________________
સુબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
સાર્વજનિક જમણવારે આગળ ધાર્મિક કે એવું વિશેષણ લગાડી, જમણવારે કરવાની દલીલે ફરતા સંભળાય છે. ત્યાગ અને તપની, તેની પાછળ જમણવાર ન હોય તે કિસ્મત જરા પણ ધટતી નથી. અને વ્યવહારમાં પણ શાકના કારણે ધાર્મિક જમણવારામાં પણ આપણે ભાગ લેતા નથી, ત્યારે શું તે આપણું પગલુ ધમ વિરોધી ગણા છે ? નહિ, તે પછી આખા દેશમાં આફત આવી પડી છે. તે વખતે જમણવારા અધ રાખવામાં ધર્મને કયાં ખાધ આવે છે તે સમજાતુ નથી. માટે સાજનીક જમણવારા આ લડતને અંત ન આવે ત્યાં સુધી બંધ રાખવા દરેક યોગ્ય યોજના હાથ ધરવી જોઇએ. છતાં જમણુવારા કરવાના આગ્રહ રખાય તે છેવટ આપણેનથી તો નિશ્ચય કરવા જોઈએ કે તેમાં આપણે ભાગ ન લઇ શકીએ.
ત્યારબાદ શ્રીયુત્ રતીલાલ સી. કાઠારીએ શ્રી મુંબઈ જન યુવક સાંધે તરફથી જુદા જુદા સાથેના ટ્રસ્ટીએ વિગેરેને લખેલા પત્રની વિગત વાંચી સભળાવી હતી અને ઝાલાવાડના સધે જમણવારા બંધ રાખવા અને તેમાં ભાગ ન લેવાને ઠરાવ કર્યો. તેમણે તે વાંચી સભળાવ્યા હતા. અને બીજા સાચાએ પણ આ બખત વિચાર કરવા સભાએ ખેલાવી છે તેમ જણાવ્યું હતું.
1 શ્રીયુત્ આણંદજી પડીતે જણાવ્યુ` કે અત્યારે જમણવાર અધ રાખવાની વાત તે એટલી સાદી અને સીધી છે કે તેના વિરેધની વાત પણ કમકમાટી ઉપજાવે તેવી છે. જો આપ ણામાં માનવતા હોય તે અત્યારે જમણવારાથી દૂજ રહીએ. ત્યાગ અને તપ ઇંદ્રીયાની જીત માટે છે. ત્યારે ધર્મોના એઠા -નીચે અત્યારે જમીને ઈંદ્રીયની છત મેળવ!શે ? શું કેંદ્રીયને ઉત્તેજીત કરે તેવી વાનીઓ ખાવાથી તપ ખીલે છે? ખરૂં જોતાં તપ પાછળ જમણવારને સંગતિ જાતી નથી. અને જમણવાર ખાતર પાષધમાં સંખ્યા વધે તેમાં સર્વા હેતુ નજ સચવાય. આજે તેા લાઠીથી, જેલથી, ખુનથી, બળીદાન અપાઇ રહ્યાં છે. તે વખતે ઈંદ્રીયાની છત મેળવવાના શીલસુીવાળા આપણે સાવજનીક જમણવારની વાત પણ કેમ કરી શકીએ?
યુવકસધને સમાચાર આપુ છું કે કચ્છીઓ કે જેઓની લગભગ ૧૫૦૦૦ ની સખ્યા છે. તેમણે મહાત્માજી ન છુટે ત્યાંસુધી ધાર્મિ ક સુધ્ધાંત જમણવારા ન કરવા ઠરાવ કર્યાં છે. લેાંકાગચ્છના ભાઇઓ તે ઠરાવ પર આવી ગયા છે. સ્થાનક વાસી ભાઇઓ કે જેઓની સખ્યા લગભગ ૨૫૦૦૦ જારની છે તે તમામ જમણવારો બંધ કરે છે.
ત્યારે આ ઠરાવ ન કરનાર કાણુ છે ? જે આ વાતે કરે છે તેમની તપ, ચારિત્ર્ય, ત્યાગ વિગેરેની દલીલ તે મુંબઇની પ્રજા જાણે છે, પરંતુ આ બાબતની પણ હુિમાયત કરનારા ફરીથી પણુ કઇ છાપાવાળા સાથે ઇન્ટરવ્યુ ગેાઠવે તા ખબર પડે જો ત્યાગ, સયમ, તપની ખરી ઉપાસના હાયતા, તેા માલપાણી ઉડાવવાની અટકાયતની તેમણે પહેલી દાંડી પીટવી જોઇએ. શું ખુધ્ધિ બહેર મારી ગઇ છે કે તપ, ત્યાગને નામે અત્યારે જમણવારા કરીએ ?
કલ્પસૂત્રમાં સ્વામી વત્સલ્યની વાત આવે છે. તેના જવાબ ક૯૫ સુત્રમાંથીજ પ્રભુ મહાવીર નિરૂપદ્રવી ન થાય ત્યાં સુધી દેવેન્દ્રે આનંદના તમામ સમારભે બંધ કર્યાં હતા, તે હકીકત દાખલા દલીલપૂર્વક સમજાવી હતી. દેશની ભીડના સમયે, ભામાશા વિગેરે જેનાએ કેવી સુંદર સેવા બજાવી છે તેવા પુ`જોના ગારવભર્યાં ઈતિહાસનું વધુ ન કર્યુ હતુ, અને દુનીઆમાં જૈન ધર્માંની હાંસી થતી અટકાવવા અત્યારે જમણવારો બંધ રાખવા મજમુત અપીલ કરી હતી.
શ્રીયુત્ કાનજી ઉદ્દેશીએ જણાવ્યુ હતુ કે કચ્છી નાની ન્યાતે પણ અત્યારે જમણવારા બંધ રાખવા ઠરાવ કર્યાં છે. અને અત્યારે આત્મભાગ અપાઇ રહ્યા છે તે સબધી વિવેચન કરી, મહાત્મા ગાંધીજી ન છુટે ત્યાં સુધી જમણવારા બધ રાખવા સુદર હિમાયત કરી હતી.
આ પત્રિકા અબાલાલ આર. પટેલે છાપી અને જમનાદાસ અમરચંદ
સેામવાર તા૦ ૪–૮-૩૦
શ્રીયુત્ પાદરાકરે જણાવ્યું કે રાત્રી પડી હોય અને કહેલા નીકળવું પડે કે રાત્રી પડી છે તે કરતાં વધારે બેહુદુ અત્યારે જમણવારા બંધ કરવા કહેવા` નીકળવુ પડે તે છે. જે અહિંસાનુ કાર્ય, નિબળ સમાજ ન ઉપાડી શકયા. તે દેશનેતાઓએ ઉપાડી લીધુ છે. તેઓ પોતાનું સર્વસ્વ હામી, કાંકરી અને સીમેટવાળા જેલને ખારાક ખાય છે. આપણા યુવાનાનાં માથાં ફુટે છે, ગેાળીથી વીંધાય છે. તે વખતે જીભના ચસ્કા ખાતર જમણવારા કરી મિષ્ટાના ઉડાવનાર સૂર ન હોય, અસૂર હોય. અત્યારે પણુ જમણવાર કરવાની હિમાયત કર નારાઓની દાનત સારૂં' ન થવા દેવાની છે . તેને ખીજા સુઝતુ જ
કે આવડતુ નથી, સારૂં તે મારૂં તેમ તેમના મનમાં નથી, ગઇ કાલના પ્રતિહ્રાસ તપાસશે। તે માલુમ પડશે કે નાના એવા ગામમાં પીકેટીંગ કરવાની જરૂર હતી. એકબીજાના દુ: ખ જોઇ કુતરા પણ કકળે છે. માટે હા પણ માણસાઈ ભૂલી જમણવાર કરે ને તેમની આંખ ન ઉન્નડે તે જરૂર પીકેટીંગ કરવું જોઇએ અને સમસ્ત જૈન યુવકૈાની ફરજ છે કે સાથે ઉભા રહેવુ જોઇએ એને સમજાવી દેવા કે તમે જમા છે. તે મિષ્ટાન્ન નથી, પરંતુ બીજી' કંઇક છે.
ત્યારબાદ શ્રીયુત્ મણીલાલ મહેાકમચંદે નીચે મુજબ ઠરાવ રા કર્યાં હત
ઠરાવ ઃ જયારે દેશભરમાં સ્વાત ંત્ર્યના અપૂર્વ સ’ગ્રામ લડાઇ રહ્યા છે, મહાત્મા ગાધીજી અને અન્ય દેશનાયા જેલમાં પુરાયા છે, હજારાની સંખ્યામાં દેશળ એ કેદ થયા છે અને સરકારની દુષ્ટ દમનનીતિ સત્ર ત્રાસ વરતાવી રહી છે ત્યારે ધમ કે વ્યવહારના કારણે કાઈ પણ પ્રકારના સામુદાયિક જમણવારા થાય તે કાઇ પણ રીતે ઇચ્છવા યાગ્ય નથી એમ જાનીં આ જાહેર સભા જાહેર કરે છે અને જ્યાં સુધી આ લડાઇ ચાલે તેમાં બીલકુલ ભાગ ન લેવાન્સવે જૈન બંધુઓને આગ્રહ કરે છે. ત્યાંસુધી આવા જમણવારો નહિ કરવા તેમજ કાઇ ઠેકાણે થાય તો
(ર) આ પ્રસ ંગે જે જુદા જાદા સાથેા કે સધે એ પેાતા તરફથી જમણવારા બંધ કર્યાં છે તેમને આ સભા ધન્યવાદ આપે છે.
જે સર્વાંનુમતે પસાર થયેલે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શ્રીયુત્ પરમાનંદ ભાઈએ જણાવ્યું કે આર કલા' કની પૂરી નેાટીસ ન છતાં, આટલી મેાટી હાજરી છે, તેને અર્થ એ છે કે આ વિચાર સત્ર સ્વીકારાયેલ છે. ણા ભાઈઓને આ કાર્ય માટે આટલી જહેમત ઉઠાવવી પડે છે તે માટે આશ્ચય બતાવ્યું. પરંતુ અત્યારે તે આવા આશ્ચય ઘણા છે. તેમાં પણ સાધુ વિરોધ બતાવે તે અછેરૂ જ ગણાય, છતાં રૂઢીની ગુલામી દશા ન છેડી શકનાર, જમણવારને આગ્રહ બતાવે અને કહેશે કે આ હીલચાલ ધમ વિરૂદ્ધ છે. તેને જવાબ આપી શકાય. જેમકે સામાન્ય રીતે દેરાસર ન હોય ત્યાં બ ધાવવાની જરૂરીઆત ગણુાય. પરંતુ જો એક ગામમાં ૫૦૦ દેરાસરા હોય ત્યાં એક નવું બધાવવું યેગ્ય નથી, શત્રુંજયની યાત્રા પવિત્ર હાવા છતાં સમય જોઇને યાત્રા કરવીજ જોઇએ તેવી ખાંધાવાળાને પણ બંધ રાખવુ પડયુ હતુ. તેમાં ધમ હતાં. ધર્માંના વ્યવડારા માટે એકાંત ન કહી શકાય તેમ સામાન્ય રીતે જમણવારા સંગટ્ટુન, ભાઇચારા વધારવા માટે ગાય. પરંતુ અત્યારે તા લડાઇનું વાતાવરણ છે એટલે જમણવારા અસગત છે. તે મૂખતા છે, પાપ છે. આ કાયમ માટે નથી પરંતુ ફક્ત આવા સંજોગ માટે બંધ કરવાની વાત છે. આમાં ગરીબની દાઝ નથી. તે વાત પાયા વીનાની છે. તેમણે સૂચનાએ કરી હતી કે આ સબંધી વિચાર કરવા જાદા જાદા સાથેાની મિટિંગ મળવાની છે. તે વખતે સવાઁ ભાઇઓને વિન ંતિ છે કે ત્યાં હાજરી આપવી અને જમણવારો બંધ રહે તે માટે સમૂહબળના ઉપયોગ કરવા. છતાં સમય તરફ દુર્લક્ષ રાખી, જમણવારના દુરાગ્રહ ન છોડે તે પીકેટીંગ પણ જરૂર કરવુ જોઇએ તે માટે ભાઈઓ તથા બહેને એ પણ તૈયાર થવુ જોઇએ.
પછી પ્રમુખને આભાર માની મિટિંગ વિનેજ ન કર વામાં આવી હતી.
“સ્વદેશ” પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બીલ્ડીંગ, મસ્જીદ બદર રાડ, માંડવી, મુંબઇ નાં॰ ૭ મધે ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ નાં ૨ મધ્યેથી પ્રસિદ્ધ કરી છે.