SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 98 =†ain પર્શિઆ અને મિસ્ત્રમાં જૈનધર્મ: પ્રો. અ. ચકવર્તી જૈનધર્મની સર્વવ્યાપકતા પોતાના શોધગ્રંથમાં નોંધે છે કે પિરિઓમાં તે સમયે એક વર્ગ એવો હતો જે અહિંસાનો સમર્થક હતો. આ વર્ગ નિશ્ચિત રૂપે પાર્શ્વનાથના સિધ્ધાંતોનો અનુયાયી હતો. મિરત્રમાં એક સમૂહને જિમનોસોફિસ્ટ (Gymnosophists) કહેવામાં આવતો જેનો ઉલ્લેખ મેગેસ્થની નિગ્રંથયાત્ર તરીકે કરેલા છે. જેઓ ઇજિપ્ત સુધી વિહાર કરતા હતા, જેઓએ સિકંદરને ઉપદેશ આપવાનાં પુરાવા મળયો છે. આ લોકો ધાર્મિક રીતે શાકાહારી હતા અને શરાબપીતા ન હતાં. તેઓ થેરાપૂતે તરીકે ઓળખાતા હતા જેનો અર્થ મૌની-અપરિગ્રહ થાય છે. અને ઘેર કે સ્થવિર શબ્દ જૈન ગ્રંથોમાં સાધુ માટે છે. જૈનધર્મનો પ્રચાર માત્ર ભારતવર્ષમાંજ ન હતો પણ તેનો ફેલાવો ટર્કી, નેપાલ, ભુતાન, બર્મા, અફઘાનિસ્તાન, ચીન, ઇરાન, ઇરાક, પર્શિઆ, તિબેટ, અરબસ્તાન, લંકા, ઓસ્ટ્રેલિયા, કાબુલ, કમ્બોડિયા, વગેરે દેશોમાં પણ હતો. જેની સાબીતી રૂપે અનેક ઉલ્લેખ અને સ્મારકો મળે છે. ટર્કીમાં જૈનધર્મ: ટર્કી ખોદકામમાં પ્રચીનતમ ભારતીય અવશેષો મળ્યા છે. ખોદકામ વખતે મળેલ એક પુસ્તક મળયુ છે જે વૃક્ષની છાલ પર લખાયેલ છે. તેમાં ભાષા ખરોવ્ની અને પ્રાકૃત છે. પ્રાકૃતભાષા તે જૈનધર્મની અધિકૃત ભાષા હોવાથી એમ સ્પષ્ટ થાય છે કે ત્યાં જૈનધર્મ નો વ્યાપક પ્રચાર હોવો જોઇએ. વિક્રમની ૧૭મી સદી સુધી વિશાળ મંદિરો, પૌષધશાળા, જિનાચાર્ય ચર્તુવધિસંધ હોવાના ચિન્હો મળ્યા છે. જેની સાબિતી એક જૈનશ્રાવકે શાહજહાંના સમયે કરેલ યાત્રા પછીના પત્રમાં છે. બીજું સ્ટડીઝ ઇન ઇન્ડિયન પેંઇટીંગ પુસ્તકમાં શ્રી એન. સી. મહેતાએ ચીની તુર્કસ્તાનનાં જે ઉપલબ્ધ ચિત્રો રજુ કર્યા છે તે જૈનધર્મથી સંબંધ ધટનાઓના છે. પ્રાચીનકાલમાં અફઘાનિસ્તાનમાં જૈનધર્મ: અફઘાનિસ્તાનનો સમાવેશ ગાંધાર દેશમાં થતો હતો, જેનું પ્રાચીન નામ ‘આવકાયન’ પણ મળે છે. અહીં જૈનધર્મનાં પ્રચાક - અનુયાયીઓ હોવાના વિપુલ પુરાવાઓ મળ્યા છે. અહીં ભ. ઋષભદેવની ત્રણ-છત્રધારી ૧૭૫ ફુટ ઉંચી અને અન્ય તીર્થંકરોની મૂર્તિઓ પહાડમાંજ કોતરવામાં આવી હતી. જે થાન યાત્રાધામ તરીકે જાણીતું હતું. ચીની યાત્રી હયેનસાંગે પણ અહીં પ્રચલિત બૌધ્ધ અને જૈનધર્મનો ઉલ્લેખ કરેલ છે. તેણે ‘કપિલદેશ’નો ઉલ્લેખ કર્યો છે જે અફઘાનિસ્તાનમાં છે. જેનું બીજું નામ બેગ્રામ છે જે કંબોડિયાની દક્ષિણે આવેલ છે. કંબોજ કે કંબોડિયાનું નામ જૈન શાસ્ત્રોમાં (નેમિચંદ્રાચાર્ય કૃત ઉત્તરાધ્યયન રાજપ્રશ્નીયસૂત્ર). Jain Education International_2010_03 પણ મળે છે. સૂત્ર અને કાબુલ અને ઇરાનમાં જૈનધર્મ: આ દેશોમાં જૈનધર્મનો વધુ પ્રચાર અને ફેલાવો હતો ત્યાં જૈન મંદિરો વગેરે હતા. આજે પણ ખોદકામમાં મળતી જૈન મૂર્તિઓ તેનો સ્પષ્ટ પુરાવો છે. શ્રી લંકામાં જૈનધર્મ: શ્રી લંકામાં જૈનધર્મનો ખૂબજ ફેલાવો હતો આજે પણ ત્યાં જૈનધર્મના અનેક અવશેષ, સ્મારક ત્યા તીર્થંકરોની પ્રતિમાઓ મળી આવે છે. ૧૪મી સદીમાં થયેલ જિનપ્રભસૂરીજીએ લંકામાં સ્થિત શાંતિનાથ તીર્થંકરનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે - પાતાલલંકામાં શ્રી શાંતિનાથનું મહાતીર્થ છે. ઇસાપૂર્વ ૩જી સદીમાં લંકાના રાજાએ જૈન મંદિર અને ઉપાશ્રય બંધાવ્યા હતાં. હિમાલયનાં પ્રદેશોમાં જૈનધર્મ: (નેપાલ, ભૂટાન, તિબેટ, તાતાર અને ચીન) એવા ઉલ્લેખ મળે છે કે હિમાલય-પ્રદેશના દેશોમાં જૈનધર્મનો બહોળો પ્રચાર હતો ત્યાં અનેક જૈન મંદિરો, જૈન તીર્થ, જૈન તીર્થંકરની મૂર્તિઓ, જૈન સ્મારક, જૈનરાજા, પ્રજા, સાધુ-સાધ્વીઓ મોટી સંખ્યામાં હતા. આ સ્થળોએ ભારતના જૈન યાત્રિકો આવતા હતાં. વિ.સ. ૧૮૦૬માં લામચીદાસ ગોલાલારે દિગંબર જૈન ભૂતાનથી પગપાળો પ્રવાસ કરી આ સ્થળોનાં જૈન તીર્થો-મંદિર વગેરેનો ઉલ્લેખ કરી હસ્તલિખિત પુસ્તક ની ૧૦૮ પ્રતો તૈયાર કરી વિવિધ દિગંબર મંદિરોમાં મુકાવી હતી. તેમાં તેણે કરેલ વર્ણન પ્રમાણે કોચીન પહાડી પર બાહુબલીની ખાસન પ્રતિમાઓ નો ઉલ્લેખ કર્યો છે. બીદમદેશ હોવીનગરના આમેઢના જાતિના જૈનોનો ઉલ્લેખ છે જેઓ સિધ્ધના આકારની પ્રતિમા પૂજતા હતા. ચીનમાં જૈન રાજા-પ્રજાનો જૈનધર્માનુરાગ હતો. તેઓ તીર્થંકરની ચાર કલ્યાણક (કેવળજ્ઞાન સુધી) ની પ્રતિમાને પૂજે છે. ચીનપ્રદેશમાં તાતાર, તિબેટ, કોરિઆ, મહાચીન, ખાસચીન સ્થા અનેક ટાપુમાં જૈન રથાનાક, મંદિર અને ‘તુનાવારે’ જાતિનાં જૈનો છે. પેકિગમાં ૩૦૦૦ જૈન મંદિરો હોવાનું તે ઉલ્લેખ કરે છે - જે શિખરબંધ છે. પ્રતિમાઓ કાયોત્સર્ગ મુદ્રામાં છે અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy