________________
સિદ્ધાંતની સમાધાની ન હોય.
Reg. No. B. 2917. છુટક નકલ ૧, આનો.
I
-
પ્રબુદ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કોઠારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ', અંક ૩૬. મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ શનીવાર, તા. ૩-૬-૨૩. .
ગયબી પ્રેરણા.
એ સુવર્ણ સંધ્યા જંગલને મનહરતા બક્ષી રહી હતી, પવનની મીઠી લહરીઓથી ડોલતાં ઝાડ મુસાફરોને આવકાર આપી રહ્યાં હતાં, પક્ષીઓને કિલકિલાટ ની વાતાવરણને મધુર સંગીતમય બનાવી રહ્યો હતો. એ વખતે હું પણ એ મીઠા પવનની મેજ માણવા, એ સંગીતના સૂર સાંભળવા મારા ગામથી દૂર દૂર ચાલી રહ્યો હતો, અનેક વિચાર તરંગોમાં લીન આત્માને કશીએ ગમ ન્હોતી; ક્ષણમાં જંગલની દિવ્ય કુદરતી રચના નિહાળતાં એ જગન્નિયંતાના મહાન ઉપકારની સ્મૃતિ થતી હતી, તે ક્ષણમાં સંસારમાંની અનેક વ્યાધિઓનો ચિતાર આવતાં એ સ્મૃતિઓ નિરાશાના અને દુ:ખના કાળા પડદા પાછળ વિલીન થતી હતી. ઘડીકમાં પક્ષિઓનું સુખી જીવન આનંદ કરાવતું હતું, તે ઘડીમાં મારા બંધુઓના દુ:ખોની સ્મૃતિ એ આનંદને ભસ્મ કરી દેતી હતી, પરંતુ એ વિચાર પરંપરામાં લીન બનેલા મને તું રહ્યું ભાન કે સંધ્યાનું સુંદર સ્વરૂપ બદલાઈ તે જગ્યાએ અંધારી રાત આવી ગઈ હતી. પક્ષીઓના કિલકિલાટ વનિ બંધ થયા હતા, મારા આત્માને પણ નિરાશાના આવરણે ઢાંકવા માંડ્યા હતાં, 'એ નિરાશાના આવરણથી દુઃખી થતે આત્મા : પિકારી ઉઠયે,
હે પ્રભો ! શું ત્યારે મારા બંધુઓને હું કંઈ પણ માર્ગ દર્શક નહિ બને શકુ? શું મારી ઈચ્છાઓ પાર નહિ પડે?”
જંગલમાંથી તેના જવાબ રૂપે ગયબી અવાજ આવ્યો, તારે એ અધિકાર નથી, તારામાં એ લાયકાત નથી.”
આવા ગયબી જવાબથી દિમૂઢ બનેલા મને દિશાઓ શુન્યકાર જણાઈ, હું મને પિતાને ! ભુલી જતો હૈઉં એમ લાગ્યું છતાં પણ કંઈક શાંતિ પ્રાપ્ત કરી પુન: હું બેલ્યો ! “શું મારે અધિકાર નથી? શું હું લાયક નથી ? હે દેવ ! મારો આત્મા ચીરી તપાસી જુઓ કે મારા આણુએ આણુમાં મારા સમાજના હિતની ભાવના ભરી છે કે નહિ? વધારે શું કહું? આપની ખાત્રી માટે મારા પ્રાણુ અર્પવા પણ તૈયાર છું”
, પુનઃ જવાબ આવ્યો, , “વત્સતારામાં ભાવનાએ ભરી છે, તે હું જાણું છું, પરંતુ એકલી ભાવના કાર્યસિધિ. નથી કરી શકતી, તારા ઉદ્યમમાં ખામી છે, તારા નિજીવ પ્રયત્ન તારી ભાવનાઓને ખીલવી શકતા નથી, અને તેથી જ કહું છું કે તું હજુ લાયક નથી.”
મેં ગદ્ગદ્ કઠે કહ્યું, હે પરમપકારી પ્ર ! તમારું કહેવું અક્ષરશ: સત્ય છે, હું આજેજ મારી નિદ્રા ઉડાડી મારા પ્રયત્નોને ભગીરથ સ્વરૂપમાં જનતા સમક્ષ મૂકું છું, અને આપની પાસે પ્રતિજ્ઞા કરૂં છું કે મારું કામ પૂર્ણ કરી પુનઃ એક વાર આ જંગલમાં આવી આપના મધુર કંઠે સાંભળીશ કે:-', ' તારે અધિકાર છે, તું લાયક છે.”
“પ્રભો હું જાઉં છું.”