________________
યુવાન નવ સૃષ્ટિને સરજનહાર છે.
વ્યર્થ શરસંધાન.
Reg. No. B. 2018
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા મજ ૫ મા. }
અંક ૫ મો.
સંવત ૧૯૮૫ ના ભાદરવા વદ ૧૦ શનીવાર
તા. ૨૮-૯-૨૯,
લવાજીમ્ છુટક નકલ
અડધો આને.
હું દિક્ષાની જાળમાં કેમ ફસાયો?
.
એક જૈન યુવકની આપવીતી. બીજા જુવાને ચેતવણું.
હું મૂરતીપુજક જૈન છું. ઉમર વરસ આશરે ૧૭-૧૮ છે. ગુજરાતનાં આવેલાં પાટણ તાબાના એક ગામડાને રહીશ છું. મારા મા બાપ મારી ૧૧-૧૨ વરસની ઉમરે ગુજરી ગયા છે, બીજો ભાઈ અગર બહેન પણ નથી, સંસારમાં એક મામે છે. પણ કાકા મામા કહેવાના તે કહેવત અનુસાર મારૂં કઈ સગું નથી. દેશમાં કાંઈ નીર્વાહનું સાધન નહીં હોવાથી સંવત ૧૯૮૫ના કારતક માસમાં કમાવા સારૂ મુંબઈ આવ્યા. ત્રણેક મહીના રખડયા બાદ રૂ. ૨૫ ના પગારથી નોકરી મળી, પરંતુ નસીબ બે ડગલાં આગળનું આગળ એટલે અઢી મહીનો તે નોકરી કરી ત્યાંથી રજા મળી. વળી પેટનો ખાડો પુરવા બીજી નોકરીની તપાસ માટે બહુ રઝળે. ઓળખીતાને ભલામણ કરી પણ કયાંઈ પને લાગે નહી. ધર્મ ઉપર પ્રથમથી મને શ્રદ્ધા હોવાથી લાલબાગમાં દેવસેવા કરવા જતા, તે અરસામાં મુની શ્રી રામવીજયજીનું લાલબાગમાં આગમન થયું. મને પણ આખો દીવસ વગર નોકરીએ કયાં કાઢે તે મુશ્કેલી હતી, એટલે સવારના વ્યાખ્યાનમાં બેસી વખત પસાર કરતા અને સુનીશ્રીને હળને મળતો થતો ગયો. કઈ સદગૃહસ્થના જાણવામાં આવ્યુ કે આ છોકરી નાવારસ છે અને હુશીયાર છે તેથી દીક્ષાને લાયક છે. આ વાત મુનીશ્રી રામવીજયજીના કાને નાંખ. મુનીશ્રીની આંખમાં હું આવી ગષો પછી તે બહુ પ્રેમભાવથી મારી ઉપર દીક્ષાના વચનામૃત સંભળાવવા શરૂ થયાં. હું પણ લલચાયો કારણ મને તે સંસારમાં એકલા રહી . મહેનત કરી પેટનો ખાડો પુરવા કમાવા કંટાળો આવ્યું હતું. એટલે આ વગર મહેનતે રાજ માલમીટ્ટાને મળે તે શું ખોટું વળી જીંદગીનું પણ સાર્થક થાય. એમ ધારી મેં પણ દીક્ષા પ્રકરણમાં ઝંપલાવવા અને સાથે દૃઢ નિશ્ચય કર્યો. મારા ખાવાપીવાની કપડા-લતાની વ્યવસ્થા એક પાટણના શેડીઆ તરફેથી થતી હતી, અને મારા ઉપર મુનીશ્રી બહુ પ્રેમભાવ દેખાડવા લાગ્યા. મુંબઈમાં સાધુઓના બે પક્ષ છે, સામા પક્ષમાં હું ન જાઉં આવું, અગર તો આંહીની બાતમી ત્યાં ના પહોંચાડું તે બાબત મારા ઉપર ચેકી પહેરે રહે. મુનીશ્રી સુગ્રીવવીજયે પઇસા ઉઠાવી ગઈતી કરી ગયા તેમાં તારાજ હાથ છે. તેંજ સામા પક્ષને મલી જઈ નસાડવામાં મદદ કરી છે એવા આક્ષેપ મારા ઉપર થવા લાગ્યા. હું તે આ બાબત કાંઈ જાણતેજ નહોતે. મારા ઉપર અવિશ્વાસ બેઠે. મને કાઢી મુકવા પ્રયત્ન થવા લાગ્યા. સામા પક્ષ વિરૂદ્ધ બહુ ચળવળ થવા માંડી. મુનીશ્રી વલ્લભવિજયસૂરી જેવા સાધુ પુરૂષની ખેતી નિદા મારાથી સહન થઈ શકતી નહોતી, એટલે હું પણ આમાંથી કેમ છુટવું તે તજવીજમાંજ હતા. ભાદરવા સુધી ૬ ના વરઘોડા, નીમીતે બધા સાધુ મુનિરાજે તેમજ ચોકવાલા ભઈયાઓની વરડામાં હાજરી હોવાથી તે તક નો લાભ લઈ હું છું થયું. છુટા થવા, બદલ ઈશ્વરને પાડ માનું છું, પરંતુ મારી જેવા બીજા બે પક્ષી હજુ દીક્ષાની જાળમાં આબાદ ફસેલા છે. ઈશ્વર તેઓને સદબુદ્ધી આપે, અને મારી જેમ છુટા થઈ જાય. અગર તેમના મા બાપ વાલી વારસે તેમને છોડાવી લે. આ બેમાંથી એક ભાઈની ઉમર લગભગ વીસ વરસની હશે. મેત્રીક એલ છે. ખાદીધારી છે. વઢવાણ તરફના રહીશ છે. બીજાનું નામ જાણું છું, પણ તેમની બીજી કોઈ હકીક્ત જાણતા નથી.
':
'
, ' + રોકડ .
(હીંદુસ્તાન તા. ૨૫-૯-૨૯ ઉપરથી)
લ૦ સેવક, રમણલાલ છોટાલાલ.
ચીંચપોકલી.