SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દેરાસર એપ્રીલ ૧૯૮૫માં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બે માળના ફેરો-કોંક્રીટ મકાનમાં દેરાસર, એસેમ્બલી હોલ, શાવર રૂમ ઇત્યાદિ સગવડતાઓ છે. કોબેનું આ દેરાસર હવે ત્યાંનું ટુરીસ્ટ એટ્રેકશન સમાન બની ગયું છે, અમેરિકા અને કેનેડામાં જૈન ધર્મ: અમેરિકામાં ૨૫ થી ૩૦ હજાર જૈનો છે. અમેરીકા જેવા મોટા દેશમાં જૈનો જુદી જુદી સંખ્યામાં વસેલાં છે. ન્યુયોર્ક, લોસ એન્જેલસ, શિકાગોમાં જૈનોનું પ્રમાણ વિશેષ છે. અમેરિકામાં અત્યારે ફેડરેશન ઓફ જૈન એસો-ઇન નોર્થ અમોરિકા નામની માનબર સંસ્થા છે. આ ફેડરેશનમાં વીસેક જેટલાં શહેરોની જૈન સંસ્થાઓ. એક છત્ર નીચે આવી જાય છે. ન્યુયોર્ક, ન્યુ જર્સી, બોસ્ટન, ટોરોન્ટો (કેનેડા), લોસ એન્જેલસ વગેરે જગ્યાએ જૈનોનાં પાનાનાં મકાન કે મંદિર છે. લોસ એન્જલસમાં તો આ વર્ષે જ અતિ સુંદર એવુ જૈન ભવન તૈયાર કરવામાં આવ્યુ છે. બુએના-પાર્ક નામની જગ્યાએ આ જૈનભવન થવુંજ બાંધવામાં આવ્યું છે. તેમાં દેરાસર નવા હોલ ઇત્યાદિ સગવડનાઓ છે. શિકાગોમાં પણ સુંદર અને વ્ય દેરાસર નિર્માણ કરવાનાં ચક્રો ગતિમાન થયા છે. આફ્રિકાના દેશોમાં જૈન ધર્મ: પ્રથમ સુદાન, જીબુટી, ઝાંઝીબારમાં જૈનોની નાની-મોટી પ્રવૃત્તિઓ થતી હતી પરંતુ હવે ફરી પાછી જૈનોની વસ્તી ઘટી છે તેથી પ્રવૃત્તિઓ મંદ થઇ છે યા તો બંધ પડી છે. દારેસલામ, યુગાન્ડામાં પણ પ્રવૃત્તિની મંદતા છે. કેન્યામાં જૈનોની વસ્તી ઓછી થઇ હોવા છતાયે હવે મોમ્બાસા અને નાઇરોબીમાં વસ્તી ઘણી છે ત્યાં પણ ઓશવાળો વિશેષ પ્રમાણમાં છે. મોમ્બાસામાં ૨૨ મી જૂલાઇ ૧૯૬૩ શુભ દિને પામ્યું વલ્લભ પ્રાસાદની પ્રતિષ્ઠા થઇ હતી. નૈરોબીમાં અગિયારમી ફેબ્રુવારી ૧૯૮૪ના મંગળ મુહુતૅ દેરાસરની પ્રષ્ઠિા થઇ હતી. આ બંને દેરાસરો અનુપમ તથા ભવ્ય છે. ભારત બહાર, પાયામાંથી ચણેલ શિખર બંધ આ દેરાસરો છે. બાંધણી પણ ખુબજ સરસ છે. ભારત બહાર જૈન ધર્મની પ્રવૃત્તિમાં સાહિત્ય પ્રવૃતિ પણ ચાલે છે પરનું તે નવી જ છે. સંસ્થાઓના પોન પોનાના સમાયિકો બહાર પડે છે. વેસ્ટથી ન સમાઈ યુરોપનું શ્રી જૈન, લંડનધી ઓશવાળ એસોશિએશનનું ઓશવાળ ન્યુજ અગ્રેસ્થાને છે. અમેરિકાનું જૈન ડાયજેસ્ટ માહિતીથી ભરપુર હોય છે. અને ત્યાંના ફેડરેશનની પ્રવૃત્તિઓનો સુંદર માત્ર આપે છે. જૈન સમાજ યુરોપે ‘Jainism Explained' and 'Jainism for Young Persons' એમ બે પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે, છતાય પુસ્તકોનાં પ્રકાશનમાં જોઇએ નેટલું કાર્ય ન થયું નથી. પરદેશના જૈન યુવાનોમાં