________________
તરુણ જૈન : :
જ્યારે શાસ્ત્રો-શાસ્ત્રાર્થો ન્હોતાં
સેયવીયા નગરીને રાજા પરદેશી ધણા જ પ્રચંડ, પ્રતાપી તેમ જ લયકર હતા. એના હાથ હંમેશા લેહીથી ખરડાયેલા જ રહેતા. પ્રાણીઓના સહારમાં એને ખૂબ મેાજ પડતી. માણુસનું મૂલ્ય પણ એ મચ્છર કે માંખી જેટલું જ આંકતા. યુધ્ધ અને મૃગયામાં રાજા પરદેશી હાહાકાર વર્તાવતા એ તે ઠીક, પરંતુ એની રાજની રમત ગમત પણ નિર્દોષ મનુષ્યા અને પશુઓના રકતથી રંગાતી.
મનુષ્યના આકારમાં રાજા પરદેશી હિંસક વાધ હતા એમ કહીએ તે અતિશયકિત નહીં, ન્યૂનાક્તિ જરૂર થાય. પ્રજાજને માનતા કે ઍને હિંસા, અત્યાચાર કરવાના કુલ અખતીયાર છે. કારણ કે રાજા પરદેશી નરપતિ છે. પ્રજાનું પાલન કરે તે પ્રજાનું સદ્ભાગ્યે, બાકી રમકડા જેવી રૈયતના પાંચ-પચાસ સ્ત્રી-પુરૂષાને પ્રયાગની ખાતર કદાચ રહેંસી નાખે તે એની દાદ કે ફરિયાદ કઈ રીતે સભવે ? રાજા જો અન્યાય કે અત્યાચાર ન ગુજારે તે પછી એ રાજા જ શા ખપના ? સામાન્ય માણસ કરતાં રાજાને અધિકાર અનેક ગણા વધારે હોય છે. રાન્ન તા ઇશ્વરાંશ ગણાય. એની આપખુદી સામે આંગળી સરખી પણ ક્રમ ઉંચી કરી શકાય ?
પરદેશી જેટલા ઘાતકી હતા તેટલે જ નાસ્તિક પણ હતા. અથવા તેા નાસ્તિકતાના પરિપાક રૂપે જ એની ક્રૂરતા, નૃશંસતા ખૂબ ઝુલી ફાલી હતી એમ પણ કહી શકાય. એને કાઇ સારા સલાહકાર ન હતા, કાઈ ઉપદેશક પણ ન હતા. ચિત્તસારથી નામના પ્રધાન કવચિત્, અનુકૂળતા જોઇને નીતિના નિર્દેશ કરતા. ગમે તેમ પણ ચિત્તસારથી, રાજાનેા અનુચર હતા. રાજાને વાળવાનુ એનું શું ગજું ?
રાજા પરદેશી આત્મા–જીવ જેવી કાઈ વસ્તુ નહાતા માનતા. જીવ ન માને તે પુણ્ય-–પાપ કે પરલેાક-પરમાત્મા જેવુ' તે માને જ શાના ? અને જો એવુ કંઇ જ ન હાય-માનવજીવન પરપોટા જેવું સ્વચ્છંદ સ્વયંભૂ હાય તે પછી માણસે આક્રંદ કે અન્યાયથી શા સારૂ ખ્વીતા રહેવુ જોઇએ ? રાજા પરદેશી કશું જ ન્હાતા માનતા. સ્વચ્છંદ, વિલાસ એ જ એનુ જીવન ધ્યેય હતું.
એટલામાં-એક દિવસે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના, કેશીકુમાર શ્રમણ નામના જૈનમુનિ, સૈયવીયા નગરીના મૃગવન ઉદ્યાનમાં પાંચસે જેટલા શિષ્ય સમુહ સાથે આવી ચઢયા. ચિત્તસારથી, રાજા પરદેશીને, અક્રિડાના બ્હાને શ્રીકશીકુમાર પાસે લઇ આવ્યા.
તાપસા અને શ્રમણાના ટાળાં હરતાં ફરતાં પરદેશી રાજાએ જાયાં હતાં પણ એ બધા ઢાંગી, દંભી જ હાવા જોઇએ એમ તે માનતા. જ્ઞાન પ્રત્યે એને આદર ન હતા, તપશ્ચર્યા પ્રત્યે એને આકણ પણ ન હતું. શ્રી કેશીકુમાર અને એમના અનુયાયીઓની સહિષ્ણુતા તથા તપશ્ચર્યાં જોઇ રાજા પરદેશીને કઇં કુતૂહળ જેવું પણ ન લાગ્યું. સાધુએ વિષે એને મૂળથી જ સદ્ભાવ ન હતા.
