________________
સામવાર તા૦ ૩-૧૧-૩૦
નિર્ભયતા.
➖➖➖∞∞∞✡oo
મુંબઈ જૈન ચુવક સંઘ પત્રિકા.
આજે છેલ્લા આઠ માસથી જે મહાન સ્વાત ત્ર્ય-સંગ્રામ ચાલી રહ્યા છે તેથી અનેક વાન્તર લાભ થત્રા ઉપરાંત સૌથી મહત્વને લાભ એ થયેા છે કે આપણી પ્રજામાં અપૂર્વ નિયતાના સચાર થયેા છે. નિર્ભયતાની પ્રાપ્તિ સિવાય કાઇ પણ પુરૂષાર્થ'ની સિદ્ધિ શકય નથી. આપણી પ્રજા સેંક વર્ષ થયાં પરપ્રાના તંત્ર નીચે રીખાય છે તેનુ મૂળ આપણી ભીત'માં રહેલુ છે. આ ભીરતા આપણામાં અનેક રીતે જડ ધાલીને બેઠી છે અને તે જડ તાયા સિવાય આપણે કર્દિ પણુ ઉદ્ધાર સંભવતા નથી. એ આપણે બરાબર સમજી લેવાની જરૂર છે.
વહેમા એ ભીતાનું ખીજાં જ સ્વરૂપ છે. જ્યતિષની ગણતરીએ અને શુકન અને મુદ્દ† જોવા શેાધવાની પાછળ પણ આજ વ્રુત્તિ મેટા ભાગે રહેલી હોય છે. જ્યારે આત્મ વિશ્વાસનેા અભાવ હોય છે, સ્વાશ્રય અને સ્વાયલખત નાશ પામ્યાં હાય છે, ગમે તેવા સમેગેને પહેાંચી વળવાની અને તે તે સાગામાં ધર્મ અને સત્યના આદેશ અનુસાર વર્તવાની તાકાત ટેક તેમજ દ્રઢતા ખલાસ થયા હોય છે ત્યારેજ જ્યાં ત્યાં ભયનાં, શંકાના, અશ્રદ્ધાનાં નિમિત્તે ઉભા થાય છે અને માણુ સમાં વહેમ વધે છે અને તે ટાળવાની પ્રવૃત્તિઓથી તે વધારે ને વધારે વહેમી અને ભીરૂ બનતા જાય છે. પરિણામે માણસ સયેાગે સ્વામી અથવા તે વિધાતા બનવાને બદલે સયાગાને ગુલામ બની જાય છે અને આત્મ તત્વને ગુમાવે છે.
આપણા ધર્માંચાર્યાં નિરંતર આપણને કામ, ક્રોધ, ઇત્યાદિ માન, માયા, લાભ વિકારાથી દુષ્ટ છુટા થવાના ઉપદેશ આપે છે આ ઉપદેશના ઐચિત્ય વિષે એ મત છેજ નહિ. પણ આ બધાયી વધારે ખાવાન અને વિશેષ ઘાતક રિપુ ભય છે તે તરફ તેનું કદિ ધ્યાન ખેંચાયુંજ નથી; કારણ કે ભયપરાયણતાના રોગ આખી પ્રજાને લાગુ પડેલા છે અને તેથી જેટલી સામાન્ય પ્રજા ભયગ્રસ્ત દેખાય છે તેટલાજ ધર્માંચા ભયગ્રસ્ત હૈાય છે. આ ભયવૃત્તિ જ્યાંસુધી છેદાય નહિ ત્યાંસુધી અહિંસા કે સત્યના પાલનની વાતા કરવી એ મિથ્યા છે; કારણ કે અહિંસા કે સત્યના પાલન માટે સાથી વધારે આવશ્યકતા નિડરતાની છે.
