________________
1
४
મુંબઇ જૈન યુવક સંઘપત્રિકા,
બાળ લગ્ન, વૃદ્ધવિવાહ કન્યા વિક્રય, વરવિક્રય મરણ પાછળ જમણ, વિધવાઓની અવદશા વિગેરે હાનીકારક રીવાજો સામે અસહકાર કરવા તથા તેને દુર કરવાના તનનેાડ પ્રયત્ન કરવા ભારપુર્વક આગ્રહ કર્યો હતા; વળી ધર્મીના નામે ચાલતા દંભ પર વિવેચન કરતાં આજે તેા મહાવીર જયંતીએ દાંડીઆ રાસ કન્યાઓના સંગીત વીગેરેથી ઉજવાય છે, ફલાણી કન્યાએ સુંદર ગયું, ને ફલાણા છેાકરાએ દાંડીઆ રમતાં ઠીક ચક્રાવેા લીધેા, વિગેરે હલકી મનેદશા તરફ ધ્યાન ખેચ્યું હતું; મહાવીર પ્રભુ જેવા મહાન પુરૂષની જયંતિ ગમ્મતને વિષય નાજ હાઇ શકે. મહાવીર જયંતિ તો તે મહા પુરૂષનાં જીવન સંબંધે સપુણ ગંભીર પણે વિચારો કરી, તેમણે ખતાવેલા માર્ગે જવાને માટે ભીષ્મ પ્રતિજ્ઞા લઇનેજ ક્રમસર આપણા વિકાશ સાધવામાંજ મદદગાર બનાવવી જોઇએ.
|
સાચા ત્યાગી સાધુના હું ગુલામ છું, તેની દુનીઆને હ ંમેશા જરૂર રહેવાનીજ. અગાઉના જૈનાચાર્યોથી ધમ, સાહિત્ય વીગેરેથી જે સેવા કરવામાં આવી છે, તેના દ્રષ્ટાંતે આપી સમજાવ્યું હતું. અત્યારની ચાલુ પરિસ્થિતિપર આવતાં અેટલાક અધશ્રહાળુ શેઠીઆએ! અને અમુક સાધુઆની ભાગીદારીના સબંધ બતાવી, દીક્ષાના નામે કુંડા એકઠાં કર્યાં હાય, અનેક પ્રપ ંચો રમી ચોરી છુપીથી છેાકરાઓને ઉપાડી જવા, સંતાડવાના ધંધા લઇ બેઠેલા, જ્યાં જ્યાં એમના પનાતા પગલાં પડે ત્યાં ત્યાં આખા સમાજમાં કુસ ́પની આગ સળગાવનારા, સધને હાડકાને માળા કહેનારા, ભ્રષ્ટાચાયોને ઉંચકી ફેંકી દેવા નવ જુવાનોને પડકાર કર્યો હતા.
સાધુઓમાં કાઇ નાયકજ નથી. શિષ્ય ગુરૂનુ ના માને તે સ`બધી લાલબાગને દાખલા આપીને આગળ કહ્યું હતું કે જો સમય પ્રમાણે ફેરફારો કરી યેાગ્ય વ્યવસ્થા કરી અથવા કરાવી આપવામાં નહી આવે, તે જૈનો જેવી આદર્શ સાધુ સંસ્થાનું અધઃપતન થતુંજ જશે. યુવાનોએ હવે માત્ર વેશને માન નહીં આપવાનો, પણ ગુણનેજ પુજવાનો નિશ્ચય કર્યો છે.
|
અયેાગ્ય દીક્ષા સંબધી ખેલતાં દીક્ષાના નિયમાના ઉલ્લેખ કર્યાં હતા. સાધુ સંસ્થાનેાજ આજના નવજીવાનો નાશ કરવા ઇચ્છે છે, એવા ખાટા આક્ષેપ કરનારા હડહડતા જુઠ્ઠા છે; સાચી ભાગવતી દીક્ષા હંમેશાં પૂજનીયજ છે, અને રહેશેજ,
તા. ૯-૧૧-૨૯
શ્રીયુત ભાઈશ્રી મણીલાલ મેહકમચંદે જણાવ્યું કે જૈન યુવા નેને જયાં દંભ યા પાખંડ લાગે, ત્યાં સામના કરવાજ, એ યુવાની ફરજ છે, ત્રણે ફીરકાઓના ઐકયપર વિવેચન કરી અંતરીક્ષજીના ઝધડાનું દૃષ્ટાંત આપી પૈસાની બરબાદી કરી જીત્યા તે પણ હાર્યો સરખુજ છે, તેના કારણેા જણાવ્યાં હતાં. અને ખંભાતની ચારે જ્ઞાતિના ઐકયને માટે ખાસ આગ્રહ ભરી અપીલ કરી હતી. અયેાગ્ય દીક્ષા સંબધી લંબાણથી વિવેચન કરતાં જણાવ્યું કે આજે એક માણસ ચેર, વ્યભિચારી ઇત્યાદી હાય અને કાલે સવારે સાધુના કપડાં પહેરે, અને આચાર નહી પાળી શકાવાયી ભાગી જાય, અને તેથીજ પરિક્ષા કર્યા સિવાય પવિત્ર ભાગવતી દીક્ષા લઇ અયોગ્ય માણસા ધુસી જઇ સાધુ સંસ્થાને હાંસીપાત્ર બનાવે, ઇત્યાદી કારણેાએ કરીને અયેાગ્ય દીક્ષાને જ આપણા વિરાધ છે. કાઇપણ જૈન શાશ્વતી ભાગવતી દીક્ષાના વિરોધી હેઇ શકેજ તહી.
-
યંગમેન્સ જૈન સોસાયટી તે જીવાનેાના નામ હેઠળ ઉપસ્થીત થએલી લેભાગુ સંસ્થા છે. કેટલાક ખુશામતીઆએની પ્રપ’ચી પેટ ભરનારાએેની અથવા બાળા અધશ્રદ્ધાળુએની, ચેલાએ મુંડવાના મેનીઆ વાળા સાધુઓની ‘“ છઠ્ઠા કરનારી સંસ્થા છે. મુંબઇમાં આ સંસ્થા દુધપાકી સાસાયટીના નામે ઓળખાય છે. હાલના બેકારીના વખતમાં કેટલાક ફરીઆએ મુંબઇમાં લાલબાગમાં રામજી પ્રેમજીની પેઢીમાં જોડાઈ બીચારા કામે લાગી ગયા છે. ખાટા દભાને સ્પષ્ટ રીતે જાહેર કરવાને માટેજ મુંબાઇ યુવક સ’ધની સ્થાપના થઇ હતી, અને તેજ ભાવનાથી ગામેગામ યુવક સધો સ્થપાતા જાય છે, તે જૈન સમાજની જાગૃતિની નિશાની છે, દરેક સાચા યુવકની ફરજ છે કે સત્ય સ્વાત્યાગ, નિડરતા અને સેવાભાવનેજ લક્ષમાં રાખી પ્રજામત કેળવવા તથા દંભ અને પાખંડતા સામના કરવા કટીબદ્ધ થવું. સત્ય તમારા પક્ષમાં છે, તે કાની તાકાત નથી કે તમારા વાળ વાંકે કરી શકે; એટલું કહી ખંભાતના યુવક સંઘની ફતેહ ઇચ્છી હતી. ત્યારબાદ
37
ત્યારબાદ તેમણે સધ સત્તા, તથા સાધુ સત્તાનું સ્પષ્ટીકરણ કરી સધ સત્તાની મહત્તા સાબીત કરી બતાવી હતી, અને મનસ્વીપણે ચતુર્વિધ સંઘની વ્યાખ્યા કરનારાઓની ઝાટકણી કાઢી હતી.
ખંભાતની પુર્વેની જાહેાજલાલીનું બ્યાન કરી આજની આર્થીક અવદશાનો ખ્યાલ કરાવી છેવટે યુવાનોને પ્રગતિ શીલ થવા હાકલ કરી કે કુંભકર્ણની નિંદ્રા ત્યાગી- નિડરતાથી આગળ ધપેા, સત્યના સદા જય થાવ.
છેવટે ઉપસ`હાર કરતાં પ્રમુખ સાહેબે બન્ને વકતાએ યુવક સાંધના ઉદ્દેશ તથા આત્મ વિવેદનનું જે સ્પષ્ટતથી વિવેચન કર્યું છે, તેને દરેક ભાઇએ વિચારી, આચારમાં મુકવા અપીલ કરી હતી.
ખંભાતના જેનેાની કળવણી વિષયક પછાતપણા માટે ખેલતાં આચાર્ય શ્રી વિજયનેમીસુરીજીએ સ્ત્રી કેળવણીના પ્રચારાર્થે જે જૈન કન્યાશાળા સ્થાપી હતી, તેને માટે કન્યા શાળાને લાયકનું સ્વચ્છ મકાન નથી, સ્ટેટ તરફથી માસીક પીસ્તાળીસ રૂપીઆની ગ્રાંટ મળે છે, તે નભે છે. આપણે જમણે વિગેરેના નિરર્થક ખર્ચ ઓછા કરી આવી કન્યાકેળવણી જેવી સંસ્થાને મદદ આપી સારા પાયા પર લાવવા અપીલ કરી હતી. જૈન પ્રજામાં કેળવણી હશે તે આપોઆપ અધશ્રદ્ધા દુર થઈ ઉન્નતિના માર્ગ ખુલ્લો થશે. બન્ને વિદ્વાન વકતાઓએ કહયું છે, તે પ્રમાણે નિડર બની તથા ચારિત્ર્ય શિલ થઇ. સત્ય પંથે પ્રયાણ કરવા આગ્રહ ભરી અપીલ
|
કરી હતી.
બન્ને
છેવટે શેડ દીપચંદ પાના દે મુંબાઇથી ખાસ પધારેલ વકતાઓને તથા પ્રમુખ સાહેબનો આભાર માની સાડાનવ વાગે સભા બરખાસ્ત થઈ હતી.
રાયચ’દ એચ. ઝવેરી.
આ પત્રિકા ધનજી સ્ટ્રીટમાં આવેલા જૈન ભાસ્કરાય પ્રેસમાં મનસુખલાલ હીરાલાલે જમનાદાસ અમરચંદ,ગાંધી (તંત્રી) માટે છાપી, અને તેણે જૈન યુવક સધ માટે પ્રીન્સેસ સ્ટ્રીટ મનહર ખીલ્ડીંગમાંથી પ્રસિદ્ધ કરી. મુંબઇ, ન. ૨