________________
૧૭૪
સહજ સા
પ્રબુદ્ધ જૈન.
estasuspense :પહ તા ૨૫-૩-૩૩
શ્રી, વાણિજ્ય વિધામ’દીર
સ્વીકાર અને સમાલાચના.
શ્રી પ્રમાણ નયતત્વાલાક-કર્તા શ્રી વાાંદદેવસુર, સંશાધક ન્યાયસાહિત્યતીર્થં મુનિરાજ શ્રી હિમાંશુવિય. પ્રકાશક શ્રીયુત્ દીપચંદ બાંડીયા. મૂલ્ય ૦-૧૪-૦ ચાંદ માના મળવાનું ઠેકાણું “શ્રી વિજયધાર ગ્રંથમાળા, મુા. ઉજ્જૈન (માળવા).
જૈન ન્યાયના ગ્રંથામાં શ્રી વાદિદેવાર કૃત ઉપરોક્ત ગ્રંથ બહુજ મહત્વનું સ્થાન ભેગવે છે. આ ગ્રંથ કલકત્તા, મુબઇ અને ખ઼ીજી અનેક યુનવસીટીના ગ્રેજ્યુએટની કામાં, ન્યાય પ્રથમામાં અને એજ્યુકેશન મેડ માં દાખલ થયેલ છે. એજ એ ગ્રંથની ઉપયાગિતા સિદ્ધ કરે છે. મુનિરાજશ્રી હિમાંશુવિજ્યજીએ હેને નૂતન દૃષ્ટિથી એડીટ કરેલ છે, એટલુંજ નહિ પણ નેટ, પાાંતર, અનુક્રમણિકા આદિ આપી ગ્રંથ, ગ્રંથકાર અને જૈન ન્યાયના વિષયમાં સારા પ્રકાશ પાડયા છે. સાથે શ્રી રામગાપાલાચાય કૃત બાંલખે ધિની. નામની એક અપ્રસિદ્ધ ટીકા પણ છે કે જે ગ્ર ંથની શાલામાં એર વધારા કરે છે. એકદરે જૈન ન્યાયમાં રસલેતા દરેક વિદ્વાને માટે આ ગ્રંથ આશીર્વાદ સમાન છે. મુનિરાજ શ્રો હિમાંશુંવજયજીની આ સાહિત્ય સેવા પ્રારંભિક છે, છતાં તેમણે ઠીક ઉન્નતિ સાધી છે એમ કખુલ્યા સિવાય ચાલી શકે તેમ નથી.
દીક્ષા શાસ્ત્રનું રહસ્યઃ-લેખક-ન્યાય—વ્યાકરણતીર્થ કહચંદ ખેલાની, પ્રકાશક શ્રી જૈન યુવક સંધ-ઘડીઆળી પોળ વડાદરા.
સાધારણ સ્થિતિના વિદ્યાથી ઓને વ્યાપારી જ્ઞાન આવશ્યક હોવાથી તેની વ્યવસ્થા એક વર્ષથી શરૂ થઈ છે.
અભ્યાસક્રમ ત્રણ વર્ષના છે. પ્રથમ વર્ષની પી શ. ૨, ખીજા વર્ષની શ્રી રૂા. ૩, અને ત્રીજા વર્ષની ર્ી રૂા. ૪, માસિક છે. પ્રથમ વર્ષમાં અંગ્રેજી, પત્રવ્યવહાર, ગુજરાતી, હિન્દી, ગણિત, લેખા, દેશી અને અગ્રેજી નામુ, વ્યાપારના મૂળ તો હિંદનું રાજ્ય બંધારણ, વેપારી ભંગાળ, અને ટાઈપ રાઇટી પતુ શિક્ષણ આપવામાં આવે છે. ખીજા વર્ષમાં ઉપરના વિષયેા ઉપરાંત આર્થિક પ્રશ્નો અને જાહેર આવક અને ખર્ચ તથા અર્થશાસ્ત્ર શીખવવાના પ્રબંધ છે. ત્રીજા વર્ષોમાં પણ તેજ વિષયે રહેશે. શાળા છેલ્લી પરીક્ષા લઇ પોતાનું વાણીય વિનિત”નું પ્રમાણપત્ર આપશે; તે ઉપરાંત ધી ઇન્ડીયન મરચન્ટસ ચેમ્બર, એફ કામર્સની પરીક્ષા આપવા માટે પ્રાધ કરવાના ઇરાદો છે. શિક્ષકા તરીકે મેં અનુભવી ખી. કામ અને ખીજા શિક્ષકાની ગોઠવણ કરવામાં આવી છે. દાખલ થનારની લાયકાત અંગ્રેજી : ચેાથાધારણ પસાર કર્યાંની છે. નવા વર્ષાં એપ્રોલ ૧ લી થી શરૂ થશે; તા॰ ૨૦ મી એપ્રીલ પછી દાખલ કરવામાં નાંહે આવે. દાખલ થવાની અરજી તથા વિશેષ માહિતી માટે મળે! યા લખાઃ
*
મંત્રી, શ્રી વાણિજ્ય વિદ્ય મંદીર, પીપળાનાશેર પાટણ (ઉ.ગુ.)
વડેદરા સ્ટેટે નીમેલી સન્યાસ દીક્ષા અંગેની કમીટીના નિવેદન ઉપર શ્રીમતિ ધી યુગ મેન્સ જૈન સાસાયટી તરફથી પ્રકાશીત થયેલ નિવેદનની સમાલોચના” ઉપર આ નાનકડા નિબંધ ઠીક પ્રકાશ નાંખે છે આખીયે સમાલોચના ક્રાઇ અસદ્ણાના પાયા ઉપર રચાયી હાઇ એમ સાબીત કરવામાં ભાઇ ખેલાણીએ આ નિંબધમાં ઠીક સફળતા મેળવી છે.
સ્થુલીભદ્રની સ’સાર નાકા:લેખક શ્રી મેહનલાલ દીપચંદ ચોકસી, પ્રકાશક જૈન સસ્તી વાંચનમાળાના માલીક ભાઈ અચરતલાલ જગજીવન મું. પાલીતાણા (કાઠીયાવાડ) મૂલ્ય રૂા. ૧-૪-૦ સવા રૂપીએ.
ઘેાડા વર્ષો પહેલાં ભાઈ અચરતલાલે, સમાજ, સાહિત્યમાં કઇરીતે રસ લે તે સ ંબધી એક ચેાજના વિચારી હતી . અને તેના પરિણામમાં જૈન સસ્તી વાંચનમાળા અસ્તિત્વમાં આવી હતી. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપી રાખવામાં અવ્યું અને એ ત્રણ રૂપીઆમાં એક હજાર ઉપરાંત પાનાનાં પાકા પુઠાના ઐતિહાસિક નવીન પુસ્તકા દર વર્ષે એ આપે છે. ભાઈ અચરતલાલ સારા સારા લેખકે પાસે મહેનતાણું આપી જનતાની અભિરૂચી અનુસાર ઐતિહાસિક પુસ્તકા લખાવે છે. એના પુરાવામાં એ વાંચનમાળાના સંખ્યાબંધ પુસ્તકા અમારી સમક્ષ સમાલોચના માટે પડયા છે તે છે. ઉપરોકત પુસ્તક સંવત ૧૯૮૫ ની સાલમાં અપાયેલ પુષ્પ પહેલુ વાંચનમાળાનુ છે. આપણામાં સ્થુલી ભદ્રનું સ્થાન અજોડ છે, એક માનવ અનુકૂળ સયેગેામાં તે ગમેતેવી રીતે ઈચ્છાનો નિરોધ કરી શકે છે, પરંતુ પ્રાંતકૂળ સયાગામાં ઇન્દ્રિયા ઉપર કાબુ મેળવવા એ તે વિરલ છે. જંગલમાં રહીને બ્રહ્મચર્યની સાધનાનાં દરેક મનુષ્ય કરી શકે
છે પણ વેશ્યગારમાં રહોને બટરસયુક્ત ભાજન તેમજ કામાર્થીપક સામગ્રીને પ્રતિદિન સહકાર હોવા છતાં બ્રહ્મચર્યની સાધના તે સ્યુલિભદ્રજ કરી શકે તે સિવાય બીજા પણ કેટલાક પ્રસંગો પ્રકર
રૂપમાં આપી ભાઇ “ચેાકસી” એ પુસ્તકને સર્વાંગ સુંદર બનાવવામાં ઠીક જહેમત ઉડ્ડાવી છે. એકદરે પુસ્તક સંગ્રહવા
લાયક છે.
ચપકશ્રેષ્ઠી યાને ભાવિની પ્રમળતા:-લેખક મણીલાલ ન્યાલચંદ શાહ પ્રકાશક ઉપરાંત જૈન સસ્તી વાંચનમાળા મા. પાલીતાણા નયિાવાડ મૂલ્ય રૂા. ૧-૪-૦ સવા રૂપી સંવત ૧૯૮૫ ની સાલની વાંચનમાળાનું. આ બીજી પુસ્તક છે.
સંવત ૧૬૫૩ માં શ્રી પ્રતિવિમલ ગણીએ સંસ્કૃત પદ્યમાં લખેલ શ્રેષ્ટિ કથાનકનુ આ નેવેલની દાંષ્ટથી ભાષાંતર કરાયેલ છે. પાંચ કારણા પૈકી ભાવનગ્યતા'ને આમાં પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. નૈતિક અને ધાર્મિક દૃષ્ટિમ આ પુસ્તક વાંચવુ જરૂરી છે.
ચિત્રસેન પદ્માવતી—લેખક તેમચંદ્ર ગીરધરલાલ, પ્રકાશક ઉપરોક્ત વાંચનમાળા પાલીતાણા કાયાવાડ. મૂલ્ય શ ૧-૦-॰ એક રૂપીએ! સવત ૧૯૮૫ ની સાલની વાંચનમાળાનુ આ ત્રીજા પુસ્તક છે.
આ પુસ્તકમાં શિયળને મહિમા બતાવવામાં આવેલ છે. સાથે ભિન્નસ્નેહ, ધ'પ્રીતિ, શાય, ધીરજ, આપત્તિમાં કસારી, પત્નિપ્રેમ, પૂર્વ ભવના સંસ્કારો વગેરે ચર્ચાયેલ છે. એટલે પુસ્તક સુંદર છે. કથાની દૃષ્ટિએ પણ અપૂર્વ છે. સસ્તી વાંચનમાળાએ આવા નૈતિક પુસ્તક બહાર પાડી સમાજની સારી સેવા બજાવી છે. એમ માનવાની ફરજ પડે છે.