ચિત્તસારથીના આગ્રહથી તે રાજા, કૈશીકુમાર પાસે ગયે। । ખરા, પણ ન એણે હાથ જોડયા કે ન સ્હેજ માથું સરખું યે વિવે
૩
કની ખાતર નમાવ્યું. જ્યાં પહોંચ્યા પછી હજારા માસે। નમી— . નમીતે વંદન કરતા ત્યાં તે અકકડની જેમ ઉભો રહ્યો.
કૈશીકુમા, પરદેશી રાજાના અન્યાયોની કેટલીક વાતો સાંભળી હતી. સામે અકકડ બની ઉભેલે માનવી એ પેાતે જ પરદેશી રાજા હતા એ વિષે પણ એમને કઇ શક ન હતા. મુનિજીની મુશ્કેલી એ હતી કે જે માણસમાં જીજ્ઞાસા જેવી કે વિનય જેવી કાઇ લાગણી જ ન હોય તેની સાથે શી ચર્ચા કરવી ! જેને ઉપદેશક તરફ બહુમાન નથી, જેની જીજ્ઞાસા પણ સાવ બુડી બની ગઇ છે તેને ધના એ શબ્દો પણ શી રીતે સભળાવવા પત્થરમાં બીજ વેરવા જેવી જ એ એક નિષ્ફળ ક્રિયા નથી ?
પણ કૅશીકુમાર નિર્ભય હતા. પરદેશીને ગમે તે લાગે, વિનય તે શીખવવા જ જોઇએ. સીધી રીતે વિનયને બેધ આપવાને બદલે, રાજા પોતે જે પ્રશ્ન સમજી શકતા ડ્રાય—જેમાં રાજાને પાતાને રસ હાય ઍવા પ્રશ્ન પૂછ્યાઃ
રાજન, ભલા કાઇ વ્યાપારી દાણચોરી કરે તો તમે શું કરેા ? દાણ તા રાજ્યની મુખ્ય મહેસુલ ગણુાય. દાણચોરી થવા ન પામે એટલા સારૂ તા રાજકર્તા નાનાક પાં બદાબસ્ત રાખે છે. દાણુ ભર્યાં વિના જો કાઇ વ્યાપારી વેપાર કરે તે એને હેડમાં પૂરવે। એવુ. રાન્નનું સખત ફરમાન પણું હતુ. રાજાએ જવાળ આપ્યા: “હું એ વેપારીને આકરી સન્ન કરૂં.'
રાજાનું દાણ અને મુનિજનાના વિનય, લગભગ એક સરખી વસ્તુછે એમ કૈશીકુમારે રાજાને સાળ્યું. વિનય કે વિવેક સબધી પાંચ-પચીસ શાસ્ત્રીય લેાક કરતાં, એ–ચાર ઉપાખ્યાન કરતાં પણ શ્રી કશીકુમારની આ યુકિત કેટલી અસરકારક તેમજ આહ્લાદક
લાગે છે ?
હતા.
પરદેશીને, કશીકુમાર ગણુધર સન્માર્ગે દારવા માગતા જીવ, પાપ, પુણ્ય, પરલેાક વિગેરે આવશ્યક વસ્તુ સમજાવવા માગતા હતા પણ એમની મ્હારી મુશ્કેલી એ હતી કે એ વખતે એમની પાસે આજના જેટલા શાસ્ત્ર ન હતા--શાસ્ત્ર હાય તા પણ શાસ્ત્રની પતિએ ઉચ્ચારવાથી કાઇ હેતુ સધાય એમ ન હતું, કશીકુમાર અને પરદેશીના સંવાદમાં, પૂર્વ મુનિવરા કેટલી સરળતાથી —બુદ્ધિગમ્ય યુકિતએથી ઉધ્ધત જેવા પુરૂષોના દીલમાં શ્રદ્ધાના સંચાર કરતા અને એ યુકિતએમાં એમની પ્રતિભાશકિત દૈવી ચમકી ઉઠતી તે બધુ પ્રથમ દૃષ્ટિએ જ દેખાઇ આવે છે.
આજે-લગભગ અઢી-ત્રણ હજાર વર્ષ પછી, ભલે એ સંવાદ સામાન્ય ભાસે પરંતુ જે વખતે આત્મા અને દેહની ભિન્નતા પુરી સમજાઇ ન્હાતી પુણ્ય પાપ જેવા પ્રશ્નો માનવમતિને મુંઝવી રહ્યા હતા-પડિતા પણ ધ બુદ્ધિમાં બાળક જેવા લાગતા તે વખતે કૈશીકુમાર જેવા ગણધરા કેવું ઉંડુ મંચન ચલાવતા અને એ મથનમાંથી પ્રાપ્ત થતું નવનીત શ્રદ્ધાળુને કવી છટાથી સમર્પતા તે આ સવાદના એક એક શબ્દમાં દેખાઇ આવે છે.