________________
E9909
તરુણ જૈન : :
ચોપટાની ચોવટ.
(ગતાંકથી ચાલુ
કા—શું?
ભણશાળી—પેલા હેમુ મહેતાએ સૌની નામરજી છતાં એની દીકરી વિમળાને મેટીક સુધી ભણાવી. એ વિમળાએ નાનપણમાં થયેલ સગપણ તાડી નાખી એક કાઠીઆવાડી નાગર સાથે પરણી ગઇ.
કાકા-કયારે ?
ભણશાળી—કાલ રાતે લગન થયાં. આજે મહેતાને ત્યાં તાર છે. મહેતા મેમાઇ છે.
કાકા-હળાહળ કળીયુગ આવી પહોંચ્યા દીકરી ને ગાય દારે ત્યાં જાય ' એના બદલે કરેલ સગપણ તાડી વાણીયાની દીકરી નાગરને જાય ! પણ એમાં એને શે। દેષ દઇએ ! મહેતાના જ વાંક છે. હું ઘણીવાર એને કહેતા અલ્યા ! રહેવા દે. આ દીકરીને ઘણું ભણાવે છે તે પસ્તાઈશ. ભણાવે! ભણાવા! છેાડીયાને.
નવનીત“તમે ભણતરને શું કરવા વગેાવા છે. એ ભણતરે જ એને ઉગારી લીધી.
કાકા—-નવનીત ! તુ પણ બહુ દોઢ ડાહ્યો જાય છે. ભણતર એને ઉગારી લીધી કે એના મા બાપનું નાક કપાવી નાંખ્યું? નવનીત–એમાં નાક શુ કપાવ્યું ?
કાકા–એના વડીલેાએ કરેલ સગપણ તેાડી નાગરને પરણે. એ નાક ન કપાવ્યું તે ખીજું શું?
નવનીત–તમને ખબર છે ? વિમળાનું બચપણમાં જે પૈસાદારને ત્યાં સગપણુ કરેલું તે છેાકરાને કેટલાંય વર્ષ થયાં આંચકી આવે છે. એક આંખે કાણા થયેા છે. મહિને પાંચ રૂપેડી કમાવાની તાકાત નથી. ભાંગ ગાંજાનું વ્યસન વળગ્યું છે. ભણતરમાં કાળા અક્ષરને કુટી મારે છે. આવા અભણુ–ગ ંજેરી ને રાગીની સાથે લગ્ન કરી જીવનને ધૂળધાણી કરવા કરતાં ગ્રેજ્યુએટ યુવાન સાથે લગ્ન કરવાની હિમ્મત કરી એ બદલ એને ધન્યવાદ આપવેા જોઇએ. આપણે રાજી થવું જોઈએ. છતાં માલીકશાહી–વડીલશાહીના દેરે એ સ્વતત્રતા આપણાથી ન સહન થાય તા મુંગા રહીએ પણ નાકના આઠે બેટાં ગુલખાને ન ઉડાડીએ.
કાકા-એમાં અમારે શું ? એના બાપને પસ્તાવું પડશે ! પાર્ક પાંકરાતા હશે ! ન્યાત પૂછશે ત્યારે જવાબ દેવા ભારે પડશે. દીકરા કયાં ઉતારશે દીકરા
નવનીત એના બાપને કે માને કાઇનેય પસ્તાવેા થતા નથી. એમને ઘેર તે સૌ હર્ષોંમાં મહાલે છે. ખુદ મહેતાએ જ કન્યાદાન • દીધું છે. સૌની સમતિથી આ થયુ ન્યાતની એને લગારે પરવા નથી. તેમ ન્યાતમાં દીકરા ઉતારવાના એને મેહ નથી. મે તે એના બાળકાને લાકડે માંકડાં વળગાડી દ્દષ્ઠ પરણાવવાના લહાવા કરતાં એ ભણાવવાના કેળવવાના લહાવાને મહામૂલે લહાવે! સમજે
99999°
ᎧᎧᎧᎧᎧᎧ
ર
છે—સાચા લહાવા સમજે છે. આવા સામે લહાવા લેવાનું આખી સમાજને સુજે તે। દીકરીઓના ભાગ અપાતા અટક. કેળવણી આગળ ધપે. તે બદસુરત સમાજ ખુબસુરત બને.
ત્યાં તે બાસઠ વર્ષની ઉમ્મરે આર વર્ષની બાળા સાથે થાડા જ માસ પર ફેરા ફરનાર, મંદિરના મતીયા કેશર સુખઢનું ઢબ્બુ જેવ ું કપાળમાં ટીલુ તાણનાર મનસુખ મામે તાડુકી ઉઠયેા–
આજ કાલનાં છેકરાં માથે ચડી બેઠાં છે. ન્યાત જાતને ચે મૂકવા માગે છે. દશા, સાળવી, સાંડેસરા, ભાવસાર, છીપા ને પટેલ બધાંને એક પંગતે બેસાડવા માગે છે, કાલે ખીજાંઓને બેસાડવાની વાત કરશે. ચાંપતા ઉપાય નહિ હ્યા તેા વધી જશે વી! જ્યારે ઢીલું મૂક્યું છે ત્યારે નાના મુઢે આટલી વાત કરે છે ને ? શું હાંભળ્યા કરી છે. તરત જ એક યુવાને ખીજા ન સાંભળે તેમ આસ્તેથી મામાને ચેતવ્યા, “ રહેવા દયે......માંહુ ગધાય છે ” મામા ચેતી ગયા ને ઠાવકા થઇ મુંગા રહ્યા.
એક યુવાન–મહેતાએ પાતાની દીકરીને મેાતના મોંમાથી બચાવવા કેળવણી આપી ખીજે પરણાવી તેમાં આપણે આટલી પંચાત શી કાકાએ તારી ચતુરાઇ ભરેલી માતની ને વગર માતની વાતા રહેવા દે !
નવનીત–ક્રાકા ! એ ચતુરાઇ નથી કરતા. બરાબર કહે છે.
કાકા. કપાળ બરાબર કહે છે.
નવનીત–જો અને કેળવણી આપવામાં ન આવી હ।ત તે સ્વતંત્ર બુધ્ધિથી વિચાર કરવાની શક્તિ ખીલત નહિં. એટલે તમે કહેા છે તેમ “દીકરી ને ગાય દોરે ત્યાં જાય ” તે પ્રમાણે તેને પેલા રાગીયા
સાથે પરણવું પડત. અને જેમ અનેકનાં જીવન ખારાં ઝેર થાય છે તેમ એના સસારતે આગ લાગત અને સરવાળે વિમળા ક્રમેાતે મરત કે રંડાત. જ્યારે કળવણીએ એને વિચાર કરતાં શીખવ્યું. તે પિતાની સલાહથી લાયકાતના ધેારણે નાગર યુવાન સાથે લગ્ન કર્યું, એને એના જીવનને વિચાર કરવાના અધિકાર ખરા કે નહિ ? નકામી પારકાઓને આટલી હાયપીટ શી ?
ત્યાં તે મામા એટલી ઉઠયા-આ બધાં પારકાં ?
નવનીત~તમારું કાંઇ સગું વહાલું ? શાથી લેફ્રાની ખેાટી રીતે નિંદા કરી કેળવણીને ઉતારી પાડે છે ? કંઇક સમજો. જમાના પૂર વેગથી ડયા આવે છે. એની સામે થશે। તે તણાઇ જશે.
ત્યાં તે મનસુખ મામા કી વાર ડાચું ફાડી દુર્ગંધ ફેલાવે તે પહેલાં જ મગન કાકાએ વાળુના વખત થઇ ગયા છે. ઉઠે ! ઉઠા ! કહી ચાપટાની ગ્રેાવટ સલી લીધી તે સૌ વિખરાયું.
પૂર્ણ .