________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૪
શ્રી મુંબઇ જેન યુવક સંઘ
વાર્ષિક વૃત્તાંત
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેની ૬૪ વર્ષની યાત્રા પૂર્ણ કરૈ છે, ત્યારે વિતેલા વર્ષના વિવિધ પ્રવૃત્તિઓનું આઠ દિગ્દર્શન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મોટાભાગની પ્રવૃત્તિઓનો સવિગત અહેવાલ ' પ્રબુદ્ધજીવનમાં પ્રગટ થયેલ છે એટલે અર્થી એ પ્રવૃત્તિઓનો સંક્ષેપમાં સળંગ અહેવાલ આપીએ છીએ.
સંઘના સભ્યો : સંજના સભ્યોની સંખ્યા હલ આ પ્રમાણે છે પેટ્રન : ૧૮૨, આજીવન સભ્ય ૨૧૮૮, સામાન્ય સભ્ય ૭૧ અને પ્રબુદ્ધજીવનનાં ગ્રાહકો ૧૭૦.
પ્રબુદ્ધજીવન : છેલ્લા ચોપન વર્ષથી સંઘનું માસિક મુખપત્ર 'પ્રબુવનં નિયમિત પ્રગટ થતું રહ્યું છે. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકોનો પ્રબુદ્ધવનને સારો સહયોગ મળતો રહ્યો છે, જે માટે અમે તેમના આભારી છીએ. 'પ્રબુવનના તંત્રી તરીકે સંઘના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહ માનદ્ સેવા આપી રહ્યા છે, જે માટે અમે તેમના ધણા આભારી છીએ. તદુપર્શત પ્રબુદ્ધજીવનના મુદ્રણ કાર્ય માટે યુટૂંકનના પણ અમે આભારી છીએ.
શ્રી મ. મો. શાહ સાનિક વાચનાલય અને પુરત કાયલ : પુરનકાલયમાં વર્ષ દરમિયાન રૂ. ૩૬૬૮/-ના પુસ્તકો વસાવવામાં આવ્યા છે. વર્ષ આખરે ૧૩૪૭૫ પુસ્તકો છે. પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે પુરનકાલય સમિતિના મંત્રી શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહના અમે આભારી ઈએ.
પ્રેમળ જ્યોતિ : સંધ સંચાલિત અને શ્રીમતી વિદ્યાબીન' મહાસુખભાઈ ખંભાતવાળા પ્રેરિત પ્રેમળ જ્યોતિ દ્વારા દર્દીઓને દવા, કપડાં, ફૂલ ફી, યુનિફોર્મ વગેરેની સહાય આપવાની પ્રવૃત્તિ વર્ષ દરમિયાન સારી રીતે ચાલી રહી છે, સંયોજદ્રો તરીકે શ્રી નિરુબહેન શાહ અને શ્રી નટુભાઈ પટેલ પ્રશય સેવા આપે છે. આ માટે અમે તેમના અને અન્ય કાર્યકર બહેનોના આભારી છીએ.
વિલેપાર્લાની પ્રેમળ જ્યોતિ શાખા : આ શાખાની બહેનો દર ગુરૂવારે વિલેપાર્લાની નાણાવટી હોસ્પિટલના દર્દીઓને દવાઓ તથા આર્થિક સહાય આપે છે. આ શખાના સંયોજકો તરીકે શ્રીમતી સ્મિતાબહેન કામદાર અને શ્રીમતી સુધીબહેન હીરાણી સેવા આપે છે, તેની સાભાર નોંધ લઈએ છીએ - અસ્થિ સારવાર કેન્દ્રઃ સંધના કાર્યાલયમાં તા. ૩૧-૩-૮૩થી અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાડકના દર્દોના નિર્ણાન પ્રેક્ટર શ્રી જે. પી પીઠાવાલા દર રવિવારે નિયમિત
પણે સવારના ૧૦ -૦૦થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી હાડકાંના ૧દર્દીઓને વિનામૂ માનદ્ સારવાર આપે છે. ડે. પીઠાવાલાના તેમજ
તેમના સાથી કાર્યકરોના તથા સંયોજદ્મ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ તથા શ્રીમતી જયાબહેન વરાના અમે આભારી છીએ. - અંધેરીમાં અસ્થિ સારવાર કેન્દ્ર : આ કેન્દ્રમાં દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી ૫-૩૦ સુધી ડd. જે. પી. પીઠાવાળા સૈવા આપે છે. આ કેન્દ્રના સંયોજક તરીકે શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ સેવા આપે છે. અંધેરી ખાતેની આ પ્રવૃત્તિ માટે શ્રી વર્ધમાન સ્થાનકવાસી શ્રાવક સંઘ તરફથી તેમની જગ્યાનો ઉપયોગ કરવા દેવા માટે અમે તેમના આભારી છીએ.
સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ ; સંઘના ભૂતપૂર્વ મંત્રી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ પરિવાર તરફ એમની સ્મૃતિમાં જૈન ધર્મના પુસ્તકોના પ્રકાદન માટે ભેટ રકમ આપવામાં આવી હતી. અને ત્યાર પછી તેમાં વખતોવખત ઉમેરો થતો રહ્યો છે. આ ટ્રસ્ટના ઉપક્રમે વર્ષ દરમિયાન જિનતત્વ ભાગ-૫, પ્રભાવક
સ્થવિરો ભાગ-૩ અને 1, તિવિહેણ વંદામિ તથા આપણા તીર્થંકર (બીજી આવૃત્તિ) પ્રગટ થયા છે.
ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક : 'પ્રબુવનમાં વર્ષ દરમિયાન પ્રશ્ન થયેલ લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને . ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાય છે. ૧૯૯૨ ના વર્ષ માટેનું પારિતોષિક છે. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયાને આપવામાં આવ્યું હતું. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે છે. રમણલાલ ચ શાઈ, શ્રી ઘનશ્યામ દેસાઈ અને શ્રી પન્નાલાલ ૨ શાહે સેવા આપી હતી. - શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાંઘર : સંધ દ્વારા બાળકૅને ઘરે રમવા માટે રમકડાં આપવાની આ પ્રવૃત્તિ દર રવિવારે બપોરના ૩-૦૦થી ૫-૦૦ સુધી નિયમિત ચલાવવામાં આવે છે. આ વર્ષે બાળકોની સભ્ય સંખ્યા ૨ ૫૦ જેટલી રહી છે, રમકડાં ઘર માટે વખતોવખત નવ રમકડાં ખરીદવાર્મા આવે છે. આ પ્રવૃત્તિના સંયોજકે ડો. અમુલ ઘઉં અને શ્રીમતી જયાબહેન વીરાના અમે આભારી છીએ.
થી મનાઇસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ: શ્રી જે. એચ. મહેતાનાં કુટુંબીજનો તરફથી રૂ. ૨૫૦૦૦/-ની રકમ અનાજ રાહત ફંડમાં મળી છે, અને તેમાં વખતોવખત ઉમેરો થતો રહે છે. એર્માથી જરૂરિયાતવાળા કુટુંબોને સસ્તા દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિના સંયોજક તરીકે શ્રી ઉષાબહેન મહેત, શ્રીં રમાબહેન મહેતા અને અન્ય બહેનો સેવા આપી રહ્યા છે. અમે તેમના આભારી છીએ..
કિશોર ટિડીયા કેળવણી ફંડ: ૩. કિશોર ટિમ્બડિયાની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી શિષ્યવૃત્તિ માટે સંઘને રૂપિયા એક લાખનું દાન મળ્યું છે. આ ફંડમાંથી હદ મુંબઈની કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ- બહેનોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ પ્રવૃત્તિના સંયોજક શ્રી વસુમતીબહેન ભણસાલી, 2 ઉષાબહેન મહેતા અને શ્રી રમાબહેન મહેતાના અમે આભારી છીએ.
શ્રી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી ચમા બેન્ક : સંધના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા દર્દીઓને મફત ચશમા આપવામાં આવે છે. શ્રીમતી સરસ્વતીબહેન પ્રહ્યાભાઈ ઝવેરી તરફથી સંધને મળેલી આર્થિક સહાયર્માથી આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે.
ભક્તિ સંગીતના વર્ગો : સંઘના ઉપક્રમે ચાલુ વર્ષે ભક્તિ સંગીતના વર્ગો સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા હતા. શ્રી શ્યામ ગૌગટેએ આ તાલીમવર્ગના અધ્યાપક તરીકે અને શ્રી ઉષાબહેન મહેતાએ આ વર્ગના સંયોજક તરીકે સેવાઓ આપી હતી. બંનેના અમે આભારી છીએ.
પર્યુષણ વ્યાખ્યાનમાળા : સંઘના ઉપક્રમે સોમવાર, તા. ૨મી ઓગસ્ટ ૧૯૯૨ થી સોમવાર, તા. ૩૧ મી ઓગસ્ટ, ૧૯૨