________________
પદડા બીબીના પડછંદા. યુવાન નવસૃષ્ટિના સરજનહૃાર છે. .
યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે, .
પ
Reg No. B. 2616.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧ લું. અંક ૫૦ મે. (
સંવત ૧૯૮૭ ના માગશર વદી ૧૦,
તા. ૧૫-૧૨-૩૦
છુટક નકલ - 3 ને આને.
બત્રીસ લક્ષણાને મળીદાન.
જગતના એ સર્વોત્તમ પુરૂષે બારમી માર્ચે શરૂ કરેલ કુચથી દેશે આદરેલ અહિંસક યુધ્ધમાં સમગ્ર હેને અને ભાઈઓએ ભેગ આપીને ભારતના લખાતા ઇતિહાસમાં સેનેરી અક્ષરેના પાનાં ઉમેરેલાં તેમાં પણ ગયા શુક્રવારે મધ્યાન વખતે મુંબઈ જેવા શહેરમાં અને કાલબાદેવી જેવા જાહેર રસ્તા ઉપર પરદેશી કાપડની ગાંસડીઓથી ભરેલી લેરી નીચે એક બત્રીસ લક્ષણું વીરનું અદ્ભુત બળીદાન દેવાયું. એ બળીદાન અજોડ છે. સાચા સીપાઈને શેભતું, વીરને છાજતું એ કીર્તિવંત બળીદાન છે.
અહિંસક યુદધમાં પરદેશી કાપડ ઉપર પીકેટીંગ કત કારાવાસની ત્રણ માસની મેમાનગીરી મેળવી પંદર દિવસથી મુકત થયેલ એ વીરનું શરીર કારાવાસમાં નબળું પડેલા હોવા છતાં, એને તે આઝાદીની જ જંખના હતી. અરે! માતાની મુક્તિ માટે જાનફેસાની રમત રમવાના કોડ હતા. એ કેડ એના પૂરા થયા. એ વીરે જેવું જીવી બતાવ્યું તેવું જ ભારત માતાના બહાદૂર બેટા તરીકે મરી બતાવી અમર કીર્તિ મેળવી.
શુક્રવારના મધ્યાન પહેલાં વીર બાબુ ગનને એના સગાં સહોદરેજ ઓળખતાં. મધ્યાન પછી તે વીરને જગતે ઓળખે, એટલું જ નહિ પણ આત્મભોગ આપનાર વિરેની ટીકાઓ કરનાર ડોઢડાહ્યાઓને પણ ઓળખાણ પડી હશે! પરદેશી કાપડથી ભારતની કેટલી ને કેવી દુર્દશા થઈ છે તે દરેક જાણે છે છતાં કોઈ કાળા મોઢાના માણસે વાપરતા હશે! અને વેપલે પણ કર્તા હશે ! તેવાઓને વિનવવામાં આવા અનેક વીરના બળીદાન દેવાશે તેમાં પ્રથમ કીર્તિવંતુ માન ભાઈ બાબુ ગનુએ ખાટી જઈ અમર થઈ ભારત વર્ષની કીર્તિમાં વૃધ્ધિ કરી છે.
ઓ ! અમર સ્થાને સીધાવનાર વીર તારા અદ્ભુત આત્મભેગથી અમારા તને અનેકવાર વંદન છે. જૈન યુવાને અને યુવતિઓ !
આ વીરના બળીદાનથી તારી ફરજને ખ્યાલ આવતું હોય તે પિતાના જ દેશમાં બનેલું કાપડ વાપરવું. જો તમે ધર્મ સમજતા હો, તે તમારા શરીર ઉપર કે ઘરમાં પરદેશી કાપડ હોય તેને પ્લેગ સમજી ફગાવી દેજે. અને દેશમાં બનેલું વાપરવાની પ્રતિજ્ઞા કરજો.
હવે ખાદીને માટે કહેવાનું હોયજ નહિ! પિતા મહાવીરના એક પણ ભકતથી વસ્ત્રમાં ખાદી સિવાય બીજું પહેરી શકાય નહિ. કારણ! બાકીના તૈયાર થતાં વા માટે લાખો પ્રાણી હણાય છે એ જાણીતી વાત છે. એટલે જેના ધર્મને સિધાન્ત અહિંસા છે તેનાથી કેમ પહેરાય. ખાદી ન પહેરતા હો તે પહેરવાની પ્રતિજ્ઞા કરો. પરદેશી કાપડનો બુરો ધંધો કર્તા હો તે તેને બંધ કરી દેજે. આટલું પણ જે ન કરી શકે તેને ભારત માતાના પુત્ર કે પુત્રી તરીકે તેમ પીતા મહાવીરના અનુયાઈ તરીકે કહેવરાવવાનો અધિકાર નથી.