________________
*ઈ જૈન યુવક સદ્ય પત્રિકા.
કાન્ફરન્સમા સુચવાયલા ઠરાવા.
નીચેના ઠરાવા શાહ ગીરધરલાલ કેશવજી તરફથી આગામી કાન્ફરન્સમા મેાકલી આપવામાં આવ્યા છે. ઠરાવ (૧)
જાહેરના પૈસાથી પાષાતા ધાર્મીિક વહિવટ, જેવા કે
દેરાસરા, ઉપાશ્રયેા, પાઠશાળા, ધમ શાળા, વિગેરેના વહિવટમાં ઘણી ખામીઓ છે અને તે બાબત અવારનવાર છાપામાં ચર્ચાએ આવે છે, તે તેવા ખામીભરેલા વહિવટ સુધારવા અને તેવા સ્થળના વહિવટ (હિસાબ) તપાસી ખુલાસા બહાર પાડવા અને સ્થાનીક સધમાંથી કમિટિ નીમી રીતસર અધારણ ઘડી પ્રબંધ કરવા માટે આ કાન્ફરન્સ નીચેના ગ્રહસ્થાની એક કમિટિ નીમે છે,
ઠરાવ (૨)
કાન્ફ્રન્સને પેગ્રામ ગામેગામે પાંચાડવા અને તેને વિકાસ કરવા માટે નેશનલ મહાસભા માક તેના પ્રાંતિક વીભાગ પાડી રીતસર બધી ગેાઢવણુ કરી કાન્ફરન્સના આદેશ બધે પહોંચાડી ઠરાવેાના અમલ કરવા પ્રવૃત્તિ ચાલુ રાખવા અને કાન્ફરન્સનું નામ બદલી શ્રી જૈન શ્વેતામ્બર મહાસભા રાખવા આ કાન્ફરન્સ હરાવે છે.
ઠરાવ (૩)
જૈનોના ધાર્મિ ક સંસ્થાના નાંણા આડેઅવળે ઠેકાણે રાકાતા હોય તેવા નાંણાને ધકા પહોંચ્યા છે જેથી તેની સલામતી ખાતર આ કાન્ફરન્સ એક જૈન ખેંકની સંસ્થા ઉઘાડવાનું ઠરાવે છે અને દરેક ધાર્મિ`ક સસ્થા અને દરેક જૈનને પાતાના નાણાની સલામતી ખાતર આ બેન્કમાં રોકવા ભલામણ કરે છે અને એન્કના ખરચ જતા ચોખા નફો રહે તે જૈન કામના ઉદ્ધાર અર્થે་(હુન્નર ઉદ્યાગશાળા, કેળવણી વિગેરે) વપરાશે તેવી ખાત્રો આપે છે. બેન્કને લગતુ બંધારણ નક્કી કરવા નીચેના ગ્રહસ્થાની એક કમિટિ નીમે છે તે તેનું બંધારણ એક માસમાં ઘડી રજા કરવાને ભલામણ કરે છે.
ઠરાવ (૪)
જૈતાના તીથ સ્થાને ઉપર થતા આક્રમણા જોતા આ કાન્ફરન્સ એમ ઠરાવે છે કે તીથ થાનેાના કાયમી રક્ષણ કરવા ખાતર પ્રાંતવાર સભ્યાની એક કમિટિ નીમવામાં આવે છે જે તી ને લગતા દરેક કામ કરશે. સભ્યાના નામ એક માસની અંદર બહાર પાડવામાં આવશે.
રાત્ર (૫)
જૈન સાહિત્ય ઉપર થતાં આક્ષેપોના સચાટ પ્રતીકાર કરવા અને આપણું સાહિત્ય છપાવી બહાર પાડવા અને તેને વીકાસ કરવા આ કાન્ફરન્સ નીચેના ગૃહસ્થાની એક કમિટિ નીમે છે. ઠરાવ (૬)
આપણી કામમાં કાન્ફરન્સ અને સ્થાનીક સત્રૈાના પ્રચારથી ખાળલગ્નની રૂઢી નાબુદ થઇ છે છતાં અપવાદરૂપે હજી કાઇ કાઇ સ્થળે તે પ્રવૃત્તિ હોય તેમ જાણવામાં આવ્યું છે તેથી આ કારન્સ જયાં જયાં હજી બાળલગ્નની પ્રથા
સેામવાર તા૦ ૬૦-૧-૩૦.
હાય તેના વીરોધ કરે છે અને મજજીત ભેલામણ કરે છે કે જ્યાં જતાં તેવી પ્રથા હોય તે પેહેલી તકે નાબુદ કરવી અને કન્યાની ઉમર વરસ ૧૪ અને વરની ઉમર વરસ ૧૮ ની
નીચેના લગ્ન કરવા નહિ તેમ જાહેર કરે છે.
ઠરાવ (૭)
દીક્ષા સંબંધી હાલમાં જે મતભેદ ઉભા થયા છે તે જોતા આ કાન્ફરન્સ હરાવે છે કે ત્યાગ મા સાચા છે, તેમાં કોઇને શક નથી પણ આ કૈન્ફરન્સનું ચેકસ માનવું છે કે ચોરી છુપીથી ભગાડી, નસાડી જે દીક્ષા દેવામાં આવે છે તે અનીચ્છનીય છે અને તે રીવાજ સદંતર બંધ થવા જોઇએ અને દીક્ષા લેવાને તૈયાર થયેલ ગમે તે દીક્ષા લઇ શકે છે પણ તેને દીક્ષા લેતા પહેલા સ્થાનીક સંધાની રજા લેવી જોઇએ અને દીક્ષા લેવાના એક માસ પહેલા બધી હકીકત જાહેર કરવી જોઇએ એવા આ કારન્સના અભિપ્રાય છે.
ઠરાવ (૮)
જ્યારે જ્યારે મુની મહારાજો ઉપર છાપામાં અને બીજી રીતે થતા આક્ષેપોની તપાસ કરવા અને તેને રીપોર્ટ કરવા માટે આ કાન્ફરન્સ તરફથી નીચેના ગૃહસ્થાની એક કમિટિ બાર માસ માટે નીમવામાં આવે છે. જેએ થયેલા આક્ષેપે તથા હવે પછી થતા આક્ષેપેની, તપાસ કરી રીપોર્ટ કરે તેમ ઠરાવવામાં આવે છે.
રાવ (૯)
સુકૃત ભંડાર ક્રૂડની યોજના કૅન્ફરન્સ તરથી થયેલ છે તેમાં દરેકને પોતાના યથાશક્ત ફાળે આપવ! આ કૉન્ફરન્સ વિનંતી કરે છે અને સુકૃત ભંડાર ક્રૂડના નાણામાંથી તરતમાંજ એક હુન્નર ઉદ્યોગશાળા મુંબઇ ઇલાકામાં ખોલવા આ કાક્રન્સ હરાવે છે અને તેનું બંધારણ ઘડી કાઢવા નીચેના ગૃહસ્થેની એક કિમિટ નીમવામાં આવે છે તે બંધારણના ખરડા એક મહીનામાં રા કરે તેમ ઠરાવે છે.
ઠરાવ (૧૦)
વેપાર ધંધાની કફોડી હાલતને લઇ દરેક કામમાં એકારી દેખાય છે તેવી રીતે આપણી કામમાં પણ એકારી હોય તેમ અનુમાન થાય છે જેથી ગેરવ્યાજબી ખર્ચો બંધ કરી કામને મદદ કરવા પોતાની લક્ષ્મીના સદુઉપયોગ કરી વેપાર અને નોકરી વગેરેમાં કામના માણસને જોડવા આ કાન્ફરન્સ દરેક ગ્રસ્થને વિનંતી કરે છે.
:: લવાજમ ::
વાર્ષિક (ટ. ખ સાથે) રૂા. ૨-૦-૦ સંઘના (સ્થાનિક) સભ્ય માટે રૂા. ૧-૦-૦ મુબઇમાં અડધે. આને.
છુટક નકલ : બહારગામ પણે! આને
આ પત્રિકા જી. પી. ગેાસલીયાએ “સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ, નાં ૩ મધે છાપી, અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઇ નાં ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે.