન્તિ ફેલાવે તેવું લખાણુ ભાષણમાંથી પાછુ ખેચાવી લેવુ જોઇએ. તે નહિ કરતાં શાન્તિના ઓઠા નીચે પરમાનંદના બચાવ કરવા તે ખેદજનક છે.
તમારી સંસ્થાના કન્વેન્સનને શાંતિપૂર્વક સફળ કરવાને વાસ્તે મર્હુમ નાત્તમભાઇ ભાણુજીભાઈ તથા મી. પરમાનન્દે લાલન અને