________________
યુવાના કટિબદ્ધ થાવ. ચુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧ ૩. · ’ક૩૯ મા.
સંવત ૧૯૮૬ ના આ સુદી ૭. તા ૨૯-૯-૩૦
સેનાની શ્રી. વીરચંદભાઈ.
આપણા જૈન યુવક સંધના અગ્રગણ્ય સભાસદ ભાઇશ્રી વીરચંદભાઇ મુંબઇની સંગ્રામ સમિતિના પ્રમુખ નીમાયા એ સમાચાર જાણી કયા જૈન યુવકનું હૃદય અભિમાન અને આનદથી ઉછળ્યું નહિં હાય? જૈન સમાજની અનેક સંસ્થાએ સાથે વિવિધ પ્રકારના જવાબદાર સબંધ ધરાવનાર વીરચંદ્રલાઈને આજે કાણુ નથી એળખતુ'? એમ છતાં તેમના પ્રતિભાશાળી વ્યક્તિની કેટલીક વિશેષતાસ્માની આ પ્રસગે ખાસ નોંધ લેવી ઘટે છે, તેમની વમાન પ્રભુતા કાઈ ક સ્માતું પરિણામ નથી, પણ અત્યાર સુધીના પ્રયત્નપૂર્વકના ગુણવિકાસનું પરિણામ છે. તે ગરીબ કુટુંબમાં જન્મેલા, અને સાધારણ સ્થિતિમાં ઉછરેલા. ભાવનગરની જૈન ઓર્ડીંગમાં રહીને કાલેજમાં ભણી ગ્રેજ્યુએટ થયેલા અને ત્યાર બાદ કાઈ પણ પ્રકારની મેાટી મુડી સિવાય વ્યાપારમાં પડેલા. ઉત્તરાત્તર તેમના વ્યાપાર વધતા ચાહ્યા અને દ્રવ્યની આવક પણ વધવા લાગી. આમ છતાં આજે કાંઇ તેમની એવી સ્થિતિ
Reg. No. B, 2616.
ન ગણાય કે મુંબના મેટા શ્રીમાનાની પંકિતમાં તેમને મુકી શકાય. આવી સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં, તેમણે ગરીબેને મદદ કરવામાં અને વિદ્યાર્થીને ાગળ વધારવામાં, કદિ પણ પાછુ વાળીને જોયુ નથી. તેમણે અત્યાર સુધીમાં અનેક દુઃખી માણસાની આંતરડી મારી હુશે; અને દ્રવ્યના અભાવે અટકી પડતા અનેક વિદ્યાર્થી એને યુનીવર્સિટીની ઊંચી પરીક્ષાઓને પાર ઉતાર્યાં હશે; તેમનામાં એવું અપૂર્વ સાજન્ય અને હાર્દિક ઉદારતા છે કે કાઇ મદદ માંગવા આવે, કાઇ ટીપ, ફ્રેંડ કે ફાળા આવે, કાઇ સંસ્થાની જવાબદારી સેાંપવા આવે, નાત, જાત, સગાં, સંબંધી કે સમાજના નાના કૈટાં કામ આવે, તેવા કાઇ પણ પ્રસંગે-પોતાની પાસે બચત દ્રવ્ય હોય કે ન હાય, સમયના અવકાશ હોય કે ન હેાય–તા પણ ના કહે તે એ વીરચંદભાઇ નહિ. પુલ નહિ તે પુલની પાંખડી-બને તેટલું કરીને છુટવુ-અને તેટલી સેવા આપી જીવનને કૃતાર્થ કરવું– ગજ ઉપરવટ ખાતાંની જવાખદારી ધારણ કરીને તે તે કામેમાં ટાયા રહેવુ તેમના અત્યાર સુધીના જીવનના સામાન્ય
છુટક નફલ ના આને.
ક્રમ છે. તેની પાસે જ્યારે પણ જાઓ ત્યારે તે પ્રસન્નજ હાય, તમે શું કામ તેમની પાસેથી માંગે છે! તે જાણવા આતુરજ હોય, અને તમારી વાત સાંભળીને જે થઈ શકે તે કરવા તૈયારજ હોય. તેમનું વાત્સલ્ય સસ્પર્શી અને સગ્રાહી છે. તેમણે પોતાની પત્નીને ઉંચે માર્ગે ચઢાવી છે; પેાતાનાં બાળકાને ઉલ્લાસપૂર્વક ભણાવ્યાં છે; મિત્રાને એકસરખા પ્રેમથી જુવરાવ્યા છે; જ્ઞાતિ જતેને એકધારી સેવાથી નવાજી છે; જન સમાજને અનેક સ ંસ્થાઓના ભાર ઉપાડી રૂપરાયણ કરી છે; દેશી મહાસભાની કેટલાંય વર્ષોંની સેવાથી ગારવાંકિત કર્યાં છે. આડંબર તેમને કરવાની કદિ જરૂરજ રહેતી નથી કારણુ કે સાચી સેવા એજ તેમનું જીવનવ્રત છે; સંયમ તેમને એક સ્વાભાવિક વસ્તુ બની ગઇ છે; પક્ષાપક્ષી કે ખાટાં મમત્વથી તે દૂર નાસે છે. તેમનામાં એવી કઇ નિખાલસ સેવાવૃત્તિ છે અને એવે કાઇ સ`સ્પર્શી પ્રેમભાવ છે કે નાનાં મેટાં-નજીકનાં દૂરનાં-જ્ઞાતિજને, ધર્માંજા તેમજ દેશજને સા કાઇ વીરચંદભાઇને પોતાનાંજ માને છે અને પેાતાના તરીકે તેમની સેવાના હ. કરતા આવે છે અને જેવી રીતે વરસાદ સત્ર સરખા વરસે છે. સુ સત્ર સરખા તપે છે તેવી રીતે વીરચંદભાઇ પોતાનુ સ`સ્વ સાક્રાઇની સેવામાં અત્યાર સુધી છુટે હાથે વેરતા આવ્યા છે, અને એ રીતે સવ વર્ગોના, પ્રેમના તે પાત્ર બન્યા છે. આવા એક નિર્મળ સેવાપરાયણું સજજન અત્યારના કટાકટીના સમયે મુંબઇની સંગ્રામ સમિતિના પ્રમુખસ્થાન ઉપર આરૂઢ થાય તે બનાવથી તેના ગારવમાં વધારા થાય છે અને તેથી અન્ને પક્ષ ખરેખર અભિનન્દનને યોગ્ય બને છે. અત્યારે રાજકારણમાં પડવું તે કાંટાના આસન ઉપર તપશ્ચર્યાં કરવા ખરેખર છે, તે કા તે તેજ હાથ ધરી શકે કે જેણે સ` વિકારીને જીતીને બુદ્ધિને નિમળ બનાવી છે . અને જેણે સવ ભય અને સ્વાર્થાને વિદારીને સાચી નિડરતા તથા વીરતાને કેળવી છે આપણુને ખાત્રી છે કે વીરચંદભાઇ પોતાના માથે ઉપાડેલી આ વિશિષ્ટ પ્રકારની અતિવિકટ જવાબદારી ખરેખર પાર ઉતારી, દેશના સંગ્રામ વહીવટને ખૂબ જોસભેર આગળ ધપાવશે અને અત્યારના સાહસભર્યાં કાક્રમમાં વ્યવસ્થાની વિશેષ મેળવણી કરીને, રે ધ્યેયને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીજીએ આ મહાન સંગ્રામના પ્રાર’ભ કીધેા છે, તે ધ્યેયની વધારે વધારે સમીપ આખા દેશને લઇ જશે. આપણા ીરચંદભાઇને આપણા અંત:કરણનાં ખૂબ અભિનન્દન છે, અને હૃદયની તક શુભેચ્છાઓ છે. પાન
'' 1'1,1
+