કાપણુ પ્રજાને માટે સ્વતંત્રતા કે સ્વરાજ્ય એ જન્મ સિદ્ધ હક્ક ગણાય છે એમ છતાં એમ કેમ બને છે કે સ્વાભાવિક ગણાતા દુકની અવગણના કરીને એક પ્રજા અન્ય પ્રજા ઉપર પોતાનું તંત્ર સ્થાપી શકે છે અને એ તંત્રને પરાધીન પ્રજા વર્ષોં સુધી નિભાવી લે છે? કઈ પણ મણુ કરતી પર પ્રજા ગમે તેટલા શુભ આશયના દાવા કરે તે છતાં આક્રમણ કાર્ય જ શુભ આશયને અમાન્ય ઠરાવવાને બસ છે. આવી પરપ્રાના સાસન ઉપર ગમે તેટલા સવૃત્તિ અને શુભાશયને ઢોળ ચઢાવવામાં આવે એમ છતાં તેના અન્ત ૉંગમાં કૅવળ પશુતા તથા પાખંડજ હોય છે. આમ છતાં આવાં પરરાજ્ય અથવા તો પારકી સત્તા આ પૃથ્વીતળ ઉપર શી રીતે નભે છે? તેનું મૂળ પરાધીન પ્રજાની સ્વભાવ
૩
ગત ત્રુટિઓમાંજ સભવે છે. આ ત્રુટિઓમાં મુખ્ય ભયાન્વિતતા અને સ્વાથ પરાયણતાજ હેાય છે. નવી રાજ્યસત્તા પરાધીન પ્રજા ઉપર કાઇ એવી ભયની છાપ પાડે છે કે તેની સામે જરા પણું માથુ ઉંચકવુ તેને અશકય લાગે છે. વળી પ્રજા તે આખરે વ્યકિતઓના સમુહોની બનેલી હેાય છે. તે વ્યકિતઓ પેાતાની જાત, જ્ઞાતિ, સંપ્રદાય અને તાનાં સ્વાર્થ સંભાળવામાં એટલી બધી મશગુલ હોય છે કે સમસ્ત પ્રારૂપ સમષ્ટિના હિતની સ ચિન્તા તે ગુમાવી દેછે. આમ જ્યાં સુધી ચાલ્યા કરે છે ત્યાં સુધી પરપ્રજા કાઇ પણ દેશ ઉપર રાજ્ય ચલાવી શકે છે. એ ભયની ભ્રમણા તુટે અને પ્રજા સર્વ પ્રથ્તાના દેશની દ્રષ્ટિએ ગંભીર પણે વિચાર કરવા માંડે ત્યારથી પરપ્રજાના શાસનને અંત શરૂ થાય છે.
સદ્ભાગ્યે આજે આપણી વચ્ચે જે મહાન વ્યકિત આખા ભારત વતુ ભાગ્ય વિધાન કરી રહેલ છે તે મહાત્મા ગાંધીજી નિર્ભયતા અને નિઃસ્વાર્થંતાની પરમ કૃતિ છે. તેમના પરમ ઐશ્ચયવાન્ ચરિત્રમાં જ્યાં ત્યાં નિયરતા અને નિઃસ્વાર્થ જનસેવાના ઉજ્જળ દ્રષ્ટાન્તા વેરાયલાં પડયાં છે. તેમણે સત્યાગ્રહ આશ્રમ વિષે જે વ્રત માળાની યોજના ઘડેલી છે તેમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ સાથે અભયવ્રતને ઉપર જણાવેલ દષ્ટિ ધ્યાનમાં લઈને જોડેલુ છે. આપણે એમના નિળ ચરિત્ર અને વિચારોમાંથી ઝરતી પ્રેરણાએ ઝીલીને આપણામાં સાચી નિર્ભયતા કેળવીએ અને એ રીતે દેશ તેમજ ધર્મ–ભયની સચી સેવા કરવાની યેાગ્યતા પ્રાપ્ત કરીએ ! પાનદ.
અભિનંદન.
શ્રીમતી એન સરલાદેવી : અમદાવાદના જાણીતા જૈન મીલમાલેક રોડ અંબાલાલ સારાભાઇની ધર્મ પત્ની જેએ ચાલુ લડવમાં ધણા સમયથી સારો ફાળો આપી રહ્યા છે, તે ગુજરાત પ્રાંતિક સમિતિના સરમુખ્યતાર નીમાયા તે માટે અમારા હાર્દિક અભિનંદન.
શ્રામતી લીલાવતી મણીલાલ દફતરી.
હીંદ સેવા દળના આશ્રય નીચે રાષ્ટ્રધ્વજ વંદનની ક્રિયા વખતે પકડાયા હતા તેને સાત માસની સજા થઈ છે તે કાઠિયાવાડની જેલમાં જનાર પહેલા જૈન બહેન છે. તેમને પણ અભિનંદન આપીએ છીએ,
યંગમેન્સ જૈન સેસાયટી ને પુનર્લગ્ન
ગમેન્સ સાસાયટીના સભ્ય આ ખારડાલીના રહીશ છે તેમણે એક વિધવા બાઈ સાથે પુનર્લગ્ન કર્યું છે. સાસાયટી ધન્યવાદ આપશે કે શું કરશે ?
દીક્ષાના ઉમેદવારો.
કારતક વદમાં અત્રે અપાનારી દીક્ષાના સંભળાતા ઉમેદવારોના જીવન વૃતો પ્રસિધ્ધ થવાની જરૂર છે. એક પાલનપુરી બંધુનું જીવન જૈન તા ૨-૧૧-૩૦ ના અર્કમાંથી વાંચી લેવું. બીજાઓના મેાકલી આપવામાં આવશે તે પ્રગટ કરશુ.