________________
નૂતન દષ્ટિ
Regd No. 3220.
નિરારા જન
( શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર..
વાર્ષિક લવાજમ ૧-૮-૦
છુટક નકલ ૦-૧૦ -
: તંત્રી : ચંદ્રકાન્ત સુતરીયા. :
વર્ષ ૩ જુ. અંક છો. ગુરૂવાર તા. ૧૫-૧૦-૩૬.
લગ્ન !
: એક મિમાંસા :
અળતી મિણબત્તીઓને જળહળતી નિરખી નવી મિણબત્તીને એવા જ પ્રકાશ પુંજ બનવાનું પ્રલોભન થાય છે. અગ્નિની એ મૈત્રી સાથે છે. એની વાટે દિ પ્રગટે છે તે પ્રકાશ પ્રસરે છે. એ જળહળી ઉઠે છે ને ટમ ટમ ટમ મલકતી એને વાટ દિપને નચાવી રહે છે.
શાં મૂલ્ય એને ચકવવાં પડે છે–આ ક્ષણભર્યા જળહળાટનાં? એની વાટ ખત્મ થાય છે. એને દેહ ખત્મ થાય છે અને જહેથી એ મેહવશ બની હતી એ જળહળાટ, ને એ દિપક પણ અસ્ત થાય છે; વર્તમાનકાળમાંથી ભૂતકાળમાં અવશેષહિન એ લુપ્ત થાય છે.
આપણાં લગ્નનાં પરિણામ મહદ અંશે આથી જુદાં નથી. કુમાર ને કુમારી પરણ્યાં જોડલને સુખી કલપી, એમાં જ જીવનનું પરમ સુખ કપી, સાથીદારમાં અપૂર્વતા આપી, સુનેરી કલ્પનાઓના જળહળતા રંગપર આંખ ઠેરવી એ સ્વપ્નસૃષ્ટિ પિતાની કરવા પરણે છે. એ પરણે છે હારે એનાં મન-શરિર ઉડતાં હોય છે. એ પળે એનાથી વધારે સૌભાગ્યવંતુ કઈ છે નહિ એમ એ માનતાં હોય છે. મિત્રો ને મુરબ્બીઓ એમાં સાથીઆ પૂરે છે; હર્ષના બની ' દિશાઓ ભરે છે અને અસંખ્ય અભિનદન એમનાં હૈયાં ભરે છે.
નાચતાં હૈયાં નવી દુનિયા ટપી જવાની હોંશમાં રાચતાં હોય છે. એક માને છે “વ્રજમાં કુણ પુરૂષ છે એક એવા પુરુષની એને મંત્રી મળી છે. બીજો માને છે “કાળીદાસની શકુંતલા ને ઉર્વશી અને મિશ્ર થઈ સદેહે જન્મેલી' એવી પ્રયતમાને રૂપે એને પિતાને પ્રાપ્ત થઈ છે. અને પરમ ભાગ્યવંતા પિતાને માનીને એબન્ને સંતોષ અનુભવે છે.
નવિનતાની ચમકતી પળે વીતિ જાય છે અને સમયનાં વહેણ કલ્પના સૃષ્ટિના જળહળતા સુનેરી રંગપરથી ઘસાઈને પસાર થાય છે. જહેમ જહેમ એ પ્રસાર થતાં જાય છે હેમ હેમ ઉખડતા સુનેરી રંગની નીચેને અનાકર્ષક ભાગ દેખાય છે અને કલ્પના પટે જ ઉડ્ડયન કરતા પગ પૃથ્વીની નક્કરતા ઉપર ઉભીને વાસ્તવિકતાના તાણું વાણુ નિરખે છે.
પણ આ અનુભવનાં શાં શાં મૂલ્ય એને ચુકવવા પડે છે? એને કહ૫ના મેથી ઉતારી વાસ્તવિકતા ભાન કરાવે તે વેળા એ આઘાત પામે છે. એનાં રસ છોડ સુકાઈ જાય છે. એણે આરોપેલી અપૂર્વતાઓ ક્ષુલ્લક બની રહે છે. છલંગમાં ઉયનની કલ્પના ને ભાવનાની ભસ્મ ઝંખાઈ એનાં કદમ ઠંડા૫ડે છે. રસહિન હૈયું અને હારી થાકેલો દેહ અનિચ્છાએ જાણે જીવનને ભાર વહે છે. - લાલીહિન અને આથમતા યૌવનના પ્રતિક શાં આપણાં નવપરણિત જુવાન જુવતીઓ આના સાક્ષી થશે.
જુવાનની અજ્ઞાનતાને વેગ એ આ પરિસ્થીતિ માટે જવાબદાર છે જ. પણ એથી યે વધારે જવાબદાર આપણા સાહિત્યકારે છે. જીવનના સામાન્ય અનુભવોની બાદબાકી કરી માત્ર સેનાની શાહીથી જ પાત્રો અને પ્રસંગે રચી એને જળહળાટ બતાવીને પતંગીઆં શાં” નાદાન જુવાન જુવતીઓને લગ્ન પરત્વે મુગ્ધ કરે છે. પૃથ્વી પરથી એના પગ એટલા અદ્ધર કરી મૂકે છે. પૃથ્વી પર આવતાં એને પતન જણાવા માંડે છે. અને એથી જીવન સાથે એને મેળ ખાતા નથી.
(અનુસંધાન પૃષ્ઠ પર જુઓ.)