________________
સમાધાનીના સૂર
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આને.
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ( વર્ષ ૨ જું, અંક ૩૫ મો.
વાર્ષિક લવાજમ રૂ. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧-૭-૩ર.
સેવાના સંદેશ
તેના આગમનને પચીસે પચીસે વર્ષનાં વહાણું વાયાં, તે આવ્યા, મહાશકિતની છે ઉરાડતા, કાળજુના આર્યાવર્ત ને કાંઠે, ઘવાયેલી, અવળે પંથે વળેલી, ખિન્નહૃદય માનવ જાતને સવળે રસ્તે વાળવા, તેને સાથ દેવા, આત્મભાન કરાવવા તે આવ્યા. તેના પ્રેમના, અહિંસાના, સત્યના, સહનશીલતાના, મરદાનગીના સંદેશ અનેરા હતા. આર્યાવર્તનાં માનવબાલેમાં નવચેતનના પુર રેડતા . હતા. તેના સેવાજીવનના ઉંચ આદેશ જગતને ડેલાવતા હતા. ' - આજે જીવન સંગ્રામમાં આપણને આજ શિક્ષણની જરૂર છે. કાર્યના, હિંમતના, મર્દાનગીના, ગેમના, અહિંસાના, મહાઆદેશ એજ પ્રભુની પ્રેરણું નથી? : “ભાગ માં તારા જીવન સંગ્રામમાંથી ભાગતે માં, તારી ફરજમાં લીન થઈ . રહેજે.”
“ઓ ! પિતા મહાવીરના પુત્ર! જીવન છાયામાં ખડે રહે, જાતિની સેવા કર !”
એ માનવ! તારી જાતને તું કંગાલ કલ્પત માં. તું વીર્થહિન પ્રાણ નથી, તું અમૃત છે! તું દૈવી તેજ છે !”
આજે પિતા મહાવીરના પુત્ર તે સંદેશ દીનતાથી યાચે છે, વિખુટાયેલા,. " * ગાડફીયા પ્રવાહમાં તે ખેંચાયા છે, તેમને સેવાને એક પંથે વાળવાની જરૂર છે.
સ્વાથી એકાંતમાંથી ઢઢળવાની આવશ્યકતા છે. “ઉઠ! એ યુવાન ! આંખ ઉઘાડ, અને જો તારી આસપાસ અજ્ઞાન અને વહેમના સામ્રાજ્ય સ્થપાયાં છે. યુવાન ! ઉઠ અને જો કે તારા ફરતાં જુદાઈ અને પ્રેમ હીનતાના કેટ ચણાયા છે. અને તેમાંથી આત્મ નબળાઈના ઉઠતા સૂર સાંભળી પ્રવૃત્તિથી તું કેટલા વખત સુધી પછાત રહ્યો છે, અને વિચાર કે જ્યાં સુધી પ્રજા આળસ ખંખેરી ઉઠતી નથી, ત્યાં સુધી આગળ વધવાની આશા-સિદ્ધિ બહુ દૂર છે, અને તે કાજેજ તને કહું છું,
એ યુવાન ! ઉઠ!