________________
જે-જે વિવિધ દેશો સાથે વ્યાપાર ચાલતો તે-તે પ્રદેશમાં ભારતીય સંસ્કૃતિ-દર્શન પણ ગયા જેમાં શ્રમણ સંસ્કૃતિ મુખ્ય છે.
પરદેશમાં અનેક સંગ્રહાલયોમાં જૈનમૂર્તિઓ સવિશેષ ભ.ૠષભદેવની મૂર્તિઓ છે. જે ત્યાંના પ્રદેશોમાંથી મળી છે. તે ત્યાંના જૈનધર્મના અસ્તિત્વની સાક્ષી પૂરે છે.
ઐતિહાસિક ઉલ્લેખ છે કે બેબીલોનના રાજા નેબુચંદ્રનેઝારે ગિરનાર પર્વત પર નેમિનાથના મંદિરનું જીર્ણોધ્ધાર કરાવેલ. બેબીલોનમાં તેણે અનેક જૈનમંદિરો બંધાવ્યા હતાં. આ રાજા રાજાશ્રેણિકનો સમકાલીન હતો. જેને રાજાક્ષેણિકના પુત્ર અભયકુમારે જિનપ્રતિમા ભેટમાં મોકલાવી હતી. જેનાથી પ્રભાવિત થઇ તે રાજકુમાર ભારત જૈનદર્શનના અભ્યાસ માટે આવ્યો હતો.
આ રીતે પૌરાણિક, ઐતિહાસિક તથ્યો જૈનધર્મની પ્રાચીનતા અને વિશ્વના મોટા ભૂભાગપર તેનાં વિસ્તારના ઉલ્લેખ મળે છે પરતું જરૂર છે આવા ઉલ્લેખ વિષે અભ્યાસ અને સંશોધન કરવાની કે જેથી જૈન સંસ્કૃતિનો ઇતિહાસ સાચી રીતે રજુ થઇ શકે.
આજે જૈન વિશ્વનાં દરેક દેશમાં છે. અમેરિકા, કેનેડા, ઇલેંડ, આફ્રિકામાં સવિશેષ છે. દરેક સ્થળે તેઓએ પોતાની જૈન સંસ્કૃતિ સાચવી છે. મંદિરો, ઉપાય બંધાવ્યા છે. આવીજ રીતે પ્રાચીનકાળમાં થયું હશે. આજનુ વર્તમાન ભવિષ્યમાં ઇતિહાસ બનશે તેવીજ રીતે આજે ભૂતકાળ ઇતિહાસ બનીને સ્મૃતિ કરાવે છે.
જૈનધર્મના અહિંસાં, સત્યના સિધ્ધાંતો વિશ્વને એક વખત દોરવણી આપતા હતા અને આજે પણ તેનાં સિધ્ધાંતોજ વિશ્વશાંતિ સ્થાપવા માટે જરૂરી બન્યા છે.
(‘મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈનધર્મ' લેખનાં આધારે)
Jain Education International2010_03
ain=
જૈન ધર્મ: તેની ફિલસૂફી - સિધ્ધાંત અને અને આધુનિક જીવનમાં તેની જરૂરીઆત
‘જૈન’ શબ્દની વ્યાખ્યા:
‘જૈન’ શબ્દ તે શ્રમણ ‘સ્કૃતિના સંદર્ભમાં અત્યંત આધુનિક શબ્દ ગણાય કારણ કે. “વૈદિક’ અને ‘શ્રમણ’ શબ્દ અત્યંત પ્રાચીન છે. જયારે ‘હિન્દુ’ અને ‘જૈન’ શબ્દ આધુનિક છે. પ્રાચીનકાળમાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિ શબ્દો લગભગ એકજ અર્થમાં વપરાતા. કાલક્રમે શબ્દો ઘસાયા અને તૂટયા. કેટલાક બૌધ્ધિકોએ બુધ્ધિના અતિરેકમાં પોતાની મહત્તા સિધ્ધ કરવા નવા નવા પંથો સ્થાપ્યા, અને ધર્મની વિશાળ ભાવના તૂટતી ગઇ. અને જૈન ધર્મ કે હિંદુ ધર્મમાં અનેક શાખા પ્રશાખાઓ બનતી ગઇ. સાધારણપે ‘જૈન’ શબ્દ ની વ્યાખ્યા કરીએ તો તે કોઇ જાતિ કે કોમ માટે વાપરવા માટેનો શબ્દ નથી. પરંતુ પોતે ધર્મવાચક શબ્દ છે. જૈનની વ્યુત્પતિના મૂળમાં ‘જિન’ શબ્દ રહેલો છે. અને ‘જિન’ એ છે કે જે પંચ પરમેષ્ઠી છે, જેણે વિવેક જ્ઞાન-પ્રાપ્ત કરીને રાગાદિક ભાવોથી દૂર રહી ઇંદ્રિય સંયમ ધારણા કર્યા છે. જે મહાવૃત્તોનો પાલક છે. અન જે આત્મા ના ઉન્નયન માટે પરોક્ષ રપે સંસારમાંથી દુ:ખ દૂર કરવા માટે તપર્ણા કરે છે, આત્મચિંતન કરે છે. અને જે સંસારમાં, ચતુર્ગતીમાં ભટકાવનાર ચંચળ ઇંદ્રિયોને જીતી લે છે, જે પંચ પાપો ઉપર વિજય પ્રાપ્ત કરે છે, જે અનેક પ્રકારના પરિહો સહન કરીને પણ અડગ રહે છે. તેવા ઇંદ્રયવિજેતા ને ‘જિન' કહેવાય છે. એવા ઉત્તમ ‘જિન’ તે ભગવાન જિનેન્દ્રદેવ અને પંચપરમેષ્ઠી છે. વિશ્વના કલ્યાણ માટે તેમની જે વાણી પ્રવાહિત થઇ છે અને તેમના આદર્શો અને સિધ્ધાંતોને જે માને છે તે જૈન છે આ રીતે ‘જૈન’ શબ્દ તે સંયમધારી, ત્યાગી, કષાયો ઉપર વિજય મેળવનાર મૈત્રી, પ્રમાદ કણા, અને મધ્યસ્થ ભાવ ધારણ કરનાર છે તે જૈન છે. ‘અહિંસા’ નો જેણે સર્વાંગ રપે અને સર્વાંશરપે સ્વીકાર કર્યો છે. તે જૈન છે જે આત્માના કલ્યાણની સાથે સાથે વિશ્વકલ્યાણની ભાવનાથી ઓતપ્રોત છે, જે પોતાના દ્રષ્ટિકોણ સાથે અન્યના દ્રષ્ટિકોણ ને પણ સમજવાનો પ્રયાસ કરે છે. અર્થાત જે સ્યાદ્વાદી છે તે જૈન છે જયારે આપણે જૈન શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે કેટલાંક તત્વો સ્પષ્ટ થાય છે સર્વ પ્રથમ
For Private & Personal Use Only
99
www.jainelibrary.org