SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org SHRUTSAGAR January-2017 મહાવીર પ્રભુએ યુક્તિમાર્ગની દિશા બતાવી, તે જ વેદવચનોથી સ્થિર કર્યા હતા. મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશને તર્કસિદ્ધ બનાવ્યો હતો. કોઈ પણ તત્ત્વ કે કોઈ પણ પદાર્થની દેશના સાથે હેતુઓ તો હોય જ. તેથી જ સ્થળે સ્થળે ગોતમસ્વામીજી પ્રભુને પ્રશ્નો પૂછતા કે મે òળઢેળ મત્તે ! વમુખ્વર્ ? ભગવન્ત ! આમ શા કારણથી કહેવાય છે ? મહાવીરસ્વામીજી પોતાના ઉપદેશિત માર્ગને નૈયાયિક-ન્યાયસિદ્ધ માર્ગ કહેતા હતા, જે માટે તેઓશ્રીએ જ કહ્યું છે કે: 30 Acharya Shri Kailassagarsuri Gyanmandir नेयाउअं सुअक्खायं, उवादाय समीहए ॥ ન્યાયયુક્ત આગમને ગ્રહણ કરીને (તેને) ઇચ્છે છે. सोच्चा नेयाउअं मग्गं, बहवे परिभस्सइ ॥ નૈયાયિક માર્ગને સાંભળવા છતાં પણ કેટલાકએક (શ્રદ્ધાથી) રહિત રહે છે. આવા પ્રકારના કથનને આધારે પાછળના આચાર્યોએ તેમને માટે લખ્યું કે: अस्ति वक्तव्यता काचित्, तेनेदं न विचार्यते । निर्दोषं काञ्चनं चेत् स्यात्, परीक्षाया बिभेति किम् ॥ ‘હજુ કંઈક કહેવાપણું છે તેથી આ (વેદ વગેરે શાસ્ત્રો) વિચારાતાં નથી. જો નિર્દોષ સોનું હોય તો પરીક્ષાથી શા માટે બીવે છે ?” निकषच्छेदतापेभ्यः, सुवर्णमिव पण्डितैः । परीक्ष्य भिक्षवो ग्राह्यं, मद्वचो न तु गौरवात् ॥ હે મુનિઓ ! પંડિતો જેમ કષ, છેદ અને તાપથી પરીક્ષા કરીને સોનું લે છે તેમ તમારે પણ મારું વચન પરીક્ષા કરીને ગ્રહણ કરવું, પણ માત્ર મહત્તાથી ન લેવું.’ એ પ્રમાણે પ્રભુશ્રી મહાવીરસ્વામીએ જનતામાં તર્કવાદની રુચિ ઉત્પન્ન કરી અને જનતાને પરીક્ષક બનાવીને ઉપદેશ આપ્યો. સમય જતાં આ યુક્તિવાદના પરિપાક રૂપે ન્યાય-સૂર્ય ઉદયવંત થયો, ગણધરોએ અને ભદ્રબાહુસ્વામીજી વગેરે ચૌદપૂર્વધરોએ પ્રભુના ઉપદેશને For Private and Personal Use Only
SR No.525318
Book TitleShrutsagar 2017 01 Volume 08
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2017
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy