________________
જ્ઞાન મંદિરની આવશ્યકતા.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કેકારી. સતત ત્રીઃ કેશવલાલ મ ગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર. |
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
વર્ષ ૨ જુ, અંક ૩૮ મે. શનીવાર, તા. રર-૭-૩૩.
જૈન સાધુ સંમેલનનો–નિષ્કટક માર્ગ.
- “ જૈન સાધુસંમેલન ?? ની પ્રવૃત્તિને અંગે અત્યારે જે તનતોડ પ્રયત્ન થઈ રહ્યા છે, એ જે કોઈ પણ વ્યકિત આનંદિત થયા વિના નજ રહી શકે. પરંતુ તે પ્રવૃત્તિના આસપાસનું વાતાવરણ જોતાં સૌના હૃદયમાં કેટલાક પ્રશ્નો અનાયાસેજ આવી ઉભા થાય છે. એટલે સૌની જાણ ખાતર અને ખાસ કરી તેને લગતી મૂખ્ય હીલચાલ કરનારના ધ્યાન ઉપર લાવવા માટે તે પ્રશ્નો ચર્ચાવા આવશ્યક છે. એમ માની આ અ૯પ પ્રયાસ કરવામાં આવે છે.
સુનિ સંમેલન માટે અત્યારે જે પ્રવૃત્તિ થઈ રહી છે. તેમાં મૂખ્ય હીલચાલ કરનારાઓ, એક પાક્ષિક છે એ વસ્તુ આપણે જતી કરીએ તે પણ તેમની અહીં-તહીંની વિચિત્ર દોડાદોડ અને ગુપ્ત. મંત્રણાઓ એ ખરેખર “સંમેલનના અંદર કઈ છુપ ભેદ સમાયે છે, એવી શંકા ઉત્પન્ન કરે છે. માત્ર અમુક વ્યકિતને બેલાવી લીધી અને તેને અમુક વાતે પૂછી લીધી એટલા માત્રથી આ સંમેલન કયારેય પણ નિષ્પક્ષ કે સફળ થાય અથવો તેની કઈ વિશિષ્ટ અસર સ્વસમાજ કે પરસમાજ ઉપર ' * પડે એમ જરાય માની લેવાનું નથી. '
સાધુ સંમેલનને અંગે આટલા બધા સમયથી અને આટલી બધી હીલચાલ થવા છતાં હજુ સુધી એને લગતી હીલચાલેમાં એકજ પક્ષ મૂખ્ય ભાગ ભજવે છે અને ગુપ્ત મંત્રણાઓ કરે જાય છે, એનો અર્થ બીજો શેર કરી શકાય?
આજે એ વસ્તુ સોનું ધ્યાન ખેંચી રહી છે કે-સાધુ સંમેલન માટે પાટણ, જામનગર, અમદાવાદ - આદિની અમુક એક પાક્ષિક વ્યક્તિઓ એકલે હાથે આટલી ગડમથલ અને દેડાદોડી કેમ કરી રહી છે?
આ સિવાય અત્યારે સંમેલનને અંગે જે કેટલીક બીનજોખમી જાહેરાતો બહાર પાડવામાં આવે છે, જેમાં એ વાત પણ ફેલાવવામાં આવે છે કે “ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરિજી જે રીતે સમાધાન કરી આપે તે સૌએ મંજૂર રાખવું.” આને અંગે કહેવું જોઈએ કે-આ જાતનું બંધન કોઈ પણ વ્યકિત માન્ય રાખી શકે જ નહિં, જે સંમેલનના આરંભમાં આવી મેંઘમ, બીનપાયાદાર અને બીનજોખમી જાહેરાત બહાર પાડવામાં આવશે તે સંમેલનનું ગૌરવ પહેલેથીજ ઉડી જશે. અત્યારની પરિસ્થિતિમાં કંઈ પણ એક વ્યકિતના નિર્ણયને માન્ય કરી શકાય તેમ છેજ કયાં? આજે જૈન સમાજમાં એવી તટસ્થ કેઈજ વ્યકિત નથી કે જે એકના આપેલા નિર્ણયને કબૂલ રાખી શકાય.
' સમેલન ભરવા પહેલાં એ સ્પષ્ટ થવું આવશ્યક છે કે સંમેલન શા માટે ભરવામાં આવે છે? અને તેમાં કયા ક્યા પ્રશ્નો ચર્ચવા આવશ્યક છે અથવા ચચશે ? બધાય પ્રશ્નો કરતાં આજે જનતા એજ વિચારી રહી છે કે જૈન સાધુઓ, એકત્ર થઈ પિતાના જીવનના આન્તર અને માદા આચાર તેમજ વ્યવહારને અંગે શું કરવા માગે છે?
જે સાધુ સંમેલનના મૂળમાં આ કઈ પવિત્ર ઉદેશ નહિં હોય અને માત્ર “કલેશ શાંતિ” ના ઓઠા તળે કેવળ પિત–પવાની માન્યતાઓને ( બીજા શબ્દોમાં કહીએ તે આગ્રાને) જીવિત રાખવાની મનોવૃત્તિજ કામ કરતી હશે તે એકત્રિત થયેલા આવા સંમેલનથી કશું જ કાર્ય સરવાનું નથી કે નથી ધર્મની ઉન્નતિ થવાની.
આ લખવાને અર્થ કે એ ન કરે-કે-સંન્મેલનમાં ગમે તે પ્રકારે અડચણ ઉભી કરવાને આ એક માર્ગ શોધવામાં આવ્યું છે. પરંતુ “ સંમેલન સફળ કેમ થઈ શકે ? ” એ સૂચવાને માત્ર એક ઉદેશ છે. ' , પાટણ
–મુનિ પૂણ્યવિજયજી. તા. ૧૬-૭-૩૩