SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તરુણ જૈન : જેનો અને સંગીત. અવતરણ * સ’ગીત શું ખરેખર રત્નાકર છે. હિંદી સંગીતનુંડાણુ માપવું કે સીમાએ દારવી અશકય છે. એ સર્વગ્રાહી સાગરમાં બધી જ શકયતાઓ છે. તે ગગનને ચુમતા ઉછાળાઓ પણ ભરે છે અને ઉર્માિય ન ઉછળે એવી સમાધી પણ ધારણ કરી શકે છે. કિનારાની ભૂમિને તરખેાળ કરતી ભરતી પણ તેમાં ચડે છે. ઉત્સાહ નીચેાવા યલી નિરાશા સમી એટ પણ તેમાં આવ છે. તે બળપૂર્વક ધ્રુવે પણ છે અને આછી હલકે રમતાં માને કર્ણપ્રિય ખળખળાટ પણ યાજી શકે છે. હિંદી સ’ગીતની ઉદારતા પણ હિંદ સરખી અનવિધ છે. તે સહુને પોતાનામાં સમાવી દે છે. હિંદ જેટલું હિંદુઓનુ છે તેટલું જ મુસલમાનનું પણ છે. સંગીતમાં તે એ ધર્મભેદ પણુ બ્રુ’સાઇ જાય છે. અને હિંદુ મુસલમાન એક બની જાય છે. ત્રિકાળ સધ્યા કરતા અગ્નિહેાત્રી સંગીતાચા એક મુસલમાનને શિષ્ય બનાવી સંગીતની સઘળી કૂંચીએ તેને શીખવે છે. એક નીમાઝી ઉસ્તાદ કાઇ પણ હિં'દુને શાગી બનાવી ગાયન વાદનની સઘળી નાઝુટી તેની પાસે ખુલ્લી કરી દે છે. કળા એ ન્યાત, જાત અને ધર્મ પથથી પર રહેલું તત્ત્વ છે. રમણલાલ. વ. દેશાઇ પ્રસ્તાવિક. જૈન અને સંગીત !..બંને એક બીજાથી કેટલાં વિભિન્ન ! કેટલાં દૂર ! રૈનાને સંગીતની સાથે અથવા સંગીતને જૈતાની સાથે કંઇ સધ છે ? આ પ્રશ્નનાની વિચારણા હાલ અગત્યની છે. આ લેખનેા ઉદેશ એમ નથી કે બધાએ સંગીતાચા બની જવું. જૈનત્વ એટલે અભેદ એકતા અને વિશ્વબંધુત્વની ભાવના. સંગીતમાં પણ તેવા જ ગુણેા રહેલા છે. સ'ગીત મનુષ્યને શાંત બનાવે છે—સ્થિર બ્રુનાવે છે. સંગીત એ જીવનસિધ્ધિને મેળવવાનું સાધન છે. મનુષ્યત્વે આધ્યાત્મિક જીવન તરફ દરે એ જ સાચું સંગીત. સંગીત એ પ્રાચીન વિદ્યા છે. વેદકાળ જેટલી એ જુની છે, નાટક આદિના વખતમાં તેની ઉત્પત્તિ થઇ એમ મનાય છૅ, સંગીતને પાંચમા વેદ કહેવામાં આવે છે. બીજા શાઓ જેટલુ અને જેવું એનુ પણ સ્વતંત્ર શાસ્ત્ર છે. એ વિદ્યા અપાર છે, સંગીતને કયાં કિનારા આવે છે તે હજી સુધી કાઈ કહી શકયુ નથી. સંગીત–સાગર' કા તરી શકયું નથી. પરરાજ્યાના આક્રમણાથી જેમ ધર્મ, સમાજ અને રાષ્ટ્ર આદિમાં શિથીલતા આવી, છિન્નભિન્નતા આવી, તેમ સ’ગીતમાં પણ થયું. પણ હિંદના સુભાગ્યે એ વિદ્યા જેમની તેમ અખંડિત જળવાઇ રહી છે. સંગીતમાં અલૌકિક શકિતઓ રહેલી છે, હિંસક પશુઓને તે શાંત બનાવે છે. ઝેરી નાગને પણ તે ભાન ભૂલાવે છે. રાગ રાગ ીએમાં અદ્દભૂત ચમત્કારી રહેલા છે. દાખલા તરીકે-મલ્હાર રાગ ગાવાથી વરસાદ વરસે છે. દીપક રાગથી દીવા પ્રગટે છે. સારગ રાગ વરસાદ અટકાવે છે. વગેરે......વગેરે. વિજ્ઞાનના આ જમાનામાં આ ચમકારાની વાત ગળે ઉતરવી કદાચ મુશ્કેલ થઇ પડશે. પણ આ હકીક્ત સત્ય છે. તેના અનેક પુરાવાઓ મળી આવે છે. તેની ઉપાસના પાછળ કઠીન તપશ્ચર્યાં જોઇએ. અખૂટ શ્રધ્ધા હેય તે જ તેવા ચમત્કારા સંભવે. સંગીત વિષેની આટલી જરૂરી પ્રસ્તાવના બાદ આપણને એટલે જૈનને આપણા જીવનમાં–સમાજમાં સંગીતની કેટલી જરૂરીઆત છે તે સબંધી વિચાર કરીએ. સંગીત જીવનમાં અંતર્મુખ થવાના ધ્યેયમાં સંગીતને સાધનરૂપ માની આપણા પૂર્વના ત્યાગીઓ જેવાં કે, આનંદધન, ચિદાન દછ, યાવિજયજી, આત્મારામજી, બુદ્ધિસાગરજી અને અજીતસાગરછ સાદિ ધણા મુનિમહારાજોએ અને જૈન વિદ્વાનેાએ અધ્યાત્મ રસમાં ઉંડા ઉતરી, પ્રભુ ભકિતમાં લીન બની, જગતના કલ્યાણને માટે અગણીત પદા રચ્યાં છે--ગાયાં છે. એ ઉત્તમ પાને" ગાતી વખતે મનુષ્ય ભકિતમાં મસ્ત બની, આ ઉપાધિજન્ય દુનીયામાંથી પર હોય એવી સ્થિતિ અનુભવે છે. આપણું સ્થળ સંગીત. કબુલ કરવું પડશે કે આપણા જીવનમાં સંગીતનુ` સ્થૂળ સ્વરૂપ તે ઉતર્યું છે. આપણા મદિરામાં સ્ત્રી, પુરૂષ, બાળક કે વૃદ્ધ, સર્વે સ્તવન-ભજન રાગથી-આલાપથી ગાય છે. ચૈત્યવંદન, થાય (સ્તુતિ) સજઝાય, ગ ુલી, સ્તવન વગેરે સંગીત નથી તેા શુ છે ? તેા ઉપાશ્રયમાં પણ કયાં નથી ? સાધુએ વ્યાખ્યાન વાંચે છે તે પણ એક પ્રકારના આલાપથી જ, પ્રતિક્રમણ આદિ ગંભીર વિધિઓમાં પણ સંગીત કયાં નથી? પૂજાએ। અને ભાવનાઓમાં પણ રાગ– રાગણીઓ કયાં એછી છે ? આપણા પૂર્વાચાએ દરેક પૂજા ઉત્તમ રાગેામાં ગોઠવી છે. એએએ ધર્માંની એની એ જ વાત શા માટે સંગીતમાં વર્ણવી–ઉપદેશી અને વિધિ કે ગદ્યમાં ન ગાઠવી ? સંગીતની અસર તે તેમને પુરતા અભ્યાસ હોવા જોઇએ અને તેથી જ પદ્યની યેાજના ઘડી હશે. J લગ્ન, વધાડા અને બીજી ધાર્મિક ક્રિયાઓમાં પણ સ્ત્રીઓનુ સંગીત કયાં એલ્લું છે ? ત્યારે મરણ પાછળના રાવા–કુટવામાં પણ સંગીત કયાં નથી ? આપણા જીવનમાં અને જીવનની દરેક પ્રવૃત્તિએમાં સંગીત ગુંથાઇ ગયેલુ માલમ પડશે. જો આપણે બારીકીથી વિચાર કરીશું તા. કે જે વસ્તુ આપણા જીવનમાં આતપ્રેત થઇ ગઇ હાય. જાણ્યે અજાણ્યે જેણે આપણા હૃદયમાં સ્થાન જમાવ્યું હોય તે વસ્તુને આપણું ન જાણીએ અને જાણવા પ્રયત્ન પણ ન કરીએ તે તે આપણી ભુલ નથી ?'આપણા જીવનમાં સંગીત તે છે જ, પશુ તેના સ્થૂળ સ્વરૂપે. આપણે સંગીતને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કર્યો જ
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy