SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મુબઇ જૈન યુવક સંઘ પત્રિકા ૭-૧૨-૧૯ દેવદ્રવ્ય. ..( 3 ) | સુધી આવેલા દ્રવ્યનો પૂર્વ સંકેત અનુસાર ઉપયાગ કરવા અને હવે પછી આવતા દ્રવ્યનો ઉપયોગ નવી પ્રથા અનુસાર કરવા. આ ઉપરથી સ્પષ્ટ થશે કે આજે જે ફેરફાર કરવાનો સુચવવામાં આવે છે તે અત્યાર સુધી એકડી થયેલ મીલ્કત માટે નથી કારણ કે જે સતપૂર્વક જે દ્રવ્ય લેવાયું દેવાયુ હૈાય તે સંકેતની જાળવણી કરવી એ સ્થિતિરક્ષકનું પ્રથમ કવ્યુ છે. અત્યાર સુધીની એકઠી થયેલી દેવદ્રવ્યની મીલ્કત જે મદિરની હોય તેના જરૂર પુરતું ભલે તેમાં ખરચાય અને વધારાની મીલ્કત અન્ય મંદિરના ઉદ્ઘાર અને નિભાવમાં ખરચાય પણ હવે પછી થતી આવકનો પણ એવાજ વ્યવ થવા દેવાય નહિ. આદીશ્વર ભગવાનના ચાર લાખના મુગટમાં ભૂતકાળનો જૈન ભલે ગૌરવ' માને અને ભૂતકાળની શ્રદ્દા ભકિત અને ગૌરવના ચિહ્ન તરીકે વર્તમાન કાળનો જૈન ભલે તે ખરેખર જાળવી રાખે પણ ભવિષ્યકાળનો જૈન દિ એમાં ગૌરવ માનશે નહિં કે કદિ એવા કાર્યને અનુમતિ આપશે નહિ. પ્રસ્તુત સંદ્વૈત પરિવર્તન સામે એ પ્રકારની દલીલ રજુ કરવામાં આવે છે, એક મુર્ખાઇ ભરેલી, બીછ ડહાપણ ભરેલી. હવે દેવમંદિરના પુનઘટના ધ્રુવી રીતે કરવી જોઇએ તેને વિચાર કરીએ, તે પુનબ્રટનાં બે રીતે કરવી જોઇએ. ( ૧ ) દેવદ્રવ્ય વિષેના સંકેતમાં ફેરફાર કરવો. (૨) મંદિર અને સ્મૃતિનું પરિગ્રહ પ્રમાણ ઘટાડવું, પ્રથમ દેવદ્રવ્યના વિચાર કરીએ, દેવદ્રવ્ય વિષે ચાલુ પ્રથા અત્યારસુધી સર્વત્ર એવી રીતે સ્વીકારાયલી છે કે દેવદ્રવ્ય નિમિત્તે એકટ્ટુ થતુ દ્રવ્ય મંદિર કે મૂર્તિના નિભાવમાંજ ખર્ચી શકાય. કયા શુભ ખાતાની આવકાને દેવદ્રવ્યમાં ગણવી અને કાને ન ગણવી તે વિષે સ્થળે સ્થળે પ્રથાભેદ હોય છે. આ પ્રથાભે૬ મદિરતળમાં થતી આવક · વિષે તે છેજ નહિ પણ કેટલાક સાધુએ મદિર અને મૂર્તિના મહિમા વધારતાં દેવદ્રવ્યનો મહિમા વધાર્યાં છે. અને- તે સાથે મદિર સાથે સીદ્ધો સંબંધ હ ધરાવતા એવા અનેક ખાતાની આવકને દેવદ્રવ્યની કાટિમાં ગણાવવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે થેાડિયાપારણાં અને સુપનના ઘીની આવક ઘણે ઠેકાણે દેવદ્રવ્ય લેખાય છે. ઘણે ઠેકાણે પ્રતિક્રમણમાં સુત્રા ખેલવા માટે જે થી એલાય છૅ તેની આવક પણ દેવઃવ્યમાં જાય છે. વઘેાડા અને મહેાસવાની સત્ર આવક દેવદ્રવ્યમાં લવાય છે. આમ દેવદ્રવ્યના મહાસાગરમાં અનેક ગંગા વહે છે અને આ દેવદ્રવ્યના નામે એકઠું થતું દ્રવ્ય મંદિર અને મૂર્તિના ખર્ચ બાદ કરતાં નિરર્થક એકઠું થતું જાય છે. તે સાનુ, ચાંદી, શેર અને સીકયુરીટીમાં ફર્યા કરે છે. અને ઉચાપત કરી જનારા વહીવટદારા ન મળે અથવા તા મોટા આર્થિક વિપ્લવ ન થાય ત્યાં સુધી કશા પણ ઉપયોગ વિના વધ્યા કરે છે. જ્યારે દ્રવ્ય ખૂબ વધ્યું દેખાય છે ત્યારે દેવમૂર્તિ માટે રત્ન જડિત મુગટા અને આંગી બનાવવામાં આવે છૅ, મેટા 'શ્રીમાનેાના ઘેર ન હોય તેવી રીતે મંદિરમાં ભૂત ભતનાં કાતરકામ અને શણગારો કરાવવામાં આવે છે અને કાળે કાળે મોટા મોટા ઉત્સવા યોજવામાં • આવે છે. આમ શુભ આશય નિમિત્તે નીકળતું પુષ્કળ વ્ય કાં તા નિરર્થક એકઠું થતું જાય છે. અથવા આંગી મુગટન હીરા અને મોતી દ્વારા નિર્દેવ બની જાય છે અથવા તે વાયુની માર્ક કયાંય ઉડી જાય છે. જે પ્રવાહના પાણીમાંથી અનેક સુકા પ્રદેશ ફળદ્રુપ બનાવી શકાય તે પ્રવાહનું પાણી મુખના હાથમાં આવેલ દ્રવ્ય માફક બંધાઇ રહે છે અથવા તે નકામું વહી જાય છે. જે ધેાધના બળમાંથી અમાપ ઇલેકટ્રીસીટી ઉત્પન્ન થઈ શકે તેમ છે તે આપણા અજ્ઞાન અને સ્થિતિચુસ્તતાના કારણે કશા પણ ઉપયોગ વિના ચાલ્યાજ જાય છે અને લોકા તેમાંજ પોતાનુ દ્રવ્ય હાગ્યે જાય છે. આ વસ્તુસ્થિતિ કા પણ સમજું કે વ્યવહારક્ષ સમાજ ચલાવી શકેજ નહિ. આને એકજ ઉપાય છે કે દેવદ્રવ્ય વિષે જે સંકુચિત ખ્યાલ છે તે સમાજે હાવજ એઇએ અને તે દ્રવ્યનો ઉપયોગ કાઇ પણ જનકલ્યાણના કાર્ય માટે ખુલ્લે મુકાવા જોઇએ. એટલે કે દેવદ્રવ્યને સામાજિક અથવા તા સાધારણ દ્રવ્ય બનાવી દેવુ જોઇએ. આમ અત્યાર સુધી ચાલતા સંકેતનો છેદ કરવા તે સંધના અધિકારનો વિષય છે. સુધ પોતાના હસ્તક આવતી મીલ્કત અને દ્રવ્યનો શી રીતે ઉપયોગ કરવા તે વિષે ાના સક્રેતા ફેરવી શકે છે અને નવા સકતે ઉભા કરી શકે છે અને નિયમ કરી શકે છે કે અત્યાર ૧ મુખોઈ ભરેલી દલીલ આ પ્રમાણે હાય છે કે દેવને અર્પણ કરેલ દ્રશ્ય સામાજિક કાર્ય માં ખરચવાનું સ્વીકારવામાં આવે તો તે દ્રવ્યનો આપણા સ્વાર્થ માટેજ ઉપયાગ કર્યાનો દોષ લાગે અને મહાપાપના ભાગી થવાય. આ લીકમાં ત્રણ પ્રકારના હૅત્વાભાસ : રહેલા છે. એક તે દેવને અર્પણ કરેલું દ્રવ્ય દેવતેજ કામ લાગે. એ.ખ્યાલ દેવતત્ત્વના સ્વરૂપથી વિરોધી છે. જે દ્રવ્ય સાથે દેવને કો મૃત શૈબંધ જોડી શકાય તેમ નથી તે દ્રવ્યનો દેવ શી રીતે ઉપયાગ કરી શકવાના હતા? બીજી દેવદ્રવ્યનો ઉપયોગ મૂર્તિ અને મંદિરમાં જે કૅ કરવામાં આવે તે પણ તે મંદિરના લાભ તો આખા સમાજ જ ઉઠાવે છે અને સમાજના એક અંગ તરીકે દ્રવ્ય આપનાર પણ તે લાભને ભાગીદાર બને છે. ત્રીજુ કાઈપણ મીલ્કતનો ઉપયાગ સામાજિક હિત અર્થે કરવાનું કહેનાર ઉપર સ્વાર્થ યુદ્દીનો આરોપ કરવા તે કેવળ વાણીનો છળ છે. આ હિંસાથે તે મંદિરમાં નહિ અપોયેલ એવું દરેક દાન સ્વાર્થીજ ગણાશે અને નિઃસ્વાર્થ સેવા કે સ્વાર્પણમાં લેખાય એવું એક પણું કા અવશેષ રહેશેજ નહિ. દેવદ્રવ્યનો ઉપયોગ સમાજ હિતમાં કરવે એનો અર્થ એ દ્રશ્ય પેાતાના ઘરમાંજ પાછું લેવા બરાબર છે એમ કહેનાર તેમજ માલનાર જનતાની બુદ્ધિની અર્થ વિડંબનાજ કરે છે. માટે આ દલીલ ને પ્રચલિત ન હોય તો જરા પણ ચર્ચા યોગ્ય છેજ નહિ. ૨ ખીજ ડહાપણ ભરેલી દલીલ શાસ્ત્રીય વિરાધને લગતી છે. જે સમૃત પરાવર્તનનું અહિં પ્રતિપાદન કરવામાં આવે છે તેની સામે રૂઢીનો તે વિરોધ હેજ પણ શાસ્ત્રો પણ તેનો વિરેધ કરે છે. આનું ક્રમ કરવું? એ કમુલ કર્યા વિના ચાલે તેમ છેજ નહિ કે પ્રચલિત રતીના સમર્થનમાં શાસ્ત્રના અનેક ઉલ્લેખો રજી કરી શકાય તેમ છે. અને જો તેમ હાય તા પ્રસ્તુત ફેરફાર ક્રમ થઈ શકે? ધાર્મિક સુધારક માત્ર શાસ્ત્રના ઉલ્લેખોના ગુલામ બની બેસવાની જરૂર છેજ નહિ. જ્યારે જ્યારે સંપ્રદાયના ભિન્ન ભિન્ન વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યા હરશે ત્યારે ત્યારે હમેશા મૂળ પતિનું શાસ્ત્રોએ સમર્થન કર્યુ હશે અને ફેરફા
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy