________________
:: તરુણ જૈન ::
» વિનાશની ચીનગારીઓ. ૯
સમાજની ઉપર દેખાતી શાંતિ નીચે અસંતેષની જવાળા પ્રજળી રહેલ છે. સમયના વહેવા સાથે જનતાની વિચાર શ્રેણીમાં નૂતન સ્થીતિજન્ય વિચાર પ્રવાહ વહ્યા કરે છે; આ વિચારથી થતા ફેરફારે; પલટાતી પરિસ્થીતિ આપણુ જીવનક્રમમાં એવી ઓતપ્રેત થાય છે કે કે મહા સામાજીક ઉલ્કાપાત ન થાય ત્યાં સુધી આ ફેરફાર આંખ આગળથી સરી જતા દેખાવ જેવા જ જણાય છે. આજની પરિસ્થિતિ ઉપર એક વેધક દૃષ્ટિ નાખો. તમને દેખાશે કે આજે જનસમુહમાં ભૂખમરે, ગરીબી અને બેકારી ત્રાસ વર્તાવી રહ્યાં છે. અસંખ્ય જનસમૂહને જન્મથી તે મૃત્યુ સુધીમાં, સાચું જીવન જીવવાની તક નથી મળતી અને તેથી તેઓના જીવનમૂલ નથી મૂલવાતાં. આમ અમાપ જનશકિત બીન ઉપયોગી બની વેરાય જાય છે. મનુષ્ય જીવનની પ્રાપ્તિ શું ? એક સામાન્ય મનુષ્યને આ પ્રશ્ન પૂછો. તમને જવાબ મળશે કે તે પ્રાપ્તિ તે સુખ, અને સુખ આજે મળતું હોય તે માણસ તે સુખ કાલ ઉપર મુલ્લવી નહિ રાખે. તેમ સૌ કોઈને પોતાની ભવિષ્યની કે બીજા ભવની સ્થિતિ કરતાં વર્તમાન જીવન જીવવાની વિશેષ ઈચ્છા હોય છે. આજની સામાજીક રચના જ એવા પ્રકારની છે કે મનુષ્ય એ એક સંજોગાધીન પ્રાણી બની ગયું છે. આજે તમારી નજર સમક્ષ બે પ્રકારના ચિત્રો ખડાં થશે. એક બાજુ વિલાસ, વૈભવ, વિવિધરંગી જીવન જીવતા અને તે રીતે સંપૂર્ણ પરિગ્રહી જીવનમાં રચ્યો પચ્ચે રહેતે ધનિક વર્ગ, બીજી બાજુ અન્ન-વસ્ત્ર માટે પણ પરાવલંબી તેવો રેજી વગરને ગરીબ વર્ગ. એક બાજુ શ્રીમંતાઈથી મલકાતે આળસુવર્ગ. બીજી બાજુ કામ કરવું છે પણ કામ નથી મળતું તે બેકાર વર્ગ. એક બાજુ આલીશાન ઈમારત અને સુંવાળા વસ્ત્રોથી રક્ષા ધનિક. બીજી બાજુ જીણું ઝુંપડાઓ અને ફટયા તુટયા વસ્ત્રોથી ઢરડાતી જંદગીવાળા ક્ષીણ દેહી દલિત વર્ગ.
આર્થિક અસમાનતા, મૂડીવાદથી ઉતેજીત સામાજીક અને રાજકીય રૂઢિચુસ્તપણું. બીન મૂડીવાદી વર્ગ ઉપર આથી થતા રાજકિય અને સામાજીક અન્યાયે, તેથી તેમને જીવન વિકસાવવાની મળતી ઓછી તકે, તેમનાં રહ્યા સહ્યા સાધનાનું પણ થતું આર્થિક શોષણ, અને પરાશ્રયી બનતું જીવન આ બધા વિનાશના ત છે. જ્યાં જયાં ક્રાન્તિના બળે અને રૂઢિચુસ્તપણાના બળે વચ્ચે નીકટપણું, સમાધાની થયેલ છે ત્યાં ઉલ્કાપાત આઘે ગયે છે, અને જ્યાં બે વચ્ચે ખેંચાખેંચી થઈ છે ત્યાં પ્રાદેહનાં એકી પ્રયત્ન સામાજીક પુનરૂત્થાન થયું છે. રાજકિય ક્ષેત્રમાં આ ઉકાપાત આપણને ફ્રાન્સ, સ્પેન, ગ્રીસ વિ. દેશમાં માલમ પડે છે. જ્યારે ઇંગ્લંડ હમેશ નવાં બળાને ગ્ય રીતે સામને કરતું આવ્યું છે. નવાં બળે, નવા વિચારો, નવી શકિતઓને પારખવી અને તે મુજબ પરિવર્તન માટે પ્રયત્નશીળ બનવું તે સામાજીક શાંતિ અને પ્રગતિ માટે જરૂરી છે. અત્યાર સુધી એ વખત હતો કે જ્યારે સમાજના અમૂક વર્ગની ભાવનાઓ કચડી શકાતી. આજે પ્રજાનું આખુંએ માનસ બદલાવા માંડયું છે. આજે પ્રત્યેક વ્યકિત પિતાના હકકે, પોતાની શકિત અને પિતાની પરિસ્થીતિથી વાકેફ થવા માંડે છે. આજે રસ્તામાં કચરો સાફ કરતો ભંગી પણ આ વિચારના મોજાંથી ભીંજાય છે. અને દુનીયામાં વિચારબળ જેવું બીજું કોઈ મહાબળ નથી. એ વિચારબળને કંપ ધરતીકંપ કરતાં વિશેષ ભયંકર હોય છે. એ વિચારબળે તે સામ્રાજ્ય છિન્ન ભિન્ન કર્યા છે. સામ્રાજ્યવાદ કે સામ્યવાદ આ બધા તે ફકત નામો છે. ખરૂં હાર્દ સમજવા માટે મનુષ્યજીવનને, તેની જરૂરિઆતને અને તેની ફેરફાર પામતી પરિસ્થીતિને અભ્યાસ કરવો જોઈએ. - દષ્ટાંતરૂપે–આપણી જ્ઞાતિઓ જુઓ. કારણવશાત્ અમૂક સમયે આવા વર્તુલો રચાયાં. તેના રક્ષક તરીકે આપણે અમૂક વ્યકિતઓને મૂખીઓ નીમ્યા. આજે આ જ્ઞાતિઓ એક હત્યુ સત્તાના અને જેકસી તેમજ અન્યાયના વાડા બન્યા છે. આજે જ્ઞાતિપટેલેમાં સમાજના નેતૃત્વની ભાવના કરતાં સામાજીક ધનની વિશેષ તૃણો રહેલી છે. તેમના વહીવટેમાં અંધારા હોય છે. તેમની ભાવનાએ સત્તરમી સદીની હોય છે. આ પરિસ્થીતિ સામે જ્યારે વિવિધ બળે ભેગા થશે ત્યારે એ વિનાશની ચીનગારીઓમાંથી એ ભડકે થશે કે આખાએ સમાજનું બંધારણ નવીન સ્વાંગ ધરશે.
આજના અંધકારમાં આવી વિનાશની ચીનગારીઓ થઈ રહી છે અને જ્યારે અંગાર ધખશે ત્યારે આપણે ચિકકસ નો પ્રકાશ ભાળીશું.
શ્રી નાનાલાલ દોશી.