________________
તા. ૫-૧૦–૨૯
કાળામાંથી ધોળા થવું એ તેની પ્રતિજ્ઞા! ખારામાંથી મીઠાં થવુ એ તેની મને દશા! દુધી દૂર કરીને સુગંધીએ પ્રસારવી એ દીક્ષીતનુ હેાય મહાન પરીવર્તન ! પાશવતા છેાડીને સાચી માનવતા સજવી, અને માનવતા-પર- દૈવત્વ'ને એપ આપવે, ભાગની ભાવનાએ તજી
ત્યાગનાં નિર્મળ પ્રદેશે વસવું,
અને હરનિશ આત્નેહારનાં માગે
આગળ ! આગળ ધપવું એ છે દીક્ષાનુ કા !
* * **
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
એ દીક્ષા એટલે !
એ ભૂલેલા વેશધારીએ !
એદીએના અખાડા જમાવનારી કોઇ શાસ્રકારે રચેલી ‘સ્કીમ' નથી; હાં ! કે ખાડાં ઢોરને સંગ્રહવાની
એ ગંધાતી પાંજરાપાળ નથી,
પરંતુ જનસમાજ કરતાં વિશેષ શકિત ધરાવતા વીરપુરૂષોનુ' વિકારાને હરાવવાનું એ સંગ્રામ સ્થાન છે. આત્મ સૌંદર્ય ના શીતળ રસભર્યાં
ઝરણાંઓ જીવનમાં વહાવવા તેજ સાચી દીક્ષા છે. સમસ્ત જીવન પ્રદેશે ચારિત્રને પ્રકાશ પાથરી સાત્વિકતાભયાં જ્ઞાનની તેજસ્વી મશાલ લઈ આત્માને પરમાત્માના રંગ આપી . પરમ શાંતિના પાન કરવા તે દીક્ષા છે !
* **
દીક્ષા એ તે! દીલને ગુલાબી રંગ છે. આત્માનું મીઠું અમૃત છે.
એ કાંઇ માત્ર વેશને વિષય નથી,
એકલા વસ્ત્ર પલટા નથી,
એકલુ ક્ષણિક દુઃખથી નાસી છુટવાનું પરિણામ નથી !
કે માત્ર તર ંગી અધ્યાત્મ દશા (!) નથી પરંતુ જીવનને નવગુલાબી રંગ આપવાની, જૂના ખેાખાંને નવા શ્વાસ, નવા પ્રાણ
ને નવી દ્રષ્ટિથી આપવાની પરમ તાલીમ છે.
*
આ દીક્ષાના મહાન આદશ કાણુ સમજે છે ? કેદીક્ષા એટલે?
પવિત્રતાની લહરીઓમાં સદા વિચરવું, ક્ષમાની ઉદાર ભાવનામાં ઉડવુ, સંસારનાં અળખામાં આડંબરો તજવા, મિથ્યા માહુ મૈં ૬ભા છેડવા, ‘જયા’ પૂર્ણાંક ‘જીવન' વિતાવવુ, વિચારપૂર્વક વાણી ઉચ્ચારવી, પાતાના જીવન નૃત્યપર કરડી નજર રાખવી,
અને સંયમના મજબુત અંચળા એટી
આત્માને નિશદીન અગ્રત રાખી -
ત્યાગની ઊઠ્ઠીમાં સદાય
જીંદગીનાં વિકારે અને ક્રુવિત'ને ભસ્મ કર્યાં કરવા એ દીક્ષાના મહા માલેા મેધપાઠ છે.
સાચી દીક્ષા એટલે
સાધવાની આત્માને સાધવાની સુંદર ક્રિયા ! સાધનાના શીખર પર ચડવાની શરૂઆત એ છે દીક્ષાનું મંગળાચરણ ! આત્માના પૂર વૈભવથી,
દુનિયાને છાઁ થાય એવુ મનેાહર જીવન જીવવાની કળા તે દીક્ષા !
જીવનની પ્રત્યેક પળને
‘પરમ આદર્શા’નીરોાધમાં રાકવી તે દીક્ષા ।। આત્મ દર્શનની જ ંખના જાગવી,
અને આત્મઝરામાં સમભાવ' પૂર્વક રમણ કરવુ
એ છે પમ પવિત્ર દીક્ષા !
દીક્ષા ! દીક્ષા ! એ સાચી દીક્ષા ! એ આત્માને ઉર્ધ્વગમનનાં માગે લઇ જાય,
દીલની ભાવનાઓને ઉન્નત કરે! અંધારામાંથી રેશનીમાં ખેંચી જાય અને ઇંદ્રોનાં ઐશ્વયનેય શરમાવે તેવુ' સાદું, સીધું છતા ત્યાગી, તેજસ્વી સ્વર્ગીય જીવન જીવવાનું શીખાય તે દીક્ષા ! આ દીક્ષાનું મહાત્મ્ય મહાન છે!
* * *
જ્યાં જ્યાં સાચી દીક્ષા
ત્યાં ત્યાં ભવ્ય શાંતિનાં ધામ હેય,
ત્યાં ત્યાં સમતાના સાગરે ઉછળતા હોય, ત્યાં ત્યાં વિવેકની ગ્ગાઓ વહેતી હાય, ત્યાં ત્યાં પ્રેમનું સિંચન થયું. હાય, ત્યાં ત્યાં આત્માનું અમૃત વહીને સમભાવભરી દ્રષ્ટિ સ્થપાય !
રે! જ્યાં જ્યાં સાચી દીક્ષાના મડો રચાય ત્યાં ત્યાં અંદરના ઉકળાટા સમી જઇ મનુષ્યને હિમ, જેવી ઠંડક મળે! અને આસપાસની ઉપાધીએ વિરમી જઇ ‘મરત' દશામાં હેરપૂર્વક
*દીક્ષીતા' મ્હાલતા ફરે તે છે સાચી દીક્ષા !
* *
સાચી દીક્ષા તે આંબાના છાયા જેવી શીતળ હોય, થાકેલા જગતને વિસામે હોય,
અખંડ તૃપ્તિનું સાવન હાય,
અહા ! દીક્ષા એ તે મધુરતાના મહાસાગર હાય !
એ દીક્ષા ! ત્યાગ !
એ તેા સ્વય' દોડતાં આવે!
અંદરની ખદખદાટી’ ના પરિણામ રૂપે
એ ત્યાગની પ્રેરણા આપે.
દીક્ષાની સ્વય' આત્મામાં ‘અણુઝણાટી’ થાય. .
ઉગે ! ખીલે! તેઃ વીકસે !
મ
એ છે સાચી દીક્ષા ! અને એજ છે સાચે દીક્ષીત !