________________
- ત્રીજી બાબતમાં ભાઈ પટણીનો એ આક્ષેપ છે કે પાટણ જેન યુવક સંઘને પંચાંગી સહીત પીસ્તાલીસે આગમ માનવાને ઢઢેરે જનતાને છેતરનારે હતો, કારણ તેજ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ થતી દીક્ષાઓને અટકાયત કરનારા ધર્મ વિરોધી કાયદાને ટેકો આપી પોતાની દાંભીક પ્રવૃત્તિથી જૈન સમાજને છેતરવાનો પ્રયત્ન કર્યો છે. વિગેરે હકીકત લખી વિશેષમાં જણાવે છે કે અમને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે–તેમની આવી ઢંઢેરારૂપી વાતમાં કોઈ પણ પાટણને જૈન ફસાયે નથી.” ભાઈશ્રી ! આ પણ તમારું લખવું સત્યથી કેટલું વેગળું છે, એ લખી બતાવવા કરતાં સાબીત કરી બતાવવામાંજ શોભા છે. પાટણ જૈન યુવક સંઘની ઉપયોગીતા પાટણના જેનો સ્વિકારે છે કે નહિ? અને પાટણના જેને યુવક સંઘ ઉપરનો વિશ્વાસ હજુ કાયમ છે કે નહિ? એ તમારી ચર્મચક્ષુ ઉપરથી પક્ષપાતરૂપી અસત્યના ચશ્માં ઉતારી નાંખશો તો સહેજે જોઈ શકશે. વડોદરા રાજ્યને પ્રગટ થએલે સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ શાસ્ત્રોક્ત ધોરણ મુજબ ઘડાએલો હોવાથી અમારે ટેકે - છે. એટલે શાસ્ત્રોકત રીતે થતી દીક્ષાઓ અટકાવવાનું કે અટકાયત કરનાર આ નિબંધ નથી, પરંતુ શાસ્ત્રના નામે શાસ્ત્ર વિરૂદ્ધ શિષ્યમોહને ખાતરજ અપાતી દીક્ષાની અટકાયત કરનાર હોવાથી તેની દીક્ષા અટકાવનાર કાયદાને એકેએક જૈન સહર્ષ વધાવી લે અને ટેકે આપે તે સ્વાભાવિક હોવાથી અમે અમારે ટેકે આપવામાં જરાએ દંભ નથી સેબે એમ હીંમતપૂર્વક કહી શકીએ છીએ. એટલે અમોએ પ્રગટ કરેલ ઢંઢેરો અમારી સત્ય માન્યતાને સુચવનારાજ હતો.
ભાઈ પટણ, આપે જે જાતના ઉપર મુજબ ત્રણ આક્ષેપ કર્યા છે તે સાચાજ છે અને તે પૂરવાર કરી આપવાની આપશ્રીમાં હીંમત હોય તો પાટણના નાગરીકેની જાહેર સભામાં આપને બન્નેને યોગ્ય લાગે તે મધ્યસ્થની રૂબરૂ કે આપણે બબે જૈનેત્તર મધ્યસ્થની ચુંટણી કરી સદરહુ ચાર મધ્યસ્થાની રૂબરૂમાં તમે વાદી તરીકે તમારા આક્ષેપે સિદ્ધ કરી આપવા તઈઆર હો તે સેવક પિતાનો બચાવ કરવા તઈઆર છે, એટલું જ નહિ, પરંતુ તમારા આક્ષેપ હડહડતા જુઠા અને તરકટી છે એમ સિદ્ધ કરી આપવા તઈઆર છે, તે વિનંતિ કે તમને અનુકૂળ ચેત્ર માસની કેઈપણ મીતી નકકી કરી જાહેર કરશે તે સેવક તઈયાર છે. આ સાંપડેલી તક નહિ જવા દે અને તમારી દ્રષ્ટિએ દેખાતું સત્ય સિદ્ધ કરી આપવા તઈયાર થશે તેવી આશા છે. તમારે સિદ્ધ કરી આપવાના આક્ષેપો નીચે મુજબ છે.
૧. મેં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી રૂબરૂ ધર્મ કે દીક્ષાની બાબતમાં કાંઈ પણ કરવા ના પાડી હતી.
૨ પાટણ જૈન યુવક સંઘના ભેગા કરેલા પૈસાનો પાટણ સીટી ફોજદારને લાંચ આપી એક નિર્દોષ સાધુને બેડી પહેરાવવામાં ઉપયોગ કર્યો હતે. - ૩ પંચાંગી સહીત પીસતાલીસ ગમે કે તેને અંગેના શાસ્ત્રો વિરૂદ્ધ સન્યાસ દીક્ષા નિયામક નિબંધ છે.
ઉપર મુજબના તમારા અક્ષેપ તમારે સિદ્ધ કરી આપવાના છે. અને પ્રતિવાદી તરીકે તમારા ઉપર મુજબના આક્ષેપ સત્યથી તદ્દન વેગળા છે એટલું જ નહિ પરંતુ હડહડતા જુઠા અને સમાજને ઈરાદાપૂર્વક ઉંધે રસ્તે દેરવનારા છે તે ઉપર મુજબની સરતે હું પાટણના નાગરીકેની જાહેર સભા સમક્ષ બન્ને પાર્ટી તરફથી નીમાએલા બળે મધ્યસ્થની મધ્યસ્થના નીચે ચૈત્ર માસની કોઈ પણ મીતીએ સાબીત કરી આપવા તઈયાર છું. તે ભાઈ પટણી જરૂર તમારા અસલ નામે આ તક નહિ ગુમાવતા સ્વીકારી લઈ મીતી જાહેર કરશેજ.
પરસ્પર લેખ દ્વારા કોઈ દીવસે સત્ય પ્રગટ થતું નથી અને તેમાં શકિતનો બેટો વ્યય છે એટલે આ સંબંધે લેખોના જવાબ આપવામાં હું કાંઈ પણ હીત જોતો નથી માટે સત્ય વસ્તુજ હોવાનો દાવો કરનારે તે સત્યતા પૂરવાર કરવા બહાર આવવું એજ આવશ્યક છે. એટલે આ સંબંધ હેન્ડબીલબાજી ચલાવવી કે લેખનપટ્ટી ચલાવવી જરૂરી નથી. અસ્તુ.
લી. સંઘનો સેવક કેશવલાલ મંગળચંદ શાહ,
મંત્રી, શ્રી પાટણ જૈન યુવક સંઘ.
શ્રી જૈન ભાસ્કરોદય પ્રેમ, ધનજી સ્ટ્રીટ-મુંબઈ, ૩.