________________
કન્યા ગુરૂકુળ.
Regd No. 3220.
तसुराज
HD
, .
/ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર.
વાર્ષિક લવાજમ ૧-૮-૦
છુટક નકલ ૦-૧-૦
વર્ષ ૩ જુ. અંક નવમે મંગળવાર તા. ૧-૧૨–૩૬.
' ઃ તંત્રી : ચંદ્રકાન્ત સુતરીયા : શ્રવણ અને સંસ્મરણ.
જૈન સંઘની અહિંસા અને ત્યાંગ-વિરાગની ભાવના સામાન્ય જનસમૂહમાં ખૂબ જાણીતી છે. પરંતુ જૈનોની એક સ્વતંત્ર સંસ્કૃતિ હતી અને એ સંસ્કૃતિએ મૌલિક સાહિત્યને જન્મ આપ્યો હતો. અને એજ સંસ્કૃતિનું દગ્ધપાન કરી શિલ્પા પિતાનું સૌંદર્ય વિસ્તાર્યું હતું એવી એવી ઘણી બાબતે હજી અંધારામાં રહી જવા પામી છે. જૈન સંધને વિવિધ રાજકીય તેમજ આર્થિક કષ્ટોને લીધે ઘણીવાર સ્થાન પલટાં કરવાં પડયાં છે. એક વૃક્ષના થડમાંથી જેમ અનેક શાખાઓ-ડાળીઓ ફુટે તેમ જૈન સંધ ભારતવર્ષના જુદા જુદા દેશમાં ફેલાયો હતો. જુદા પડવા છતાં જૈન સંઘે પિતાની સંસ્કૃતિના પ્રાણુવેગને કયાંય પણુ ક્ષીણ થવા દીધું નથી. જ્યાં જ્યાં જૈન તપસ્વીએ કે જૈન ઉપાસકે ગયા છે ત્યાં ત્યાં તેમણે પોતાની સભ્યતાને શાંતિપૂર્વક પ્રચાર કર્યો છે. પિતાથી જુદી પડતી સભ્યતાઓને, ક્રમે ક્રમે પોતામાં પચાવી છે.
ભયંકર દુકાળને લીધે કેટલાક જૈન મુનિઓને દક્ષિણ તરફ જવાની જરૂર પડી એ પ્રકારનો ઐતિહાસિક ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં છે, પણ જૈન સાધુઓએ, દક્ષિણમાં ગયા પછી ત્યાં જૈન સંસ્કૃતિને કઈ રીતે પ્રચાર કર્યો ? દક્ષિણની લોકભાષાની કેવી સેવા કરી ? અને ક્રમે ક્રમે રાજ્યાશ્રય મેળવી કેટકેટલાં મંદિર-મઠે અને વિદ્યાપીઠે નિર્માવ્યાં? તે આપણે નથી જાણતાં. દક્ષિણમાં એવી શાખા ભલે જુદી પડી પણ એમાં જૈનત્વનો જ પ્રાણવેગ વહેતું હતું એ વાત મેસરથી કહેવાની જરૂર નથી.
તામિલ એ દક્ષિણની મુખ્ય લોકભાષાઓ પૈકીની એક મુખ્ય ભાષા છે. આ ભાષાના વિકાસનો ઇતિહાસ આ લેખમાં શ્રી વસંતકુમુર ચટ્ટોપાધ્યાય નામના એક વિદ્વાન, જૈન સાહિત્યને ઘણું સારૂં-ઉચ્ચ સ્થાન આપે છે. તેઓ કહે છે:
ખુષ્ટીએ આઠમાં શતકથી બારમા શતક સુધી દાક્ષિણત્યમાં જૈનોનો “સવિશેષ પ્રાદુર્ભાવ દેખાય છે. જેના પ્રતાપે પાંડય અથવા તામિલ દેશમાં ચાર-ચાર સૈકાઓ કરતાં પણ વધુ વખત લગી સાહિત્યસેવા ચાલુ રહી. પ્રાચીન સમયમાં મદુરા શહેરમાં એક જૈન વિશ્વવિદ્યાલય પણ હતું. આ વિશ્વવિદ્યાલયે ઘણાં તામિલકાવ્યો અને જૈન ધર્મગ્રંથનો પ્રચાર કર્યો હતો. જેન તામિલ સાહિત્ય ઉપર સામાન્ય પણે સંસ્કૃતનો ખૂબ પ્રભાવ પડયો હતો. તે પણ એણે તામિલ સાહિત્યમાં એક વિશેષતા ઉમેરી હતી. નીતિ સાહિત્યમાં એ મૌલિકતા દેખાઈ આવે છે. જે કોઈ પાશ્ચાત્ય પત્રિત, તામિલ સાહિત્યનો અભ્યાસ કરે છે તે કહે છે કે સંસ્કૃત કરતાં પણ તામિલસાહિત્ય એ વિષયમાં વધુ સમૃદ્ધ છે.”
વાસ્તવિક રીતે તે જૈનસાહિત્ય એ કરતાં પણ વધુ પ્રાચીન હોવું જોઈએ, પરંતુ ઉપરોકત લેખક કહે છે તેમ આઠમાં શતક પહેલાંના સાહિત્યને બરાબર પ નથી લાગતું. પ્રાચીન સાહિત્ય બધું “અગમ્ય” નામના ઋષિના ખાતે જ ચડયું છે. અગત્સ્યઋષિના નામથી ધણા લેખાએ કાવ્યસાહિત્ય ક્યાં હતાં અને તે આજે પણ મોજુદ છે.
જૈનસાહિત્ય-મહારથીઓની સેવાનો ઉલ્લેખ કરતાં એ જ પંડિત ઉમેરે છેઃ
તિરૂવલ્લુવરે રચેલે એક નીતિશાસ્ત્રનો કિંવા પુરૂષાર્થની પ્રેરણા આપતે ગ્રંથ તામિલમાં બહુ નામાંકિત છે. એમાં ધર્મ, અર્થ, કામ એ ત્રણ પ્રકારના પુરુષાર્થ વિષે સૂત્રાત્મક વિવેચન છે. આના કરતાં વધુ પ્રાચીન ગ્રંથ ઉપલબ્ધ નથી. જૈન ધર્મના મૂલ મંત્ર-અહિંસા ધર્મ ઉપર જ આ ગ્રંથન પામે છે. સર્વ જી પ્રત્યે મૈત્રીભાવના રાખવી એ ગ્રંથનું મુખ્ય સૂત્ર છે.”
દક્ષિણમાં. પાછળથી શ્રી રામાનુજાચાર્ય તથા શંકરાચાર્યનું ખૂબ જોર જામ્યું હતું. પણ આ પ્રાચીન ગ્રંથમાં એ બે પૈકી એકે આચાર્યની સીધી કે આડકતરી અસર દેખાતી નથી.
નાલડિઅર, એવી જ જોતનો એક પ્રાચીન ગ્રંથ છે. એનો અર્થ ચતુપદી જેવો થાય છે. એમાં પણ ધર્મ, અર્થ અને કામનો વિષય ચર્ચવામાં આવ્યો છે.
' (અનુસંધાન જુઓ પૃષ્ઠ ૭૬ મું.)