________________
ૐ
મુંબઈ જૈન ચુવક સંઘ પત્રિકા.
ચાલુ વર્ષના લગ્નોત્સવા ને આપણી ફરજ.
(લેખકઃ આર. સી. કાહારી.)
ભાવિ નપતીઓને !
આપ સાના લગ્ન નજીક આવે છે. આપ સા કાઇ સમજી શકે છે, કે સારાએ દેશ આજે રાષ્ટ્રની આઝાદી માટે ઝંખી રહ્યા છે, અનેક જૈન ભાઈ બહેને કારાગૃહમાં દેશ ખાતર ગયા છે, અને જાય છે. રાષ્ટ્રપતિ જવાહર જેવા અનેક મેાંધાં બલિદાને અપાયાં છે. ભારતના સાચા સંત યડાની દીવાલામાં પુરાયેા છે. એવા કટોકટીના વખતે લગ્નમાં આપણે ધામધુમ ન ઉજવી શકીયે. ખુબ સાદાઇ ને શુધ્ધ ખાદીમાંજ આપણા જીવનના મહામુલા પ્રસંગ, લગ્ન ઉજવીએ.
દેશભરમાં લાઠી ચાલી રહી છે, અનેકનાં માથાં છુટયાં છે, હેના રચ’ડીકાની માફક પોતાનું સર્વ સ્વદેશહ્નિત ખાતર આપી રહી છે, બારડેલી, ખેડા, ખેરસદ, વિગેરે ગુજરાતના વીર ખેડૂતે પોતાના વ્હાલા વતનને દેશ ખાતર છેાડી અરણ્યમાં ઝુંપડાં બાંધી ટાઢ તડકા સાથે અનેક દુઃખે સેવી રહ્યા છે. તેવા વખતે મિષ્ટાને કે લગ્નમાં મહેકી ન ઉડાવી શકીએ, ચાલુ સાલના લગ્ના ખુબ સાદાઇમાં કરીએ. રૂઢી અને વાહ વાહની ભુંડી ટેવને પોષવા ખાતર વેડફાતા પૈસા બચાવીએ, અને તેને ઉપયોગ સમાજહિતમાં કે દેશહિતમાં કરીએ. આટલી સાદી ને સરળ વાત ભાવી યુગલે તમે વનમાં જરૂર મુકશે ને?
ખાદીને અપનાવી ન હેાય તેા તમારા જીવનના આ અમુલા પ્રસ'ગથી કાયમ માટે અપનાવી લેવાનાં નૃન લેજો. આવી વડીલાને! સેનેરી તક નહિં સાંપડે.
તમારા કુમારી, તે કુમારીકામેના લગ્ન જેવા મ'ગળ પ્રસંગે તમને લખવાનું હૈયજ નહિ ! કારણ તમે સમા છે, મુત્સદી છે, વણીક વેપારી છે, હાલના પ્રસંગને જાણે! છેાં! એટલે બધા વિચાર કરીને ખાદીમયજ લગ્ન કરવાના નિરધાર કર્યાં હશે ! તમારા જેવા વહેવાર કુશળે!ના રાજ્યમાં વિલાયતી માલના નામનિશાન હેયજ શના! છતાં નબળાઈથી દીલ ઢીલુ થઇ જાય તે! સમજાવીને મદ્યુત બનાવજો અને તમારી ખરી કમાઇના પૈસા પરદેશી ચીજ ખરીદ કરવામાં ખર્ચી દેશની ક"ગાલીયત દશામાં વધારા કરવાનું પાપ કરતા નહિ. યુવક મિત્ર !
વડિલ ભૂલે તે પ્રેમથી સમજાવજો, તમે નવસૃષ્ટિ સજનહાર છે, ધારા તે કરી શકે છે, આવે પ્રસંગે લગ્નવરા આદીમાં થતા કાન્ન ખર્યાં પ્રસંગ મળે વિનવિન શાન્તિથી જરૂર અટકાવો. સ્વદેશીના પ્રચાર માટે તમને તે હવે કહેવાનું હાયજ નહિ ! કુરૂઢીઓ, વહેમ, ખાટા ખ્યાલેાની દીવાલે તાડવા કટ્ટીબદ્ધ થતા હશે, કદાચ અત્યાર્ સુધી નિદ્રામાં કાઢ્યુ હોય તે. જાગૃત થજો. અને કામે લાગી જો, આ ગાંધીયુગમાં આળશ અને વાતડીયાપણું નહિ પાલવે,
તમારા સગાં સ્નેહિઓમાં ખાદી ન સ્વદેશીને ખુબ જોરથી પ્રચાર કરે, અને મિત્રાના લગ્નામાં ખાદી ને સ્વદેશી મુખ વપરાય તેવા પ્રયત્ને કરવામાં રખે ચૂકતા! જમણા કે મેહરીલામાં તમે તેા નજ જઇ શકા બીજાને પણ સમજાવે. જ્યારે આખા દેશમાં ગમગીની અને શેાકનાં વાદળાં ઘેરાયાં છે. તે વખતે જમણા અને મેપીયે કેવાં, આનંદ કેવા, મજા કેવી.
સામવાર તા૦ ૧-૧૨-૩૦
સમાચાર.
વાદરા-શ્રી વીર ધર્મ ઉપાસક જૈન યુવક મંડળની એક સભા તા ૨૦-૧૧-૩૦ ના રાજ મળી હતી. તેને નીચે મુજબ ઠરાવ કર્યાં છે. ગુજરાત પ્રાંતિક સમિતિના સરમુખત્યાર 'શ્રીમતી તા. સરલાદેવી અંબાલાલ શેઠ તથા તેમની પુત્રી મૃદુલાકુમારી અંબાલાલ, તેમજ મુંબઈ ક્રાંગ્રેસ મુલેટીનના તંત્રી મનુભાઇ એમ. ઝવેરી તેમજ વીલેપારલે સમિતિના કાર્ય કર્યાં પરમાનંદ કુંવરજી વિગેરે જૈન બએના દેશ સેવાના કાર્યની કદર સરકારે પીછાની તેમણે પેાતાના મહેમાન બનાવ્યા છે તે બદલ તેને શ્રી જૈન યુવક મંડ ળના સભ્યો હાર્દિક અભિનંદન આપે છે.
ભાવનગર-અત્રેના વન અને વીલેપારલેના સરમુખ ત્યાર ભાઈ પરમાનંદ કુવરજી જેએને જવાહીર ડેના દિવસે પારલામાં ગીરફતાર કરેલા તેને ન્યાયાધિસે અંગત વિશ્વાસ ઉપર છેડેલા અને કેસ નીકળવા ત્રણ દિવસનેા ગાળા મળતાં તેમના વૃદ્ધ પીતાને વંદન કરવા શનીવારે અત્રે પધારતાં સ્ટેશનપર લગભગ ત્રણ હજાર ભાઇ હેતેએ તેમનું સ્વાગત કરેલું”, સ્ટેશન ઉપરથી તેમને સરધસ આકારમાં ગાંધી ચેકમાં લઇ ગયેલા અને સભા મળેલી ત્યાં ઘણું જ માન આપેલુ' બાદ સગાં વહાલાંને મળી વૃદ્ધ પીતાના આશી વિદાય દેવા સ્ટેશને ગયેલાં. વાં લઈ રવીવારે અત્રેથી નીકળ્યા ત્યારે પણ “જારે। માસ
સિહેર–ગત ચેમાસામાં મુની અવદાવિજયજી ભાવનગર ચામાસુ રહેલા તે ચેમાસ પુરૂ થતાં કારતક વદ ૧૦ ભાવનગરથી વિહાર કરી નીકળેલા. ભાવનગરથી એક ભાક્ષને સાથે થઈ ગયેલા તેની લાયકાતને કઇ જાતને તપાસ કર્યાં સિવાય ચેલાના લેાભી ગુરૂએ રસ્તામાંજ વરતેજ ગામની પાદરે નદીના નાળામાં દીક્ષા આપી હંગા પકડાવી દીધે. ડાંડાના અભાવે ડાંડા આપવા મુલતવી રાખે તે સિદ્ધાર આવીને અત્રે ભાદરવા સુદ ૬૧ કાળધર્મ પામેલ! ૫, મેતીવિજયજીને ઠંડા પડેલે તે નવદીક્ષીતને આર્ચી ઠંડાસઙ્ગની ખામી પૂરી કરી છતાં નવદીક્ષીન મહારાજ માગશર સુદ ૩ સવારના ઉદ્દી લ્લે ગયા છે તે હજી પાછા વળ્યા નથી એટલે ધ્રુમતર થઇ ગયા છે. સદ્ભાગ્યે કઇ હાથ મારીને ગયા નથી, યે+ગ્ય દીક્ષના દ્વિમાયતીયે એની આંખેથી પીળા ચશ્મા ઉતારીને લાયકાત તપાસી દીક્ષા આપે તે સારૂં, નહિ તે જૈનેતરામાં શાસનની ફજેતી થવામાં બકી રહેતી નથી.
અમદાવાદ–જૈન યુથ લીગની એક કાર્યવાહક સમા તા. ૨૪-૧૧-૩૦ ના રોજ મળેલી તેમાં નીચે મુજબ રાત્ર યે છે.
મુ પઇના જત આગેવાન શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીયા ( વીલેપારલે મહાસભા સમિતિના મંત્રી) તેમજ અત્રેના શ્રીમતી સરલાદેવી અબાલાલ, શ્રી. રતીલાલ તેલી; શ્રી. જયન્તીલાલ દલાલ, શ્રી. નરેતમદાસ નવાબ, વગેરેને હાલની લડતના અંગે સરકારના મેહમાન થયા બા આ સસ્થા તેને હાર્દીક અભિનંદ આપે છે.”
આ પત્રિકા અબાલાલ આર પટેલે ‘સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રેડ, માંડવી, મુંબઇ ૩ માં છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ ન. ૧૮૮, ચટાઈવાળા ખીલ્ડીંગ, મસ્જીદ બદર રોડ, માંડવી, મુંબઇ ૩ મધ્યેથી પ્રસિદ્ધ કરી છે.