________________
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ.
' સામાન્ય સભા.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સામાન્ય સભા તા. ૩૦-૪-૩૦ બુધવાર, રાત્રિના આઠ વાગે (સ્ટા. તા.) શ્રી. માંગરોળ જૈન સભાના હાલમાં મળશે, જે વખતે નીચેના ઠરાવ રજુ કરવામાં આવશે. ' (૧) અત્યારની રાજકીય લડતમાં ભાગ લેવા માટે સરકારી શિક્ષા પામવા બદલ શ્રી. મણિલાલ જેઠારી, શ્રી. અમૃતલાલ દલપતભાઈ શેઠ, ' શ્રી. રમણીકલાલ સારાભાઈ મોદી તથા શ્રી. ચંપકલાલ નાથાલાલ વગેરેનું આ સભા અન્તઃકરણપૂર્વક અભિનન્દન કરે છે અને તેમના પગલે ચાલી આ લડતમાં બને તેટલું બળિદાન આપવા જૈન બંધુઓને આગ્રહ કરે છે. .
(૨) અત્યારની રાજકીય હીલચાલને દબાવી દેવા માટે સરકાર દેશનેતાઓ તથા સ્વયંસેવક ઉપર જે અત્યાચાર કરી રહી છે તે સામે આ સભા પિતાને સખ્ત વિરોધ જાહેર કરે છે. *
(૩) આ જૈન યુવક સંઘની સામાન્ય સભા રાષ્ટ્રીય મહાસભાના છે. રાજકીય ધ્યેયને સ્વીકારે છે અને સંધના દરેક સભ્યને સ્વદેશી વસ્ત્રો અને બને ત્યાં સુધી શુદ્ધ ખાદી પહેરવાનો આગ્રહ કરે છે.
' (૪) આ સભા જાનેર કેન્ફરન્સને સુકૃત ભંડાર ફંડને ઠરાવ સ્વીકારે છે અને દરેક સભ્યને સુકૃત ભંડાર ફંડનું લવાજમ જૈન કેન્ફરન્સમાં ભરવા ખાસ સુચના કરે છે. '
આ સભામાં કૃપા કરી વખતસર હાજર થવા દરેક સભ્યને વિનંતિ કરવામાં આવે છે. ' , (૫) મંત્રીઓ રજુ કરે તે.. લી.,
ઓધવજી ધનજી શાહ, જમનાદાસ અમરચંદ ગાંધી, રતીલાલ ચીમનલાલ કેકારી, મંત્રી શ્રી મું. જૈન યુવક સંધ
શ. પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ, ૩.
'મ
'