________________
-
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા
તા. ૫-૧૦-૨૯.
આથી આપણી આંખે “શુભદર્શ બને.. બીજાનાં દે જોવાની પ્રકૃતિને બદલી નાંખે ! અને પિતાના જીવન કૃત્યની નેંધ રાખી ભૂલેને માટે પ્રાયશ્ચિત કરાવી ઉત્કૃષ્ટ સંવા માર્ગમાં સ્થાપે તે સાચી દીક્ષા
,
દીક્ષા આપનારે જીવનને સમતા અને શાંતિનાં ઉજવેલ પ્રકાશથી રંગેલું હોય, ને દીક્ષા લેનારમાં જીવનને ‘દીવ્ય બનાવવાનાં ઉમળકાં હોય તે ! અને તેજ
સાચી દીક્ષા સમજીઓ લઈ શકે. * ને દીપાવી શકે ! * એ ખાંડાની ધાર પર ચાલવાનાં
બાળકે કે બબુચકનાં કામ નહિં! ત્યાં તે વીરે જ જીતી શકે ! વીજ દીક્ષા લઇ શકે,
“ગુણસ્થાનકુમારેહણ” માંજ પ્રગતિ સમજી " સમ્યક જ્ઞાન્ દર્શન ને ચારિત્રને નજર સામે રાખી 'દિવ્ય જીવન” ઘડવાને જે સહાય કરી શકે તે સાચી દીક્ષા !
જે દીક્ષા દુનિયાને નવા આદર્શો આપે; જમતનાં ભંડારમાં સુંદર ફાળો આપે. અને જીવન પર કેટલીય આશાભરી, ઉજવલ પવિત્રતાની નિશાનીઓ મૂકે તેજ સાચી દીક્ષા !
આત્માને સ્ફટીક સમે ઉજવલ બનાવે ! વિચારોને સદા વિશુધ્ધિને રંગ આપે! ભાવનાને વિવેકને પ્રકાશ બતાવે ! અંદરનાં અહંકારને મારી દુનિયાનાં વિખવાદમાંથી ઉપાડી જઈ આપણાં ચિત્તને આંતરભિમુખ બનાવે. તેજ સાચી દીક્ષા !
સાધુતા એજ જેનું જીવનસુત્ર હેય. અને આત્મકલ્યાણ એજ જેનાં નાભિકમળનો ઉમલકે હાથ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ને ભાવનું જ્યાં ભાન હોય, કે ને પરમ વિશાળતા એ જેને શ્વાસ હોય, તેજ સાચી દીક્ષા !
હરનિશ પિતાની ‘અપૂર્ણતાને “પૂણત' કરવા તપે, જગતનાં વિષને શાંતચિત્તે પી જઈને અમૃતની જ માત્ર વૃષ્ટિ કરવાની તાલીમ આપે, અને પ્રેમને ત્યાગનાં પુસ્તક વાંચતાં વાંચતાં , શાંતિનાં–સમકિતનાં ઉપાશ્રયમાં સ્થાપે તેજ સાચી દીક્ષા ! આત્મ-સ્વરાજયને આનંદ લૂંટવા જે દેડે, સમતા ની શકિત મેળવી કાધપર કાબુ મેળવે, માનસિક ને વાચિક દે હણી આત્મબળ ખીલવીને આત્મ સંશોધન કરવા જે ગુથાઈ રહે. તેજ સાચી દીક્ષા !
* * * જે દીક્ષાથી અંતરનાં અક્ષરે ઉકેલી શકાય વિશ્વપ્રેમની દ્રષ્ટિ સાંપડે, નિજાનંદમાં સ્થીર રહી કલેશ માત્ર પર “જય મેળવવા મથાવે તે સાચી દીક્ષા !
ભેખના પડછાયા જ્યાં જીવન પડે
અલખને વેશ વૈરાગ્યની સાચી દ્રષ્ટિ આપે. મનથી ને અંતરથી સાધુ બનાવે, અને શાસ્ત્રોનાં સૂત્રે-શબ્દો ઉપરથી તત્વનો નિર્ણય ગમે તેમ કરી નાંખવાની બાલીશતાથી બચાવે ! એવા ભયંકર ‘મિથ્યાત્વથી બચાવે. ધર્મનું સાચું રહસ્ય સમજાવી સાક્ષાત્ ધર્મની પવિત્ર સુંદર, શીતળ ને નિર્મળ મૂર્તિ-માનવની ઘડે, તે સાચી દીક્ષા ! આ દીક્ષાનો આદર્શ મહાન છે !. આ દીક્ષાની ભાવના ભવ્ય છે ! કલ્યાણ ! કલ્યાણ ! સાચી દીક્ષાથી તે કલ્યાણ–થાય! આનંદ, શાંતિ ને મધુરતાની ગંગાઓ વહીને . જગતનાં વાતાવરણને, મનુષ્યની હદય ભૂમિકાને પવિત્ર............ફળદ્રુપ બનાવે એ દીક્ષા ! સાચી દીક્ષાને જય હો ! જય હે !
અને સાચી દીક્ષા એજ છે કે જે દીક્ષીતનાં વચનમાં મધુ મૂકે ને અધરમાં સુધા સીંચે ! ' ' . .' અપકારને બદલે ઉપકારથી વાળવા, શીખવે, અને રાગ દ્વેષની મેહ જાળા છોડાવી પરમાનંદની પ્રાપ્તિમાં ઉડાડે તે સાચી દીક્ષા !
અહા હા ! સાચી દીક્ષા ! હારું પવિત્ર સ્વપ્ન કયાં છે ? હારી ઉજ્વલતા પર આજે પાગલ પાણી ફેરવે છે. છોકરડા બુદ્ધિનાં સાધુઓ હારી સુંદરતા પર કાળાશ પાથરે છે. ' ઓ દીક્ષાકુમારી ! પવિત્ર સુંદરી !