________________
૯-૧૧-૧૯
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા,
ખંભાતમાં યુવક સંઘના આશ્રય નીચે જાહેર સભા.
ખંભાત તા. ૨૯-૧૦-૧૯૨૯
ખંભાત મુકામે તા. ૨૭-૧૦-૨૯ ને રવીવારે સાંજના સાત વાગે એક જાહેર સભા શેડ ભાલાલ પાનાચંદની ધર્મશાળામાં મળી હતી. જૈન યુવકૈાની પ્રવૃતિ ” એ વિષય ઉપર ભાષણ આપવા માટે મુંબઇના શ્રી જૈન યુવક સત્ર તરફથી શ્રીયુત ભાઇશ્રી એધવજી ધનજી સેાલીસીટર તથા શ્રીયુત ભાઇશ્રી મણીલાલ મહેાકમચંદ ખાસ પધાર્યા હતા.
સભામાં જૈતા ઉપરાંત દરેક કામના ભાઈઓએ ભાગ લીધા હતા.
શરૂઆતમાં પ્રભુસ્તુતિ બાદ શેઠ દીપચંદ પાનાચદની દરખાસ્ત અને શકરાભાઇ અ. કાપડીઆ ખી, એ. ના ટેકાથી ભોગીલાલ એન. શાહ એમ. એ. એ પ્રમુખસ્થાન લીધું હતું.
ત્યાર બાદ શાંતિલાલ ભોગીલાલ નામના વિદ્યાર્થી મધુ એ “ આજ ભારત વર્ષમાં છે. પક્ષ તેમાં પડયા ” એ ઘણા સુરીલા તથા કરૂણૢ અવાજે ગાઇ સંભળાવી ઘડીલર આખી સભાને સ્તબ્ધ બનાવી હતી.
ત્યાર બાદ આજના વકતા ભાઇશ્રી એધવજી ધનજી સેાલીસીટર ખેલતાં જણાવ્યું કે મારી ઓળખાણ આપતાં અત્રેના યુવક સંઘના પ્રમુખ સાહેબે મારા જે વખાણ કર્યા છે, તે સંબંધમાં પ્રથમજ જણાવી દઉં કે હું વિદ્વાન, લેખક, કે વકતા નથી પણ હું તે સૈનીક છું; સૈતીકને ધર્મ તો હુકમ ઉઠાવવાનો, મુંબઇ યુવક સંઘના હુકમને માન આપી વિચારાની આપલે કરવા હું આપની સમક્ષ હાજર થયો છુ.
યુવકાની વ્યાખ્યા કરતાં તેમણે જણાવ્યુ` કે યુવક એટલે પ્રાણવાન, અડગ આત્મવિશ્વાસ, અન્યાય અને મા સામે નિડર બળવાખાર, આ માટે આત્મ સમર્પણ કરનાર તપસ્વી, શૌર્યતા અને સેવાભાવથી ઉભરાઇ જતાં જીવન સમે, ઋણું ને સંહારી નવસૃષ્ટીનું ઘડતર ઘડનાર ભાવનાઓની જીવંત તિ
દુનીઆની યુવક ચળવળની ઉત્પત્તિને ઇતિહાસ આપતાં જર્મની, ઇજીપ્ત, તરકી, ચીન' વીગેરેના યુવકાના ઉલ્લેખ
કરી યુવકનો સબંધ ઉમર સાથે, કાળી કે સફેદ ચામડી સાથે, વેાળા કે કાળા વાળ સાથે નથી, તેમ જણાવ્યું હતું.
યુવક સંઘના ઉદ્દેશ સમજાવતાં જણાવ્યુ કે ઐાની ધાર્મીક, સામાજીક, અને આથીક ઉન્નતિના પગલાં રાષ્ટ્રહીત સાચવીને યોજવા, અને અમલમાં મુકવાના છે. જૈન કન્ફરન્સ
ભરાતી, અને ઠરાવા કરી વિખરાઇ જતી, અને રાત્રે માત્ર પાનાપરજ રહેતા, તેથી ઉપાયા ચેજવા અને અમલમાં મુકવાપર ખાસ ભાર દેવામાં આવ્યા છે.
આજથી દસ વર્ષ પહેલાં ઇન્ડીઅન નેશનલ કૉંગ્રેસ પણ દરાવા કરી વિખેરાઇ જતી, પણ દસ વર્ષથી મહાત્માજીએ કોંગ્રેસમાં ભાગ લીધા પછી તે ડરાવે અમલમાં મુકવાના
* \\
૩
ભગીરથ પ્રયત્ન થયા, ત્યારથીજ કૉંગ્રેસ એક જીવંત સંસ્થા બની છે. રાષ્ટ્રીય ઉન્નતિ, અને નાની ઉન્નતિને ગાઢ સંબંધ છે, તેને દાખલા દલીલા સાથે સમજાવતાં ચાલુ પરિસ્થીતિનું ધ્યાન આપી રાષ્ટ્રીય પરાધીનતાથી થતા નુકસાન તરફ ધ્યાન ખેંચી રાષ્ટ્ર એ મુળ છે, તેને પાષણ મળવાથી ડાળા, પાંદડા આપોઆપ નવપવિત થશે, તેથીજ રાષ્ટ્ર હિત સાચવી ઉપાયે યેાજવા અને અમલમાં મુકવા પર ખાસ ભાર દેવામાં આવ્યે છે. જો નાની નાની કામેા પણ કામી ચુંટણીની માંગણી કરે તે રાષ્ટ્રીય ઐકયતાને કેવી રીતે ધોકા પહોંચે વીગેરે દલીલેથી સમજાવી, વિશાળ દ્રષ્ટીથી રાહીત ધ્યાનમાં રાખીનેજ ઉપાયે યેાજવા અને અમલમાં મુકવા પર ધ્યાન ખેંચ્યું હતું.
જૈન કામની પુત્રની જાડેજલાલીનો ઉલ્લેખ કરતાં
રાજદ્વારી ક્ષેત્રમાં જૈનાચાર્યોં તેમજ જૈને જે આગળ પડતા ભાગ લેતા હતા. તેના દ્રષ્ટાંત આપતાં હેમચંદ્રાચાય, તે કુમારપાળ, હીરવિજયસુરી ને સમ્રાટ અકબર, ભામાશા તે રાણા પ્રતાપ, વિગેરેના દ્રષ્ટાંતા આપી જૈતેના અત્યારના રાજદ્વારી પછાતપણા તરફ ધ્યાન ખેંચી રાજદ્વારી પ્રવૃત્તિમાં ઝુકાવવા આગ્રહ કર્યા હતા.
યુવક સંઘના આંત્મ નિવેદન પર ખેલતાં વિચાર સ્વાતંત્ર્ય એ સામાજીક પ્રગતિની મુખ્ય ચાવી છે, અગાઉ સ્વતંત્ર વિચારકાને તેન્દ્રે વધ કરી સધ બહારનું શસ્ત્ર અજમાવવાથી કેટલી હાની થઇ હતી, તથા સમાજની પ્રગતિ અટકી પડી હતી, તેના દાખલા આપી સમજાવ્યું હતું.
સમાજની આર્થીક બાબત પર એન્નતાં સંધ વિગેરે
કાઢવાનેા અગાઉ શે આશય હો!, તે સમજાવી, સંઘવી પોતે તેા લાખ રૂપીઆ ખચે છે, પણ તેથી ત્રણ ગણા પૈસા જુદા જુદા ગામાના સા મારફતે સ્વાગત, વરઘેાડા, સ્વામી વાત્સલ્ય વગેરેમાં ખર્ચાય છે, અત્યારે સગવડભર્યો રેલ્વેનાં સાંધા હોવા છતાં દ્રશ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ લક્ષમાં રાખ્યા વિના પૈસાના આવી રીતે ન્યય કરવા, તે વધુ પડતા ગણાય. અત્યારે તા જૈતેની આર્થીક દશા સુધારવા માટે હુન્નર ઉદ્યોગ, કેળવણી વીગેરેમાં આવા (વેડફાઇ જતાં) વધુ પડતા ધનને ઉપયોગ કરવામાંજ સમય ધર્મો છે, સમાજા જે પૈસે મનસ્વીપણે અંધશ્રદ્ધાથી બરબાદ થાય છે, તે અત્યારની નાની ભયંકર એકારી · ધ્યાનમાં લઇને, વ્યાજબી ક્ષેત્રોમાં
ઉપયોગ નહી કરવામાં આવે તે
યુવાને હવે હરગીજ
નહીજ સાંખે,
કે
જેનાના ત્રણે ક્ીરકાના ઐકયપર ભાર દેતાં જણાવ્યું આપણે શ્વેતાંબર, દીગમ્બર, સ્થાનકવાસી તેમાંય અનેક ગા, વાડાઓ વિગેરેમાં આપણે વહેંચાઇ ગયા. એ આપણા ભેદ નથી, તિર્થોનાં ઝગડાઓ જેવી નાની નાની વાતાને મેઢું બધા ભાઇઓ ચાવીસ તિર્થંકરોનેજ માને છે, મુખ્યતઃ કશાજ સ્વરૂપ આપી આપણી શક્તિ કેવી રીતે વહેંચાઇ ગઇ તે
પર દૃષ્ટાંતો આપી હવે તડજોડ કરી પ્રેમભાવે એકત્ર થઇ સગઠન કરવાના યુગ આવી પહોંચ્યા છે. આજના યુવકાએ આ બાબત તાકીદે ઉપાડી લઇ જીદા ાદા વિભાગેામાં વહેંચાઈ ગયેલી શકતીઓને એકત્ર કરવા સમય ધર્મ સમુચ્છ કટીબદ્ધ. થવો આગ્રહ કર્યો હતા.
|