________________
* *
કેશરીયાજી પ્રકરણ.
Reg. No. B. 2917 ele. Adich 'Yuyaksangh'
પ્ર બુ ધ
જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
- - -
-
-
૬
છુટક નકલ 1 અને વાર્ષિક રૂ. ૨-૮-૦
શ્રી મુંબઈ. જૈન યુવક સંઘનું મુખપત્ર.
તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨જુ, અંક ૧૩ મિ. શનીવાર તા. ૨૧-૧-૧૯૩૩.
આઝાદીના દુશ્મનોની અવદશા
તુરાબ”
.
--
-
-
“સમુદ્રનાં નીર સ્વતંત્રપણે વહેતાં હતાં, આનંદની છોળો ઉડતી. ઉલ્લાસની ઉમિ ઉછળતી. ત્યાં મુકિત અને જેમના ઉછાળા હતા. એ નિબંધ આઝાદી ! પરદેશી ખડકે સમુદના પ્રદેશમાં પગરણ કર્યા. સ્વતંત્ર વહેણને ખાળવા, માર્ગ પ્રતિબંધ કરવા, હેણે જડ સત્તા જમાવી. નીરની આઝાદ પ્રકૃતિ ગુલામી અંખી કેમ શકે? એ શુદ્ર ગુલામી હામે ઝઝુમવા સમુદ્રમાં બળ પ્રજળી ઉઠશે. પ્રોપ ફાટ. કેવની ઝડીઓ ઝરવા લાગી બંડખેર નીર ખડક ઉપર ધસી આવ્યાં. સંગીનના બળે ખડકે હેમને પાછળ હડસેલ્યા, કેટલાંક પડ્યાં, કેટલાંક ઘવાયાં, અફળાયા, ઝીકાયાં, પાછળ હઠયાં, પ્રથમ પ્રયાસમાં પાછીપાની કરવી પડી, પીછે હઠુ થઇ, પરંતુ આઝાદીની લગની નહિ રચી; ખડકને એ યુધ્ધમાં ઘા વાંગ્યાં કેટલાક લૂલા થયા, કેટલાકને ઉઝરડા પડ્યા, આઝાદીનો જુવાળ પાછો ચઢયે. સમુદ્રનાં નીરે . જન્મસિધ્ધ મુકિત માટે ફરી પાછો પ્રચંડતાથી ઘસારો કર્યો. ખડકના સાંધા ઢીલા પડ્યા. પાયો હલવા લાગ્યા, ને કડડ ભૂસ કરતે નીચે તૂટી પડશે. આજે એ સ્વતંત્રતાનો શત્રુ સમુદ્રના કાંઠે લોકના પગવતી કચડાય છે. જગતલક કહે છે કે એ દરીયાની ઝીણી રેતી. સમુદ્રનીર અટ્ટ હાસ્ય કરે છે. આઝાદીના સર્વ દુશ્મનોની આ વલે !”
આઝાદીને દુશમનોને સમુદ્ર પણ પડકારે છે કે હમારી સ્થિતિ હારી મર્યાદામાં જે સ્થાન રેતી ભેગવે છે. હેના કરતાં પણ બુરી થશે. સમાજની આઝાદી હામે જેમણે અનેક ૦ વખત મોરચા માંડયા છે, સુધારક સામાં જહેમણે અનેક વખત કાંટાઓ વેર્યા છે.
એટલું જ નહિં પણ સમાજની ઉન્નતિનાં પ્રમાણિક ઉદ્દેશથી જહેમણે પ્રયત્ન કર્યો છે. હેમને અંગત ભાંડવામાં પણ મણું રાખી નથી. એવા એ મદાંધ અધિષ્ટાતાઓ સમુદ્રના મૂક પડકારને પણ નહિ સમજે? જડ પ્રકૃતિ પોતાનું કાર્ય કર્યું જ જાય છે, અનંત કાળના વહેણ સાથે કઈક મદોને પ્રકૃતિ હડપ કરી ગઈ છે, એ નગ્ન સત્ય સમજાતું નથી ? એજ ગગન, એજ પૃથ્વી, અને એજ સુર્ય ચંદ્ર, એ પલ્ટાતા નથી, સમય પલ્ટાય છે, હેની જોડે માનવ પ્રકૃતિ પણ પલ્ટાય છે, આ ષટા સ્વાભાવિક છે, તે કેઈથી એ રોકાતા નથી. હેમાં અનંત શક્તિ ભરેલી હોય છે, હેની હામે થવાની છે જે હામ ભીડે છે, હેનો નાશ થએ જ છટકે છે. ભૂતકાળનો ઈતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે. વર્તમાન કાળ ચક્ષુ. સમીપ જ છે. અને ભવિષ્ય કાળ એજ ઈતિહાસનું પુનરાવર્તન કરશે,