________________
તીર્થ રક્ષા.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કોઠારી સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ, અંક ૩૪ મે.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ શનીવાર, તા. ૨૪-૬-૩૭.
પોકળ પા ચા ની મ હલા ત.
એ ! ગગનચુંબી મહેલાત બાંધવાની મુરાદ ધરાવનાર માનવ-ઈજનેર આ તું શું કરી રહ્યો છે? આ પથરાળ જમીન પર બાંધેલા પિકળ પાયા ઉપર તારી ભવ્ય મહેલાત કેમ ટકી શકશે? આ પેકળ પાયા પર બાંધવા ધારેલી ઇમારત ગંજીપાના પાનાના બંગલાસમ એકજ પવનના સપાટે ક્ષણમાં જમીનદોસ્ત થઈ જશે એનું તને કયા ભાન છે? આ સ્થિતિ શું તું નથી જાણતે? જો તું એટલે પણું અજ્ઞાત હો તે તારું અજ્ઞાન દયાને પાત્ર છે, એટલું જ નહિ પણ તારે એ બાંધકામની મિથ્યા મોહનીથી દૂર થવું એ તારો ધર્મ છે, પરંતુ જે તારામાં એ અજ્ઞાનતાને બદલે દંભ અને કલુષિતતાએ વાસ કર્યો હશે, જે તારા માલીકને છેતરી અનીતિની લક્ષ્મી ઉપાર્જન કરવાની દુષ્ટ ભાવનાએ ઘર કર્યું હશે, તે યાદ રાખજે કે એ દંભ અને કલુષિતતાના કાળા પડદાઓ ચીરતાં જરા પણ વાર નહિ લાગે, અને એ પડદા ચીરાતાં જગત્ જ્યારે નગ્ન સત્ય જોશે, ત્યારે એક માનવી તરીકે આ જગત પર જીવવું પણ તને ભારે પડશે.
એ કળાના ઉપાસક ! યાદ રાખજો કે દંભથી ઘેરાઈ આ કઠેર ભૂમિકા પર નય કાદવ અને મેલથી તૈયાર કરેલા પિકળ પાયા પર મહેલાત બાંધશે તો તે કદી ટકી શકશે નહિ. જે આ ઇમારત બાંધવાની તારી શુભનિષ્ટા હોય, ખરેજ મહેલાત મજબુત બનાવવી હોય, અને ખરે જ માલીકની પાસેથી હક્કની મજુરી મેળવવી હોય તે આ ઉડી ભૂમિકાને પ્રથમ સાફ કરી તેમાં તારા અંતરની ભાવના અને આત્મસમર્પણની તાલાવેલી રૂપ સીમેન્ટ અને કેન્કીટના મજબુત થર પાથરી નિખાલસતાના શુદ્ધ ઝરણાથી તેનું સીંચન કરી તેના પાયાએ એવા મજબુત બનાવ કે એ ઇમારત અન્ય ઈમારતની સ્પર્ધા કરતી ગગનચુંબી મહેલાત બની રહે, અને કાળના અનેક તડકા છાંયા તેની ઉંચી અટારીઓ પરથી સદાય પસાર થાય છતાં હજારે વર્ષ એ તારી કીર્તિગાથાનું જગને દિવ્ય ગાન સુણાવતી ઉભી રહે, અને તારી ભાવી પ્રજા પણ એ ઈમારતનું અખંડ બાંધકામ જોઈ ગરવથી પિતાનું મસ્તક ઉંચું રાખી જગતમાં વિચારી શકે.