જૈન ધર્મના અંગ્રેજ પુસ્તકોની માંગ Jain Education International_2010_03 ddin= સવિશેષ છે. આ જ્ઞાન-પિયાસા તૃપ્ત કરવા માટે વધુને વધુ પુસ્તકો બહાર પડે તે ઇચ્છનીય છે. બ્રિટનની મોટાભાગની શાળાઓએ તેના ધાર્મિક શિક્ષણના અભ્યાસક્રમમાં હવે પ ધ જૈનધર્મનો પણ સમાવેશ કરતી જાય છે પરંતુ આ દિશામાં વધુ પ્રયત્નો થાય તે આવકાર્ય છે, ભાવિ પેઢી અને જૈન-ધર્મની આવશ્યકતા: જૈન ધર્મ વિશ્વને અહિંસાનો મહામંત્ર આપ્યો છે. અહિંસાનું મહત્વ ગઇકાલે હતું તેનાં કરતાંયે આજે અને આવતી કાલે વિશેષ છે. આપણી ભાવિ પેઢીના શ્રેય ખાતર અહિંસાના સિધ્ધાંતનો પ્રચાર થવો જોઇએ. આપણી ઉચ્ચ પ્રણાલિકા અને મુલ્યોની જાળવણી થવી જોઇએ. આના માટે વ્યવસ્થિત અને સતન પ્રયત્નો કરવા પડશે. જમાનાને ઓળખીને તથા વિશ્વની ભૌતિક પ્રગતિને જાણી-પીછાણીને આ પ્રયત્નો કરવાનાં રહેશે. પ્રથમ નો સાંપ્રદાયિક ભેદ, ભેદ, ધોળ ભેદ મીટાવવાં જ પાકશે. જેનો એકજ છે. ભગવાન મહાવીરનાં સંતાનો છે. પરદેશમાં હજારો માઇલ દૂર રહીને આ ભેદભાવ ભર્યા અહંને આપણે કયાં સુધી પંપાળ્યા કરીશું? શ્વેતાંબર-દીગંબર ઓશવાળ નવનાત ના ભેદો આપણે કેટલી પેઢી સુધી સાચવી રાખીશું? અમેરિકાના જૈનોને ખરેખર ધન્યવાદ ઘટે છે. તેઓ જૈન સોસાયટીઓ જ સ્થાપે છે તેમાં કોઈ નામ હોતાં નથી. જૈન પુજાના ઉપયોગ માટે ના કેન્દ્રમાં પણ વિભાગ નથી કરવામાં આવતાં. બ્રિટનના જૈનોએ આ દિશામાં ઘણુ કરવાનું બાકી છે. દરેક સંસ્થાઓ ઉચ્ચ આદર્શો ધરાવે છે તેની ના નહીં પરંતુ ઘણા કારણોસર આ ઉચ્ચ આદર્શો અને ધ્યેયો પાર પડતાં નથી. આપણે જૈન ધર્મને પરદેશમાં ઉચ્ચ સ્થાન પ્રદાન કરાવવું હોય તો ઘણો મોટો ભોગ આપવો જોઇશે. મંદિરો-દેરાસરના બાંધકામ જેટલું જ જ્ઞાન પ્રચારનું કામ પણ અગત્યનું છે. વધુને વધુ પ્રમાણમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જૈન ધર્મનો પ્રચાર થવો જોઇએ. જૈન કલા અને સ્થાપત્યને પણ અગ્ર સ્થાન આપી શકાય. શાકાહારી પણાના પ્રચાર માટે વ્યવસ્થિત રીતે પુનકો, ફીલ્મો, સેમીનાર, મેળાનુ આયોજન થવું ઘટે. શાળા કોલેજોમાં ભવિષ્યમાં જૈન ધર્મના વિષય સાથે ...S.E.કે ડીગ્રી મળે તેવી વ્યવસ્થા થાય તો કેવું સાર! ગુજરાની તથા અન્ય ભાષાઓનું શિક્ષણ. આ માટે મહત્વનું છે. આપણી ઉજવળ આવનીકાલ માટે આજનો પુરાષાર્થ પાયાનું કામ કરી શકે. આપણી ઉદ્મન- ગૌરવવંતી સંસ્કૃતિને આપણા આજના આયોજન રૂપ - શ્રમરૂપ જળ-સિંચનની આવશ્યકતા છે. આ સિંચનથી જ સંસ્કૃતિનો વર્ક-વૃક્ષ વિસ્તરશે. 14]] For Private & Personal Use Only 97 www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy